
૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ ( Nobel Prize for Literature ) મેળવનાર કોલંબિયાના લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Gárcia Márquez) નાદુરસ્ત તબિયતને કારણે જાહેરજીવનથી વિદાય માગે છે. કેન્સરનો ભોગ બનેલા આ લેખક એક મિત્રને ” Farewell Letter ” લખે છે.
કોઇ પણ ક્ષેત્રમાંથી નિવ્રત્તિ જાહેર કરવી તે નાનીસુની બાબત નથી હોતી. આ તો જિંદગીથી વિદાય લેવાનો એકરાર છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ સાહિત્યકાર તરીકે ઘણી ઉંચી સિધ્ધી હાંસીલ કરી ચુકેલા એક બુધ્ધિજીવી વ્યક્તિ છે. મ્રુત્યુનું સ્વાગત કરતા પહેલા મિત્રને વિદાય-પત્રમાં શું લખે છે આ લેખક ?
( મે આપણા કવિઓની રચનાઓને ઉધાર લઇ મારી વિભાવના રજુ કરવાનો એક પ્રયાસ કર્યો છે.)
A GENIUS SAYS GOOD BYE FOR GOOD -
If god, for a second, forgot what I have become and granted me a little bit more of life. I would use it to the best of my ability. I would not say everything that is in my mind, but I will be more thoughtful of all I say.
( ચુકવી દઉં ઋણ સહુના, જો ઇશ્વર ઉધાર દે…)
I would sleep little, I would dream more …
(ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો, પછી આ શહેર, આ ગલીઓ આ ઘર મળે ન મળે. -આદિલ )
હું નિદ્રાને વશ નહીં થઉં, જાગીશ, કારણ કે મને ખબર છે કે એક મિનીટ આંખ બંધ કરવાનો મતલબ ૬૦ સેકન્ડ પ્રકાશનુ સાનિધ્ય છોડવા બરાબર છે. પણ સ્વપનોની દુનિયામાં વિચરિશ જરૂર ! જ્યારે બધા થંભી જશે ત્યારે હું ચાલિસ. જ્યારે લોકો નિંદ્રામાં હશે ત્યારે જાગીશ.( य़ा निशा सर्वभूतानां, जाग्रति तस्य संयमि ।) If God would give me a little bit more of life…..
સૂરજની સામે ફક્ત શરીર નહીં પણ આત્મા સાથે હું ઉભો રહીશ કારણ કે મારે જાણવું છે મારે અને તેની વચ્ચે ક્યો સબંધ છે ?
( સૂરજને ઠેઠ સાંજે ખબર પડે કે, કોઇ કિરણની ચાદર વણતું રહ્યું સવારે. – રાજેન્દ્ર શુક્લ )
હું એવા લોકોને તેમની ભૂલ બતાવીશ, જેમણે ઉંમરનો અહેસાસ થયો હોય અને પ્રેમ કરવાનું છોડી દિધું હોય, કારણ કે તેમને ખબર નથી કે જ્યારથી તેમણે પ્રેમ કરવાનું માંડીવાળ્યુ હશે, ત્યારથી જ તેમને ઉંમરનો અહેસાસ થવો શરુ થયો હશે !
( મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.- રાજેન્દ્ર શુક્લ )
હું બાળકોને પાંખો આપીશ પણ ઉડવાની આઝાદિ પણ, ખુલ્લું આકાશ તેમનું હશે. વ્રધ્ધ લોકોને હું સમજાવીશ કે વ્રધ્ધાવસ્થાને લીધે મ્રત્યુ નથી આવતું ! મ્રત્યું તો એમ જ ભુલું પડી જતું હોય છે, માટે આનંદો.
( એ જ ધરતી એ જ સાગર એ જ આકાશી કલા, એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી. – શેખાદમ આબુવાલા )
મેં તમારી સાથે રહીને ઘણું જાણ્યું છે કે બધા જ શિખર ઉપર રહેવા ઇચ્છે છે. પણ મારી સલાહ છે કે સફરની અને કપરા ચઢાણની મજા પણ જાણવી જરૂરી છે.
( દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી, ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે. – શયદા )
જ્યારે નવજાત શિશું પોતાના પિતાની આંગળી પકડે છે ત્યારે એ પિતાનો હાથ પકડવા માટેનો કાયમી કોલ હોય છે. કોઇને જરુર સહારો આપજો પણ ત્યારે જ કે જ્યારે તેને બેઠા થવાની ખરેખર જરૂર હોય, કારણ વગર કોઇને અહેસાનનો અહેસાસ કરાવવા નહી !
( સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની, આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો આપને. – ’બેફામ’ )
If God would give me a little bit more of life….. ક્યારેય કોઇને એમ ન પૂછતા કે શું વિચારો છો ? જ્યારે પણ પૂછો તો પૂછજો કે, કેમ છો ? What you feel ? જ્યારે મને ખબર પડેશે કે આજે મારો છેલ્લો દિવસ છે, કાલની પ્રભાતે હું સ્વજનોને મળી નહીં શકું ત્યારે હું ઇશ્વરને પ્રાર્થના કરીશ કે આજની રાત મને ફરિશ્તાની જેમ તેમની સંભાળ લેવાનો મોકો આપ. જ્યારે મને ખબર પડશે કે આ મારી છેલ્લી ક્ષણ છે ત્યારે હું કહીશ કે ” હું તમને ખુબજ ચાહું છું I Love you !
( આમ તો હાલત અમારા બેયની સરખી જ છે, મેં ગુમાવ્યા એમ, એણે પણ ગુમાવ્યો છે મને.- ’બેફામ’ )
જિંદગીમાં કાલ પણ છે, જે થઇ ગયેલી ભૂલોને સુધારવા માટેની તક છે. જો આ વાતમાં હું ખોટો હોઉં તો આજે જ તમને કહી દઉં કે હું તમને ખુબ જ ચાહું છું અને તમને ક્યારેય ભૂલીશ નહીં. આમ જુઓ તો કાલની કોઇ ગેરંટી નથી. ચાહે તમે યુવાન હો કે વ્રધ્ધ, કદાચ આજની મુલાકાત છેલ્લી પણ હોઇ શકે, તો મારે શા માટે આ ક્ષણ ગુમાવવી જોઇએ ?
Never wait for tomorrow to say
“I am Sorry”, ” Forgive me”, ” Thank you “ I need your help” ” I love you” all those loving word you know.
મારો અભાવ મોરની જેમ ટહુકશે, ઘેરાશે વાદળોને હું સાંભરી જઇશ.-મનોજ ખંડેરીયા.
For you,
With much love, Your Friend,
Gabriel Garcia Marquez.
સરસ આલેખન અને સુંદર રીતે મેળ ધરાવતી ગુજરાતી પંક્તિઓ
બહુ જ સરસ રીતે સંકલન કર્યું છે, ભટ્ટજી. આભાર.
વાહ્.. !!
સરસ વાત….
નોબેલ પ્રાઈઝ વિજેતા રશિયન નવલકથાકાર એલેક્સાન્ડર સોલ્ઝેનિત્સીનને પણ કેન્સર થયેલું અને હાલ ૩ ઑગષ્ટના હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું.