મારે અને મારા મિત્ર થાનકીને ફોન પર અવારનવાર નવા નવા વિષયો ઉપર વાતો નીકળે, એક વાર થાનકીએ કહ્યું ” પંચતંત્રની એક વાર્તા છે, નોકરે પોતાની જરુરીયાતને જાળવી રાખવી જોઇએ આ વાત વિષ્ણુ શર્મા નામના પંડીતે હજારો વર્ષો પહેલા પંચતંત્રની વાર્તામાં જણાવેલ છે, અને તે વાતનો બોધ આજેય એટલો જ મહત્વ ધરાવે છે” એમ કહીને તેણે ટૂંકમાં વાર્તા કહી અને કાયમની ટેવ મુજબ અમે ખૂબ હસ્યા.
આજે ૨૧મી સદીની જ વાત લઇએ, વિશ્વમાં ચારે તરફ મંદીનું મોજુ ફરીવળ્યું છે. મંદીના ઓઠા હેઠળ આજે ઉદ્યોગપતિઓ અને મોટા મોટા નામી અને કોર્પોરેટ લેવલના શંકુલો પોતાનો સ્ટાફ ઓછો કરી રહ્યાં છે. રીતસર ઝાડુ મારી સફાયો કરવાનું કામ ચાલી રહ્યું છે, હકીકતમાં કામ એટલું જ છે, કામ ઓછું નથી થયું. પંચતંત્રની જે વાર્તા થાનકીએ ફોન પર કરી હતી તે આ વાતને લગતી જ છે.
એક ગુફામાં સિંહ રહેતો હતો. જ્યારે તે ઊંઘી જતો ત્યારે એક ઉંદર તેની આજુ બાજુ ફર્યા
કરતો અને તેની ઊંઘમાં ખલેલ પડતી. તેણે વિચાર કર્યો કે એક બિલાડીને ચાકરીએ (નોકરીએ) રાખી લઉં. જ્યારે હું સુઇ જવું ત્યારે તે ઉંદરનું ધ્યાન રાખે, તેની બીકથી ઉંદર નજીક આવવાની હિંમત નહીં કરે. ભાઇ, બિલાડીની નોકરી ચાલું ! સિંહ સુઇ જાય, અને બિલાડી ઉંદર નજીક ન આવે તેનું ધ્યાન રાખવા જાગતી બેસી રહે. બિલાડીને એકનું એક કામ કરતા કંટાળો આવવા લાગ્યો. એટલે તેને વિચાર કર્યો કે ઉંદરને મારીનાખું એટલે ઝંઝટ ખતમ. અને તેણે ઉંદરને લાગ આવતા જ ખતમ કરી નાખ્યો. સિંહને એવું લાગ્યું કે હવે બિલાડીને ચાકરી (નોકરી ) પર ચાલુ રાખવાની જરૂર નથી, હવે તેના જોગ કોઇ કામ રહ્યું નથી, સિંહે બિલાડીને છુટ્ટી કરી દીધી.
પંચતંત્રની વાર્તાનો બોધ આજના સંદર્ભે પણ એટલોજ લાગુ પડે છે ને ? સમજવા જેવો છે ને ?
વિષ્ણુ શર્મા નામના પંડીતે “પંચતત્ર ” નામના ગ્રંથની રચના ઇ. પૂર્વે બીજી સદીમાં સમ્રાટ અશોકના મૃત્યુ પછી અને શૃંગ વંશના રાજા પુષ્યમિત્રના સમયમાં કરી હતી. એક દંત કથા પણ આ ગ્રંથ વિષે સાંભળેલી છે. એક રાજાએ પોતાના મૂર્ખ અને બુધ્ધુ જેવા રાજ કુમારોને વ્યવહારુ જ્ઞાન મળે તે માટે આ વિષ્ણુ શર્મા નામના પંડીતને રોક્યો, પશુ પક્ષીઓની વાર્તાઓ કહીને આ પંડિતે રાજનિતી, અર્થકારણ અને નિતીશાસ્ત્રના એવા એવા પાઠો સમજાવ્યા છે કે સામાન્ય માણસ પણ સહજતાથી સમજી શકે. આ પંચતંત્ર ગ્રંથ ઇ.સ.ની છઠ્ઠી સદીમાં તો દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. માત્ર ભારતના જ નહી પણ ચીન, જાપાન, ફ્રાંસ અને જર્મન વિદ્વાનોએ પણ આ ગ્રંથની મુક્ત કંઠે પ્રંશંસા કરી છે. અગિયારમી સદી સુધીમાં આ ગ્રંથનો અનુવાદ અરબી, સીરિયન, લેટીન, ગ્રીક, ઇટાલીયન, જર્મન અને ફ્રાંસ જેવી વિશ્વની ઘણી ભાષામાં થયો. આ ગ્રંથ વિશ્વ સાહિત્યની કક્ષામાં મુકાઇ ગયો. ૧૯૬૫ માંઅમેરિકન યુનિવર્સીટીના સંસ્કૃત અને ભાષાના પ્રોફસર સર ફ્રેન્કલીન-એડગર્ટે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો ” The Panchtantra Translated from Sanskrit “. પંચતંત્ર એક અજોડ શૈલીનો ગ્રંથ છે. આ ગ્રંથની વાર્તાના બોધપાઠો આજે ૨૧મી સદીમાં પણ સચોટ ઉદાહરણો પુરા પાડે છે.
( આજે ૫૦ બ્લોગ પુરા થયા, હંમેશા પ્રેરક બનીને રહેલા બ્લોગ મિત્રોનો આભાર )
શ્રી દિનકરભાઈ,
ઘણા સમય પહેલા આપની આપણા પ્રિય બક્ષી બાબુની સાથે મુલાકાત વિશેની પોસ્ટ વાંચેલી અને એ સેવ કરી રાખેલી, તે આજે ફરી વાંચી તો આપનો બ્લોગ વાંચવા પ્રેરાયો. આપના મિત્ર હરસુખ થાનકી સાથે કોઇ પરિચય ન હોવા છતાંપણ એમનું લખાણ ગમેલું તે મારા બ્લોગ રોલમાં એમનો બ્લોગ સમાવેલ છે, આજે આપના બ્લોગની સફર દરમિયાન અમુક પોસ્ટ વાંચી મજા આવી એ કહેવાની કોઇ જરૂરિયાત જ નથી, ખાસ તો મને તમારું પ્રોમિસ ગમ્યું કે
“જ્યારે પણ લખીશ ત્યારે સારું લખવાનો પ્રયત્ન કરીશ – પ્રોમિસ.”
congratulations for 50 posts
nice article again !!
સરસ જાણકારી આપવા બદલ ધન્યવાદ. મારા એક વેપારી સંબધી છે. એનો નોકર ફાઈલ્સ એવી તો સંતાડીને મૂકે કે એની સિવાય કોઈને મળે જ નહીં. એણે પોતાની જરૂરિયાત એવી તો ઊભી કરી છે કે શેઠને એના વગર ચાલે જ નહીં. જો કે એણે પંચતંત્રનો ગ્રંથ તો નથી જ વાંચ્યો. પણ અમૂક માણસોમાં આવી કોઠાસૂજ હોય છે જે પેલી બિલાડીમાં નહોતી!
NOT SO GOOD
THANK
YOU
FOR
SUCH
GOOD
INFORMATION
.