Feeds:
Posts
Comments

૧૧ મી મેના રોજ ’મંટો’ ની ૧૦૦મી જન્મતિથી હતી, તેની ૫૦ મી મરણ તિથી  નિમિત્તે પકિસ્તાને  તા.  ૧૮-૧ – ૨૦૦૫ ના રોજ એક ટપાલ ટિકીટ બહાર પાડી હતી, તેમાં લખ્યું છે  SADDAT HASAN MANTO -  A MEN OF LETTERS આપણે કદાચ આવો અવસર પણ ચુકી ગયા. 

 મંટો, મુંબઇની બદનામ ગલી શુક્લાજી સ્ટ્રીટમાં રહેતી  રૂપજીવીનીઓની દોજખ ભરેલી જિંદગી ઉપર હ્રદયસ્પર્શી વાર્તા સાહિત્ય લખતો, તેના સાહિત્યને અશ્લીલતા કરાર આપીને કોર્ટમાં ઘસડી જવામાં આવતી. મંન્ટોને કુલ છ વાર્તા બદલ  કોર્ટના ધક્કાઓ ખાવા પડ્યા હતાં ત્રણવાર હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પહેલા અને ત્રણવાર ભાગલા પછી, પાકિસ્તાનની કોર્ટમાં.   મેં મારા તા. ૩-જુન-૨૦૦૯ ના એક બ્લોગમાં મન્ટોની વાર્તા ’ટોબ ટેકસીંહ’ નો સારાંશ રજુ કરેલો,  ( L.O.C.) અને ટોબાટેક સીંગ    બટવારાના પાગલ પણા ઉપર પાગલોની વાત કરી અને કહેવાતા સમજદાર સમાજ ઉપર વેધક અને હ્રદય દ્રાવક કટાક્ષ કરેલો તે વાંચો તો જ સમજાય.

તેની જપ્ત થયેલી અને કાયદાના ધક્કે ચડેલી વાર્તાઓ હતી “बू”-  “ठंडा गोस्त”  -  “धुंआ”   વિગેરે. તેની સમકાલીન ઉર્દુ લેખીકા ઇસ્મત ચુગતાઇએ મંટો વિષે લખેલું

-  मंटो दुनिया द्वारा ठुकरा दी गई, घुरे पर फेंकी गई गंदगी में से मोती ढुंढकर निकाल लाता था। घुरे कुरेदने का उसे चाव था। क्योंकि दुनिया के संवारने वालो पर उसे भरोसा नहीं था। वह उनकी शरीफ और पाकबाज बीबीयों के दिल के चोर पकड लेता था। और कोठे पर रहने वाली वेश्या के दिल की पाकीजगी से उसका मुकाबला करता था। उसे इत्र में मदहोश मनमौजी दुल्हन कि अपेक्षा पसीने से सराबोर घाटन ज्यादा खुश्बुदार लगती थी।

उस की कहानी “बु” में जिस्म ही जिस्म है, पर गौर से देखे तो जिस्म के अंदर रुह भी है। विलासी वर्ग की फटे हुए दूध कि भांति छीछली आत्मा और शोषित  वर्ग की  किसी भी किस्म की बनावट से दूर एक हकीकत थी। जिसकी दुनिया अंध-पूजा करे ऐसे चोचलेपन को उखाड जमीन पर पटकने में मंटॊ बडी बहादुरी महेसुस करता था।  

-    इस्मत चुगताइ

બ્લોગ- ( ૯૫ )

આજના ભ્રષ્ટ ભારતીઓનું માનસ એ વારસામાં મળેલ છે એવું પ્રતિત થયા કરે છે. નાનામાં નાનો માણસ પણ લૂંટવામાં પાછી પાની નથી કરતો. ટી.વી. વાળાઓ જ આ બધા રસ્તા બતાવે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી તેની અસર બીજી વસ્તુનાં ભાવ પર પણ પડશે એવું સાંભળીને હું જ્યાંથી રોજ શાક લઉં છું, સાથે સાથે ક્યારેક ભીંજાવેલા કઠોળ પણ લઉં, તે શાક વાળાએ ( જુવાન છોકરો છે )ભીજાવેલા કઠોળ જે ૧૫ રુપિયામા ૨૫૦ ગ્રામ આપતો હતો તેના ૨૦ રુપિયા કીધા, મે કહ્યું કેમ ભાઇ પાંચ રુપિયા કેમ વધી ગયા ?  તો કહે -” સાહેબ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયાને ! તેની અસર ! ટી. વી માં જોયું નહીં”  વાત સાવ ખોટી હતી બીજી બે ત્રણ જગ્યાએ ભાવ પૂછ્યા તો આજે પણ એક મહીના પછી પણ એજ ૧૫ રુપીયાના ભાવે મળે છે. મને આ શાક વાળા છોકરાની ચાલાકીએ વિચારતો કરી દીધો. 

આજે ’ગુજરાત સમાચાર’ ના ગુણવંત  છો. શાહના એક લેખમાં એક વાત વાંચી અને એ વાત પણ વિચારતા કરી મૂકે તેવી લાગી. અણ્ણા હજારેજીની ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ’લોક્પાલ’ કમિટીની જે દેશવ્યાપી માળખાની કલ્પના છે, તેમાં ઓછામાં ઓછા ૧૫૦૦૦ અધિકારી કક્ષાના માણસો લાગશે ( તેમની નીચેના સહાયકો તો અલગ ) . શું આપણો આત્મા માને છે,  કે ૫૦૦ માણસો પણ સાચા, ઇમાનદાર, દેશભક્ત કે રાષ્ટ્રભક્ત મળશે ? જે આવા હોદા પર બેસીને પણ ઇમાનદારીને જાળવી શકશે ?

મૂળ વાત ગમે તેવી નથી પણ સચ્ચાઇથી આંખ આડા કાન કરી ન શકાય. આજથી ૨૦૦ વર્ષ પહેલા અખંડ ભારતની કલ્પના જ કોઇના મગજમાં ન હતી. જ્યાં દેશનું માન ચિત્ર જ મનમાં ન હોય તો પછી દેશભક્તિનો તો સવાલ જ ક્યાંથી હોય. સૌ પોત પોતાના રાજા રજવાડાનાં વફાદાર હતાં અને શરણાગતી સ્વિકારીને જીવતા હતાં. પહેલો આભાર માનો અંગ્રેજોનો કે જેણે આ ધરતીના માણસોની તાસીર અને નસ પકડી  ધીરે ધીરે સમ્રાજ્ય વધાર્યું અને ભારત નામના દેશનો એક નકશો બન્યો પછી આભાર માનો આઝાદીની ચળવળમાં જોડાયેલા દેશભક્તો અને  ક્રાન્તીકારીઓનો જેમણે ભારતના માનચિત્રને મનમાં રાખીને અંગ્રેજોને લડત આપી, અને છેલ્લે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલનો, જેમણે શામ, દામ, દંડ અને ભેદ, જે જરુર પડી તે શસ્ત્રનો ઉપયોગ કરી ફરી પાછા આ દેશને તૂટતો રોક્યો, નહીતો રાજવીઓ, સુબેદારો, ગાયકવાડો, સિંધીયાઓ, નવાબો  ફરી પાછી એજ રજવાડા વાળી  કરવાના વેંતમાં ટાંપીને બેઠા હતાં. આપણે બધા એક સંસ્કૃતીથી બંધાયેલા જરુર પણ દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિમાં નબળા સાબિત થયા છીએ.

આજે પણ ભાગલાવાદી પરિબળોનું જોર અને પ્રજાને રાષ્ટ્રવિરોધી બનાવવાની સાજીસ એટલી જ જોર શોરથી ચાલી રહી છે. અમારે અહિંયા ’જય હિન્દ’ કે ’ જય ભારત ’ કરતાં ’જય મહારાષ્ટ્ર’ બોલવામાં અને કાર કે રીક્ષાઓ પર લખવામાં ઘણો ગર્વ લેવાતો હોય તેવું લાગ્યા વગર ન રહે. બીજા ઘણા પ્રાંતોમાં આજ પરિસ્થીતી છે ( ગુજરાતને હજી આ આભડ છેટ નથી લાગી ) ભાષાવાદીઓ અને  પ્રાંતવાદીઓ પાસેથી આપણે રાષ્ટ્રપ્રેમની આશા કેવી રીતે રાખી શકીએ ?

આજ પ્રકારની હતાસાને લીધે ભૂતકાળમાં એક ચક્રી સાશન આપનારા અંગ્રેજોની સરાહના કરવામાં આપણા દીગ્ગજ ગણાતા કવિઓએ પણ ધન્યતા અનુભવી હતી, તેનો પહેલો અને વિવાદાસ્પદ દાખલો એટલે આપણું રાષ્ટ્રગીત.  મહર્ષી સમાન કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રાષ્ટ્રગીતમાં લેવામાં આવેલી  કડીઓ તો  તેમણે ૧૯૧૯ માં રચેલી જ્યારે આઝાદિતો કોશો દૂર હતી. તો પછી કયા અધિનાયકની આ વાત છે ? મારા શબ્દોમાં નહીં ઘણા લોકોના મનમાં આ આશંકા ચાલ્યા કરે છે. તેમના જ શબ્દોમાં જોઇએ.

Did you know the following about our national anthem ?

To begin with, India’s national anthem, Jana Gana Mana Adhinayaka, was written by Rabindranath Tagore in honor of King George V and the Queen of England when they visited India in 1919. To honor their visit Pandit Motilal Nehru had the five stanzas included, which are in praise of the King and queen. (And most of us think it is in the praise of our great motherland!!!)

In the original Bengali verses only those provinces that were under British rule, i.e. Punjab, Sindh, Gujarat, Maratha etc. were mentioned. None of the princely states were recognized which are integral parts of India now Kashmir, Rajasthan, Andhra, Mysore or Kerala. Neither the Indian Ocean nor the Arabian Sea was included, since they were directly under Portuguese rule at that time. The Jana Gana Mana Adhinayaka implies that King George V is the lord of the masses and Bharata Bhagya Vidhata is “the bestower of good fortune”. the five stanzas that glorify the King.

બીજો દાખલો- આપણા માનનીય ગુજરાતી કવિ શ્રી નર્મદનો ( જય જય ગરવી ગુજરાત વાળા )   ૪-ઓક્ટોબર, ૧૮૫૭,   કવિ શ્રી નર્મદે ભારતનાંઅંગ્રેજી શાસન તથા મહારાણી વિક્ટોરીયાની પ્રશસ્તિ રુપે લખેલા રાજભક્તિ સંબધી કાવ્યોમાનું એક.

અંગ્રેજી જહાં રાજ છે, જુલમ ના દેખાય.

ઉદ્યમ ઠામો ઠામ બહું, ધરણી ધમ ધમ થાય.

                                                      અનેક ધનવંતા ગરીબ, સમ ન્યાયે તોળાય.

                                                      વરુને બકરી બે જણા પાસ પાસ જોવાય.

                                     અંગ્રેજી જહાં રાજ તહાં, સરે સંપ સુખ  જોય,

                                    ભાઇબંધની પ્રીતડી રાય રંકમાં હોય.

                                                     વિનતિ હમારી માનીને,  સાહ્ય તું થા જગબાપ.

                                                     રાજ્યનું રક્ષણ કર સદા, દંડ દુષ્ટને આપ.  

 આવતો બ્લોગ એક કર્નલની ડાયરી વિષે, જે ફરતા ફરતા રાજ રજવાડાં અને ભારતીઓના માનસનો અભ્યાસ કરતો હતો. આ જનમાનસમાં આજે પણ કંઇ ખાસ ફેર નથી એવું જરુર પ્રતિત થશે.

બ્લોગ- ૯૪

મારા એક મિત્ર હમણાં જ યુરોપની પેકેજ ટુર મારીને આવ્યા, એટલે મને થયું કે ચાલો તેમને મળી આવું. એકાદ કલાક ખપાવીશ તેમ વિચારી સારો એવો સમય કાઢીને તેમને મળવા ગયો.

” કેમ છો ? પ્રવિણ ભાઇ !  કેવી રહી યુરોપની ટૂર ?” ( મજાકમાં  અમે તેમને પોપટ ભાઇ કહેતા ) એટલે તેમણે કહ્યું ” કેમ આજે મને પોપટ ભાઇ કહીને ન બોલાવ્યો ? ” મે કહ્યું ” હવે તમને પોપટ ભાઇ થોડા કહેવાય ? યુરોપની ટૂર કરીને આવ્યા છો ને ! એ  બધુ જવાદો કેવી રહી ટૂર ?”

