કાર્લ-માર્ક્સ એક વિચક્ષણ બુધ્ધિનો વિદ્વાન અર્થ-શાસ્ત્રી અને સમાજ-શાસ્ત્રી હતો. તેણે કલ્પેલી શોષણ રહીત અને મુડીવાદના પ્રદુષણોથી મુક્ત એવી અર્થવ્યવસ્થાની વિચાર સરણી લઇને રશિયા, ચીન અને યુરોપમાં ચળવળો ચાલી લેબર પાર્ટીઓ અને રાજકીય પાર્ટીઓ અસ્તિત્વમાં આવી જે Communist Party કહેવાણી ,પાર્ટીના સુત્રધારોને ( Marxist )માર્ક્સવાદી કે ” કોમરેડ” કહેતા. પણ કાર્લ-માર્ક્સ પોતે મજાકમાં કહેતો ” I am not Marxist “
જ્યારે હું M.A કરતો હતો ત્યારે કાર્લ-માર્ક્સ ભણવામાં આવતો, ત્યારથી જ માર્ક્સનો એક સિધ્ધાંત મારા મનમાં વિજ્ઞાનના નિયમોની જેમ જડાઇ ગયો હતો. સામાજીક મનો વિજ્ઞાન અને સમાજ-શાસ્ત્ર પર આ માણસનું ચિંતન ગજબનું હતું.
-પરિવર્તનશીલતાનો તેણે એક સિધ્ધાંન્ત આપ્યો છે.–’ સમાજ વ્યવસ્થાની કોઇ પણ સ્થીતી કાયમ નથી રહેતી, ધીરે ધીરે વિરોધાભાષી પરિબળ નિર્માણ થતું જાય છે. જ્યારે મૂળ સ્થીતી અને વિરોધાભાષી પરિબળ સમાન ભૂમિકા પર આવી જાય છે ત્યારે બન્ને પરિબળ વચ્ચે સંઘર્ષ થાય છે ( તે વૈચારીક, સામાજિક કે કોઇ પણ પ્રકારનો હોય ) તે સંઘર્ષ એટલે ક્રાંતિ. સંઘર્ષના અંતે નિર્માણ થયેલી જે સ્થીતી અસ્તિત્વમાં આવે છે, તે વળી ત્રીજા જ પ્રકારની હોય છે. તે વ્યવસ્થા કાયમ રહેશે તેવું લાગે છે, પણ માર્કસના સિધ્ધાંત પ્રમાણે પરિવર્તનનું ફરી એ જ ચક્ર ચાલુ થાય છે. કદાચ એટલે જ માર્ક્સ કહેતો હશે ” I am not Marxist “
માર્ક્સના સામાજ-શાસ્ત્રના આ સિધ્ધાંતનો રશિયા ઉત્તમ ( Model )નમુનો છે . દુનિયાએ રશિયાની કાળઝાળ આપખુદશાહી અને સામંતશાહી જોઇ. ( Red-revolution ) સામ્યવાદી ચળવળમાં થયેલી લોહીયાળ ક્રાન્તિ જોઇ, સામ્યવાદી પાર્ટીના ધુરંધરો જોયા. સામ્યવાદી પાર્ટીના પ્રમુખો અને પાર્ટીની સમાજ પર લોખંડી પકડ જોઇ અને આજે લોકશાહીના માર્ગે વળેલું રશિયા પણ દુનિયાએ જોયું,
જેમ સામ્યવાદી ક્રાન્તિ દબાવી દેવા માટે સત્તાધારીઓએ લોખંડી પંજો ઉઠાવ્યો હતો તેવોજ લોખંડી પંજો ક્મ્યુનિસ્ટ-પાર્ટીમાં ઘુસી ગયેલા પ્રદુષણો વિરુધ્ધ અવાજ ઉઠાવનારા બુધ્ધીજીવીઓ ઉપર ફર્યો હતો. રુસ માટે તો બકરુ કાઢતા ઉંટ પેઠું એવી વાત થઈ હતી.
રશિયાના બે નોબેલ પારીતોષિક વિજેતા લેખકો આ બન્ને પરીસ્થિતીના સાક્ષી હતાં. મિખાઇલ અલેક્ઝેંડ્રોવિચ શોલોખોવ (નોબેલ પુરસ્કાર-૧૯૬૫) અને સોલ્ઝેનિત્શીન(નોબલ પુરસ્કાર-૧૯૭૪)
વિવશ ( શોલોખોવની એક વાર્તાનું ટુકું રુપ )
મારી સત્તર વર્ષની એક બેટી છે ’નતાશા’, ડાઇનીંગ ટેબલ પર મારી સાથે જમવા નથી બેસતી, તે કહે છે પિતાજી ડાઇનીંગ ટેબલ પર જમતી વખતે જ્યારે જ્યારે હું તમારા બે હાથ જોઉં છું અને મને યાદ આવી જાય છે કે તમે મારા બે ભાઇઓને આજ હાથે મોતને ઘાટ ઉતાર્યા છે. આધેડ વયનો એક રુસી સૈનીક મોકીશારા પોતાના સાથી સૈનિકને આ વાત કહી રહ્યો હતો.
