
આપણા ભૂતપુર્વ વડાપ્રધાન વી.પી.સિંગ છેલ્લા સત્તર વર્ષથી કેન્સરની બિમારી સાથે ઝઝુમતા હતા. ૨૭ નવેમ્બરે ૭૭ મે વર્ષે તેમનું નિધન થયું. મુંબઇના આતંકવાદિ હુમલાની અફરાતફરીમાં છાપાઓ કે મીડીઆએ ખાસ નોંધ ન લીધી. બે ત્રણ કારણો બીજા પણ એવા છે, જેને લઇને આપણા ઘણા વડાપ્રધાનોના નામ સાવ વિસરાઇ ગયા છે. તે પહેલા એક વાત કહેવી છે. તેઓ વડાપ્રધાન તરીકે કેટલા સફળ રહ્યાં ? તેની ચર્ચા નથી કરતો, પણ મને તેમનો ચહેરો પ્રભાવશાળી લાગતો. એક વાર તેમની લખેલી કવિતા વાંચવા મળેલી, મેં લખી રાખી હતી.
भगवान हर जगह है। इसलीये,
जबभी जी में आता है,
उसे मुठ्ठीमें कर लेता हुं।
तुमभी कर सकते हो।
दोनो के भगवानमें कौन महान,
निर्भर करता है,
किसकी मुठ्ठी बलवान है।
એ વખતે વડાપ્રધાનો ઘડી ઘડી બદલાતા, વી.પી. સિંગ ફક્ત ૧૧ મહિના જ વડાપ્રધાન રહ્યાં. એક રમુજ વહેતી થઇ હતી કે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ભારતના વડાપ્રધાન કોણ છે ? આ પ્રશ્નનો જવાબ સાચો લખ્યો હોય તો પણ ખોટો પડતો ! કારણકે જ્યારે શિક્ષક પ્રશ્ન પત્ર તપાસવા લેતા ત્યારે ભારતના વડાપ્રધાન બદલાઇ ગયા હોય એવું બનતું.
મેરા ભારત મહાનમાં : ૬૧ વર્ષમાં ૧૭ વાર વડાપ્રધાન બદલાયા.
| કાર્યકાળ | ||||
| ૧ | પંડીત જવાહર લાલ નહેરુ | ૧૫-ઓગષ્ટ-૧૯૪૭ | ૨૭-મે-૧૯૬૪ | ૧૭ વર્ષ |
| ૨ | ગુલઝારી લાલ નંદા | ૨૭-મે-૧૯૬૪ | ૯-જુન-૧૯૬૪ | ૧૩ દિવસ |
| ૩ | લાલ બહાદુર શાસ્ત્રી | ૯-જુન-૧૯૬૪ | ૧૧-જન્યુઆરી-૧૯૬૬ | ૧ વર્ષ, ૬ મહિના |
| ૪ | ગુલઝારી લાલ નંદા | ૧૧-જન્યુઆરી-૧૯૬૬ | ૨૪-જાન્યુઆરી-૧૯૬૬ | ૧૩ દિવસ |
| ૫ | ઇન્દિરા ગાંધી | ૨૪-જાન્યુઆરી-૧૯૬૬ | ૨૪-માર્ચ-૧૯૭૭ | ૧૧ વર્ષ, ૩ મહિના |
| ૬ | મોરારજી દેસાઇ | ૨૪-માર્ચ-૧૯૭૭ | ૨૮-જુલાઇ-૧૯૭૯ | ૨ વર્ષ, ૩ મહિના |
| ૭ | ચૌધરી ચરણસિંગ | ૨૮-જુલાઇ-૧૯૭૯ | ૧૪-જાન્યુઆરી-૧૯૮૦ | ૬ મહિના |
| ૮ | ઇન્દિરા ગાંધી | ૧૪-જાન્યુઆરી-૧૯૮૦ | ૩૧-ઓગષ્ટ-૧૯૮૪ | ૪ વર્ષ, ૭ મહિના |
| ૯ | રાજીવ ગાંધી | ૩૧-ઓગષ્ટ-૧૯૮૪ | ૨-ડીસેંબર-૧૯૮૯ | ૫ વર્ષ, ૩ મહિના |
| ૧૦ | વી.પી.સિંગ | ૨-ડીસેંબર-૧૯૮૯ | ૧૦-નવેંબર-૧૯૯૦ | ૧૧ મહિના |
| ૧૧ | ચંદ્ર શેખર | ૧૦-નવેંબર-૧૯૯૦ | ૨૧-જુન-૧૯૯૧ | ૭ મહિના |
| ૧૨ | નરસીંહ રાવ | ૨૧-જુન-૧૯૯૧ | ૧૬-મે-૧૯૯૬ | ૫ વર્ષ |
| ૧૩ | અટલ બિહારી બાજપાઇ | ૧૬-મે-૧૯૯૬ | ૧-જુન-૧૯૯૬ | ૧૬ દિવસ |
| ૧૪ | દેવેગૌડા | ૧-જુન-૧૯૯૬ | ૨૧-એપ્રીલ-૧૯૯૭ | ૧૧ મહિના |
| ૧૫ | ઇન્દ્ર કુમાર ગુજરાલ | ૨૧-એપ્રીલ-૧૯૯૭ | ૧૯-માર્ચ-૧૯૯૮ | ૧૧ મહિના |
| ૧૬ | અટલ બિહારી બાજપાઇ | ૧૯-માર્ચ-૧૯૯૮ | ૨૨-મે-૨૦૦૪ | ૬ વર્ષ, બે મહિના |
| ૧૭ | મનમોહનસીંગ | ૨૨-મે-૨૦૦૪ | —– | —– |
ઉપયોગી માહિતી મૂકવા બદલ ધન્યવાદ. બાકી વી.પી.સિંગની વાત કરીએ તો એમની લોકપ્રિયતાનો આંક ભારે અફડાતફડી વાળો હતો. જે ઝડપથી એ ચડ્યા એનાથી બમણી ઝડપથી એમને ઉતરવું પડ્યું. દેશના યુવાનોની એ આશા હતા પણ પછી તો જે થયું એ ઇતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે.