આજના ભ્રષ્ટ ભારતીઓનું માનસ એ વારસામાં મળેલ છે એવું પ્રતિત થયા કરે છે. નાનામાં નાનો માણસ પણ લૂંટવામાં પાછી પાની નથી કરતો. ટી.વી. વાળાઓ જ આ બધા રસ્તા બતાવે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાથી તેની અસર બીજી વસ્તુનાં ભાવ પર પણ પડશે એવું સાંભળીને હું જ્યાંથી રોજ શાક લઉં છું, સાથે સાથે ક્યારેક ભીંજાવેલા કઠોળ પણ લઉં, તે શાક વાળાએ ( જુવાન છોકરો છે )ભીજાવેલા કઠોળ જે ૧૫ રુપિયામા ૨૫૦ ગ્રામ આપતો હતો તેના ૨૦ રુપિયા કીધા, મે કહ્યું કેમ ભાઇ પાંચ રુપિયા કેમ વધી ગયા ? તો કહે -” સાહેબ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયાને ! તેની અસર ! ટી. વી માં જોયું નહીં” વાત સાવ ખોટી હતી બીજી બે ત્રણ જગ્યાએ ભાવ પૂછ્યા તો આજે પણ એક મહીના પછી પણ એજ ૧૫ રુપીયાના ભાવે મળે છે. મને આ શાક વાળા છોકરાની ચાલાકીએ વિચારતો કરી દીધો.
આજે ’ગુજરાત સમાચાર’ ના ગુણવંત છો. શાહના એક લેખમાં એક વાત વાંચી અને એ વાત પણ વિચારતા કરી મૂકે તેવી લાગી. અણ્ણા હજારેજીની ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ’લોક્પાલ’ કમિટીની જે દેશવ્યાપી માળખાની કલ્પના છે, તેમાં ઓછામાં ઓછા ૧૫૦૦૦ અધિકારી કક્ષાના માણસો લાગશે ( તેમની નીચેના સહાયકો તો અલગ ) . શું આપણો આત્મા માને છે, કે ૫૦૦ માણસો પણ સાચા, ઇમાનદાર, દેશભક્ત કે રાષ્ટ્રભક્ત મળશે ? જે આવા હોદા પર બેસીને પણ ઇમાનદારીને જાળવી શકશે ?
મૂળ વાત ગમે તેવી નથી પણ સચ્ચાઇથી આંખ આડા કાન કરી ન શકાય. આજથી ૨૦૦ વર્ષ પહેલા અખંડ ભારતની કલ્પના જ કોઇના મગજમાં ન હતી. જ્યાં દેશનું માન ચિત્ર જ મનમાં ન હોય તો પછી દેશભક્તિનો તો સવાલ જ ક્યાંથી હોય. સૌ પોત પોતાના રાજા રજવાડાનાં વફાદાર હતાં અને શરણાગતી સ્વિકારીને જીવતા હતાં. પહેલો આભાર માનો અંગ્રેજોનો કે જેણે આ ધરતીના માણસોની તાસીર અને નસ પકડી ધીરે ધીરે સમ્રાજ્ય વધાર્યું અને ભારત નામના દેશનો એક નકશો બન્યો પછી આભાર માનો આઝાદીની ચળવળમાં જોડાયેલા દેશભક્તો અને ક્રાન્તીકારીઓનો જેમણે ભારતના માનચિત્રને મનમાં રાખીને અંગ્રેજોને લડત આપી, અને છેલ્લે લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઇ પટેલનો, જેમણે શામ, દામ, દંડ અને ભેદ, જે જરુર પડી તે શસ્ત્રનો ઉપયોગ કરી ફરી પાછા આ દેશને તૂટતો રોક્યો, નહીતો રાજવીઓ, સુબેદારો, ગાયકવાડો, સિંધીયાઓ, નવાબો ફરી પાછી એજ રજવાડા વાળી કરવાના વેંતમાં ટાંપીને બેઠા હતાં. આપણે બધા એક સંસ્કૃતીથી બંધાયેલા જરુર પણ દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિમાં નબળા સાબિત થયા છીએ.
આજે પણ ભાગલાવાદી પરિબળોનું જોર અને પ્રજાને રાષ્ટ્રવિરોધી બનાવવાની સાજીસ એટલી જ જોર શોરથી ચાલી રહી છે. અમારે અહિંયા ’જય હિન્દ’ કે ’ જય ભારત ’ કરતાં ’જય મહારાષ્ટ્ર’ બોલવામાં અને કાર કે રીક્ષાઓ પર લખવામાં ઘણો ગર્વ લેવાતો હોય તેવું લાગ્યા વગર ન રહે. બીજા ઘણા પ્રાંતોમાં આજ પરિસ્થીતી છે ( ગુજરાતને હજી આ આભડ છેટ નથી લાગી ) ભાષાવાદીઓ અને પ્રાંતવાદીઓ પાસેથી આપણે રાષ્ટ્રપ્રેમની આશા કેવી રીતે રાખી શકીએ ?
આજ પ્રકારની હતાસાને લીધે ભૂતકાળમાં એક ચક્રી સાશન આપનારા અંગ્રેજોની સરાહના કરવામાં આપણા દીગ્ગજ ગણાતા કવિઓએ પણ ધન્યતા અનુભવી હતી, તેનો પહેલો અને વિવાદાસ્પદ દાખલો એટલે આપણું રાષ્ટ્રગીત. મહર્ષી સમાન કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રાષ્ટ્રગીતમાં લેવામાં આવેલી કડીઓ તો તેમણે ૧૯૧૯ માં રચેલી જ્યારે આઝાદિતો કોશો દૂર હતી. તો પછી કયા અધિનાયકની આ વાત છે ? મારા શબ્દોમાં નહીં ઘણા લોકોના મનમાં આ આશંકા ચાલ્યા કરે છે. તેમના જ શબ્દોમાં જોઇએ.
Did you know the following about our national anthem ?
To begin with, India’s national anthem, Jana Gana Mana Adhinayaka, was written by Rabindranath Tagore in honor of King George V and the Queen of England when they visited India in 1919. To honor their visit Pandit Motilal Nehru had the five stanzas included, which are in praise of the King and queen. (And most of us think it is in the praise of our great motherland!!!)
In the original Bengali verses only those provinces that were under British rule, i.e. Punjab, Sindh, Gujarat, Maratha etc. were mentioned. None of the princely states were recognized which are integral parts of India now Kashmir, Rajasthan, Andhra, Mysore or Kerala. Neither the Indian Ocean nor the Arabian Sea was included, since they were directly under Portuguese rule at that time. The Jana Gana Mana Adhinayaka implies that King George V is the lord of the masses and Bharata Bhagya Vidhata is “the bestower of good fortune”. the five stanzas that glorify the King.
બીજો દાખલો- આપણા માનનીય ગુજરાતી કવિ શ્રી નર્મદનો ( જય જય ગરવી ગુજરાત વાળા ) ૪-ઓક્ટોબર, ૧૮૫૭, કવિ શ્રી નર્મદે ભારતનાંઅંગ્રેજી શાસન તથા મહારાણી વિક્ટોરીયાની પ્રશસ્તિ રુપે લખેલા રાજભક્તિ સંબધી કાવ્યોમાનું એક.
અંગ્રેજી જહાં રાજ છે, જુલમ ના દેખાય.
ઉદ્યમ ઠામો ઠામ બહું, ધરણી ધમ ધમ થાય.
અનેક ધનવંતા ગરીબ, સમ ન્યાયે તોળાય.
વરુને બકરી બે જણા પાસ પાસ જોવાય.
અંગ્રેજી જહાં રાજ તહાં, સરે સંપ સુખ જોય,
ભાઇબંધની પ્રીતડી રાય રંકમાં હોય.
વિનતિ હમારી માનીને, સાહ્ય તું થા જગબાપ.
રાજ્યનું રક્ષણ કર સદા, દંડ દુષ્ટને આપ.
આવતો બ્લોગ એક કર્નલની ડાયરી વિષે, જે ફરતા ફરતા રાજ રજવાડાં અને ભારતીઓના માનસનો અભ્યાસ કરતો હતો. આ જનમાનસમાં આજે પણ કંઇ ખાસ ફેર નથી એવું જરુર પ્રતિત થશે.
બ્લોગ- ૯૪
Dear Dinkar Bhatt Saheb,
Greetings!
Your article is very educating and it addresses the core issue of our national mentality. Thanks for putting things in perspective and yes, very truthfully. I am a follower of Jesus Christ and I not only have thught of our corrupt mentality but even found the way out which I want to share with you. I am sure a person like you, a truthful thinker would understand my point. Before becomeing a follower of Christ, I was an all ‘anti’ person, anti to myself, to my parents, to my family, to my society and to my nation at large. But then I heard about Jesus and trusted in him, asked forgiveness of all my sins and prayed for a changed/renewed life. To my surprise, my life started to change. I started to have an internal urge to be good and to do good and life in devotion to Christ has been that of my gradual transformation. From darkness to light, from evil to goodness! The conversion issue in India is one of the most misunderstood issues and there are good reasons for that. But Christian conversion is that process where a person is forgiven, empowered to live good life and restored from within so as to produce good personality. India and Indians need this sort of conversion where people would become good. How can good come out of bad, unless and untill in side is made good first? The problem is with our mentality and it is a spiritual issue. What I am sharing can be understood only by experiencing. May I urge your good self to trust in Jesus, start praying to him and read bible so as to strive a changed life? You will see yourself that it works and that is the answer to India’s rotten mentality problem.
Sir, good to read you and its a privilege to write to you. I am blessed to be born in India and I love my people and my land so much. I pray for inward conversion of lives where people first become good/clean/holy/righ inside and then the inner man would work out a good/clean/holy/right life style outward.
God bless you sir!
Shailesh Pateliya
Thanks Saileshji,
મારો એક બ્લોગ તા.- ૨૬ માર્ચ, ૨૦૧૦, જ્યો-પોલ સાત્રના અસ્તિત્વ વાદની ફિલોસોફી પર છે. Hell is other people. જરુર વાંચજો અને પ્રતિભાવ આપવા વિનંતી.
એક વાર રજનીશજીની વાત વાંચેલી બહુ જ અસર કરી ગઇ હતી. જીસસ એક ગામ પાસેથી પસાર થતા હતાં ત્યારે ગામના લોકો એક વેશ્યાને પત્થરો મારીને સજા કરી રહ્યા હતાં. જીસસે કહ્યું જેણે ક્યારેય મનથી પણ વ્યભિચાર ન કર્યો હોય તે જ પત્થર મારવાને અધિકારી છે. ધીરે ધીરે ભીડ વિખેરાઇ ગઈ.
મૂળ મંત્ર તો હવે પછીની વાતમાં સમાયેલો છે. વેશ્યાએ જીસસને કહ્યું તમે મને બચાવી આભાર પણ હવે નિર્ણય આપો કે ખરેખર મારું શું થવું જોઇએ ? જીસસનો જવાબ અદભૂત અને ગૂઢ ફિલોસોફીથી ભરેલો હતો. હું નથી ચાહતો કે મારા વિષે કોઇ નિર્ણય લે. તેથી હું તારા વિષે કોઇ નિર્ણય નહીં લઉં. આ વિચાર માનવીય સ્વાતંત્ર્યની હિફાજત કરતો અદભૂત મંત્ર છે.
હિંદુ ધર્મ અત્યંત ઉદાર છે. એણે દરેકને મરજી મુજબ ફાવે તેમ વર્તવાની સ્વતંત્રતા આપી છે .. મધ્યયુગીન ભારતમાં પંડીતો (બ્રાહ્મણો)ના વર્ચસ્વને લીધે એમાં ઘણો સડો પેસી ગયો, ગુરુવાદ વગેરે ભળવાથી એકતાના નામે મીંડુ વળી ગયું. એથી એ પછીનો દેશ વિભાજિત થતો રહ્યો. આજે પણ આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, ગુરુ વિગેરે અનેક માપદંડોથી વિભાજીત છે. પરંતુ એની સાથે ઘણી સારી વાતો પણ છે .. એને લીધે જ એ ટકી પણ રહ્યો છે.
વળી, શૈલેષભાઈએ કહ્યું એમ જો ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી થવાથી જ બધી સમસ્યાનો ઉકેલ મળી જતો હોત તો પશ્ચિમના દેશોમાં કોઈ સમસ્યા જ ન હોત.. ખરેખર ધર્મ સમસ્યાના સમાધાનને બદલે સમસ્યાના ઉદભવનું કારણ બને છે એ જ કમનસીબી છે.
Religion is not the solution. The observance of ethics is the inherent root of all religions. No religion would ask to kill your parents, nor would it permit to cheat the others. It is the greed or temptation of that lead to wrong-doing. Every religion does show the fear of god and ways to be pure-hearted but the sacrifice it demands does not attract people as they have to let go something of their interest/happiness in the present state. It is very difficult to lose something which one owns.