
આ માણસ : પક્કો લુચ્ચો, આ દુનિયા : કાગળ ડૂચ્ચો !
આ દુનિયા : કોરો કાગળ, આ માણસ ધુમ્મસ વાદળ.
માણસ એટલે માટીપગો, ભલભલો માણસ ક્યારે પાણીમાં બેસી જાય કંઇ કહેવાય નહીં !
આપણે ત્યાં મોટા માથાના માણસો, ગુરુઓ, નેતાઓ,બુધ્ધિજીવીઓ, એવોર્ડથી નવાજેલા દેશના રત્નો, અચાનક જ કેવા માટીપગા અને લુચ્ચા નીકળે છે! તેના કનીષ્ઠ માં કનીષ્ઠ દાખલાઓ એટલે ” સત્યમ ” કંપનીનો ગોટાળો, તેલગીનું સ્ટેમ્પ કૌભાંડ, હર્ષદ મહેતાના શેર ઘોટાળા ! એક પાકીટ-માર ૮૦ રૂપિયા પણ આપણા ખીસ્સામાંથી કાઢતા જો પકડાઇ જાય તો માણસો એને ઢીબેડીને અધમૂઓ કરી નાખે ! જ્યારે ૮ હજાર કરોડનું ઘપલું કરતા માણસ અચકાતો નથી , આ શું બતાવે છે ? હજી તો મોટા આંચકા આપે તેવા સમાચારો જાણવા મળશે, કારણ કે “સત્યમ” નું ઓડીટ કરવા વાળી કંપની “પ્રાઇસ વોટર હાઉસ” દુનિયાની ૫૦ મલ્ટીનેશનલ કંપનીઓનું ઓડીટ કરે છે. -જે રામજી કી..
મુડીવાદના પ્રદુષણો વિષે કાર્લ-માર્ક્સે તો આજથી ૧૫૦ વર્ષ પહેલા જ કલ્પના કરી હતી. હું માર્ક્સવાદી કે સામ્યવાદી નથી, માર્ક્સ તો વિદ્વાન અર્થ-શાસ્ત્રી હતો , તેની વિચાર ધારા લઇને ચાલવા વાળા રાજકીય પક્ષો કે દેશો પોતાને માર્ક્સ-વાદી કવહેડાવે છે. આમ જુઓતો ભારતના એક પણ સામ્યવાદી કે માર્ક્સ-વાદી નેતાઓમાં માર્ક્સના વિચારોનો એક છાંટોય નથી, બધા દેખાવના મહોરા પહેરીને ફરે છે.
કાર્લ હેનરીક્સ માર્ક્સને ૨૧ મી સદીમાં સહુ યાદ કરશે. આ માણસ તો જર્મન યુનિર્સીટીનો પી.એચ.ડી થયેલો મહાન વિચારક હતો, તેને અર્થ-શાસ્ત્રની સમાજ પર માનસિક અસરો કેવી પડે ? અલગ અલગ પ્રકારની અર્થ-વ્યવસ્થાથી સમાજની માનસિકતા કઇ દિશા તરફ વળે ? અને પરિવર્તનો ક્યારે આવે ? આ બધી વાતો લઇ તેને સામાજીક મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. કાર્લ-માર્ક્સ આર્ષદ્રષ્ટા હતો. ઋષી જેવી મેઘાવી દ્રષ્ટી તેનામાં હતી. કાર્લ-માર્ક્સ અળખામણા થયા હોય તો તેનું કારણ એ, કે રશીયાના સ્ટાલીન અને ચીનના માઓ-ત્સે-તુંગે માર્ક્સની વિચારધારાનો સત્તા મેળવવામાં ભરપૂર દૂરઉપયોગ કર્યો.
