પણ એને હંમેશાં બદનિયત માણસો વીંઝે છે.
મારા મિત્ર થાનકીએ November 17, 2008 by Harsukh Thanki એક બહુ સરસ કવિતા બ્લોગમાં મુકી હતી. સુરેન્દ્ર ચતુર્વેદીની આ કવિતા ૧૯૭૫માં કટોકટીના સમયે લખાઇ હતી અને “ધર્મયુગ”માં પ્રગટ થયેલી. થાનકીએ તેનો અનુવાદ કર્યો હતો અને તે “રંગતરંગ”ના ૧૯૭૯ના જુલાઇના અંકમાં છપાઇ હતી. આ કવિતાનો સંદર્ભ જાણે આપણા રોજીંદા જીવનમાં વણાઇગયો હોય તેવું લાગે છે. રોજ ક્યાંકને ક્યાંક કોઇ બદનિયત માણસો નીકળી પડે છે, આ તલવાર લઇને અને નિર્દોષ માણસો ઉપર વિંઝવાનું શરુ કરે છે. પછી દૈનીકો, સામાયિકો, ટી.વી. ચેનલ વાળા અને આપણે પણ, જે આ તલાવારના વિંઝાયેલા દાયરાથી બહાર હોઇએ છીએ, ટી.વી પર દ્રશ્યો જોઇને એક જાતનો થ્રિલ-એન્જોય કરીએ છીએ. આ કડવું સત્ય છે, પણ એ છે તેમાં કોઇ બે મત નથી. અને આથીએ વાધારે ખરાબ એ છે કે ,બદનિયત વાળા ખંધા રાજકારણીઓ તે વાતને લઇને પોતાની ખિચડી પકાવવા સફેદ ઝભ્ભા-કુર્તામાં સજ્જ થઇને ઉતરી પડે છે. ”વર મરો-કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો ” આ કહેવત સાચી છે એ તેઓ સાબિત કરી આપે છે. તાજેતરમાં મુંબઇમાં તાજ-હોટલ અને ઓબેરોય-હોટલમાં ઉધારમાં મેળવેલી બદનિયત લઇ દિશા ભૂલેલા લંબર મૂછીઆઓ ત્રાટક્યા, તેમને બદનીયત કોઇએ ઉધારમાં આપી હતી. Catch them while teenager. અપરિપક્વ માનસ હોય ત્યારે જ નશો ચડાવીદો, આ સુત્ર બદનિયત માણસો બરાબર જાણે છે.
એક કવિતા ક્યાંક વાંચેલી બહુ જ વાસ્તવિક સત્યને રજુ કરે છે.
सवाल वो नहीं है कि,
इन्सान चाकु से मरा, या गोलिसे,
प्यार से मरा, या बोलि से,
सच तो ये है कि,
वो जीना चाहता था ।
કેટલું અજર અમર સત્ય છે, જિંદગીનું ? સૌને જીવવું છે. શાંતિથી, આ અશાંતીના વિચારો ભરવાવાળા કોણ છે ? કોને જીવતા માણસો સાથે વેર છે ? કોનાથી હસતું રમતું જીવન જોઇ નથી શકાતું ? શું મેળવવું છે આ લોકોને ?
એક કાલ્પનીક ટૂકી વાર્તા ક્યાંક વાંચેલી, બહુ જ તર્ક સંગત છે. આજના સુસંસ્કૃત માણસો ઉપર અને તેના ગાંડપણ ઉપર સીધો કટાક્ષ છે. મૂળ સંદેશ યાદ છે, અત્યારેતો તે મૂળ બોધ લઇને મારી રીતે જ રજુ કરું છું.
એક ટાપુના જંગલી માણસનો સુસંસ્કૃત માણસને સવાલ.