” સાહેબ બહુ મજા આવી વાત ન પૂછો ! યુરોપ એટલે યુરોપ ! ”  અચ્છા મે કહ્યું ” સ્વિત્ઝર્લેન્ડ કેમ રહ્યું ? “  — ” હા બહુ મજા આવી પેલો જબ્બરજસ્ત વોટર-ફોલ “  -   એટલે મે કહ્યું  ”  રાઇન ફોલ્સ “    -  ” હા, હા બરાબર રાઇન ફોલ્સ,  જબરજસ્ત ! ” –મે કહ્યું ” ઝુરિક નજીક આવેલા શાફ્હાઉસનમાં રાઇન ફોલ આવેલો છે. આ વોટર ફોલને યુરોપનો નાયગ્રા ફોલ કહેવામાં આવે છે. સ્વિત્ઝરલેન્ડની આ ખુબ સુંદર જગ્યા છે, આલ્પ્સ પર્વત માળામાંથી નીકળી આ રાઇન નદી આગળ જતાં જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડ થઈને નોર્થ સીને મળે છે “

પ્રવિણ ભાઇ પોપટની જેમ મારી સામે મોઢું વકાસીને જોઇ રહ્યાં. મને કહે -  ” યાર તમે આ બધું ક્યારે ફરી આવ્યા, તે આટલી બધી વિગત વાર મહીતી આપો છો ! “  મે કહ્યું જાવાદો – પ્રવિણ ભાઇ, પેરિસમાં એફિલ ટાવર તો જોયો જ હશે ? “  -   ” યાર કેવી વાત કરો છો, પેરિસ તેના માટે તો પ્રખ્યાત છે “  - મે કહ્યું-  “ દિવસ કરતાં રાત્રે થતો લાઇટ-શો જોવા જેવો હોય છે. પ્રવાસીઓ નાં ટોળા આ શો શરુ થતાં પહેલાજ હજારોની સંખ્યામાં ગોઠવાઇ જાય છે. ૧૮૮૯ માં ફ્રાન્સમાં યોજાયેલા એક વર્લ્ડ ફેરના ઉદઘાટ્ન માટે બનાવવામાં આવેલો એફિલ ટાવર પછી પેરિસની આંતરરાષ્ટ્રીય આઇડેન્ટિટી બની ગયો. ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે આ ટાવર બાંધવાનો પ્રસ્તાવ પહેલાં બાર્સિલોના શહેરમાં મૂક્યો હતો. “

પ્રવિણ ભાઇ ફાટી આંખે મને જોઇ રહ્યાં- મને કહ્યું ” યાર તમે મારું નામ પોપટ ભાઇ રાખ્યું છે તે બરાબર લાગે છે, તમે ક્યારે યુરોપ ફરીઆવ્યા અને આટલી બધી માહિતી ક્યાંથી મેળવી છે એતો કહો ?”  મેં કહ્યું - ” પ્રવિણ ભાઇ હવે મારી હિંમત નથી ચાલતી તમને પુછવાની કે લુવરે મ્યુઝીયમમાં ૧૬ મી સદિથી મોનાલીસાનું  પ્રખ્યાત પેઇન્ટીંગ  રાખવામાં આવેલું છે તે તમે જોયું ?” - પ્રવિણ ભાઇ હવે તો એક દમ અવાચક થઇ ગયા. મે કહ્યું ” ઓ ભાઇ…..આ બાજુ જુઓ જરા.. બની ગયાને પોપટ ?  સાચું કહું તો યુરોપની જાણકારી માટે હું પણ તમારી જેવો જ પોપટ છું, કારણ કે હું ક્યારેય યુરોપ ગયો નથી કે નથી જવા માટે આવતા બે વર્ષમાં કોઇ પ્લાન “   -   તો, તો પછી આ બધું ગગડાવે જતાં હતાં એ શું ? “

” હા એ બધું એકસો એક ટકા સાચું , મારા મિત્ર થાનકીની દીકરી પ્રતીક્ષા છેલ્લા ત્રણેક વર્ષથી જર્મનીમાં છે, કારણ કે તેના મિસ્ટર કુમારને  ’ઇન્ફોસીસ’ તરફથી  ત્યાં પ્રોજેક્ટ માટે મોકલવામાં આવેલ છે. જ્યારે જ્યારે રજાઓની અનુકુળતા મળે છે ત્યારે તેઓ યુરોપનો પ્રવાસ ખેડે છે. પ્રતીક્ષાએ ખુબ જ હોમવર્ક કરી અને ઇન્ટરનેટ મારફતે માહિતીઓ એકઠી કરી પ્રવાસ પ્લાન કરેલા છે અને કલકત્તાથી પ્રગટ થતાં “હલચલ ” જુથના પાક્ષીક ’” સાંવરી” માં યુરોપનાં પ્રવાસ વર્ણનની લેખમાળા ચાલુ કરી હતી જેનું સંકલન ” યુરોપમાં હરતાં ફરતાં “ પુસ્તક સ્વરુપે આજે મારી સામે છે.

બીજું એ કે,  મેં જે યુરોપ વિષે ઉપર  ગગડાવે રાખ્યું એ તો ૨૪૦ પાનાનાં પુસ્તકમાંથી ખાલી ગોખેલી બે ત્રણ લાઇનો જ છે. વિચાર કરી લો,  ૨૪૦ પાનામાં આ પ્રવાસ વર્ણનમાં શું શું માહિતીઓ નહી હોય.

 માફ કરજો  ઉપર લખેલી પ્રવિણ ભાઇની વાર્તા ઉપજાવી કાઢેલી છે, કારણ કે આ પુસ્તકની ભૂમિકા બાંધવા આ સિવાય બીજો કોઇ સારો ઉપાય સુઝ્યો નહીં. યુરોપ ન જવું હોય અને ઘરે બેઠા પ્રવાસની મજા માણવી હોય તો આ પુસ્તક વાંચી જજો અને જવાના હોય તો તો જરુર વાંચજો, જેથી તમે પેકેજ ટૂરના ઓપરેટરોની સહાય વગર તમારી રીતે જ પ્રવાસ ગોઠવવાને સક્ષમ બની જશો અને પેકેજ ટૂરના ગણ્યા ગાંઠ્યા લીસ્ટને ચાતરીને યુરોપનો પ્રવાસ આનંદ દાયક, અર્થ સભર અને માહિતીપૂર્ણ બનાવી શકશો, આ મારી ખાત્રી છે.

એક વાર ચંદ્રીકા ભાભીએ વાત કરી હતી. જ્યારે સ્વિટી ( પ્રતીક્ષા ) ત્રણેક વર્ષની હતી. અમદાવાદથી પોરબંદર બસમાં જતાં હતાં અને બસને નાનકડો અકસ્માત નડ્યો હતો. ઉપરની રેક પરથી સામાન નીચે પડી ગયો હતો, નસીબ જોગે કોઇને વાગ્યું ન હતું.  ત્યારે બાળ સહજ કુતુહલથી સ્વિટીએ ( પ્રતીક્ષા ) પૂછ્યું , ” મમ્મ્મી શું થયું ? ” એ્ટલે મેં કહ્યું સ્વિટી આને એક્સીડેન્ટ થયો કહેવાય .”  સાત- આઠ મહીના પછી ફરી પોરબંદર જવાનું થયું ત્યારે સ્વિટી વારે ઘડીએ પૂછ પૂછ કરતી હતી,  ” મમ્મી એક્સીડન્ટ કેમ નથી થતો ? “

આ હતી તેની પ્રવાસની જીજ્ઞાસા… પ્રવાસ તેનો નાનપણથી જ હોબી છે એવું લાગે છે. ફિલ્મ “તીસરી કસમ ” ના પેલા ગીતની જેમ -’ ઉડ ઉડ બૈઠી હલવૈયા દુકનવા.. હલવા કે સબ રસ લે લીયો રે પીંજરે વાલી મુનીયાં… “ .  મે તો પુસ્તક વાંચ્યું છે, જે જે જગ્યાએ તેણે પ્રવાસ કર્યો છે તે તે જગ્યા વિષેની સાહિત્યીક, સામાજીક, ઐતીહાસીક, કુદરતી સૌદર્ય હોય કે પછી કલા, ત્યાનાં લોકોનાં મીજાજ હોય કે આર્કીટેક્ચરલ વિષય,  માહિતી મેળવવામાં અને આપવામાં કોઇ કસર નથી છોડી અને તે બધી માહિતી રસપ્રદ રીતે પુસ્તકમાં રજુ કરી છે.

