Feeds:
Posts
Comments

Archive for October, 2008

શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન.
 
શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન: પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.
 
મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો  આવોજ આનંદ મળે એવી શુભેચ્છા.

શુભ દિપાવલી.

Read Full Post »

૧૬-સપ્ટેમ્બરે એક બ્લોગ મુકેલો ( ભાષા :ભાવ,વિભાવ…..જો ધુણેતો ભૂત )અમારે અહીંયા હજી ધુણે છે. 
  
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
રસ્તા પર છે રાજ અમારું,
બજાર અમારા બાપની.
હું અહીંનો, આ શહેર મારું,
આ લડાઇ નોળીયા સાપની.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
ભક્તો ભલે તું ભેગા કર,
સૌ પહેલા તું બોર્ડ બદલ.
વેદ વદેલા પોથા ખોલ,
ફક્ત અમારી ભાષા બોલ.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
                                                                       
   

બુધ્ધ બિહારી, તું ઉત્તરનો ( જય [...]

Read Full Post »

                                         

આપો વેદના એવી… (તા.૧૬-૧૦-૧૯૭૭)
 
 

આપો વેદના એવી ,
સરોવર અશ્રુના છલકે,
ને માછલીની જેમ,
તરે નયનો અમારા,
થાય ના દર્શન તમારા,
પછી એવા તરફડે,
થાકીને લોચન ઢળે.
 
આપો વેદના એવી ,
સ્મૃતિના ખંડમા કોઇ,
મરડી આળસોના થર,
ખૂણાઓ સળવળે,
ચારે તરફ દોડે,
પડે અથડાય ઉભા થાય,
ને અંધારુ ટોળે વળે,
 
આપો વેદના એવી ,
ભૂલુ રસ્તા હું મંઝીલના,
પડે પગલા ભલે આડા,
સમયના ઠેકતો ખાડા,
ક્યાંક, ચગદાય એ સ્મરણો,
ને ચીસો પડે,
સૂના ગામના ખુણે [...]

Read Full Post »

એક વાતમાં સહુએ સહમત થવું જ પડશે કે આપણી સંસ્કૃતિ (સંસ્કૃત શબ્દથી જ શરુ થાય છે ને !) આપણો વારસો કે આપણુ દર્શન શાસ્ત્ર, ચિંતન આ બધું જ સંસ્કૃતમાં છે. તેના વિષે સામાન્ય જ્ઞાન હોવું જરુરી છે, એવું મને લાગ્યા કરે છે. સંસ્કૃત ભાષા લોકભોગ્ય ન બની શકી તેના ઘણા કારણો છે. બધા માટે સંસ્કૃત શીખવું શક્ય નથી, આજના જીવનની ગળાકાપ હોડ [...]

Read Full Post »

તેરા તુજકો અર્પણ : બે  રચનાઓ અને મારું અજ્ઞાન  :  ૨૯-ઓગસ્ટ’૨૦૦૮
આ બ્લોગમાં મે લીધેલી બે રચનાઓ મને મારા મિત્રે ઇ-મેઇલ દ્વારા મોક્લી હતી મને ખુબજ ગમી હતી. રચનાકારોના નામથી અજાણ હતો. એટલે જ તો મે નામ કરણ આપ્યું હતું.
તેરા તુજકો અર્પણ
પિન્કી બહેને પ્રતિભાવ લખીને બન્ને રચનાકારોના નામ લખી મોક્લ્યા,  આભાર પિન્કી બહેન, મને થયુ, [...]

Read Full Post »

પોથી પઢી પઢી જગ મૂઆ, પંડીત ભયા ન કોઇ.- કબીરજીની આ સો પ્રતિશત ખરી ટકોર જાણીતી છે. અખાના છપ્પા ભણવામાં આવતા -તિલક કરતા ત્રેપન થયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફુટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.  પાનબાઇ અને નરસિંહ મહેતાના ભજનોમાં જે ઉંડાણ  અને જે સમજ જોવા મળે છે તે આજના ધાર્મિક વેવલાવેડા કરતા મોટા માથાના બુધ્ધિજીવી [...]

Read Full Post »