Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર, 2013

fftrજ્યારે અમે પ્રતિજ્ઞા  લેતા….

નલીની કિશોર ગુહ-   ”  બંગાલાય વિપ્લવવાદ ” ના સશક્ત લેખક, સર્વ પ્રસિધ્ધ ક્રાન્તિકારી પત્રિકા “શંખ” તથા “હક્ક-કથા” ના સંપાદક “અનુશીલન દળ” ના સક્રિય નેતા. ઢાંકા ષડયંત્ર તથા બોરીસાલ ષડયંત્ર કેસમાં ૧૦ વર્ષની જેલ ભોગવી ચુકેલા ક્રાન્તિકારિએ સંસ્મરણો લખ્યા છે. ૧૯૦૫ માં જ્યારે અનુશીલન દળમાં જોડાયા હતા ત્યારે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવતી. “इस विप्लव समिती से कभी अलग नहीं होंगे । अपना चरित्र निर्मल रखुंगा । नेता का आदेश निर्विचार रुप से पालन करुंगा । देश कल्याण के लिये निजी स्वार्थ का त्याग करुंगा ।” 

वो लुंटेरे नहीं थे ! ( કેટલા ઉંચા સ્તરના હતા વિપ્લવીઓ ! )

( कुछ अहिंसावादी लोग उन्हे डाकु लुंटेरे करार देते  थे । ગંદુ રાજકારણ ખેલવા વાળા ત્યારે પણ મોજુદ હતાં, ક્યારેક વિસ્તાર પૂર્વક પ્રસંગો લખીશ )

વિપ્લવી આશુતોષ દાસ ગુપ્ત-

ઢાંકા અનુશીલન દળના અધ્યક્ષ પુલિનબિહારી દાસના જમણા હાથ સમાન હતાં.ગરીબ પરિવારના હતાં. વિવાહીત હતાં, વૃધ્ધ પિતા ઘર સંભાળતા હતાં. ગર-ગૃહસ્થી છોડીને સ્વરાજ માટે સન્યાસી જીવન જીવતા હતાં.વિપ્લવ કાર્યમાં બધા સદસ્યોની દેખરેખ,શિક્ષા-દીક્ષા દેવામાં અને ક્રાન્તિકારી ગતિવિધીઓમાં કર્મરત રહેતા.૧૯૦૮ માં અનુશીલન દળ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, પુલિન દાસને પકડીને પંજાબની માંટગુરી જેલમાં મોકલી દેવામાં આવ્યા,ઢાંકાના ક્રાન્તિકારી દળના સદસ્યો માટે ખર્ચા-પાણીની આફત આવી પડી.તેમના કપડા-લતા વિગેરે જરૂરતની વ્યવસ્થા તેમને માથે આવી પડી.આ બધા સદસ્યો તેમની જેમજ ઘરબાર છોડીને સ્વરાજ માટે ક્રાન્તિદળમાં જોડાયા હતાં.આખરે બધા ઢાંકા છોડીને કલકત્તા આવ્યા.અર્થ-વ્યવસ્થાના બધાજ શ્રોત ભાંગીપડ્યા હતાં.બે ટંક ભોજનના પણ વાંધા પડવા લાગ્યા.આશુતોષ દાસ તો વર્ષો પહેલા ઘર-બાર, પત્નિ અને સંસાર છોડી નીકળી ગયાં હતાં.તેઓ ઘરે પાછા ગયા,પત્નિ સાથે સુખેથી સંસાર માંડવા નહીં ! લગ્ન વખતે સ્વસુર પક્ષથી મળેલા ઘરેણા માટે પત્નિ પાસે હાથ ફેલાવી દીધા. પત્નિએ ખુશી ખુશી બધાજ ઘરેણા આપી દીધા. (ધન્ય છે આ પત્નિને).તે વખતે તેની કિંમત લગભગ એક હજાર જેવી હશે. (અત્યારની ગણતરી મુજબ કેટલા થાય ?) વિપ્લવીઓ સશ્ત્રની વ્યવસ્થા માટે સરકારી ખજાના અને ધનિકોને લૂંટતા.આશુદાએ દાખલો બેસાડ્યો અને ક્રાન્તિદળના સદસ્યોને કહેતા- ” दुसरे के घर डाका डालने के अधिकारी तुम तभी हो सकते हो जब दल के प्रयोजन के लिये अपने घरका संचित धन लाकर दल को दे शको ।”……..