થોડુક કુમાર વિષે (પ્રતીક્ષાના હસબન્ડ ). પુસ્તક વાંચતાં એવું લાગ્યું જાણે આ પુસ્તક લખવાના આખાય પ્રયાસમાં કુમાર મિ. ઈન્ડીયાની જેમ અદ્રશ્ય રહીને પ્રતીક્ષા માટે બધું ઇન્ફ્રાસ્ટ્રકચર જાણે તૈયાર કરીને અદ્રશ્ય હાજરી આપતા રહે છે. પ્રતીક્ષાને ભૂખ લાગે ત્યારે મિ. ઇન્ડીયાની ઢબે જ અચાનક દ્રશ્યમાન થાય છે. પછી સારી હોટ-ચોકલેટ, સ્પેગિટી કે પછી સીન્ટ્રાની ચીઝ કેક ક્યાં મળશે તેની માહિતી તૈયાર જ રાખે છે. થોડાક સારા ફોટો-સ્નેપ લે છે અને વળી પાછા અદ્રશ્ય. (આ પુસ્તક પ્રતીક્ષાએ તેમને જ અર્પણ કરેલ છે )

જર્મનીની “U” બહાન “S” બહાન પ્રકારની ટ્રામ વ્યવસ્થા, અંગ્રેજી ન બોલવાના દુરાગ્રહી જર્મનો, લીસ્બનની ક્રિસમસ તૈયારીઓ, અંગ્રેજી ન સમજતા પોર્ટુગીઝ ટેક્ષી ડ્રાઇવરો,  પોર્ટુગલનાં જુદા જુદા શહેરોમાંથી દેખાતા એટલાન્ટીક મહાસાગારના જુદા જુદા સ્વરુપો, પોર્ટુગલનું બેલેમ ’એજ ઓફ ડીસ્કવરીનું “ પ્રતિક, જ્યાંથી વાસ્કો-દ-ગામા ભારતની શોધમાં નીકળ્યો હતો. યુરોનીમસ મોનાસ્ટ્રી જેના પ્રવેશ દ્વાર પર વાસ્કો-દ-ગામાની કબર છે,  લીસ્બનની ૨૭૦ ફુટ ઉંચા પેડેસ્ટલ પર ૯૦ ફુટ ઉંચી ક્રાઇસ્ટ્ની પ્રતિમા, ભારતની યાદ અપાવે તેવી રોમની ટ્રાફીક અરાજકતા, રોમનું કોલેસીયમ જ્યાં એક જમાનામાં ’ગ્લેડીયેટરો’ ના મુકાબલા અને રોમન પ્રજાના મનોરંજન માટે જીવ સટોસટનાં ખેલોનું આયોજન થતું, વેટીકનનો સેન્ટ-પીટર્સ બાસીલીકાનો માઇકલ એન્જેલોએ બનાવેલો ૧૨૦ મીટરનો ડોમ, ૩.૨ કીલો મીટર વ્યાસ ધરાવતો દુનિયાનો સૌથી નાનો દેશ વેટીકન, ૧૫૦૮ થી ૧૫૨૨ વચ્ચે બનાવેલા માઇકલ એન્જેલોનાં અદભૂત ચિત્રો, ફ્લોરેન્સ નાઇંટીંગેલનું ફ્લોરેન્સ, મધ્ય યુગના ઇટાલિયન ભાષાનાં પિતામહ તરીકે ઓળખાતાં દાન્તેની કબર, ગેલેલિયોની કબર, કેનાલો અને ગોન્ડોલાનું વેનિસ, રિયાલ્ટો બ્રીજ, શેક્સપિયરની યાદો ” મર્ચન્ટ ઓફ વેનિસ “, હાઇડલનો ફિલોસોફર રોડ, ગ્રીક ટાપુઓ, ગ્રીસ, એરીસ્ટોટાલની થીયરીઓ, ત્રણ દેશો સાથે જોડાયેલું ’લેક કોન્સ્ટાન્સ’ મ્યુનીકનાં કોન્સટ્રેશન કેમ્પો…..અદભૂત..   અદભૂત….

ચંદ્રકાન્ત બક્ષીની “અમેરીકા અમીરીકા” વાંચ્યા પછી આટલું સરસ માહિતી સભર પ્રવાસ વર્ણનનું પુસ્તક ઘણા સમયે વાંચ્યું.  અદભૂત…

બ્લોગ-૯૩

અણ્ણા હાજારેને સો સો સલામ, એક ચીનગારી ફૂંકી અને કમસે કમ લોકોમાં ભ્રષ્ટાચાર સામે ઉભા થવાની જાગૃતી તો આણી. પણ જે ઉન્માદ ક્રીકેટના વર્લ્ડ-કપ જીત્યાનો હતો તેવો ઉન્માદ દેખાડીને ટી.વી. કેમેરા સામે થોડુંક નાચીને ઘર ભેગા થઇ જવાથી આ વાતમાં નહી ચાલે. એક એક માણસે અ્ણ્ણા હજારે બનવું પડશે, કારણ કેભ્રષ્ટાચારી કીડો ઉધઇની જેમ એકે એક શહેરમાં એક એક ગલીએ ગલીએ દર કરીને બેઠો છે. મારા વિસ્તારમાં તો હું ઢગલા બંધ ભ્રષ્ટાચારી અને રાજકારણીઓના બેનરો લાગેલા જોઉં છું. ગણેશ મહોત્સવ હોય કે નવરાત્રી, ” ભક્તોને અભિનંદન “, જરખની જેમ ખંધુ હસતા હસતા હીરોની જેમ ફોટા પડાવી મોટી સાઇઝના બેનરો લગાવડાવે છે. કંઇ ન હોય તો વાઢ-દિવસ ( જન્મ-દિવસ )ના બહાને, કોઇ પણ બહાનું આ લોકો જતું નથી કરતા. રોજ એના એજ ખંધા અને ગંદા ભ્રષ્ટાચારી રાજકારણીઓના ફોટા જોઇને એક પ્રકારની ધ્રણા પેદા થયા કર છે. પણ લાચાર…….

