બચાવવા વાળો બે હાથ વાળો પણ હોઇ શકે !
અમદાવાદના બોમ્બ બ્લાસ્ટના દહેશત વાળા અને ભયાનક દ્રશ્યો જોયા. દિમાગ સૂન્ન થઇ ગયું. ક્ષણ ભરમાંજ માણસ કેવો અનાથ થઇ જાય છે ! બચાવવા વાળો હજાર હાથ વાળો છે,એવો ખયાલ પણ ખોટો પડતો હોય તેવું લાગે, અને આવા સમયે બે હાથ વાળો જાંબાઝ, જાનની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવવા આવી જાય ત્યારે લાગે [...]
Archive for July, 2008
Real હીરો (Bomb defuser)અને વિયેતનામની એક વાર્તા
Posted in લેખ, tagged સાહિત્ય on July 29, 2008 | 2 Comments »
તેરા યે દેશ હૈ કૈસા !(દેખો યે દેશ હૈ ઐસા !)
Posted in લેખ, tagged માહિતી on July 25, 2008 | 1 Comment »
મારા દેશમાં બધુંજ સારું હોવું જોઇએ, એ કાંઇ જરૂરી નથી ! એવું કોણે કહ્યું કે સરકાર હંમેશા સારી જ હોવી જોઇએ ? સરકાર અમેજતો બનાવી છે. નેતાઓને અમે જ તો ચુંટીને મોકલ્યા છે. સરકાર ક્યારેક કોમેડી શો કરે છે. હમણા અણુસંધિના કરાર ઉપર ટી.વી ઉપર ઘણા તમાશા જોયા. અમે તો હજીયે કોમેડી શો જોતા હોય [...]
“નાઝિર” સાહેબની થોડીક ગઝલો
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on July 19, 2008 | 2 Comments »
આના પહેલાનાં બ્લોગમાં “નાઝિર” સાહેબ વિષે થોડીક માહિતી લખી હતી. ધન્યતા અનુભવું છું. તેમની થોડીક સારી ગઝલો બ્લોગમાં આપ્યા વગર રહી નશક્યો. કંઇક ખુટતુ હોય એવું મહેસુસ કરતો હતો.
* * *
પ્રભુના શીશ પર મારું સદન થઇ જાય તો સારું ; ભલે ગંગા સમું એ મુજ પતન થઇ જાય તો સારું.
નહીં તો દિલ-બળેલો ક્યાંક બાળી દે નહીં જગને [...]
નાઝિર (નાઝિર દેખૈયા, ’જામ’નો નહીં ’રામ’નો કવિ )
Posted in લેખ, tagged પરિચય on July 16, 2008 | 2 Comments »
એવા સમયનો આ કવિ છે જ્યારે ટી.વી.સ્ક્રિનોનું ભારતમાં અસ્તિત્વ જ ન હતું. આઇફા એવોર્ડ કે એસ.એમ.એસ. ન હતા, કોમેડી સર્કસ કે સાસુ વહુઓની સિરીયલો નહતી. સેન્સેક્સ,ઇન્ડેક્સની પળોજણ ન હતી. કોર્પોરેટ કંપનીઓ ન હતી કે પેટ્રોલ, ડીઝલના ભાવોની ચિંતા ન હતી. એ સમયે કવિઓ અને લેખકો સાયકલો ઉપર સવાર થઇ ને શાક્ભાજી લેવા જતાં. તેમના જીવનની સંઘર્ષ ગાથાઓ અપરંપાર [...]
બક્ષીજીનું પ્રશ્નોપનિષદ / બક્ષીશાસ્ત્ર -૧
Posted in રચનાની ચર્ચા, tagged સાહિત્ય on July 12, 2008 | 1 Comment »
(૪ થી માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.)
આ માણસનું પોતાનું એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી [...]
સલામ બક્ષીજી (સ્વ. શ્રી ચંદ્રકાન્ત બક્ષી એક ખુમારી ભરેલો કલમનો યોધ્ધો)
Posted in રુબરુ મુલાકાત, tagged પરિચય on July 6, 2008 | 1 Comment »
તા.૨-૫-૧૯૮૩, બુધવારે , બક્ષીજીને હું અને થાનકી (હરસુખ થાનકી) તેમના ઘરે મળવા ગયા હતા. હૂં ૧૯૮૨ માં અમદાવાદથી મુંબઇ આવી ગયો હતો.. થાનકીના નાના ભાઇ વિનોદનો ’દુરદર્શન’ વરલીમાં ઇન્ટરવ્યુ હતો. અમારો પનવેલથી બધાં સાથે જવાનો પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો. હું આજે પણ પનવેલમાં રહું છું.’દુરદર્શન ’ પહોંચ્યા પછી ખબર પડી કે ઇન્ટરવ્યુ માટે લાંબી [...]
દુનિયાની સાત અજાયબી : ( દશ અજાયબી કેમ નહીં ?? )
Posted in લેખ, tagged માહિતી on July 2, 2008 | 1 Comment »
સૈકાઓથી આપણે આંગળીના વેઢે દુનિયાની સાત અજાયબી ગણ્યા કરીએ છીએ, ’તાજ મહાલ’ને આંખ બંઘ કરીને ગણાવતા, પણ હવે દિવસો બદલાઇ ગયા છે. થોડા મહિનાઓ પહેલા ’ સેવન વંડર્સ ’ માટે પબ્લિક સર્વે કરવામાં આવ્યું. સદનસીબે ’તાજ મહાલ’ની ગણત્રી થઇ ગઇ, પણ જરા અજુક્તું લાગ્યું. ટી.વી સેટ ઉપર આપણે તાકીને બેઠા હતાં. ટી.વી. ઉપરથી જાહેર થયું [...]