આગળનો બ્લોગ- Retirement ( निवृती काळे…) વિષે શ્રી યશવંત ભાઇ ઠક્કરે પ્રતિભાવ આપેલો, તેમની સાથે હું સો ટકા સહમત છું. તેમનો પ્રતિભાવ અને શુભેચ્છા બન્ને હતાં. તેમનો પ્રતિભાવ હતો.
” હવે આપની જ વાત કરું તો આપે લખ્યું છે કે : પછી મુકોને માયા… !! મેં તો નક્કી કર્યું છે કે રિટાયરમેન્ટ પછી જો જીવન જરુરીયાતની વ્યવસ્થા થઇ પડતી હોય તો …. ” બસ આ તેર મણનો તો જ બધી સમસ્યાઓ ઊભી કરે છે. પણ મારી આપને શુભેચ્છા છે કે આપને એ તો નડે નહીં ને આપનાં સપનાં સાકાર થાય. - યશવંત ઠક્કર
આભાર યશવંત ભાઇ તમારી વાત સો ટકા સાચી છે, તેર મણના તોમાં ઘણી સમસ્યાઓ છુપાયેલી છે જ, કૌટુમ્બીક પરિસ્થીતી, સિસ્ટમ, ઘરના લોકોની સમજદારી, અને એવા બીજા ઘણા તોની શક્યતાઓ નકારી ન શકાય. આવા વ્યક્તિઓ પ્રત્યે મારા મનમાં કરુણા હોય છે. દયા કરતા કરુણા શબ્દમાં આત્મીયતા વધારે લાગે છે.
તમારા પ્રતિભાવથી મારા મનમાં એક વિચાર ઝબકી ગયો. મને થયું ૧૯૮૧ ,૧૫-મે ના “ચાંદની” ના અંકમાં મારી એક વાર્તા પ્રકાશિત થયેલી ’એક્સ્ટેન્શન’, તેનો સંક્ષિપ્તમાં સારાંશ બ્લોગમાં રજુ કરવો. રિટાયરમેન્ટ પછીની જ એક ઘટના વિષે હતી. આ વાર્તામાં તેર મણના તો વાળો એક “તો” જરુર અનુભવાશે, . જો કે આ વાર્તા શ્રી જોગી સાહેબે ( ચાંદનીના તંત્રી )મને ત્રણ વખત પાછી આપી હતી. અને કહેતા કે ” હજી થોડીક મઠારો, થોડીક સેવો ” પછી હસી પડતા. આ વાર્તા આમતો તેમની યાદી માટે પણ ઘણા ખપની છે.
મુકુંદરાય શુક્લ, ગોલ્ડન ફ્રેમનાં ચશ્માથી તેમનું વ્યક્તિત્વ વધારે ઉપસતું, જનરલ પોસ્ટ-ઓફિસમાં સેવિંગ ડીપાર્ટમેન્ટના ચીફ હતાં, ડિપાર્ટમેન્ટનો કોઇ ક્લાર્ક આવવામાં મોડો પડે એટલે ચશ્મા ઉતારી મોડા આવનારે સામે સૂચક નજરથી જોઇ લેતા, મોડો આવેલો ક્લાર્ક દ્રષ્ટિનો મર્મ સમજી જતો. શુક્લ સાહેબ કંઇ પૂછે તે પહેલા જ ટેબલ પાસે આવી ઉભો રહી જતો “સાહેબ ઘરે મહેમાન….” શુક્લાજી જાણે બધું સમજતા હોય તેમ આંખોથી વગર બોલ્યે મીઠો ઠપકો આપી દેતા ” મિ. શાહ પ્લીઝ ઇમ્પ્રુવ..” “ઓ.કે સર ..” ,
“ આ બધું હવે બહુ દિવસ નહી ચાલે, મારુ આ છેલ્લું વીક છે, પછી તમે બધા મને યાદ કરશો ”
“ખરે ખર સર ! શું કહો છો ? આ દિવસ આટલો અચાનક આવશે તેવી કલ્પના પણ નહોતી ” તે તેના ટેબલેથી પાછો શુક્લ સાહેબ પાસે આવી ગયો. ” પછી સાહેબ ? “,
“પછી શું ! રિટાયરમેન્ટ લેટર, વિદાયમાન સમારંભ, ફૂલના ગુચ્છાઓ અને બધાની શુભેચ્છાઓ, You know ? હું ૧૮ વર્ષનો હતો ત્યારથી પોસ્ટમાં છું, તે આ જ સુધી, With good record અને તમારા બધાના પ્રેમ સાથે. હવે બીજાને ચાન્સ મળવો જોઇએ. perform well મિ. શાહ, તમારા ભલા માટે કહું છું “.
” સર, એકાદ વર્ષનું એકસ્ટેનશન માગી ન શકો ? “ . મિ. શાહ જરા ભાવુક થઇ ગયો.