આ પહેલા મેં એક વાર બ્લોગમાં ફિલ્મ ’ રંગ દે બસંતી ’ વિષે લખેલું, કે ન જોઇ હોય તો એક વાર જરુર જો જો,  આ ફિલ્મ વિષે શ્રી જય વસાવડાના એક લેખમાં વાંચેલું -  ફિલ્મના લેખક શ્રી કમલેશ પાંડેને પુછવામાં આવ્યુ કે આ ફિલ્મની વાર્તાના વિચારનું મૂળ ઉદભવ સ્થાન ક્યું ? ત્યારે તેમણે જે વાત કહી તે, તીરની જેમ હૃદયમાં ચુભે તેવી છે.  તેમણે કહ્યું કે ’”  અમે જ્યારે નાના હતાં ત્યારે એક વાર વડા પ્રધાન પંડીત જવાહર લાલ નહેરુનું જોરદાર ભાષણ સાંભળેલું કે ભ્રષ્ટાચારીઓને  વીણી વીણીને ઇલેક્ટ્રીકના થાંભલે લટકાવી દેવામાં આવશે !  બાળ સહજ કુતુહલ હતું, રોજ નીશાળેથી ઘરે જતાં જતાં ઇલેક્ટ્રીકના થાંભલાઓ જોયા કરતાં,  પંડીત જવાહરલાલ પછીની ચાર ચાર પેઢીઓ વિતી ગઈ, હજી સુધી એક પણ ભ્રષ્ટાચારીને થાંભલે લટકાવેલો જોયો નથી.

અણ્ણા હજારેજી અને આપણે બધાએ વિચારવાનું છે કે, હવે તો જેટલા ઇલેક્ટ્રીકના થાંભલા છે એટલા દેશમાં ભ્રષ્ટાચારીઓ છે, ગલીએ ગલીએ અને શહેરે શહેરે, ગટરમાં કીડા ખદબદે તેમ આખા દેશમાં ખદબદી રહ્યા છે , રાજકારણીઓ,પોલિસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ,  રાજકારણીઓએ પોષીને વકરાવેલા ગામના લુખ્ખા ગુંડાઓ, લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે. કદાચ ઇલેક્ટ્રીકના થાંભલા ઓછા પડશે.

અણ્ણા હજારે સૈનીકના ડ્રેસમાં

અણ્ણા હજારે એક લડાયક  મિજાજના સૈનીક છે, પંદર વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલા છે. ૧૯૬૩ માં ભારત સરકારની યુવાનોને સેનામાં જોડાવાની હાકલ હતી અને અણ્ણાજી તેને પોતાની ફરજ સમજી અને સેનામાં જોડાઇ ગયાં. સિક્કીમ, આસામ, ભુતાન, મીઝોરામ, લડાખ  આ બધીજ સરહદો પર તેમનું પોસ્ટીંગ થયેલું હતું. સરહદ પરનાં દુશ્મનો સામે લડવું સહેલું છે, સામો આવે તો ગોળી ધરબી દેવાય, આ તો દેશની અંદર રહેલા દુશ્મનો છે, એકલા અણ્ણા હજારેથી નહીં ચાલે, એકે એક નાગરીકે અણ્ણા હજારે બનવું પડશે. આપણે એ દિવસની રાહ જોઇએ કે ક્યારેક તો ઇલેક્ટ્રીકના થાંભલે એકાદ ભ્રષ્ટાચારીને લટકાવવામાં આવે ! ( જો માનવ અધિકાર પંચ આડું ન આવે તો )

બ્લોગ-૯૨

હવે તો શક પડે છે ભારતીઓના લોહી પર ..ભારતીઓના વંશ અને નસ્લ પર..

                 કાગળના જેવી ઉધાઇ ગઇ રે સાવ માણસની જાત,

                                અંદરથી આખી ખવાઇ ગઇ રે સાવ માણસની જાત.   -   મુકેશ જોષી

દેશને વેંચી ખાનારા ઘોટાળે બાજ દરિંદાઓ, સફેદ ચોરો…, રોજ એકને એક ઘોટાળાના સમાચાર, રોજ દૈનિકના પહેલા પાને નવા નવા ચોરના નામો.કાળુ નાણું વિદેશી બેન્ક ભેગુ કરનારા રાષ્ટ્રદ્રોહીઓ…., ૨૦૦ વર્ષમાં અંગ્રેજોએ જેટલો આ દેશને નથી લુંટ્યો એટલો આ દેશ દ્રેહીઓએ ૬૦ વર્ષમાં લુંટ્યો છે. દ્રૌપદીના ચીર ખેંચાતા જોઇ રહેલા લાચાર સભાજનો જેવા આપણે નપુંશક લોકો છીએ. એકાદ દેશ દાઝ વાળો સન્યાસી કે સાધુ હિંમત ભેર વિવાદ છેડે છે ત્યારે આપણે ટી.વી પર જોઇને તાલીઓ બજાવી છીએ. મને તો હવે આપણી નસ્લમાં જ કોઇ ખામી દેખાય છે. આપણું લોહી જ સડેલું અને ખરાબ છે એવું લાગ્યા કરે છે.

નાના પટેકરનો એક ફિલ્મનો સંવાદ સોએ સો ટકા સાચો હોય તેવું પ્રતિત થયા કરે છે. ” सौ में से नीन्यानबे बे-ईमान, मेरा भारत महान “  આમીર ખાનની ફીલ્મ “રંગ દે બસંતી” જોયું હતું. દેશના ક્રાંન્તિકારી શહીદો પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા આવેલી એક વિદેશી છોકરી સાથે કામ કરતા કરતા આ લબર મુછીઆ જુવાનીયાઓને આપણા જ દેશને ઉધઇની જેમ ખાઇ જનારા અને કરપ્ટેડ નેતાઓ અને સરકારી અધિકારીઓ સાથે પાલો પડે છે અને તેમને પાઠ ભણાવવા ખાતર અને દેશની જનતાને વાકેફ કરવા માટે બધાએ શહીદી વ્હોરવી પડે છે. શહીદોને આતંકવાદીઓ તરીકે ખપાવવાની ભરપૂર કોશીષ કરવામાં આવે છે. ફિલ્મ ન જોઇ હોય તો એક વાર જરુર જોજો, તમારો રાષ્ટ્ર પ્રેમ છાતી ફાડીને બહાર ન આવે તો કહેજો.

આ દેશની ધર્મીકતા પર કોઇ શક નથી ધર્મમાં રાષ્ટ્રધર્મનું મહત્વ શીખવે તેવી વાતો બહુ ઓછી છે. કારણકે આર્થીક પરિબળોએ સમાજ પર ઘણી મજબુત પકડ રાખી હતી. મહાભારતનો જ દાખલો લો,  ભિષ્મ, દ્રોણ, વિદુરજી જેવા ધુરંધરો પણ સત્યના પક્ષે રહી ન શક્યા કોઇક આર્થિક મજબુરી અને નમક ખાધાની ખોટી ફીલોસોફીને વળગી રહ્યા. રાષ્ટ્રધર્મ માટે સત્યના પક્ષે ઉભું રહેવું જરુરી હતું. કૃષ્ણે એટલે જ  અર્જુનને કહ્યું હતું ” તું એક એકને વિણી વિણીને માર આ બધા જ સજ્જન પુરુષો અસત્યના પક્ષે ઉભા છે.” 

 જ્યારે કૃષ્ણે દુર્યોધનને પસંદગી માટે બે વિકલ્પો મૂક્યા કે એક તરફ હું અને બીજી તરફ મારી અક્ષૌહીણી સેના, જે પસંદ હોય તે નક્કી કર. હવે મૂળ વાત પર આવું, આ અક્ષૌહીણી સેનાનો એક જણ પણ એવો ન નીકળ્યો ? કે જેણે છાતી ઠોકીને કૃષ્ણને કહી દીધું હોય કે હું સત્યના પક્ષે ઉભો રહીશ ! નહી એવું ન બન્યું કારણકે આ દેશમાં આ પરિસ્થિતી હજારો વર્ષથી ચાલી આવે છે. પેટીયું રળવામાંથી જ  બહુ મોટો વર્ગ ઉંચો નથી આવ્યો. તેવા લોકોનો પહેલો ધર્મતો કુટુંબનું ભરણ પોષણ થઇ પડે છે, રાષ્ટ્રધર્મ કોરે મુકવો પડે છે.

એક વાર શ્રી જય વસાવડાના લેખમાં વાંચવા મળ્યું હતું કે શ્રી જદુનાથ સરકારના સચોટ તવારીખ વર્ણન મુજબ ૧૮ મી સદી સુધી તો આ દેશનો મોટો વર્ગ ભાડૂતી અને ધંધાદારી સૈનિકોનો જ હતો, પોતાને જ્યાં નોકરી મળે ત્યાં જ બધી વફાદારી, પછી તે રાજા હિન્દુ હોય કે મુસલમાન કે પછી  અંગ્રેજ. જ્યાં પેટીયું રળવા મળે તે ધર્મ,  જો ક્યાંય નોકરી ન મળે તો લૂંટફાટ કરતા, તેઓને શું રાષ્ટ્રપ્રેમ ? કે શું રાષ્ટ્રધર્મ ? આવા લોકોને તો પોતાના ગામ પ્રત્યે પણ પ્રેમ ન હતો. મોટા માથાના વેપારીઓ પણ પોતાની સલામતી માટે અંગ્રેજોના ખોળે બેસી જતાં. વિદેશીઓ સાથે રહીને પોતાના જ દેશના માણસો સામે લડ્યા હોય તેવો આ એક જ દેશ છે. દુનિયાના ઇતિહામાં આવા દાખલા ક્યાંય જોવા નથી મળતાં.

કોઇક વિરલા જ ભગતસિંહ, ચંન્દ્રશેખર આઝાદ જેવા પાક્યા, ગાંધીજી કે સ્વાત્યંત્ર સેનાનીઓ ખરા પણ ભારતની વસતીના કેટલા ટકા ?   મને છેલ્લો શક એજ છે કે, જે દેશને લુંટી રહ્યા છે તેઓ આ ભાડુતી સૈનિકોની નસ્લના જ ઉતાર વંશજો  હોવા જોઇએ, તેમની પાસેથી રાષ્ટ્ર્પ્રેમ કે રાષ્ટ્ર્ધર્મની આશા રાખવી ઠગારી નિવડે તેમ છે. અને  રહી વાત  આપણા જેવા તમાસો જોઇ રહ્યાછે તેમની , ભિષ્મ કે દ્રોણ કે વિદુરજી જેવા લાચાર સજ્જનોની કક્ષામાં આવીએ. બન્ને જાતીઓ અંતે તો અધર્મના પક્ષે જ. મારો છેલ્લો શક ખોટો હોય તો કહેજો.  દેશની પ્રજા જ જાણે ઉતરતી કક્ષાની નસ્લનુ પરિણામ હોય તેવો શક થયા કરે છે.

                       ” જનની જણ તો જણજે, કાં દાતા કાં શૂર, નહીં તો રહે જે વાંઝણી, મત ગુમાવીશ નૂર “  

આ પડકાર તો છેવટે માતાઓને જ છે, કે તેઓએ  કેવા પુત્રો રાષ્ટ્રને આપ્યાં. માતા ન બની હોત તો કમસે કમ આ દેશ માટે બહું મોટો રાષ્ટ્રધર્મ નિભાવ્યાનો સંતોષ તો મળત !

બ્લોગ-૯૧

અમારુ ગટુડુ એટલે મારો પૌત્ર આર્યન, હુલામણા નામે ગટુડુ કહીએ છીએ. નીવૃત્તી પછીની પ્રવૃત્તીના લિસ્ટમાં પૌત્ર સાથે સમય ગાળવાનું સામેલ હતું જ, પણ બ્લોગ લખવાની પ્રવૃત્તી ધીમી પડશે એવો ખ્યાલ ન હતો.  હું આંકડા શાસ્ત્રની જંજાળમાં માનતો નથી, આર્યનનો જન્મ ૯-૯-૨૦૦૯, ટ્રિપલ ૯૯૯ છે, અત્યારે લગભગ સવા વર્ષનો છે, પણ ક્યારેક તેની ઉંમર કરતા વધારે પડતી અસામાન્ય હરકતો જોઉં છું ત્યારે આશ્ચર્ય થાય છે. પાપા પગલી પાડતો ઘરમા દોડે છે, વધારે સ્પીડ પકડે એટલે લડખડાય, પડે, પાછો ઉભો થાય. તેને રમવા માટે ઢગલો રમકડાં છે, પણ એકેય રમકડાને ભાવ નથી મળતો.ભાઇસાબને ટી.વી. નું રીમોટ, મોબાઇલ, પંખા અને લાઇટો ચાલુ કરવાની સ્વીચો, આ બધી જગ્યાએ હાથ મારવામાં જ રસ હોય છે, બહુ સાવચેત રહેવું પડે છે. ટેબલ ખુરશી પર જેવો લેપટોપ લઇને બેસું અને જો એણે જોઇ લીધું તો પત્યું, જોરથી ત્રાડ પાડતો હોય તેમ “એ..દાદા…” બુમ પાડી ને દોડતો આવે, ત્રાસવાદીની ઢબે ધરાહાર મારા ખોળામાં આવીને બેસી જાય, છુટકો જ નહીં, હજી દાદા, મામા જેવા શબ્દો બોલે છે, એક હાથે હું તેના બે હાથ જકડીને પકડી રાખું ત્યારે મેળ પડે નહીં તો કી-પેડ પર હાથ મારે અને એકાદ બટન ઉખાડીને મારા હાથમાં આપી દે. રીમોટ એ.સી.નું છે કે ટી.વી.નું તે બરાબર ઓળખે છે. ક્યું બટન દબાવવું એ ખબર નથી પડતી એટલે ગમે તે બટન દાંત કચકચાવીને દબાવે રાખે, કંઇ મેળ ન પડે એટલે ’ દાદા..દાદા” કરતો મને પકડાવે, એટલે મારી પાસે તે ચીજ ચાલુ કરાવે છુટકો કરે.


