
વરસાદની અછત અને દુષ્કાળથી બચવા માટે એક ગામમાં મેઘરાજા અને ઇશ્વરને મનાવવા ગામનાં મેદાનમાં પ્રાથનાનું આયોજન કરવામાં આવ્યું. આખું ગામ ભેગું થયું હતું. ફક્ત એક નાનકડો છોકરો છત્રી લઇને આવ્યો હતો. આને કહેવાય આસ્થા,આત્મવિશ્વાસ ( Self-Confidence )
જોકે આ વાત એક ઘડી કાઢેલો સુવિચાર છે, પણ આપણે જેને આસ્થા કહીએ છીએ, તે આસ્થાના લેવલ વિષે, આસ્થાની ગુણવત્તા (Quality ) વિષે સિધી શંકા વ્યક્ત કરતો પ્રહાર છે. આત્માને ઢંઢોળતો એક ચાબખો છે. જે જે વાતો આપણા વશમાં નથી, જ્યાં જ્યાં આપણે આત્મ સમર્પણ કરીને ઇશ્વર જેવી સત્તા કે સુપ્રીમ પાવરને હવાલે થઇ જઇ છીએ, તે ક્ષણ પછી, આપણે તે જ આસ્થાને ઓસરતી નબળી પડતી અને છીછરી થઇ જતી અનુભવીએ છીએ, એટલું જ નહીં ધીરે ધીરે તેને સ્વિકારતા પણ થઇ જઇએ છીએ. અને તે આસ્થા અનાસ્થામાં ક્યારે પરિવર્તીત થઇ જાય છે અને ક્ષુદ્ર રુપ ધારણ કરી લેછે તેની આપણને ખબર પણ પડતી નથી.
કહેવા ખાતર આપણે કહી દઇએ છીએ કે ઉપરવાળાની ઇચ્છા વગર પાંદડુય હલતું નથી. તેમ છતાં આપણે કાળા અને લીલા પીળા ડગલા પહેરેલા જ્યોતિષિઓ પાછળ દોટ મૂકીએ છીએ, વાસ્તુ શાસ્ત્રીઓ અને લાલપીળા ધાગા બાંધી દેનારા તીક્ડમબાજોને ઇશ્વરથીયે આગળ સમજી અને તેમની પાછળ આંટાં-ફેરા કરીએ છીએ. આનાથી વધારે અનાસ્થાના બીજા ક્યા દખલાઓ હોઇ શકે ?
આજ કાલ ટી.વી ચેનલો ઉપર રાત્રે ૧૦ વાગ્યા પછી કમજોર આસ્થા વાળા કમજોર અને નબળા મન વાળા લોકો માટે આવા તીકડમબાજો હાજર થઇ જાય છે. એક સફેદ અને કાળી ટ્રિમ કરેલી દાઢી વાળો અને શેમ્પુ કરેલા રેશમી વાળ વાળો તીકડમબાજ તમારી રાશીઓના નામ લઇને ચાલુ થઇજાય છે. એક લાંબાવાળ વાળો બુરી નજરથી બચવા તાવીજો લઇને હાજર થઇ જાય છે. એક સુંદર મોડેલ ગર્લ જેવી લાગતી માનુની બાર ગર્લ જેવા કપડામાં પહેરીને ટી.વી. ચેનલ પર આવે છે અને કોડા કોડીના ખેલ ખેલી અને તમારા જિંદગીના સુખ દુ:ખો બતાવવા લાગે છે. આ બધા અનાસ્થાના ભરપૂર દાખલાઓ છે. એક બાજુ ટી.વી. ચેનલ વાળા ઢોગી અને ધુતારાઓ અને તાંત્રીકોને ખુલ્લા પાડવાનો દાવો કરે છે અને બીજી બાજુ તે જ ચેનલ વાળાઓ રાત્રે ૧૦ વાગ્યા પછી તમારી આસ્થા અનાસ્થાનો લાભ લઈ આવા જ ધુતારાઓને લાવી વેપલો કરે છે. કોને આસ્થા કહેશો કોને આનાસ્થા ? શેર બજારની જેમ ભગવાનોની મારકેટ ઉપર નીચે થતી રહે છે. ક્યારેક તીરુપતી તો ક્યારેક સાંઇબાબા ક્યારેક લાલબાગના રાજા..
