આપણી સંસ્કૃતિમાં અને ભારતીય જીવન શૈલીમાં ૧૦૦ વર્ષના આયુષ્યની કલ્પના છે અને પચ્ચીસ પચ્ચીસ વર્ષના ગાળાને અલગ અલગ આશ્રમ એટલે કે જીવન
વ્યવસ્થામાં વહેંચી અને શ્રેષ્ઠ જીવન વિતાવવાનો માર્ગ બતાવેલ છે. ૫૦ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ એટલે કે નિવૃત્તી, નવી પેઢી માટે જીવનનો માર્ગ કરી આપવાનો, પોતે નિર્લેપ બની સંસારની પળોજણ કોરે મૂકી અને જીવનનો ખરો આનંદ માણવાની શરુઆત કરવાની, આવી સુંદર અને મહાન જીવન શૈલીને આપણે શા માટે સ્વિકારી નથી શકતા ?
Superannuation, Retirement-મેં ડીક્સ્નેરી ખોલીને આ શબ્દનો વિસ્તારથી શું અર્થ થાય તે જાણવાની કોશીષ કરી. ( Period of one’s life as a retired person ) ખાસ તો એટલા માટે કે મારો Superannuation નો સમય હવે નજીક આવતો જાય છે અને છેલ્લા દશેક વર્ષથી મેં અનુભવ્યું છે કે મારી સાથે કામ કરવા વાળા સર્વિસ-મિત્રોનો જ્યારે જ્યારે Retirement દિવસ અને તેમનો વિદાય સમારંભનો પ્રસંગ આવ્યો છે ત્યારે ઘણા લોકો પોતે જાણે એકા એક અણધાર્યા સમયમાં આવી ગયા હોય તેવી વિચલીત માનસિક સ્થિતીમાં મુકાઇ જતા જોયા છે. જાણે નિવૃત્તી એ જીવનનું અંતિમ ચરણ આવી ગયું હોય તેવો અનુભવ કરતા જોયા છે. આગળનો સમય કામ વગર કેવી રીતે પસાર થશે ? અથવા તો નિવૃત્તી, જીવન માટે જાણે કે શ્રાપ હોય તેવું ફીલ કરતા જોયા છે. કોઇ અજાણ્યો ડર તેમને આભડી ગયો હોય તેવા નર્વસ થઇ જતા જોયા છે.
સંસ્કૃતમાં એક વાક્ય છે, विनाश काले, विपरीत बुध्धि। એમ જાણે निवृति काळे….विचलीत बुध्धि… નિવૃત્તિ વખતે જાણે બુધ્ધિ વિચલીત થઇ જતી હોય એવો તાલ જોવા મળતો હોય છે. મારા એક સિનીયર અધિકારી આજથી લગભગ દશેક વર્ષ પહેલા નિવૃત થયેલા. તેમને સંગીતનો શોખ હતો અને શાસ્ત્રીય ઢબે ગાયન અને હારમોનીયમ વાદન જાણતા હતા. તેઓ ક્યારેક રેડીઓ પર કાર્યક્રમ પણ આપી ચુકેલા. એકાદ વાર ફેમિલી પિકનીકમાં તેમના સંગીતની ઝલક પણ સાંભળેલી. મે તેમની નિવૃત્તીના વિદાય સમારંભ પછીની પાર્ટીમાં કહેલું ” હવે તમને સંગીતના શોખ માટે પુરતો સમય મળશે, ખરુને ?, તમારા સંગીતના જ્ઞાનનો ઉપયોગ થશે, ઘરમાં સંગીત ક્લાસ પણ ચલાવી શકશો “. તેઓ હા.. હા.. કરતા રહ્યા. જ્યારે પણ ફોન કરીને પુછું ત્યારે ખબર પડે કે તેઓ ફલાણી કંપનીમાં જોઇન્ટ થઇ ગયા છે. તેઓ કહેતા ” ભટ્ટ ભાઇ, તમને ખબર છે ને ? ફલાણી કંપનીનું પેકીંગ મટિરીયલ આપણે વાપરતા ? તેનો શેઠ પાછળ પડી ગયેલો, મને કહે તમારે તમારા અનુભવનો અમને લાભ આપવો જ પડશે, મને છેક ઘરે મળવા આવેલો, એ કંપની પરાણે જોઇન્ટ કરવી પડી ! “
