ઘણા સમય પછી છંદમાં લખવાની હિંમત કરી રહ્યો છું ( બહુ જુની રચનાને છંદમાં મઠારી છે ) બે જાતના અનુભવ થયા, એક તો કિશોરાવસ્થા યાદ આવી ગઇ, મારા પિતાજી મને અમારા ગામના કુવામાં તરતા શીખડાવતા હતા ત્યારે કુવામાં ધક્કો મારતા, પછી પાછળ પોતે પણ આવતા, પણ તે વખતે દિલમાં જે ધક્ક ધક્ક થતું, એવો અનુભવ થાયો ( પંચમજી સંભાળી લેશે ). બીજો અનુભવ એવો થયો જાણે ઘરમાં થોડુંક રિનોવેશન કરીએ પછી નવો રુમ કેવો મજાનો લાગે તેવું- આભાર ( જો સફળ રહીશ તો જુની ઘણી રચનાઓ છે, તેને અજમાવીશ )
તા. ૪-૧-૧૯૭૭
દર્પણ

છે ધરા પર તોય ઉંચે આંબતુ એ આભ દર્પણ ,
આ ધરાનું રુપ ચાંદી, ચાંદનો ચળકાટ દર્પણ.
વ્હેંત સરખું છે છતાં, આખા જગતનું ઘાટ દર્પણ.
રુપ છલકે જ્યોત સરખું, જ્યોતની છે વાટ દર્પણ.
છે અધુરૂ રુપ તોયે રુપનું આવાસ દર્પણ.
મેઘ વરસે રુપ તરસે, આજ તિરથધામ દર્પણ.
એકલા એકાંતમાં કહી દે અદાની વાત દર્પણ.
દે જવાની હાથતાળી, છે નર્યું આભાસ દર્પણ.
માનવીના મન સરીખું, વાત સૌ કહી જાય દર્પણ.

છંદ વિધાન : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
બ્લોગ-૬૦
રચના બિલકુલ બરાબર છંદમાં છે. ‘છંદમાં લખવાની હિંમત’ જેવી ફડક રાખવા જેવું જરાય નથી. જૂની રચનાઓ ખોદી કાઢો, જરૂર લાગે તો મઠારો, બ્લૉગ પર પ્રકાશિત કરો અને અમારા સુધી પહોંચાડો.
રચનાનું બંઘારણ અને બાની બન્ને ગઝલના છે. જો કે અહીં 9 મિસરા પોતે જ 9 બને શેર છે એ આ રચનાની વિશેષતા છે.
khub j saras
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
દિનકરભાઈ,
છે ધરા પર તોય ઉંચે આંબતુ એ આભ દર્પણ,
આ ધરાનું રુપ ચાંદી, ચાંદનો ચળકાટ દર્પણ.
ખુબ સરસ.
સુંદર રચના … અત્યાર સુધી હતું કે તમે તો ગદ્યના માણસ પણ આજે આ વાંચી થયું … તમે તો ઓલ રાઉન્ડર છો … હવે તમારી બીજી રચનાઓને ક્યારે મઠારો છો ???
very nice….. uncle !!