કવિ શ્રી ભગવતી કુમાર પાઠક ચોરવાડના.
મને ચોરવાડનું થોડું વળગણ હોય તેના થોડાક કારણો છે, એક તો હું છેલ્લા ૩૮ વર્ષથી
ધીરુભાઇ અંબાણીની કંપની રિલાયન્સમાં સર્વિસ કરી રહ્યો છું, જ્યારે અમદાવાદ નરોડા પ્લાન્ટથી તેમની કાર્કીદીની શરુઆત થઇ, ”VIMAL” ના નામે સાડીઓ, પછી શુટીંગ, શર્ટીંગ અને ધીરે ધીરે બિઝ્નેસનું આખું એમ્પાયર ઉભું થયું, તે આખા ઇતિહાસનો હું સાક્ષી છું. ૧૯૮૨ માં પાતાળગંગામાં “POLYESTER” યુનિટમાં મારી ટ્રાન્સફર થઇ,આ પ્લાન્ટની મુલાકાતે શ્રી ધીરુભાઇ જ્યારે આવતા ત્યારે નમસ્તે કરવાનો મોકો મળતો, એક બે વાર તો તેમણે સામેથી હાથ લંબાવીને હસ્તધુનન કર્યું હતું, આ વાતનો મારા જેવા નાના માણસને ગર્વ થાય જ, એ સ્વાભાવિક છે. પ્લાન્ટ સ્ટાર્ટ-અપ વખતે શ્રી મુકેશભાઇ અંબાણી ૧૫ દિવસ અને રાત્રિ અમારી સાથે જ હતા, જેથી અમારો કામ કરવાનો ઉત્સાહ જળવાઇ રહે. એ વખતે તો મને નામથી ઓળખતા, હવે ખબર નહિં !
બિજું આપણા આ કવિ શ્રી ભગવતી કુમાર પાઠક, પોતે ચોરવાડના , શિક્ષણ ચોરવાડ, જુનાગઢ અને પોરબંદરમાં લીધું પછી દ્વારકા શારદા વિદ્યાપીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપલ તરીકે સેવા બજાવી, હાલ નિવૃત્ત જીવન ચોરવાડમાં જ વિતાવી રહ્યાં છે. મારા મિત્ર દુર્ગેશ પાઠકને કુટુંબમાં ભાઇ થાય, દુર્ગેશે એક વાર વાત કરેલી કે ભગવતીભાઇ સારા કવિ પણ છે.એક વાર તેમનો કાવ્ય સંગ્રહ પણ દુર્ગેશે આપ્યો. ઘણી કવિતાઓ મને ગમી, બીજું એ પણ જાણવા મળ્યું કે જુનાગઢ બહાઉદિન કોલેજના શિક્ષણ કાળ દરમિયાન ”મંગળવારિયું “ નામે એક સાહિત્ય વર્તુળ ચાલતું, ભગવતી ભાઇ અને આપણા ઘણા પ્રસિધ્ધ કવિઓ રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરીયા, શ્યામ સાધુ વિગેરે પણ આ સાહિત્ય વર્તુળના સંપર્કમાં હતા. ભગવતી કુમારે ચોરવાડ ગામ અને દ્વારકા ઉપર પણ કવિતાઓ લખેલ છે.
ચોરવાડ
તું નથી મકાનો, નથી માણસો,
નથી મહોલ્લા, ગલી નથી તું,
વાવ, કૂવા ને રસ્તા, મહોલ્લા, દુકાન, વૃક્ષો,
તું નથી સરવાળો મંદિરોનો.
ચોરવાડ તું,
રડતી આંખો, હસતા હોઠો,
નાગનાથની ઝાલરનો રણકાર,
અને તું રુદ્રી, ચંડી, વેદઘોષ ને ચીસો,
ગોકળ આઠમ, અલા રખાની નોબત દાંડી,
મોળા વ્રતના સૂના નાગલા,
અણોસરો ને એકલવાયો હોળી ખાડો તું
દોસ્ત
અમારી જમણી આંખે ગામ,
ગામની સીમ, સીમની વાડીઓમાં સંતાયેલું,
ખોઇ દીધેલું,
કચરા નીચે દબી ગયેલા હીરા જેવું બચપણ.
દોસ્ત
અમારી ડાબી આંખે કેટકેટલું,
શ્યામ વરણી, નેહ નિતરતી,
ભીની ભીની, વ્હાલ ભરેલા ધબ્બા દેતી માં,
અને, બે આંખ ઢળેલી,
બોલું બોલું થતાં કુંવારા હોઠ,
એ જ આંખમાં થપ્પો પાટી,
લાંબી લાંબી શીખા સરીખી,
પરંપરાઓ કૂળની,
ચોરવાડના કૂવા મારી આંખોથી છલકાય,
ચોરવાડના રસ્તા મારી ધમની-શીરા,
ચોરવાડનો દરિયો મારી રગ રગ વિષે,
ચોરવાડની ચૂંદડીઓનું ફરફરવું તે શ્વાસ,
આંખના રંગ વિષે જે છલકે છે તે ચોરવાડનો કેફ,
ચોરવાડ
હું નાળ નથી છેદાણી એવા બાળક જેવો,
કોશેટાના અંધકારમાં ગળચા ખાતો રેશમ કીડો,
પોતાના સર્જેલા જાળે અટવાયેલો ઊર્ણનાભ હું,
કેમ તને હું પામું ? રે કેમ તને હું પામું !
આતો અછાંદસ રચના છે અને ચોરવાડ પ્રત્યેનો પોતાનો અગાધ પ્રેમ એક એક કડીમાં છલકે છે, આ સિવાય તેમની ઘણી સારી અને ઉત્તમ રચનાઓ હવે પછીના બ્લોગમાં મૂકીશ.

સ્વાગત છે.
Im proude of Chorvad becose that im citizen of chorvad
ghanuj saras kavita chhe.west bengal na governot ane mukund ltd na chairman shri virendrabhai j shah pun chorvad naj che, chorwad maa shari jamnadas gandhi ne malva jevu chee, bahu mazaa avshe ho!
Dhanyavad Bhagubhai,
Aabhar,
Harshad