મારો મિત્ર થાનકી હાલ જર્મનીની ટૂર પર છે. ત્યાં જોવા લાયક સ્થળોની મુલાકાત લઇ પછી લેખ અને સુંદર તસ્વીરો બ્લોગમાં મૂકે છે. મે તેને કોમેન્ટ લખેલી કે “
બર્લિનની ઐતિહાસીક દિવાલ જોવા જરૂર જજે,માનવીય ભાવનાઓને કચડીને ત્યારના શાસકોએ બર્બતાનો કેવો પરચો આપ્યો હતો ? તે અનુભવ, તે દિવાલની પાસે ઉભો રહીને કરજે.” તેને જવાબમાં જણાવેલ કે “બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના બે ભાગ પાડતી બર્લિનની દીવાલ પણ હવે ઇતિહાસ બની ચૂકી છે. લગભગ ૨૫ વર્ષ જર્મનોને આ દીવાલે જુદા પાડી રાખ્યા હતા, પણ અંતે ડાંગે માર્યાં પાણી જુદાં ન પડે તેમ પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચેની દીવાલનો ૧૯૮૯ના ડિસેમ્બરમાં ધ્વંસ કરી દેવાયો હતો અને જર્મની એક થઈ ગયું છે. આજે જ્યાં દીવાલ હતી ત્યાં માત્ર એક સ્મારક છે.
“
વિભાજનની ભાગલાવાદી માનસીકતા માનવીય ભાવનાઓ પર કેવો કુઠરાઘાત કરે છે? તે આજે પણ જોવા મળે છે.ભારત પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે સરહદ ક્યા ક્યા ગામડાઓ અને શહેરો વચ્ચેથી નક્કી થશે તેની દહેશતમાં લોકો છ છ મહિનાઓ સુધી સુતા ન હતાં. અને આજેય સરહદની L.O.C. લાઇન પર આવેલા ગામડાઓ ભારત પાકિસ્તાન વચ્ચે એવી રીતે વહેચાયા છે કે, કાકા, દાદાના, ભાઇ બહેનના કે દિકરી દીધેલી છે તેનું સાસરુ, એકા એક બે દેશ વચ્ચે વહેંચાઇ ગયા હતા. તેઓ એક બે કિલોમીટરના અંતરે એક બીજાને દૂરથી જોતા રહે છે, આજે તો મોબાઇલની વ્યવસ્થા તેમને કેટલી કામ લાગે છે તે ખબર નહીં પણ એટ્લું ચોક્ક્સ છે કે એક બે કિલોમીટરની દૂરી તેમના માટે તો ૭૦૦ થી ૮૦૦ કિલોમીટરની થાય. પાસપોર્ટ અને વિઝાની પળોજણ માંથી પસાર થયા પછી વાઘા બોર્ડરથી એક બીજાના દેશમાં પ્રવેશ મળે ત્યારે મળવાનો મેળ પડે. ક્યારેક આ ક્પરી માનસિક પરિસ્થીતીનો વિચાર કરી જોજો, એક વાર કંપારી જરુર આવી જશે.
હિન્દી સાહિત્યમાં જેનુ નામ મોખરે છે તે સહાદત હસન મંટોએ ભારત પાકિસ્તાનના વિભાજન ઉપર ઘણી વાર્તાઓ લખેલી જે વિશ્વ સાહિત્યની કક્ષાએ શ્રેષ્ટ ગણાય છે. સહાદત હસન મંટો વિભાજન પહેલા મુંબઇના શુક્લાજી સ્ટ્રીટ જેવા બદનામ વિસ્તારમાં રહેલા અને ત્યાંની બદનામ વસ્તી પર ઘણી વાર્તાઓ લખેલી વિભાજન પછી પાકિસ્તાનમાં ગયા અને ત્યાંજ બહુ દયાજનક સ્થિતીમાં તેમનું મૃત્યુ થયું હતું. વિભાજન ઉપર લખેલી એક વાર્તા “ ટોબા ટેક સીંહ “ ખૂબજ અસરકારક રહેલી, આજે પણ આ વાર્તા એટલી ધારદાર લાગે છે. તેનો ભાવાંશ રજુ કરવાની ઇચ્છાને રોકી નથી શકતો.
મન્ટોએ એક વાર્તામાં એવો કટાક્ષ મૂકેલો જે આજે પણ યાદ આવે છે “ दंगो के बाद बोम्बेकी गलीओमे महीनो तक लाशे पडी रही , धरम नामका मांस गीदडॊ और गीधोने नोच लीया था और पहेचानना मुश्कील था, की लाश हिन्दूकी है या मुसलमानकी । ……
“ ટોબા ટેક સીંહ “
ભારત પાકિસ્તાનના વિભાજનના બે ત્રણ વર્ષ પછી બન્ને સરકારોને અચાનક ખ્યાલ આવ્યો કે જેમ જેલના કેદીઓની આપ-લે થઇ તેમ પાગલ ખાનાના પાગલોની પણ આપ-લે થવી જોઇએ. જેમના સગા વહાલા હિન્દુસ્તાનમાં હોય તેમને હિન્દુસ્તાનમાં અને જેમના પાકિસ્તાનમાં હોય તેમને પાકિસ્તાનના પાગલ ખાનામાં ફેર બદલ કરવી. લાહોરના એક પાગલ ખાનામાં ક્યાંકથી આ વાત પાગલો પાસે પહોંચી ગઇ અને બધા પાગલોની વચ્ચે ચર્ચાનો આ વિષય બની ગયો. બે વર્ષથી તેમને હિંદુસ્તાન પાકિસ્તાન વિષે કંઇ જ ખબર ન હતી. તેઓ એક બીજાને પોતાની મંદ બુધ્ધિમાં ન ઉતરે તેવી પૂછતાછ કરતા.
એક પાગલ જે સરદારજી હતો તેણે એક મુસલમાન પાગલને પૂછ્યું “ मौलवी साब ,ये पाकिस्तान कौनसी बलाका नाम है ? “ પેલા પાગલે ક્યાંય સુધી માથુ ખંજવાળીને બહુ વિચારીને જવાબ આપ્યો “ पाकिस्तान शायद हिन्दुस्तान की वो जगा का नाम है , जहां उस्तरे बनते है । એક મુસલમાન પાગલ હિન્દુસ્તાન, પાકિસ્તાન, પાકિસ્તાન, હિન્દુસ્તાન બોલતો બોલતો વધારે પાગલ બની ગયો અને એક ઝાડ પર ચડી ગયો, કહેવા લાગ્યો “ मै, न हिन्दुस्तान मे जाउंगा और न पाकिस्तान मे, मै इस पेड पर रहुंगा । “ પહેરેદારો ઘણી મુશ્કેલી પછી તેને સમજાવી શક્યા, તે નીચે ઉતરીને હિન્દુ પાગલોને ભેટીને જોર જોરથી રડવા લાગ્યો, કહેવા લાગ્યો “ अभी आप सब मुझे छोड कर हिन्दुस्तान चले जाओगे, मै अकेला पड जाउंगा । “ બીજા એક બે પાગલોએ તેને સમજાવ્યો “ तुं फिक्र मत कर , ये सब कोइ पागलोकी साजीस है । हम जब अस्पतालमें आये तब ये जगा हिन्दुस्तान थी अब एका एक पाकिस्तान कैसे बन गइ ? “ એક પાગલ પોતાને ખુદા માનતો હતો તેને જ્યારે કોઇ પાગલ પાકિસ્તાન વિષે પૂછતો ત્યારે તે કહેતો “ अभी हमने हूकुम नहीं दीया, अभी हमारे पास हूकुम की लंबी लिस्ट है । એક પાગલ સરદારજી, તેનું નામ તો બિશન સિંહ હતું પણ બધા પાગલો તેને ટોબા ટેક સિંહ કહીને બોલાવતા. કારણ કે તેને મળવા આવવા વાળા લગભગ આ નામ વાળા ગામેથી આવતા, આ ગામનું નામ ઘણું વિચીત્ર અને અજાણ્યું હતું.
વોર્ડમેન અને પહેરેદારોનું કહેવું હતું કે “આ સરદારજીને પંદર વર્ષ પહેલા તેના કુટુંબીઓ મૂકી ગયા હતા, જ્યારથી આવ્યો હતો ત્યારથી અમે કોઇ દિવસ તેને બેઠેલો કે સુતેલો જોયો નથી, રાત હોય કે દિવસ તે સૂતો જ નથી, ક્યારેક થાકે તો દિવાલને ટેકો દઇને શાંત ઉભો રહે છે, એટલે તો તેના પગની પીંડીઓ કાયમ સૂજેલી જ રહે છે.” લગભગ તે લાહોર કે સિયાલકોટનો મોટો જમીનદાર હતો.