મારો પૌત્ર છે એટલે વખાણ કરવા નથી બેઠો પણ મારા દિકરા અને દિકરીના બાળપણ યાદ કરીને તે લોકોને કહું છું કે તમે આટલા સ્માર્ટ નહોતા ! એટલે મારો દિકરો પોતાનો બચાવ કરતા કહે છે ” પપ્પા નવી પેઢી સ્માર્ટ હોય જ ને ! અમે ટી.વી જોવા જેટલા સમજણા થયા ત્યાં સુધી રીમોટ જેવી ચીજ કે મોબાઇલ ક્યાં હતાં ? તમારી જ વાત કરો ને તમે કેટલા સ્માર્ટ હતા ? ” મારે હસતા હસતા ખોટો જવાબ આપવો પડે છે ” હવે કોને પુછીને તને પ્રુફ આપું ? અમે તો રમકડાં પુંઠાના કાતરથી કાપીને હાથે બનાવતા “  મને યાદ છે હું નવેક વર્ષનો હતો ત્યારે મેળા માંથી લીધેલો પ્લાસ્ટીકનો એક હાથી  છેક હમણા સુધી મારા લીંબડીના ઘરમાંથી મળી આવ્યો હતો, ત્યારે ખબર નહી રમકડાની ઘણી જ કીંમત હતી, અત્યારે અમારા આર્યન માટે રમકડું લાવીએ છીએ તે એક બે દિવસમાં જ તેના માટે જુનું થઇ જાય છે. 


એક વાત જરુર છે,આજના બાળકોની આંખોમાં વિસ્મયનું  ખુબજ વિશાળ  જગત ખુલી ગયું છે, જગતને જાણવાની ભારોભા્ર ઉત્સકતા દેખાય છે.  ક્યારેક લાગે છે કે અમારા બાળપણમાં અમે થોડાક ભોટ જેવા હતાં, અત્યારે ભલે જગત સાથે કદમ મિલાવીને ચાલીએ છીએ પણ  લાગે છે કે પરાણે દોડવાનો શ્રમ પુર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્યારેક હું જુવાનીયાઓને બે હાથે મોબાઇલના કી બોર્ડ પર ઝડપથી એસ.એમ.એસ છાપતા જોઉં છું ત્યારે થોડાક પાછળ પડી જવાનો અહેસાસ થાય છે. નવી પેઢીને વિજ્ઞાને વિશાળ વિસ્મય જગત ખોલી દીધું છે. અમારા બાળપણમાં કુદરતના ખોળે ખેલવાનો ભરપુર લ્હાવો હતો. સમય અને ભણતર વિષે કોઇ ટેન્સન ન હતાં. મને યાદ છે અમે કલાકો સુધી શેરીમાં ક્રીકેટ રમી શકતાં, ક્રીકેટ રમતા રમતા એકાદ જણને કુદરતી હાજત લાગે એટલે ક્રીકેટના પાટિયા ઉખડી જતાં, અમારે સ્ટંપની જરુર નોતી પડતી, પછી બધા એક સાથે પાણીના ડબલા ભરીને નદી તરફ પ્રયાણ કરતાં. અને એય મજાના રમતા ગેલગપ્પા મારતા નદીની પેલે પાર વાડીઓમાં ફરતા ફરતા એક બે કલાકે ઘરે પાછા આવતાં. કોઇ ટેન્સન નહીં.  મને યાદ છે મારા ક્લાસમાં ૮૦ કે ૯૦ ટકા લાવવા વાળા હોંશીયાર વિદ્યાર્થીઓ બે કે ત્રણ જ હતાં. પડોશી મિત્રની બા પણ પુછે તો એટલું જ પુછે ” દિનુ, પાસ થઇ ગયો ?, બસ બસ ભગવાનની દયા છે છોકરાઓ ભણે છે એટલે ઘણું ” કોઇ દિવસ કેટલા ટકા આવ્યા એવું પુછ્યું હોય તેવું યાદ નથી.


ખેર નવી પેઢીને ઘણી તડકી છાંયડી જોવાની છે. શીક્ષણમાં વધારેમાં વધારે ટકા લાવવા માટે ઝઝુમવાનું છે. આગળનું બાળપણ કેટલાય ટેન્સન સાથે વિતાવવાનું છે, કેરીયર બનાવવાની હોડમાં ઝંપલાવવાનું છે. આપણે તેમને વારસામાં સડીગયેલ અને ગદ્દાર નેતાઓ ભ્રષ્ટાચારી માણસો, દેશ દાઝ વગરની જનતા આ બધું આપીને જવાના છીએ. પ્રગતી જરુર છે પણ એ તો દોડતી ભીડમાં વગર મહેનતે  જેમ દોડી જવાય તેવી છે. દુનિયાની પ્રગતી સાથે આપો  આપ વગર મહેનતે મળતી રહે છે. બાકી તો ૧૯૮૨ માં અમેરીકા ટ્રેઇનીંગમાં ગયેલા ત્યારે તે વખતે મોલ અને વિશાળ ડીપાર્ટમેન્ટલ સ્ટોરો જોયા હતામ જે અહીંયા આવતા સહેજેય દશથી પંદર વર્ષ લાગી ગયા. ડ્રાઇવ-ઇન એ.ટી.એમ બુથ જોયેલા, કારમાં બેઠાં બેઠા જ ઓપરેટ કરી શકો, ભારતમાં મેં હજી ક્યાંય જોયું નથી. કહેવાનો મતલબ આપણી પ્રગતી ગોકળ ગાય જેવી છે.


ખેર આપણે ફક્ત નવી પેઢીને જિંદગીમાં ઝઝુમવાની સાચી સમજ અને શક્તિ મળે  અને દેશની જનતાનું માનસ રાષ્ટ્રના ઉત્કર્ષમાટે વળે અને નવી પેઢી ક્ષેમકુશળ જિંદગીમાં પગલામ માંડી શકે એવી  શુભેચ્છાઓ આપી શકીએ.


બ્લોગ-૯૦

વિસર્જન…

( રુસના તડીપાર થયેલા અને નોબેલ પ્રાઇઝ મેળવનાર લેખક સોલ્ઝેનિત્સીનની એક વાર્તા વાંચી હતી ” ઇસ્ટર શોભા યાત્રા ” આ વાર્તાનો સંદેશ આપણા મૂળ ઉદ્દેશ ચુકીને ઉજવાતા ધાર્મિક ઉત્સવોને એટલો જ લાગુ પડે છે. વાર્તાના મૂળ ભાવને પકડીને આ વાર્તામાં અનુભવેલી વાસ્તવિકતા રજુ કરવાની કોશિષ કરી છે. )

દર વર્ષની જેમ આ વખતે પણ સોનવાડીના ગણપતિની શાન હતી. રોજ લાખો માણસોની ભીડ અને દર્શન માટે લાંબી લાંબી લાઇનો લાગતી.- ” આ ગલીના ગણપતી ઇચ્છાપુર્તી ગણપતીઓ માનાં એક ગણાય છે ” એક ભાવુક બોલ્યો.