વરસાદની અછત માટે જો ઇશ્વરને પ્રાર્થના કરવાનું આયોજન હોય તો શહેરનો એક એક વ્યક્તિ પેલા બાળકની જેમ આસ્થા સાથે જો છત્રી લઇને આવે તો મને લાગે છે કે વરસાદ અચૂક આવે જ. કદાચ ઇશ્વર આપણી અનાસ્થાને પારખી ગયો છે. આપણું જુઠાપણું જાણી ગયો છે. એકાદ લાખ રુપિયાની તાતી જરુરત ઉભી થઇ હોય ત્યારે મંદિરમાં ઇશ્વરને અરજ કરવા જતો માણસ થેલો લઇ ને જતાં જોયો છે ? કારણ કે આસ્થા ઘણી છીછરા સ્તરે હોય છે. માનો કે ન માનો હું તો આને અનાસ્થા જ કહું છું. નરસિંહ મહેતાએ પુરી આસ્થા સાથે અરજ કરીને ગાયું હશે “ મારી હુંડી સ્વિકારો મહારાજ રે, શામળા ગીરધારી “ અને શામળો, શામળશા શેઠ બનીને હાજર થયો હશે, આ દાખલો કદાચ બન્યો હશે તો તે સાચી આસ્થાનો હશે.
એક જુની રચના મઠારવાની કોશીષ કરી છે.
ન માંગુ હવે કૈં હું તારા કને,
અમારો ભરોસો તને ક્યાં હવે !
પંગુને દઇ દે તું ચરણો ભલે,
ઢગો રેતના હું ચડું નૈ હવે.
હતો બોલકો હું તુજથી ઘણો,
કદી મૌન હોઠો ખુલે નૈ હવે.
અગર વાત છે કોઇ આસ્થા તણી,
ફરી એક ફેરો કરી જા હવે.
અમારી જ વાતો કરી છે તને
મને વાત તારી કરી જા હવે (સ્વરચિત)
બ્લોગ- ૬૫
very good u say,astha vagar jivan jivay 6,mate sachhi astha lavavi ke rakhavi jove, joyu ne aana mate pan prayatna karvo pade chhe.
અમેરિકામાં રજૂ થનારા ભારતીય ચેનલોના ઘણાં પ્રોગામો કહેવાતા બાબા, જ્યોતીષો કે પંડિતો સ્પોન્સર કરે છે. એ પૈસાથી જે ચેનલોનું ભોજન બનતું હોય તેમાંથી ઓડકાર પણ તેવો જ આવે. ખરું ને ?
વળી જેઓ પૈસા લઈને લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો દાવો કરતા હોય તેઓ ખરેખર તો ભોળી જનતા પાસેથી પૈસા પડાવી પોતાની આર્થિક મુશ્કેલી દુર કરી રહ્યા છે તેવું સમજી જનારા શાણા માણસો પણ કેટલા છે ? એટલે જ આ બધું ચાલ્યા કરવાનું. જ્યાં સુધી લોભ અને ભય માણસમાં છે ત્યાં સુધી આ બધાના રોટલા શેકાતા રહેવાના.
આસ્થા પરનું વિશ્લેષણ મઝાનું છે.
વિચારશીલ કવિતા લેખ સાથે બરાબર બંધ બેસે છે.
લગાગા લગાગા લગાગા લગા છંદનું સરસ સંગીત અનુભવાય છે. પંગુવાળી પંક્તિમાં -પંગુને- (ગાલગા) માપમાં છે જેથી ઉપાડ થોડો ખોડંગાય છે- જોકે પંચમાત્રિક વજન સચવાય છે. પણ રચનાના મૂળ તત્વ અને અર્થ સામે આ નજીવી બાબત બહુ મહત્વની નથી.
અમારી જ વાતો કરી છે તને
મને વાત તારી કરી જા હવે
saras sorry haal ma gujarati nathi lakhi shakato
નકામા ના હવે કરશો, પુરાણું યુધ્ધ શબ્દોથી,
અમારા સૈન્યમાં સૌના, હજુ હથીયાર ખુલ્લા છે.
I liked this gazal very much.તો બોલકો હું તુજથી ઘણો,
કદી મૌન હોઠો ખુલે નૈ હવે. wah kyaa bat hai.
I came first time to your blog.Very nice blog.aastha ane vshvasni vat gami.
Sapana
દિનકરભાઈ, છેલા બે મહિના મેં પણ કમ્પ્યુટર અને નેટની સમસ્યાનો સામનો કર્યો. આજે તમારા બ્લોગને મન ભરીને માણું છું.
આપણાં જ વડીલો અને સ્વજનો કે જે આપણાથી વિશેષ ભાવભક્તિવાળા જણાતાં હોય એ લોકો જ નાની મોટી સમસ્યા વખતે પોતે જ તરણાં પકડવાના રસ્તા અપનાવે છે ત્યારે દુ:ખ થાય છે. ઠાકોરજીને પૂજાની પેટીમાં જ રાખવામાં આવે છે . હૈયામાં રાખવાની વાત તેમને અઘરી લાગે છે.
કબીર ,મીરા,નરસિંહ મહેતા કે અખા જેવાંનું સાહિત્ય ઉપલબ્ધ ન હોત તો એ લોકોની પણ સોનાની મૂર્તિઓ સ્થાપાઈ ગઈ હોત!