મૂડીવાદી દૂષણો, જે આજે સમાજમાં અને દેશમાં પ્રસરી ગયા છે, તે વાત માર્ક્સ ૧૫૦ વર્ષ પહેલા જ લખી ગયો હતો. ૧૮૪૬ માં માર્ક્સે ” ધ જર્મન આઇડીઓલોજી “નામનું પુસ્તક લખ્યું હતું. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને ધનના વધતા ગાંડપણ ઉપર પ્રકાશ ફેંક્યો હતો.આ પુસ્તકમાં તેને ” ઇકોનોમિક સ્ટુપીડ્સ ” વિષે ભરપૂર ઉદાહરણો લખ્યા છે અને મૂડીવાદી માનસની કુંડળી લખી છે. બધા જ દાખલાઓ આજે પણ ૧૦૦% સચોટ સાબિત થાય છે.
આ રહ્યાં તેના ભવિષ્ય ભાખેલા ” ઇકોનોમિક સ્ટુપીડ્સ ” !
માર્ક્સ કહેતા કે મૂડીવાદ કેન્સરના જંતુ જેવો છે. તે આખા સમાજને સડાવી નાખે છે. તેમને ભવિષ્ય ભાખેલું કે જગતમાં ધનીકો વધશે અને આવકની અસમાનતા પણ વધશે. જગત ભરના લોકશાહી દેશોમાં ભ્રષ્ટાચાર માઝા મૂકશે. ધન પાછળ લોકો આત્મા વેંચીને પણ ગાંડા થશે. દરેક મોટો વેપારી પોતાની મોનોપોલી વધારશે. માણસ ટેક્નોલોજીનો ગુલામ બનશે. મુડીવાદને લીધે દરેક દેશોનું સાંસ્કૃતિક અધ:પતન થશે. માનવ વર્તણુંકના તે પ્રખર અભ્યાસી હતાં. તેમણે કહેલું માણસ પૈસાનો ભુખ્ખડ બનશે. ૧૦ લાખ, ૧૦ કરોડ, ૧૦ અબજથીએ માણસ અટકશે નહીં. ટી.વી. સિનેમાં ઓફિસ આ બધી જગ્યાએ સ્ત્રીઓ દૂધપીતા બચ્ચાઓને છોડીને કામ કરવા જશે, તે એટલા માટે નહીં કે સાંજના ભોજનની સમસ્યા છે ! પૈસા પાછળનું ઘેલું આ બધા પાછળ કારણભૂત હશે. આ બધા ઇકોનોમિક સ્ટુપીડ્સના દાખલા માર્ક્સ ૧૫૦ વર્ષ પહેલાં ભાખી ગયો છે. સંસ્કૃતિ અને સંસ્કાર ગટર ભેગા થશે. લોકોનો આત્મા સડી જશે. ( જાત જાતના કૌભાંડો આ વાતની સાબિતી છે ).
કાર્લ-માર્ક્સ “દાસ કેપીટલ ” નામના પુસ્તકમાં ’ કેપીટાલિઝમ ટ્રેન્ડ્ઝ ટુવાર્ડઝ મોનોપોલી ’માં સમજાવે છે. સૌને પોતાના વેપારમાં એકાધિકાર ખપે છે, વેપાર જમાવીને દરેક વેપારીને પછી એકલા એકલા મલાઇ ખાવી છે, મૂડીવાદ આ વૃત્તિને પોષશે. મૂડી-પતિઓને તેના ક્ષેત્રમાં સ્પર્ધાનો ડર ઘર કરી જશે. તેઓ ગમે તેમ કરીને નફો ચોરવાના પેંતરા રચશે ( સત્યમનો દાખલો તાજો છે ). નફો ચોરવામાં કર્મચારીઓના વેતન અને સગવડો પર કાતર મૂકતા પણ ખચકાશે નહીં. બચેલું ધન પ્રતિસ્પર્ધીઓને માત કરવામાં લગાવશે. આ બધા જ “ઇકોનોમિક સ્ટુપીડ્સ ” આ માણસ ૧૫૦ વર્ષ પહેલા ભાખી ગયો હતો. એકે એક વાત તાજી અને સાચી ઠરી રહી છે. આ માણસ મૂડીપતીઓને અળખામણો કેમ લાગતો હતો તે હવે વધારે સ્પષ્ટ કરવાની જરુર લાગતી નથી….
સરસ લેખ. મંદી ને ઉપરથી કૌભાંડો ! દુકાળમાં આધિક માસ.