બે ત્રણ જાતની લાઇનો શેની છે ? ” એક નવા આગંતુકે પુછ્યું. – તમે નવા લાગો છો ! ભીડમાં ઉભેલા એક માણસે જવાબ આપ્યો-” એક લાઇન વી.આઇ.પી લોકો માટે છે. એક લાઇન સો રુપિયા વાળી છે, એક બે કલાકમાં તમારો વારો આવીજાય, નજીકથી દાદાના દર્શન થઇ જાય. જુઓ પેલા વી.વી.આઇ.પીની લાઇન જ નથી, તે શહેરના એક પાર્ટીના પ્રમુખ નેતા અને તેમનું ફેમિલી છે, તેમને સીધા દાદાના દર્શન માટે લઇ જવાશે. છાપામાં ફોટાઓ તો જોતા હશો. શહેરમાં તોડફોડ અને બંધ જેવા બનાવો વખતે તેમની પાર્ટી બહુ જ આગળ પડતી હોય છે. આ ગણપતીનો ભંડોળ કેવી રીતે ઉભો કરાય છે ખબર છે ?”  – નવો આગંતુક સાંભળતો રહ્યો-” થોડોક ખ્યાલ છે.”  માથુ ખજવાળતા તે બોલ્યો – ” આ ગણપતી છે ને ! પેલો પ્રખ્યાત અંડરવર્ડ ડોન નથી ? સાલુ પોટ્ટી ? તેના માણસો કરે છે. અહીંથી સાત આઠ કીલોમિટર  સુધીના એરીઆમાં તેની આણ છે, નાના મોટા બધાજ દુકાનદારો પાસે તેના માણસો હપ્તા ઉઘરાવે છે. ગણપતીનો ફાળો તો અલગ જ”  આગંતુક કટાક્ષમાં બોલ્યો  – “વાહ વાહ સરસ… ગણપતી બાપ્પા મોરીયા…”

આજે ગણપતી બાપાનું વિસર્જન છે. ભીડ એકઠી થતી જાય છે. રસ્તા પર ખીચો ખીચ ભીડ છે, બે ત્રણ આધેડ ઉમરની બાઇઓ એક બંધ દુકાનના ઓટલે ચડી આ બધો નજારો જોઇ રહી છે. ભીડમાં જવાની તેમની હિંમત નથી. તેઓ અંદરો અંદર ધીરે અવાજે વાતો કરી રહી છે. ” આ વખતે તો બાપ.. શાંતિ છે !  ગઇ વખતે ખબર છે ને ! સામેના મહેલ્લાના ગણપતી પહેલા નીકળે કે આ મહેલ્લાના તે બાબત ઝઘડો થયો હતો ! ચાકુ, છરી ઉડેલા ! પોલિસ આવી ત્યારે મામલો થાળે પડ્યો હતો ! ” બીજી બાઇએ ટહુકો પૂર્યો- ” અમારી ગલીના ગનુ કાળ્યાને લમણે નિશાન નથી ? હા..ઇ..બોલો તે દિવસનું જ છે, સામેની ગલીનો બંડ્યો નથી તેને ચાકુના ઘા ઝીંકેલા, પાચ મહીના જેલમાં હતો ! જુઓ જુઓ એ સામે જ ઉભો છે, નામ લીધુ ને શયતાન હાજર, છે ને નફકરો ! “

એક બાઇ બોલી ” જુઓ જુઓ આ બે ત્રણ છોકરીઓ ફિલ્મી સ્ટાઇલના કપડા પહેરી આમથી તેમ આંટાજ માર્યા કરે છે ! સામે ગલીના નાકે રોમિઓ જેવા લફંગાઓ નથી ઉભા ? તેમને ચાઇ કરીને ઉશ્કેરી રહી છે ! ” – બીજી બાઇ બોલી ” બાપ રે.. આજ કાલની છોકરીઓ છોકરાઓને સામેથી છેડતી કરે એવી હોય છે, ઇ બધીયું કાંઇ આપણી જેમ ભક્તિ ભાવથી થોડી આવીયું છે ? “

ત્રીજી બાઇ બોલી- ” સામે ઉભેલા એ બધા છોકરાઓ દારુ પીને આવેલા છે, હંમણા વિસર્જન નીકળશે એટલે તેઓ ગુલાલ ઉડાડશે, નાચશે, છોકરીઓની છેડતી કરશે, આગળ પેલો સફેદ સફેદ કપડામાં દાઢી વાળો કપાળમાં ટીલું તાણેલો નથી દેખાતો ! તે આ બધા છોકરાઓની ગેંગનો લીડર છે ! “  – એક બાઇ બોલી દેવા રે દેવા…. ધરમતો સાવ ખાડે જ ગયો છે, દારુ, નાચવું મારામારી… છી..છી. “

બે ત્રણ બુધ્ધીજીવીઓ પણ આ બધો તમાસો જોતા હતા, એક પીઢ માણસ બોલ્યો ” તમને આ આખી પ્રક્રિયામાં ધર્મ જેવું કંઇ દેખાય છે ?  તમને એક વાત કહું ? ધર્મ જ્યારે વ્યક્તિ સુધી હોય છે ને ! તેને આધ્યામિકતા કહેવાય, જ્યારે પરિવારમાં ધર્મ હોય છે ત્યારે તે સંસ્કારનું અને પ્રેમનું સિંચન કરે છે અને જ્યારે ધર્મ ગલીઓ અને રસ્તા ઉપર આવે છે ને ? ત્યારે આવા લફંગાઓ અને લુચ્ચા લોકોના હાથમાં જઇ પડે છે, તેઓ બધા સુત્રો પોતાને હાથ કરી લે છે. મારા તમારા જેવાનું કઇં ઉપજવાનું નથી ! ગમ્મે તેટલો બળાપો કરશો તોય કંઇ ચાલવાનું નથી, ચાલો  હજી વિસર્જન નીકળતા નીકળતા એક બે કલાક નિકળી જશે. તોડફોડ્યા પક્ષના નેતા જ્યાં સુધી નહીં પધારે ત્યાં સુધી ગણપતી બાપા નહીં નીકળી શકે ! “   ચલો ત્યારે .. મોડુ થાય છે, હવે પુડચ્યા વર્ષી …ગણપતી બાપા..  મોર્યા…

બ્લોગ-૮૯

Follow

Get every new post delivered to your Inbox.