” જરુર નથી, થોડુંક નિવૃત જીવન માણવું છે, ઘરની બાજુમાં ખેતરો છે, તેમાં વોકીંગ સ્ટીક લઇને મોર્નિંગ વોક કરવું છે. સન્યાસ આશ્રમમાં જઇને સ્વામિ શ્રી ચિન્મયાનંદજીનાં પ્રવચનો સાંભળવા છે. મિ. શાહ, તમે લોકો મને વિદાય સમારંભમાં શું ગિફ્ટ આપશો ?” મજાકી મૂડમાં શુક્લજીએ કહ્યું. પછી હસતાં હસતાં કહ્યું , ” મિ. શાહ, હું તો મજાક કરું છું, આ પોસ્ટની સર્વિસે મને ઘણું બધું આપ્યું છે, મારો પી.એફ, ગ્રેજ્યુઇટી આ બધું પુરતું છે મારી નિવૃત જિંદગી માટે, હા, ક્યારેક ઓફિસે આવી ચડું તો થોડી વાર બેસવા એકાદ ખુરશી આપજો. હું જુની ફાઇલો ખોલીને સેવિંગ-સર્ટીફીકેટોના દસ્તાવેજોમાં મારી સીગ્નેચરો જોઇશ. બસ એક દિકરી ભગવાને આપી છે, તેને સારા ઘરે વળાવી દઉં એટલે હળવા ફૂલ !”
૩૦ મી જુને રિટાયરમેન્ટ લેટર લઇને બપોરે મુકુંદ રાય શુક્લ ઘરે આવ્યા, આ રીતે બપોરે ઘરે આવવાની ટેવ ન હતી, તડકો થોડો વધારે પીળો લાગતો હતો. ૫૮ વર્ષની સર્વિસનો થાક જાણે આજે જ જણાતો હતો. એકાદ વર્ષથી થોડો બી.પી.નો પ્રોબ્લેમ હતો પણ મુકુંદ રાય શુક્લે ગોલ્ડન ફ્રેમનાં ચશ્મા પાછળથી હંમેશની જેમ હસતા હસતા તેને ગણકાર્યો ન હતો. ઘરે આવી શર્ટ ઉતારતા શુક્લજીએ પત્નિને કહ્યું ” તને ખબર છે ? આપણા કુટુંબમાં હું એક જ એવો છું જેણે નોકરીનો સમય પુરો કર્યો હોય, કાકાને બે વર્ષની વાર હતીને એટેક આવ્યો હતો, શાંતી કાકાના ચિનુને એક્સીડેન્ટ થઇ ગયો હતો “. પત્નિએ કહ્યું ” આ બધું અત્યારે યાદ કરવાની શી જરુર ? હવે આપણી છોકરી વર્ષાનું વિચારો ” શુક્લજીએ કહ્યું ” તું ખરું કહે છે, આ એક જ કામ બાકી રહી ગયું છે, બાકી જીવનમાં શાંતિ અને સંતોષ હંમેશા રહ્યાં છે, એથી વિષેશ શું જોઇએ ? ખરુને ? હવે એક અઠવાડીયું એકદમ આરામ કરવો છે, કોઇ જ ટેનશન નહીં, કોઇ જ દોડાદોડી નહીં, ”
એક દિવસ શુક્લજીએ બધાને પત્રો લખવામાં ગાળ્યો. ચિ. ભકુને , રાજમાન રાજેશ્રી તખુભાને, ભાણી ગીતાને, કાકાના દિકરા કાંન્તિને વિગેરે વિગેરે…”આજથી હું રિટાયર્ડ થયો છું, તમારી બધાની કાયમ ફરિયાદ રહેતી કે ક્યારેય સમય લઇને આવતાજ નથી, એકાદ અઠવાડીયું ક્યારેય રોકાયાનથી, હવે બસ સમય જ સમય છે “. બે ત્રણ દિવસ પછી શુક્લજીએ પત્નિને કહ્યું “ ક્યારેક થોડાક ચક્કર આવતા હોય તેવું લાગે છે ” પત્નિએ મજાકમાં કહ્યું, ” હવે તો કબુલ કરો કે તમે ઘરડા થયા છો ! કાલે આપણા ડોક્ટર દેસાઇને બતાવી આવો, ઘણા દિવસ પછી ઘરે રહ્યા એટલે એવું લાગતું હશે.” ડો. દેસાઇએ કહ્યું ” શુક્લજી તમે બધી જ બાબતમાં એકદમ પર્ટીક્યુલર અને તબિયત વિષે કેમ આટલા બેદરકાર છો ? તમારુ બી.પી ઘણું વધારે છે, તમે એક વાર બધું ચેક-અપ કરાવીલો ” શુક્લજી ફરી એજ મજાકી મૂડમાં ” શું દેસાઇ સાહેબ તમે પણ ચાલુ થઇ ગયા ? ઠીક છે તમે કહો છો તો જોઇ લઇએ “.
