Feeds:
Posts
Comments

Archive for November, 2008

તલવાર હંમેશાં નેકનિયત માણસો બનાવે છે,
પણ એને હંમેશાં બદનિયત માણસો વીંઝે છે.
મારા મિત્ર થાનકીએ November 17, 2008 by Harsukh Thanki  એક બહુ સરસ કવિતા બ્લોગમાં મુકી હતી. સુરેન્દ્ર ચતુર્વેદીની આ કવિતા ૧૯૭૫માં કટોકટીના સમયે લખાઇ હતી અને “ધર્મયુગ”માં પ્રગટ થયેલી. થાનકીએ તેનો અનુવાદ કર્યો હતો અને તે “રંગતરંગ”ના ૧૯૭૯ના જુલાઇના અંકમાં છપાઇ હતી. આ કવિતાનો સંદર્ભ જાણે આપણા રોજીંદા [...]

Read Full Post »

નરસિંહ શું હતો  કવિ ,ભક્ત ,સંત ,અવધુત કે ક્રાંતિકારી ?
નરસીંહ વિષે થોડાં ઘણા ભજન જેવા કાવ્યો ગણગણીને આપણે કહીએ કે આ નરસિંહ મહેતાનુ છે અને આ પ્રભાતિયું પણ નરસિંહ મહેતાનું છે.બહું ઓછું જાણીએ છીએ આપણે નહરસિંહ વિષે એવું મને લાગ્યું જ્યારે મેં શ્રી જવાહર બક્ષીનું નરસિંહ વિષે વક્તવ્ય સાંભળ્યું. મારા એક મિત્રે મને સી.ડી આપી હતી, જે જુનાગઢના [...]

Read Full Post »

આ કવિતા વિસેક વર્ષ પહેલા ક્યાંક વાંચેલી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. રચનાકારનું નામ લખવું ભુલી  ગયો હોઇશ, આજે પણ આ કવિતાના સંદર્ભો સમય અને જીવનના સત્યોને એટલા જ બંધ બેસતા છે. 
 
ચકલીની ચાંચોનો ચમકારો જોઇને,
 ચકલાની છાતીમાં છાંટા,
છાંટાની ઘટનામાં ચકલી ભીંજાઇ,
ઉકેલે ચક ચક આંટા.
ચકલીની પાંખમાંથી કંકુ ખર્યું,
ને ચકલાના ગાલ થયા લાલ,
દર્પણમાં ચકલીએ ચકલીને જોઇ,
ને વેરાયું દર્પણમાં વ્હાલ.
ચકલો [...]

Read Full Post »

ગઝલનું ઘેલું લાગ્યું હોય તો તેનું કારણ છે “આદિલ” સાહેબ. હસમુખ (હરસુખ) થાનકી અને હું એક વાર તેમને મળ્યા પછી ઘણી વખત તેમની વાતો નીકળતી, હસમુખ તેમની નવી ગઝલ વાંચી હોય એટલે સંભળાવતો. આજે પણ હસમુખનો ફોન આવે એટલે એમ વિચારું કે એકાદી નવી ગઝલ કે કવિતા વાંચી હશે. આદિલ સાહેબ, રમેશ પારેખ, શેખાદમ આબુવાલા,  આ [...]

Read Full Post »

ડો.ફિરદૌશ દેખૈયા ડોક્ટર કરતાં કવિ વધારે છે, “નાઝિર” સાહેબના વારસામાં કવિ હ્રદય તો મળેલું જ છે અને ઘણી સારી રચનાઓ આપતા રહે છે. હમણા હમણા મને કોમેન્ટ્સમાં ઘણી રચનાઓ પાઠવેલ છે. આ વાતનો મને ખૂબ જ આનંદ છે કે આપણા લાડલા અને દિલમાં વસેલા “નાઝિર” સાહેબના પૌત્ર ડો.ફિરદૌશ દેખૈયા પોતે મને આ રચનાઓ પાઠવે છે. તેમની મોકલાવેલ રચનાઓ [...]

Read Full Post »

અલવિદા કહીને નીળકળી ગયો આ માણસ, ફરીદ મહંમદ ગુલામનબી મન્સૂરી, આવડું મોટું આ નામ અત્યારે લોકો પાસેથી સાંભળ્યું ને વાંચ્યુ , અમારે તો “આદિલ” બસ આટલું જ નામ  પૂરતું હતું, આ નામ અમારી જિંદગી સાથે, અમારી વાતોમાં, અમારા હ્રદયમાં ઘર કરી ગયું હતું. હું અને મારો મિત્ર થાનકી, આદિલની વાત નીકળે એટલે ઓળ ઘોળ થઇ જતા. એક બીજા સામું જોયા કરતા. ” થાનકી, યાદ છે ? [...]

Read Full Post »

આપણા નેતાઓ અમેરિકાના નેતાઓ પાસેથી કંઇ શિખ લેશે ? આપણે આવા દિવસો ક્યારે જોશું ?
હું અમેરિકાનો ચાહક છું એવું નથી, પણ જે શિખવા જેવું છે તે ઘણું છે, તેમા કોઇ બે મત નથી. ઓબામાની જીત કે જહોન મેક્કેઇનની હારના સમાચારો તો કાલે જુના થઇ જશે, પણ ચુંટણી પછી તે બન્ને નેતાઓએ જે ગરીમાથી જીત અને હારને લોકો સમક્ષ [...]

Read Full Post »

મન ક્યારેક આનંદથી નાચિ ઉઠે તેવી ઘડી જીવનમાં દરેકને આવતી જ હશે ! મારા માટે નવા વર્ષની શરુઆત આવા જ આનંદ સાથે શરુ થઇ. અને વધારે ખુશીની વાત તો એ હતી કે મારો મિત્ર થાનકી પણ આ આનંદની વાત ઝીલવા મારી સાથે જ હતો. મારી ખુશી નાચી ઉઠીએ તેવા આનંદથી જરાય ઓછી ન હતી.  તા. ૩૦-ઓક્ટોબરની [...]

Read Full Post »