તેમના બધા જ કામ બહુ સારી રીતે પતી ગયા છે. દિકરા, દિકરીના લગ્ન, તેમ જ તેઓ વેલ-સેટ પણ છે. દિકરો એમ.બી.એ. થયેલો છે અને અમેરીકામાં જોબ મળી છે. કોઇ જાતની કમી નહીં. પણ દશેક વર્ષમાં જ્યારે જ્યારે ખબર પુછું ત્યારે આ જ વાત જાણવા મળે કે ક્યાંક જોબ કરે છે. એક વાર ખબર પડી કે એકાદ મહિનો અમેરિકા દિકરા પાસે ગયા હતા, ત્યાંથી પાછા આવ્યા ત્યારે કંઇક લોહી ઘટ્ટ થઇ જાય તેવી બિમારી લઇને આવ્યા છે. હવે જોબ નથી કરી શકતા. સંગીતનો શોખ કે સંગીતનો આનંદ, તેના વિષે ક્યારેય વિચાર્યુ નહીં. તેમના દશ વર્ષ બરબાદ થયાનો તેમના કરતા મને વધારે અફસોસ થાય છે. તેમને જિંદગી માણતા ન આવડી એવો મે મારા માટે બોધ લીધો. આ સિવાય પણ મારી કોલોનીમાં મારાથી થોડાક વડિલ જેવા નિવૃત મિત્રો મળે છે. સમય કેવી રીતે પસાર કરવો તેના રોદણા રોયે રાખે છે.
નિવૃત થયા પછી જે વિદાય સમારંભ અને પાર્ટીઓ યોજાય છે તેમાં પણ નર્યો દંભ જોવા મળે છે. નિવૃત્ત થવા વાળો વ્યક્તિ કંઇ કેટલાય કડવા અનુભવ લઇ ચુકેલો હોય છે. કંઇક લોકો તેના કેરીયરમાં આડા આવ્યા હોય છે. કંઇક ખડ્ડુસ અધિકારીઓ કે જેના ચહેરા જોવાય તેને ગમતા નથી હોતા તોય, ખોટું ખોટું ઘર ઘર રમતાય હોય તેમ.
I joined this compney in the year 1985 when this plant was the only functional plant and entire site was under tremendous phase of diversification & expansion . Memorizing that phase remained very much instrumental in keeping emotional bondage with the organization through out the tenure .
આમાં ૬૦ ટકા ઉપર ઉપરનું, ઘણું બધું ખોટું. સાવ જ ખોટુ, ’મરી ગયેલા માણસ માટે શા માટે ઘસાતું બોલવું ’ એવા ન્યાયે, આખી પાર્ટી દરમિયાન બધું આવું જ. મે મારા સહકાર્યકરને એક વાર પૂછ્યું ” ફલાણા ફલાણા પાંચ વર્ષ પહેલા રિટાયર્ડ થયેલા હતાં, આ પાંચ વર્ષ દરમિયાન આપણને ક્યારેય યાદ આવ્યા ? ” તેને કહ્યું ”નહીં ! “
પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય તો આઝાદી મળી હોય તેવા આનંદ સાથે જિંદગીને માણવી, રજા નહીં મળવાના અભાવે ગમતા અને પોતાના લોકોને મળી નશકાયું હોય તે બધાને ધરાઇને મળવું. ઘડીયાળના કાંટે આખી જિંદગી ભાગ્યા છીએ, પછી NO ઘડીયાળ, સૌ પહેલા ઘડિયાળ કાઢીને ખીંટીએ ટીંગાડી દઇશ. ગેલેરીમાં ઉગેલા નાના અને સુંદર ફૂલો વાળા છોડોને એકદમ બારીકાઇથી નીરખીશ. મને ઘણી વખત એવું લાગ્યા કરે છે જો લાડથી તેમનો સ્પર્શ કરીએ તો ફૂલો અને છોડો ભરપૂર અને ખૂબજ ખીલી ઉઠે. મને એવું લાગ્યા કરે છે કે દરિયો મારી રાહ
