એક વાતમાં સહુએ સહમત થવું જ પડશે કે આપણી સંસ્કૃતિ (સંસ્કૃત શબ્દથી જ શરુ થાય છે ને !) આપણો વારસો કે આપણુ દર્શન શાસ્ત્ર, ચિંતન આ બધું જ સંસ્કૃતમાં છે. તેના વિષે સામાન્ય જ્ઞાન હોવું જરુરી છે, એવું મને લાગ્યા કરે છે. સંસ્કૃત ભાષા લોકભોગ્ય ન બની શકી તેના ઘણા કારણો છે. બધા માટે સંસ્કૃત શીખવું શક્ય નથી, આજના જીવનની ગળાકાપ હોડ એટલી ખતરનાક છે કે આવતી કાલની સવાર શું ખબર લઇને ઉગશે ! કોઇને ભરોસો નથી.આવા સમયે સંસ્કૃત શીખવા માટે સલાહ આપવી એ મુર્ખતા ગણાય. પણ આ વાત સમસ્યાનો હલ તો નથી જ, અસલામતીનો ભાવ લોકોના મનમાં કાનખજુરાની જેમ ઘુસી ગયો છે.નવી પેઢી ધર્મના નવાજ પ્રકારના વેવલાવેડા કરતી જોવા મળે છે. “યુ નો ! મારો લક્કી નંબર આ છે ” ગમ્મે તે નંબરોના સરવાળા કરીને મારી મચડી ને છેલ્લી ગણતરી સુધી પહોંચાડી દે છે. “જોયું મારો લક્કી નંબર ૮ છે ને ?”. શ્રધ્ધાની ઘેલછા આ નવી પેઢીને અંધશ્રધ્ધા જેવી
સ્થીતીમાં મૂકી દે છે. કાલીચોકીથી લિલાબાગ સુધીની લાઇનોમાં ઉભા રહેવા વાળા ૭૫ % આવા જ ભણેલા પણ ધર્મ અને સંસ્કૃતીના અજ્ઞાનીઓ હોય છે. અંગ્રેજી કડકડાટ બોલતા હોય છે. જેમ વિજ્ઞાન કે ટેક્નોલોજી શીખવા અંગ્રેજી જરુરી છે તેમ ધર્મ અને સંસ્કૃતિ વિષે જાગૃત અને માહિતગાર રહેવું હોય તો ખપ પૂરતુંય પણ સંસ્ક્રત જાણવું જરુરી છે.
ચલો થોડુંક જોઇએ, સંસ્કૃતિ અને સંસ્કૃતમાં મળેલો વારસો કેટલો સમૃધ્ધ છે !
ચાર વેદ છે તે લગભગ સૌ જાણે છે, તેના ઉપવેદો..
- ઋગવેદનો ઉપવેદ - આયુર્વેદ,
- શામવેદનો ઉપવેદ - ગાંધર્વવેદ
- યજુર્વેદનો ઉપવેદ - ધનુર્વેદ
- અથર્વવેદનો ઉપવેદ- સ્થાપત્યવેદ
-સ્થાપત્યવેદ માંથી પરિસિષ્ઠ રુપે ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી ભારતી કૃષ્ણ તિર્થજી મહારાજે (જન્મ :૧૮૮૪ - સ્વર્ગવાસ : ૧૯૬૦ ) વૈદિક ગણિત નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં ઝડપી ગણતરી (Calculation) કરવાની એટલી સરળ રીતો છે કે તમે Calculator જેવી ઝડપથી મોટા આંકડાઓની ગણત્રી કરી શકો છો. સામેની વ્યક્તિ તમારી ગણતરી કરવાની જાદુઇ ઝડપથી પ્રભાવિત થઇ જાય, પ્રોમિસ !
-આર્યભટ્ટ (ખગોળ શાસ્ત્રી અને મહાન ગણિતજ્ઞ ) : ઇ.સ. ૪૭૬ માં કુસુમ પુર, બિહારમાં જન્મેલો આ વિચક્ષણ બુધ્ધિ વાળો માણસ દુર્બિન વગર આકાશની ત્રિરાશી માંડતો. ત્રેવીસ વર્ષની ઉમરે आर्यभट्टीयम નામનો ગ્રંથ લખ્યો , જેમાં તેણે ગ્રહોની ગતિ કેવીરીતે માપવી તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનો સમય કેવી રીતે નક્કી કરવો તેની થિયરી આપેલ છે. સાહેબ આજે પણ એજ થિયરીનો ઉપયોગ કરવામાં આવે છે. અને મિનીટો અને સેકન્ડ સાથે સમય કાઢીને આપવામાં આવેછે ! પૃથ્વી ગોળ છે અને સૂર્યની અસપાસ પરિભ્રમણ કરે છે તેવું સમર્થન આપનારામાં ગેલેલિયા સાથે આર્યભટ્ટ પણ ખરા. ( Pi) ની ગણત્રી ચાર ડેસીમલ સુધી કાઢવાની થિયરી આપનારમાં આર્યભટ્ટનું નામ આવે છે.
-ભાસ્કરાચાર્ય (બિજગણિતના માસ્ટર માઇન્ડ) : ઇ.સ. ૧૧૧૪ થી ૧૧૮૩ – મહારાષ્ટ્ર, જલગાંવ પાસેના ગામમાં જન્મેલા આ માણસે બિજગણિતના પાયાના સિધ્ધાંતો लिलावती, बिजगणितम નામના ગ્રંથોમાં સૂત્રબધ્ધ કર્યા છે. सिध्धान्त शिरोमणी નામના ગ્રંથમાં ગ્રહોની સ્થિતી અને સૂર્ય તથા ચંદ્રગ્રહણ ની સમય ગણત્રિ કરવાની થિયરી તેમજ ખગોળશાસ્ત્રમાં કામ લાગે તેવા સાધનોની ટેક્નીકલ માહિતી આપેલ છે. सूर्य सिन्ध्धांत નામના ગ્રંથમાં સર આઇઝેક ન્યુટનથીયે ૫૦૦ વર્ષ પહેલા ગુરુત્વાકર્ષણ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેના પુસ્તકોથી પ્રભાવિત થયેલા યુરોપ અને પર્સિયન વિદ્યાર્થીઓએ આ પુસ્તક પર રિસર્ચ કરેલું છે.
-આચાર્ય કણાદ ( અણુવિજ્ઞાનની થિયરી ) Pioneer expounder of realism, low of causation and the atomic theory : ઇ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ, દ્વારકા પાસે પ્રભાસ ક્ષેત્ર, ગુજરાતમાં જન્મેલા આ માણસે वैशेसीक दर्शन નામના ગ્રંથમાં બ્રમ્હાંડના દરેક પદાર્થોનું વર્ગિકરણ કરીને એક થિયરી આપી છે. Classification ઘણું જ રસપ્રદ છે. નવ (૯) પ્રકારનાં વર્ગિકરણ કેવાં છે ? પ્રથ્વી, જળ, પ્રકાશ, પવન, ઇથર (ether), સમય, આકાશ, મન અને ચૈતન્ય. આ વર્ગિકરણ કેવું અજીબ લાગે છે ! પણ એક વાત યાદ અપાવું કે આઇન્સ્ટાઇનની થિયરી ઓફ રિલેટીવિટી અને E=mc2 ના આધાર પર સમય એક ચોથું પરિમાણ ( Fourth dimesion ) છે તેવું વૈજ્ઞાનીકોનું શંસોધન ચાલું છે. મેટર અને એન્ટીમેટર ( બ્રહ્માંડ અને પ્રતિબ્રહ્માંડ) ની થિયરી ઉપર પણ શંસોધન ચાલું છે.
-નાગાર્જુન રસાયણ શાસ્ત્રનો કિમીયાગર : ઇ.સ. ૧૦૦, મધ્યપ્રદેશના બાળુકા નામના ગામડામાં જન્મેલો આ માણસ રસાયણ શાસ્ત્રનો કિમીયાગર હતો. નાલંદા વિદ્યાપીઠ તે જમાનામા વિશ્વવિદ્યાલયની ગણત્રીમાં આવતું, નાગાર્જુન આ વિદ્યાલયનો પ્રમુખ આચાર્ય હતો. रस रतनाकर, रस रुद्रय, रसेन्द्र मंगल આ ગ્રંથો બધાજ કેમેસ્ટ્રીના છે. where alchemists of England failed નાગાર્જુન અન્ય ધાતુ માથી સોનામાં પરિવર્તન કરવાની થિયરીમાં સફળ થયો હતો. योग सागर, आरोग्य मंजरी નામના પુસ્ત્કો આયુર્વેદ ઉપરના છે.
-આચાર્ય ચરક : Father of Medicine - ઇ.સ. પૂર્વે ૬૦૦, चरक संहिता નામનો તેમનો ગ્રંથ આયુર્વેદનો એન્સાઇક્લોપીડીયા છે. રોગ નિદાનની પરફેક્ટ થિયરી, The facts on human anotomy, embryology, pharmacology, blood circulation and their related diseases. જ્યારે યુરોપનું Anatomy વિજ્ઞાન ડબલ થિયરીને લીધે સંભ્રમમાં હતું ત્યારે આચાર્ય ચરકના સિધ્ધાંતોમાં તેનો ઉકેલ મળ્યો. चरक संहिता માં એક લાખ આયુર્વેદિક ઔષધિઓનું વર્ણન છે.
-આચાર્ય સુશ્રુત : Father of plastic sugery - ઇ.સ. પુર્વે ૬૦૦, સર્જરી વિદ્યાનો પ્રણેતા, અને Anesthesia નો માસ્ટર, सुश्रुत संहिता માં ૧૨ પ્રકારના ફ્રેકચરો, ૬ પ્રકારના ડિસલોકેશન્સ, ૧૨૫ જાતના સર્જરીના સાધનો અને ૩૦૦ પ્રકારના ઓપરેશનોનુ વર્ણન અને ઉપચાર આ ગ્રથમાં છે. યુરોપનુ સર્જરી વિજ્ઞાન હજી પાપા પગલી ભરતું હતું ત્યારે આચાર્ય સુશ્રુત Renoplasti ( restoration of damaged nose ) માટે પ્રખ્યાત હતા.
-આચાર્ય પતંજલિ યોગ વિદ્યાના ગુરુ: ઇ.સ. પૂર્વે ૨૦૦ વર્ષ- જેમના યોગની થિયરી શિબીરોમાં પ્રેક્ટીકલ સમજાવીને રામદેવ માહારાજ આજે ટી.વી માધ્યમથી ભારત જ નહીં પણ પુરી દુનિયામાં જાણીતા થઇ ગયા છે. આચાર્ય પતંજલિનો જન્મ ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લામાં થયો હતો. पातंजल योग सूत्र નામના ગ્રંથમાં યોગ વિદ્યાનું વિજ્ઞાન સૂત્રબધ્ધ છે.
-આચાર્ય ભારદ્વાજ : Pioneer of Aviation Technology - ઇ.સ. પૂર્વે ૮૦૦ વર્ષ, પ્રયાગમાં તેમનો જન્મ થયો હતો. यंत्र सर्वस्व નામના ગ્રંથમાં ત્રણ પ્રકારના ઉડ્ડ્યન યંત્રોની કલ્પના કરી છે. ૧) ભૂમિથી ભૂમિ માટે( On earth one place to another place), ૨) એક ગ્રહથી બીજા ગ્રહ સુધી, ૩) એક બ્રમ્હાંડથી બીજા બ્રમ્હાંડ સુધી (One universe to another ). છે ને જબરદસ્ત કલ્પના ! The technique to make flying machine invisible through the application of sunlight and wind force. ( અત્રે યાદ અપાવવું જરુરી છે કે પરદેશીઓના હુમલાઓ ભારત પર હજારો વર્ષો સુધી થતા રહ્યા , આપણે ઇતિહાસ ભણ્યા છીએ. નાલંદા વિદ્યાલયપિઠના ગ્રંથો લુંટીને લઇજવામાં આવ્યા હતા.)
ઉપરના બધા જ ગ્રંથો સંસ્કૃતમાં છે.
આપણા સંમૃધ્ધ વારસાની આપણને જ ખબર ન હોય તો પછી દુનિયાના બીજા દેશો તે આપણને બતાવશે, આપણે લાઇન લગાવીને શ્રધ્ધાના ફુલ લઇને ઉભા રહીશું……… જે ગમ્યું જગતના નાથને તે ખરુ !..
very nice article.. keep it up. spending some time after 25 yrs!! wow! great. good luck and keep writing and lets our literature and language keeping alive in this world.
આપણી પાસે હજારો વર્ષોથી આપણા સમૃધ્ધ વારસા હતા. તેમાંથી આપણે કાંઇ ન કરી શક્યા ! તે જ વારસામાંથી અંગ્રેજો/ જર્મનોએ ૨૦૦ વર્ષમાં આધુનીક શોધો કરી, એ વાતએ આપણે હરખાવું કે શરમાવું જોઇએ !!!!!!!
v.nice !!
yees we should learn sanskrit , too
it’s a mother of soo many indian languages, too.
રસપ્રદ માહિતી…
વેદો વિશેની આવી માહિતી ગુજરાતીમાં મૂકી એનો જરૂર લાભ થવાનો ….