યુવાનીમાં મે લગ્ન કર્યા, મારી પત્નીએ મને આઠ બાળકોની ભેટ આપી નવમાં બાળકના જન્મ વખતે સ્વર્ગે સીધાવી ગઇ. નવ બાળકોના ભરણ પોષણની જવાબદારી મારા પર હતી. ’ઇવાન’ સૌથી મોટો અને તેનાથી ચાર વર્ષે નાનો ડેનીલ, એકદમ સુંદર અને ભુરી આંખો વાળો. મેં ઇવાનના લગ્ન કરી તેના ભાગની જમીન આપી તેનું ઘર વસાવી દીધું હતું. ડેનીલના લગ્ન કરવાનો સમય પણ આવી ગયો હતો પણ એજ વખતે અમારા શહેરમાં સોવિયેત વિરુધ્ધ આંદોલન શરુ થઇ ગયું. બીજે દિવસે મારો મોટો દિકરો ઇવાન ભાગતો ભાગતો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો ” બાપુ ચલો આપણે ક્રાંતિકારીઓ સાથે આંદોલનમાં જોડાઇ જઇએ”, ડેનીલ પણ ઇવાનની સાથે થઇ ગયો. આખી રાત તે બન્ને મને સમજાવતા રહ્યાં કે આ એક જ રસ્તો છે દેશને સુખી કરવાનો.
મેં તેમને કહ્યું ” હું તમારી રાહમાં બાધક નહીં બનું પણ મારા માથે બીજા સાત ભૂખ્યા પેટની જવાબદારી છે. તે બન્ને ચાલ્યા ગયા શહેરમાં જે બાકી રહ્યા તે લોકોને સરકારે સેનામાં ભર્તી કરી દીધા. મને સ્વેત-રેજીમેન્ટની પહેલી હરોળમાં મૂક્યો. ક્રાંતિયુધ્ધ શહેરની બહાર મારા ખેતરથી થોડે જ દૂર ઢાળ પર ચાલી રહ્યું હતું અને ઇસ્ટરના તહેવારની સાંજે જ થોડા ક્રાંતિકારીઓ પકડાઇ ગયા, મારા બન્ને લાડકા બેટાઓ પણ તેમાં જ હતાં. તેઓને શહેરનાં ચોક વચ્ચેથી તોપખાના સુધી લઇ જવાનું કામ મારી રેજીમેન્ટને સોંપવામાં આવ્યું. શહેરનાં ચોકમાં ઉત્તેજીત તમાશબીન કાઝીકી લોકોની ભીડ હતી ( ક્રાંતિ દાબી દેવા માટે કઝીકીઓનો સત્તાને ખુબ સપોર્ટ હતો. )
કાઝીકી લોકો મારી સામું જોઇને અંદર અંદર ખુસરપુસર કરતા હતાં. તેઓ મને ઓળખતાં હતાં અને હું મારા બેટાઓ સાથે શું કરીશ તેની રાહ જોતાં હતાં. તોપખાનાનું મેદાન આવી ગયું એટલે સાર્જન્ટ અરકાશકા મારી પાસે આવ્યો અને કહ્યું ” મોકીશારા, શું વિચાર છે ? આ સુવ્વરોને સ્વર્ગે પહોંચાડવા વિષે ? ” હું ચુપ રહ્યો, કાઝીકી લોકોનું ટોળું ચિચીયારીઓ પાડીને કહેતું હતું ” મોકીશારા.. મોકીશારા જ એ કામ કરશે…” સાર્જન્ટે મને સંગીન વાળી બંદુક પકડાવી અને કહ્યું ” કામ શરૂ કરો !!! … ” મારા જ હાથે મારા બે બેટાઓને સ્વધામ પહોંચાડવાના હતાં, હું નીસ્તેજ અને સ્તબ્ધ થઇ ઉભો રહ્યો. સાર્જન્ટે બુમ પાડી અને મારી સામે બંદુક તાકી. મને ખ્યાલ આવી ગયો આ કામ હું નહી કરું તો મને તો ગોળીએ દેશે જ અને મારા બન્ને બેટાઓના પણ બધા ક્રાતિકારીઓ જોડે એજ હાલ થશે, અને મારા ઉપર સાત બાળકોની
જવાબદારી છે. ” હે ઇશ્વર મને માફ કરજે ” મે આંખો બંધ કરી મારા બન્ને બેટાઓને બંદુકના કુંદા મારીને લોહી લોહાણ કર્યા અને સાર્જન્ટે બન્નેના ગળામાં સંગીન પરોવી દીધી. કાઝીકી લોકો આનંદની ચિચીયારીઓ પાડતા હતાં, હું જમીન પર ફસડાઇ પડ્યો હતો.
મારી બેટી નતાશાને મેં કહ્યું, તમારા સાત જણ માટે મારું જીવતા રહેવું જરુરી હતું, આજે પણ તે મારી સાથે ડાઇનીંગ ટેબલ પર જમતી નથી. સાથી સૈનિકો મોકીશારાની વાત દિગ્મુઢ થઇને સાંભળતા રહ્યાં.
( રશીયામાં ક્રાંતિ પછી સામ્યવાદના ઝંડાઓ રોપાયા અને પાર્ટીની ધરોહર તાનાશાહોના હાથમાં આવી ગઇ, અન્યાય સામે અવાજ ઉઠાવનારા બુધ્ધીજીવીઓના બુરા હાલ થયા, દેશનીકાલ થયેલા અને પાછળથી લોકશાહી તરફ વળેલા દેશે આવકારેલા સોલ્ઝેનિત્શીન ( નોબલ પુરસ્કાર -૧૯૭૪ )નો એક ઇંટરવ્યું. )
સોલ્ઝેનિત્શીન - એક ઇંટરવ્યુ.
સૌ પહેલા ૧૯૬૫ માં મારો અવાજ બંધ કરવાનો ફેંસલો કરવામાં આવ્યો. મારું સંગ્રહાલય
જપ્ત કરવામાં આવ્યું. અગર સ્ટાલીન યુગ હોત તો ખબર નહીં શું સ્થીતી હોત ! પણ મારા પુસ્તકો મારા દેશમાં અને બીજા દેશમાં ફેલાઇ રહ્યાં હતાં. મારો અવાજ બંધ કરવાનો હવે તેમની પાસે કોઇ રસ્તો ન હતો. અમારા દેશમાં પાર્ટીની( Communist Party )જાળ ઘણી ફેલાયેલી છે, ભાષણો અને બીજા ઉપાયો દ્વારા જનતાને, ગમ્મે તેવી વાત ઠસાવવામાં આવે છે. મને બદનામ કરવાની કોશિષ આજે પણ આજ માધ્યમો દ્વારા થઇ રહી છે. આ બધી સાજીસો પશ્ચિમનાં લોકોની સમજની બહારની વસ્તુ છે. ભાષણોમાં એકદમ પગમાથા વગરની વાતો કરવામાં આવે છે. મારા પરિવાર વિષે કંઇ પણ જાણ્યા વગર ગંદી વાતો કરવામાં આવી, ૧૯૨૦ માં તેમના કહેવા પ્રમાણે હું ’પ્રતિ-ક્રાંતિકારી’ હતો. ૧૯૩૦ માં મને જનતાનો શત્રુ બતાવવાં આવ્યો. ૧૯૪૦ માં દેશદ્રોહી છું અને મારા સૈનીક જીવનકાળ વિષે પણ કીચડ ઉછાળવામાં આવ્યું. તે પછી નોબલ પુરસ્કારને લઇને બખેડો કરવામાં આવ્યો, કહેવામાં આવ્યું કે નોબેલ પુરસ્કાર દેશના વિશ્વાસઘાતી લોકોને જ આપવામાં આવે છે. આવું વિધાન કરતી વખતે તેઓ એ પણ ભુલી ગયા કે, માર્ક્સવાદી કવિ પાબ્લો-નેરુદાને પણ ૧૯૭૧નું નોબલ પ્રાઇઝ મળ્યું હતું.
-
બ્લોગ-૮૨



russia has seen the most tragic times on earth … !! list will be huge .. really huge …
the story of sholokhov is also as tragic …
હચમચાવી મૂકે તેવી ઘટના … આવી તો કેટલીય ઘટનાઓ કાળની ગર્તામાં ચૂપચાપ દબાઈ ગઈ હશે …
દિનકરભાઈ, કાર્લ માર્ક્સનો પરિચય, વિવશ વાર્તા તેમજ સોલ્ઝેનિત્શીનનો ઇંન્ટરવ્યુ ખૂબ જ સરસ રજૂ થયાં છે.
ને જોગી સાહેબની યાદ!
માર્ક્સનો ગજબનો સિધ્ધાંત – સરસ છણાવટ કરી છે.
marks is………………….