અચાનક તેનું ક્યા કારણથી છટકી ગયું ? તે કોઇને ખબર ન હતી. એક, એક અઠવાડીયા સુધી તે નહાતો નહીં, ક્યારેક તે વહેલો પરોઢે નાહી લેતો અને વાળમાં તેલ-બેલ નાખીને તૈયાર થતો ત્યારે જરુર કોઇને કોઇ તેને મળવા આવતું, કોઇ અજીબ રીતે તેની છઠ્ઠી ઇંન્દ્રીય તેને જાણ કરતી હોય તેવું લાગતું. તે કંઇક અજીબ અને ન સમજાય તેવું બડ બડ કરતો રહેતો. “ ओपड दी गड गड, दी एनेक्स , मुं ग दी डाल ओफ दी लालटेन “ કોઇ રિશ્તેદાર મળવા આવે તો ચુપચાપ ઉભો રહેતો, એ લોકો જાય પછી તેની બડબડ ચાલુ થઇ જતી “ “ ओपड दी गड गड, दी एनेक्स दी ……… “ ક્યારેક કોઇ બીજો પાગલ તેને ભારત પાકિસ્તાન વિષે પૂછે તો જવાબ મળતો “ ऒपड दी गड गड, मुंग दी डाल एन्ड दी टोबा टेक सीह गवरमेन्ट । “
ભારત પાકિસ્તાનના વિભાજન પછી તેને કોઇ મળવા આવ્યું ન હતું , તેને થતું કે કોઇ મળવા આવશે તો પુછીશ “ टोबा टेक सीह किधर आया ? हिन्दुस्तान में या पाकिस्तान में ? “ અને અંતે પાગલોની અદલા બદલી માટે નક્કી કરેલો દિવસ આવી ગયો. લાહોરના પાગલ ખાનામાં જે પાગલોને હિન્દુસ્તાન મોકલવાના હતા તેમને પરાણે ધક્કા મારી મારીને પહેરેદારોએ વાનમાં ચડાવ્યા. તેઓ જવા તૈયાર ન હતાં અને જોર જોરથી બૂમો પાડી ને કહેતા હતાં “ हम तो हिन्दुस्तान में ही है, साले हम लोग पागल है कि तुम लोग ? “ મહા પરાણે તેમને વાનમાં બેસાડ્યા. વાન બરાબર પાકિસ્તાનની સરહદની લાઇન પર ઉભી રાખીને બધા પાગલોને સામે દેખાતી હિન્દુસ્તાનની સરહદ સુધી પહોંચડવાના હતાં. થોડાક મીટરનો ફાસલો ચાલીને જવું પડે. પાગલોએ ફરી ભાગમદોડ શરુ કરી દીધી હતી. પહેરેદારો એક એક પાગલની પાછળ દોડીને પકડવાનો પ્રયત્ન કરતા હતાં. એક પહેરેદારનું ધ્યાન ટોબાટેક સીંહ તરફ ગયું . તે બન્ને દેશની સરહદની બરાબર વચ્ચે બેસી પડ્યો હતો, પંદર પંદર વર્ષથી જે માણસ કદી બેઠો ન હતો, કદી સૂતો ન હતો, તે આજે તે જગ્યાએ સૂઇ ગયો હતો. કદાચ તે કાયમ માટે સૂઇ ગયો હતો.
ટોબાટેક સીંહ જે જગ્યાએ સદાને માટે સૂઇ ગયો હતો તે જગ્યા બન્ને સરહદની વચ્ચેની જગ્યા હતી. તે જગ્યા ન હિન્દુસ્તાન હતી કે ન પાકિસ્તાન….
( બ્લોગ-૫૮ )
સરહદ અને વિભાજનના કુઠારાઘાત સરસ આલેખ્યાં છે.
ટોબા ટેકસીંહ આ કથાનક પર વર્શો પહેલા દુરદર્શન પર એક કથા જોઇ હોવાનું યાદ છે અને રહી વાત સરહદ ની તો આજે પણ કચ્છના ઘણા પરીવારો સરહદની પેલે પારના સબંધોથી જોડાયા છે
ટોબા ટેક સિંહની વાત ભલે વાર્તા હોય પણ સત્યની ઘણી નજીક લાગી. સંવાદો પણ હૃદયંગમ અને ચોટદાર લાગ્યા. વાંચતા આપણને સહજ પ્રશ્ન થાય કે પાગલ કોણ – એ લોકો કે આ સમજુઓ જેમણે વિભાજન કર્યું.
પરંતુ તે સમયની વાસ્તવિકતાની અવગણના પણ ન કરી શકાય. એ તો લોહપુરુષ સરદાર ન હોત તો આ વિભાજન અને રજવાડાંઓનું એકત્રીકરણ કાયમનું શિરદર્દ બની જાત. એક કાશ્મીરની સમસ્યા હજી પણ ભારતની શિરોવેદના થયેલી છે તો પછી મુલ્કના ભાગલા તો શું કરત ….
બાજપાઈએ લાહોરમાં કહેલું તે યાદ આવે છે .. આપણે આપણી ભૂગોળ બદલી નહીં શકીએ પણ ઈતિહાસ અવશ્ય બદલી શકીએ. નવી પેઢીના હાથમાં એ સુવર્ણ તક છે… જોઈએ એ સૂરજ ક્યારે ઊગે છે.
સુંદર લેખ. તમારા લેખો હંમેશા તાજગીભર્યા હોય છે. આ લેખ પણ અપવાદ નથી.