જોઇ રહ્યો છે. આકાશને ધરાઇને નીરખવું છે. એકદમ અંધારા આકાશમાં દેખાતી આકાશ ગંગા અને કરોડો તારલાઓને માણવા છે. પતંગિયાની ટોળીઓને ઉડતી જોવી છે. કોઇ નદી કિનારે આવેલા મંદિરની આરતિની ઝાલરો સાંભળવી છે. આરતિ પછી મસ્તી કરતા કરતા અંધારામા ગરક થતા નાના નાના છોકરાઓની ટોળીને જોયા કરવી છે. ઝાડની ડાળીએ ગાતા પંખીના ગીતો મન ભરીને માણવા છે. સફેદ ઉડતા બગલાઓની હારમાળા છેક ક્ષિતીજ સુધી અદ્રશ્ય ન થઇ જાય ત્યાં સુધી નીરખવાનો આનંદ લૂંટવો છે. આ બધું લીસ્ટતો બહુ લાંબુ છે. આ તો મારી અંગત વાતો થઇ, તમને બધાને શા માટે બોર કરવા ? પણ હું એવું માનુ છું કે રિટાયરમેન્ટનો દિવસતો મુક્તિનો દિવસ છે. બધા જ બંધનોના ગાળીયા છોડવાનો દિવસ છે. હલકા ફૂલ થઇ જવાનો દિવસ છે. I am badly waiting for that day.
( બ્લોગ- ૫૪ )
I’ve heard ‘Life begins at 40′. Will have to change it to ‘60′.
Rabindranath Tagor took up painting at the age of 70. I’ve heard ‘Life begins at 40′. Will have to change it to ‘60′.
ઘડીયાળના કાંટે આખી જિંદગી ભાગ્યા છીએ, પછી NO ઘડીયાળ, સૌ પહેલા ઘડિયાળ કાઢીને ખીંટીએ ટીંગાડી દઇશ.
અરે વાહ, ક્યા બાત હૈ!
આ વાંચીને મને એક શેર આદ આવે છે.
સાંજ ઢળતાં જ રોશન થતાં હાથ ગજરા ગળે હાર ઝૂલાવતા,
ખીંટીએ લટકતી રાખીને રિકતતા, આ અમે નીકળયા ખેસ ફરકાવતા
- રાજેન્દ્ર શુક્લ
શ્રી દિનકરભાઈ, આપે ખરેખરી હકિકત રજૂ કરી છે. ઘણાં લોકોને નિવૃતિની વાત માત્રથી ગભરાતાં જોયા છે. વળી એવું પણ નહીં કે જે કામ ધંધો કરતાં હોય એમાં એમને ખૂબ જ આનંદ આવતો હોય. મોટાભાગનાં લોકોને પગાર ચાલુ રહે એ જ મોટી વાત છે. કદાચ સમાજનો માહોલ જ એવો થઈ ગયો છે.
સિક્કાની બીજી બાજુ જોઈએ તો ઘણાં નિવૃત લોકો દિવસનો મોટોભાગ કોઈ મંદિરના બાંકડે બેસીને પસાર કરતાં હોય છે અને વાતોનો વિષય મોટાભાગે એ જ … પગારપંચ,પેંશન,વ્યાજ, રાજકારણ, ઘરની ફરિયાદો વિગેરે. જ્યારે એ જ જ્ગ્યાએ અન્ય નિવૃત માણસ કશા સ્વાર્થ વગર સંસ્થાને મદદરૂપ થઈને આનંદ માણતો હોય છે. જેને મનપસંદ પ્રવૃત્તિ કરવી જ છે એમને કોઈ સમસ્યા નથી.
હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે : ” પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય તો …. ” બસ આ તેર મણનો તો જ બધી સમસ્યાઓ ઊભી કરે છે. પણ મારી આપને શુભેચ્છા છે કે આપને એ તો નડે નહીં ને આપનાં સપનાં સાકાર થાય.
ફરીથી સુંદર વિચારો વ્યક્ત કરવા બદલ આભર. ને આવી રીતે જ રજૂઆત કરતા રહેશો.
Dear Dinkarbhai,
I saw your blog accidently. I was suring and found myself staring at it. I went through the piece on retirement. You are a positive person with a zest for life. It is a life-sustaining virtue.Congratulations.
I am a journalist who finished employment as editor of The Times of India and The Economic Times,Ahmedabad, some years ago. I have never felt the burden of retirement because I look at leaving one organisation and becoming free as a mere change of tract, Basically, I like writing and write I will till my last breath. We all are more than a sum total of our jobs or money made. The moot point is to enjoy whatever life brings to you. As you get older, we become wiser,realising that everything including yourself changes every moment and second, nobody controls everything. All the best,Tushar Bhatt
લેખની ખરી શરૂઆત અહીંથી થઈ હોય એવું મને લાગ્યું ….
મને એવું લાગ્યા કરે છે કે દરિયો મારી રાહ જોઇ રહ્યો છે.
- આકાશને ધરાઇને નીરખવું છે.
- એકદમ અંધારા આકાશમાં દેખાતી આકાશ ગંગા અને કરોડો તારલાઓને માણવા છે.
- પતંગિયાની ટોળીઓને ઉડતી જોવી છે.
- કોઇ નદી કિનારે આવેલા મંદિરની આરતિની ઝાલરો સાંભળવી છે.
- ઝાડની ડાળીએ ગાતા પંખીના ગીતો મન ભરીને માણવા છે.
- સફેદ ઉડતા બગલાઓની હારમાળા છેક ક્ષિતીજ સુધી અદ્રશ્ય ન થઇ જાય ત્યાં સુધી નીરખવાનો આનંદ લૂંટવો છે….
એમાંના ઘણાંખરાં આનંદની કલ્પના મને પણ થાય છે… કીડીઓની હારને જોયા કરવી, ખિસકોલીની ઝાડ પરની નીચે થતી કૂદાકૂદ … નદીકિનારે કલાકો બેસી રહીને પાણીનો પ્રવાહ જોયા કરવો … પણ એ માટે નિવૃતિ સુધી રાહ જોવાની જરૂર નથી જ. ખરેખર તો માણસે એકદમ પ્રવૃતિ અને એકદમ નિવૃતિ વચ્ચેનો મધ્યમ માર્ગ પકડવો જોઈએ. રામકૃષ્ણ પરમહંસ દેવે કહેલું કે વરસમાં ઓછામાં ઓછું એકાદ મહિનો એકાંતમાં (સાધકો માટે કહેલું તે રીતે સંસારીઓ પોતાના રોજિંદા કાર્યક્ષેત્રથી દૂર) જવું જોઈએ. એમ થતાં પ્રવૃતિનો નશો ઉતરશે અને નિવૃતિનો ભય પણ ઓછો થતો જશે.
આપણા સમાજમાં અનુભવી અને નિવૃત લોકોને good for nothing ગણવામાં આવે તે પણ ખોટું છે કારણ તેમની પાસે અનુભવનો ભંડાર છે. એથી એનો લાભ પણ સમાજને મળે એમાં ખોટું નથી. આર્થિક કારણોથી જો પૈસાને માટે નોકરી કરવી પડે તો અલગ વાત છે પણ સમાજમાં એવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી નિવૃતિ લોકો સ્વૈચ્છિક સંસ્થાઓ કે ચેરિટેબલ ટ્રસ્ટોને પોતાની સેવા આપી શકે. તો ઉત્તમ સમાજના નિર્માણમાં મદદ મળશે.