
તા-૧-જાન્યુઆરીના ” પ્રેમ પ્રેમ, સબ કહે….” બ્લોગમાં છેલ્લે એક કવિતાની પંક્તી મુકી હતી. પૂર્વી જોષીએ ઇ-મેઇલ પર આખી કવિતા મને મોકલી આપી, આભાર… પુર્વી જોષી મારા મોટા સાળાની દિકરી છે, મારી ભત્રીજી…., પ્રોત્સાહન આપતી રહે છે, સારુ લખો છો, લખવા માટે પ્રોત્સાહન ઘણું જરુરી થઇ પડે છે, કબુલ….!
પૂર્વી જોષી
I’ve the full lyrics of the song of Tushar Shukla. Also know, the composition will be sung when you will be here in Ahmedabad.
ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી
અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ
હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….
આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ
સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….
આભાર પૂર્વી…