એક ટાપુ ઉપર માણસ ખાંઉ જંગલી આદિવાસીઓ રહેતા હતા. દુનિયા વિષે સાવ અજાણ હતા. તે ટાપુ ઉપર જ્યારે ખાવા પીવાની વસ્તુનો અભાવ પડે ત્યારે ભૂલથી આવીચડેલા બહારના માણસોને મારીને ખાઇ જતા . આ ટાપુ વિષે આપણા જેવા સુસંસ્કૃત માણસોને જાણ થઇ. અને તેંમણે બિડું ઝડપ્યું કે, આ માણસ ખાઉં માણસોને સમજાવી પટાવી, લાલચ આપી ખાવાપીવાનો સામાન પહોંચાડી ધીરે ધીરે દોસ્તી કરીને તેમને આપણા જેવા સુસંસ્કૃત બનાવવા. ધીરે ધીરે તે વાતમાં સફળતા મળી. આ ટાપુના માણસોની સમસ્યા હતી ફક્ત ખાવાપીવાની વસ્તુઓનો અભાવ. તેઓએ માણસ ખાવાનું છોડી દીધું. આપણા જેવા સુસંસ્કૃત માણસોને થયું હવે આપણે તેમને દુનિયા વિષે ભાન કરાવવું, દુનિયા આજે ક્યાં છે ? વાહનો, ઉંચી ઇમારતો, અદ્યતન સાધનો, શહેર, વિગેરે વિગેરે. પછી રોજ સમાચાર પત્રો લઇ જતા, વાંચીને સંભળાવતા, ફોટાઓ દેખાડતા. એક વાર સમાચાર વાંચીને સંભળાવ્યા, ફલાણી ફલાણી જગ્યાએ કોમિ હુલ્લડો થયા, આટલા માણસો મરી ગયા.
આ ટાપુના માણસોને ઘણી વાતો સમજવામાં ન આવી, એટલે પ્રશ્ન કર્યો,” હુલ્લડ કોને કહેવાય ? ” સુસંસ્કૃત માણસોએ જવાબ આપ્યો ” બે જુથો વચ્ચે મારામારી થાય, એક બીજાને મારી નાખે, ઘાયલ કરે તે. ” બીજો પ્રશ્ન , “માણસોના બે જુથો કેમ ? ” સુસંસ્કૃત માણસોએ જવાબ આપ્યો ” તે બન્ને જુથોના માણસોની જાતી અલગ હતી. ” કંઇ સમજણમાં ન આવ્યું એટલે ત્રીજો પ્રશ્ન, ” માણસોમાં પણ અલગ અલગ જાતો હોય ? ” એટલે સુસંસ્કૃત માણસોએ જવાબ આપ્યો “તમને પણ ધીરે ધીરે સમજાશે, જ્યારે તમે પુરે પુરા સુસંસ્કૃત બની જશો ” આગળના પ્રશ્નો ટાળવા ટાપુના માણસોએ છેલ્લો પ્રશ્ન કર્યો,” માણસો મારીને તે લોકોએ તેને ખાધા ? ” તેમણે જવાબ આપ્યો, ” ના “ ટાપુના માણસોને ઘણું બધું આશ્ચર્ય થયું, આ વાત એમને ગળે ન ઉતરી, તેમણે આવું ક્યારેય નહોતું કર્યું, જ્યારે ખાવાની જરુરત ઉભી થતી ત્યારે જ તેમણે માણસોને માર્યા હતાં , કંઇ સમજાયું નહીં અને કંઇ પલ્લે ન પડ્યું ત્યારે માથું ખંજવાળીને છેલ્લો સવાલ કર્યો, ” માણસોને ખાવા ન હતા, તો માર્યા શુ કામ ?” હવે સુસંસ્કૃત માણસો પાસે તેનો જવાબ ન હતો.
આપણી પાસે આ વાતનો જવાબ છે ?
તલવાર હંમેશાં નેકનિયત માણસો બનાવે છે,
લેખ તેમજ વાર્તા બંને રસપ્રદ છે.
જીવતાં જીવતાં પણ રોજ આપણને મરવા મજબૂર કરતા લોકો સામે એક અંતિમ ચીસ ………. !!
me too want to live
please let me !!
JIYO AUR JINE DO !!
khuda se hamne dua mangi du me apne maut mangi . phir khuda ne kaha -maut to me tuje du lekin use kya kahu – jisane teri lambi umar mangi