ઉમરનો તકાજો દરેકના જીવનમાં ભાગ ભજવે છે , એક કાવ્ય સંગ્રહ પર નજર નાખી, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી, અમૃત ઘાયલ અને બીજા આપણા ઘણા બધા પ્યારા કવિઓની રચનાઓમાં આવેગો,સંવેદનાઓ અને લાગણીઓની ઝલક મળે છે. આમ જુઓતો લાગણી સાથે સચ્ચાઇ સોએ સો ટકા જોડાયેલી હોય છે એટલે તેનો આદર કરવો એવું મને લાગે છે. અત્યારની ઉંમરને હિસાબે કદાચ આ લાગણીઓ વાહીયાત અને હસવા જેવી લાગે પણ આ સંવેદનાઓની સાથે એક વાર જીવ્યા છીએ તે કેમ ભૂલાય ! આ રચના તા- ૫-૮-૧૯૭૭ માં રચી હતી, છંદનું કોઇ ભાન હતું નહીં. હવે તેને છંદમાં મઠારી અને જ્યાં થોડુંક ખુટતુ હતું તેવું લાગ્યુ ત્યાં ઉમેરો કર્યો છે.
અમારી જાત પર અમને ભરોસો કોઇ દિ નોતો,
અને ક્યાંથી કરી બેઠા, નકામો વ્હેમ આ ખોટો.
શમાને રોજનું બળવું,ને બળતા રોજ પરવાના,
તમારે રોજનું હસવું, પછી થાવું ઝટ રવાના.
તમેતો નેણની ધારે અમારા પર જુલમ કરતા,
તમારી ટેવ હસવાની, અમે મજનું બની ફરતા.
ચડી યૌવન અટારીએ, કરો છો ડોળ પણ શાણો,
તમારુ દિલ કટારી છે, તમે શું પ્રેમને જાણો.
બ્લોગ-૬૪
અમારી જાત પર અમને ભરોસો કોઇ દિ નોતો,
અને ક્યાંથી કરી બેઠા, નકામો વ્હેમ આ ખોટો.
wah janab
ચારે ચાર બંધનો ભાવ સ્પર્શી જાય એવો છે.
ગઝલનો મિજાજ છે અને ગીત/ઊર્મિકાવ્ય જેવું સ્વરૂપ છે.
લગાગાગા ના ચાર આવર્તનોવાળો આ ભાવને અનુરૂપ છંદ પણ ખાસ્સી એવી સફાઈથી વાપર્યો છે.
***
ઝટ રવાના – ગાલગાગા થશે. તમે ઝ-ટર-વા-ના કરી લગાગાગા લીધું છે તે સમજાયું પણ એનાથી સ્વાભાવિક લય /રવાની તૂટે છે. પણ સમર્થ કવિ આ સમજણ સાથે આવો દોષ વહોરીને પણ અર્થને આગળ છે- રવાની ને ગૌણ ગણે છે.
બળતા રોજ પરવાના – એક લઘુ ખૂટે છે. (ને બળતા રોજ પરવાન- કરશો તો -ને- ને લઘુ તરીકે લઈ શકાશે).
આજ રીતે
જુલમ કર્યો માં કર્યો – લગા થશે. જોડાક્ષરોમાં જો પાછલો જોડાક્ષર હળવો ઉચ્ચાર આપતો હોય તો આગળના અક્ષરને થડકો લાગતો નથી અને તે લઘુ જ રહે છે. આ હિસાબે મળ્યા/બન્યા/અડ્યા જેવા શબ્દોનું માપ લગા થાય જ્યારે શબ્દ/અર્થ/અન્ય/વૃધ્ધ જેવા શબ્દો ગાલ માપમાં આવે.
ઉદ્યોગ/વિગ્નાન/સન્યાસ જેવા શબ્દો ગાગાલ માપમાં આવશે.
અમારા પર જુલમ કર્યો, – (અમારા પર જુલમ કરતા)
અને હું મજનું બની ફર્યો- (અમે મજનું બની ફરતા)
ચડી યૌવન અટારીએ, કરો છો ડોળ પણ શાણો,
તમારુ દિલ કટારી છે, તમે શું પ્રેમને જાણો.
વાહ દિનકરભાઈ, મજાની વાત કહી. ધીરે ધીરે જૂનો ખજાનો કાઢતા રહો.
saras…
maja avi !!