( ઇન્ટરનેટ પ્રોબ્લેમને લીધે દિપાવલીની શુભેચ્છા પાઠવવા માટે ઘણો મોડો છું, દરગુજર કરશો )
જિંદગી
ધૂપની જેમ જિંદગી બળ્યા કરે,
રૂપ જાણે રાખ થઇ, ખર્યા કરે.
સમયનો કાંટો ભલે આગળ ધસે,
ઊંટ જેવો થઇ, અતીત ચર્યા કરે.
રોજ સોનાની ભરી તાસક,રવિ,
એક દિ ઓછો કરી, ધર્યા કરે.
જેટલા પક્ષી ઉડાડું યાદ ના,
સૌ નગર માથે મળી, ફર્યા કરે.
ઉટકો લોટો હવે અભરાઇનો,
તો, દિવાળી હોય એવું થયા કરે. – સ્વરચિત
ते हिनो दिवसा गता..વિતી ગયેલા દિવસો કદી પાછા આવતા નથી,આજ દિવાળી કાલ દિવાળી ….આ વાક્ય અમે નાનપણમાં બોલતા પછી આગળ જે બોલતા તે લખાય તેવું નથી. પણ આજે વિચાર કરું છું તો લાગે છે કે ઘણી બધી દિવાળીઓ જતી રહી ! અચાનક મને મારા ગામની દિવાળી યાદ આવી ગઇ. જે યાદ કરતા એમ લાગે છે કે ઘણું બધું જીવાઇ ગયું . ભુતકાળ ગમ્મે તેટલો દુ:ખમાં વિત્યો હોય તોય વાગોળીએ ત્યારે મીઠો લાગે છે.
મારા ગામ લીંબડીના જગદીશ આશ્રમની જાહો જલાલી યાદ આવે, ત્રણ સ્વામીજીઓ, જેમણે ઉંચી આધ્યાત્મિક પ્રવૃતીઓથી આશ્રમને આખા ગામનું શ્રધ્ધા સ્થાન બનાવી દીધો હતો. ભગવાનજી ભાઇની સંગીત સાથેની હરિકથા યાદ આવે .ગૃહસ્થ છતાં ઋષી જેવા લાગતા. સફેદ દાઢી અને સફેદ વાળની જટા જેવી અંબોડી રાખતા ,હાથમાં કરતાલ લઇને હરી-કથા ગાતા,ઘણા સમય પછી ખબર પડેલી કે શ્રી ભગવાનજી ભાઇ લાઠી ગામના હતા. લાઠી એટલે આપણા માનીતા અને જાણીતા કવિ શ્રી કલાપીનું ગામ.શ્રી મોરારી બાપુ પહેલા જો કોઇ કથા સાંભળવામાં રસ પડ્યો હોય તો તે ફક્ત ભગવાનજી ભાઇની હરિકથામાં,
મારા ગામના કર્મકાંડી બ્રાહ્મણો, શુલ્કજીઓ, ગામની ઉભી બજારમાં આવેલી દુકાનો, દયારામ ભાઇ ખત્રી, મોતીભાઇ સોની, અમૂલ ભાઇ દવા વાળા,આ બધાજ પોતાના હોય એમ લાગે. આજે લખીને જેમને યાદ કર્યા છે તેમાંથી કોઇ હૈયાત નથી. ઘણા બધા મિત્રોએ પણ કોઇને કોઇ બહાને અચાનક અધવચ્ચે જ વિદાય લઇલીધી, કારણોના આશ્ચર્યો છોડતા ગયા. ઘણા માનીતા લેખકો અને કવિઓએ પણ એક્ઝીટ લઇ લિધી, ચંદ્રકાન્ત બક્ષી, હરિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, રમેશ પારેખ, આદિલ મન્સુરી, રતીલાલ જોગી અગણીત નામોની યાદી થઇ જાય. વાચકોથી રીસાઇને આખી એક પેઢી જાણે ડેલીના નાના દરવાજેથી એક એક કરીને વિદાય થઇ ગઇ. કાળ ચક્ર રોકાતું નથી એવું ભાન થઇ જાય. વિતેલા દિવસો ફરી ક્યારેય પાછા આવતા નથી.

બ્લોગ- ૬૭
દિનકરભાઈ, નૂતન વર્ષાભિનંદન.
“વર્તમાનને માણવો” એ વાત જરૂર હકારાત્મક છે. પરંતુ સાથે સાથે આ અભરાઈ પરના લોટા ઉટકવાની પણ એક મજા હોય છે.
તમારી સંવેદનાને સો સો સલામ.
Dinubhai (Kaka)
I am writing this from Toronto-Canada.
Life here in canada is different , in the diposable bottle for water and it’s problem to recycle, one has to be really creative to think about “lota” at selve (Aabharai).
wants to write many things but will get “gujarati” font and write and see you soon at “Matrubhumi”.
deepak
Thanks Deepak Kumar I will sent mail also