તે રાત્રે શુક્લજી પડખું ફરવા ગયા અને પલંગ પરથી નીચે પડી ગયા, પત્ની અને દિકરી એકદમ જાગી ગયાં, અચાનક શું થયું ? જરા હેબતાઇ ગયાં, શુક્લજીને પેરેલિસીસનો એટેક આવ્યો હતો, અડધું શરીર ખોટું પડી ગયું હતું, દિકરી વર્ષાએ ફોન કરીને પડોશમાંથી દયાશંકર કાકા અને માણેક લાલને બોલાવી અને શુક્લજીને સિવીલ હોસ્પિટલમાં એડમિટ કર્યા, સવારે ડોક્ટરોએ બધું ચેક-અપ કર્યું અને દિકરી વર્ષાને બોલાવી ” બેટા કોઇ વડીલને લઇને મારી કેબીનમાં આવ ” વર્ષાએ કહ્યું ” ડો. સાહેબ, વાંધો નહીં જે કહેવું હોય તે મને જ કહો, હું પણ મેડિકલના છેલ્લા વર્ષમાં છું ” ડોકટરે કહ્યું “બેટા ઇમ્પ્રુવમેન્ટનો કોઇ ચાન્સ નથી, મેડીકલ સ્ટુડંટ છું એટલે તને હાઇ બી.પી અને તેના કોમ્પ્લિકેશન્સ ખબર જ હશે , We have to wait only till…….In other way what ever time we got extended from God will be useless.” વર્ષા માટે આ સમાચાર આઘાત જનક હતાં. બિજે દિવસે પોસ્ટ-ઓફિસનો આખો સ્ટાફ શુક્લજીની ખબર કાઢવા સિવીલ હોસ્પિટલમાં આવી ગયો. મિ. શાહ વધારે ભાવુક હ્રદયે ઉભો હતો. તે શુક્લજીનો નિશ્ચેતન હાથ જોઇ રહ્યો હતો, તે હાથેથી કરેલી તેમની સિગ્નેચરો યાદ કરી રહ્યો હતો. મનમાં વિચારતો હતો ” મેં શુક્લજીને એકાદ વર્ષ માટે એકસ્ટેનશનની વાત કરેલી………
બ્લોગ-૫૫
શ્રી દિનકરભાઈ,
સંવેદનાથી ભરીભરી વાર્તા.
એ વખતે ‘ચાંદની’ દ્વારા નવા લેખકો વાર્તા લખવા મથામણ કરતા.
1980 થી 1984 દરમ્યાન મારી પણ કેટલીક વાર્તાઓ ‘ચાંદની’માં પ્રગટ થયેલી. શ્રી જોગી સાહેબ હંમેશા પ્રોત્સાહન આપતા. ખૂબજ ભલા અને સાદા માણસ. બેત્રણ વખત મળવાનું પણ થયેલું. એમના પત્રો છે.પણ જૂના અંકો નથી.
ચોટદાર ….કરુણ અંત…
સંવેદનશીલતાથી ભરેલ વાર્તા. એક નાની વાર્તા પાંચ મિનિટ માં એક સિરિયલ ના એપિસોડ કરતા પણ વધારે અસરકારક હોઇ શકે છે તેનુ આ ઉદાહરણ છે. નાની વાતમાં આટલો બધો ભાવ ભરવો એ તમારા જેવા ઘડાયેલા લેખકોનુ જ કામ! અભિનંદન!
Thanks for sharing the story.
Dinkarbhai..
Waaaaaaaaaaaaaaaaaaaaah!..
Yaad aave che.. Reliance.. SDS3 and night shifts? Gujarati Sahitya ni vato ane charchao?
My cousin sent me a website, mavjibhai.com.. and I was going through it. When I searched for that site again.. accidentally I found Harsukh Thanki Blog page.. I posted on his page.. about Reliance, you, me and him, Jansatta press, met Adil Mansuri behind Rupali Cinema.. etc. I forgot the name Chandni.. but I still remembered your Short story Extension.. So.. you never wrote again after you went to Patalganga ? Wow.. almost 27-29 years gone by..
I am here in USA..Atlanta GA for last 20 years. Did my computers here..( I was oldest person in the class.. but I beat all them.) Now… working as Network Engineer in AT&T..I still miss reliance.. ( reliance bahu yaad aaave che.)
I asked Harsukhbhai.. that how to contact you.. and I was going through his blogs and comments and I found your name.. Dinkar.. and you said you have your own Blog and name is bhattji.. then I was sure it must be you..
glad to find you finally…
Pachi vato kari shun Shanti thee..I hope you read this today… asap..and reply me at the earliest..
Regards..
કમલેશ….!