મોહમ્મદ અજમલ અમીર કસાબ હસ્યો, બોલો કસાબ હસ્યો !
અંજલી વાઘમારે નામની વકીલ કસાબ માટે રોકવામાં આવી અને જજ શ્રી એમ. એલ. તાહીલ્યાનીએ કસાબને કહ્યું ” નમસ્તે કસાબ ” અને સમાચાર બની ગયા, ” Kasab greets judge with ‘Namaste’ and smile ” કસાબે સ્મિત સાથે પ્રતિભાવ આપ્યો.
મને પણ હસવું આવ્યુ,
કસાબ તું છેલ્લે ક્યારે હસ્યો હતો ?
મને તો હતું કે તું ક્યારેય હસ્યો નહીં હોય !
હસવાનું તો તમારે જમા કરી દેવાનું હોય છે ને ?
ચહેરો ભૂલથી હસી ન પડે એટલે બુકાનીઓ બાંધો છો.
એકલી તગતગતી આંખો કદાચ હસી શકતી નહીં હોય !
બુકાની બાધીને તમે અરીસા સામે ઉભા રહેતા હશો,
અને ખાત્રી કરીલેતા હશો કે ક્યાંક માણસની જેમ હસી ન પડાય.
હસવા વિષે આમેય ક્યાં કોઇ ધરમમાં ખાસ લખેલું હોય છે !
હસો નહીં તો ચાલે,
પણ કોઇનું હાસ્ય છિનવી લેવું એતો નર્યો અધર્મ !
તું હસવા માંડ્યો એટલે મને થયું કે,
તારો ધક્કો ક્યાંક ધરમ ધક્કો ન પડે !
આમેય ધરમના નામે લોકોને ધક્કે ચડાવવામાં આવે છે,
આ વાત તો હવે જુની થવા આવી.
તારા હસવાથી મને શંકા થવા લાગી કે,
તારામાં ભૂલથી ક્યાંક થોડોક માણસ રહી ગયો હશે !
જે તારી બેભાન અવસ્થામાં થોડોક થોડોક સળવળતો હશે.
લાલઘૂમ તગતગતી આંખોથી તરડાયેલા ચહેરાઓએ
તારો માણસ નીચોવીને કાઢી લીધો હશે ત્યારે,
શેરડીના છોતરામાં જેમ થોડોક રસ રહી જાય છે તેમ !
તારામાં થોડોક માણસ રહી ગયો હશે !
કસાબ તું નહીં,
આ છોતરામાં બચી ગયેલા રસ જેવો માણસ હસ્યો હશે !
જોજે ભૂલથી હસવાને ધરમ ના સમજી બેસતો !
બાકી તું હસ્યો એટલે મનેય હસવું આવ્યું !
મને અંદર અંદર છાને ખૂણે ડરતા ડરતા એવું લાગ્યું કે,
તને બીજા કોઇના હાસ્ય છિનવી લીધાનો અફસોસ કદાચ થાય.
બાકી પેલી લાલઘૂમ આંખો અને તરડાયેલા ચહેરાઓ
તારા હાસ્યને નીહાળી રહ્યા છે,
જે લોકોએ તારામાં રહેલો માણસ નીચોવીને તને છુટ્ટો છોડી દીધેલો.
કસાબ હસતા પહેલા સો વખત વિચાર જે
હસવું એટલું સહેલુ નથી.
[ બ્લોગ- ૫૧ ]
saras bhaav !!
sundar shabdo
દીનકરભાઇ
માણસ હોવા વિષે બહુજ સરસ રચના સરસ સરસ સરસ
દિનકરભાઈ , આપની વાતમાં દમ છે.
પણ મારું માનવું એમ છે કે કાલે ઊઠીને કસાબ ડાન્સ કરે તોય આ દેશની જનતાએ નવાઈ પામવા જેવું નથી. અહીં કશું અશક્ય નથી. વધારે જાણકારી આ રહી:
http://asaryc.wordpress.com/2008/11/14/%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af-%e0%aa%a6%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b6%e0%aa%a8-1994/