” कहां गये वो लोग ? ”

 चरित्र और अनुशासन उनका पहला धर्म था ।

અર્થ સંગ્રહ અભિયાન : –  શસ્ત્રો અને દળના ખર્ચા પુરા કરવા, માલેતુજારોને ત્યાં લૂંટ કરવી પડતી પણ ચારિત્ર્ય અને અનુશાસનના ભોગે નહીં, અભીયાન શરૂ કરતા પહેલા સૌ પ્રથમ દળના નેતા પોતાની તલાસી લેવડાવતા, પછી વારાફરતી સૌની તલાશી લેવામાં આવતી, જેથી કરી કદાચ કોઇ પકાડાઇ જાય તો ખિસ્સામાંથી કોઇ પણ જાતની ચિઠ્ઠી કે બીજા કોઇ સબુત ન મળે. સ્ત્રીને કોઇ પણ હાથ નહીં લગાવે તેવી સખત સુચના, તેમ છતાં એક સદસ્યે એક મહિલાનો હાર ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારે પાછળથી એક જોરદાર થપ્પડ પડી, વિરેન્દ્ર ચેટરજી અને રવિન્દ્ર મોહન નામના ક્રાન્તિકારીએ તેના લમણા પર પિસ્તોલ ધરી દીધી- ” गोली मार देंगे दुबारा ऐसी गलती कि तो । ” તરત જ તેને તેના જીલ્લાના દળના કેન્દ્રમાં પાછો મોકલી દેવાયો અને તેના પર કડક નજર રાખવાની સુચના આપવામાં આવી.

આપણને કહેવાનું મન થઇ જાય ને કે ” कहां गये वो लोग ? ”

ક્રાન્તિકારિઓની મજબુરી હતી, ધન સંચય માટે માલેતુજારને ત્યાં લૂંટ કરવી પડતી તેમ છતાં તેમનાં નેતાઓ દળના સદસ્યોને કહેતા રહેતા- ” हम क्रान्तिकारी धन के लोभी नहीं । परन्तु क्या करे, देश के लिये मजबुरन ये तरिका अपनाना पड रहाहै । ”  कभी कभी तो ये लोग जहां डाका डालते थे,उन को कहेते थे -” आप का संचित धन का कुछ हिस्सा हम कर्ज पर ले जा रहे है,ऐसा समझॊ, उदेश पूर्ण होने पर पाइ पाइ लौटा देंगे ।”

નલીની કિશોર ગુહ તેમનાં સંસ્મરણોમાં લખેછે

ક્રાન્તિકારી ત્રૈલોકનાથ ચક્રવર્તિ, ઉપનામ હતું ’મહારાજ’ , એક વાર લૂંટમાં લાખો રૂપિયા હાથ આવ્યા, જાણે કે કુબેરનો ભંડાર હાથ લાગ્યો હોય, પણ તેમણે ક્યારેય એક આનાનું એક ગ્લાસ શરબત પણ તે પૈસામાંથી ખર્ચીને પિધું નહોતું. સાથી લોકોએ એક વાર લાવીને આપ્યું તો પણ ન પિધું,ઉપરથી સાથીઓને ડાંટ પડી- ” આવો ફીઝુલ ખર્ચ કરવાનો આપણને કોઇ હક્ક નથી “. કાલિ-ઘાટથી હેદુયા સુધી ચાલીને ગયા, ટ્રેઇનના પૈસા પણ બચાવ્યા. દેશનુંધન રક્તથી પણ કિમતી છે તેવું કહેતા, એક દમ સસ્તી હોટલ ગોતી અને બે આનામાં જમતા. તેમને ટાઇફોડ થઇ ગયો અને તેમને દવા દારૂ માટે પુરી લઇ જવાની જવાબદારી મારા પર આવી, ટ્રેઇનના ભીડ વાળા ત્રિજા વર્ગના ડબ્બામાં ( તે વખતે ત્રીજા વર્ગના ડબ્બાઓ હતાં, આશ્ચર્ય લાગે તેવી વાત છે ને ? ) હું તેમને પુરી લઇ ગયો. ઇલાજ માટે દરિયા કિનારો સલામત જગ્યા હતી. થોડાક દિવસો તેમની સેવાનો લાભ મળ્યો. સખત ગરમી હોવા છતાં હાથેથી પંખો નાખવા ન દે, એક દમ સાદું અને સન્યાસી જેવું જીવન લાગે. તેમને જોઇને મનમાં પવિત્ર અને આદર ભાવ જાગતો. દેશ-ભક્તિ પણ કોઇ આધ્યામિક પુરૂષની જેમ, ભગવાનની ભક્તિ જેમ કેવી રીતે કરી શકતા હશે ? આ પ્રશ્નનો જવાબ હતાં ત્રૈલોકનાથ ચક્રવર્તિ. તબિયત ઠીક થઇ કે તરત જ પાછા કર્મરત.  ( ભારત પાકિસ્તાનના ભાગલા પછી પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું બાંગલા દેશ, ત્યાં રહ્યાં અને ત્યાં જ દેહાંત થયો )

બ્લોગ-૧૧૫

Read Full Post »

માનપત્ર નહીં, હજી માતૃભૂમિ આઝાદ ક્યાં છે ?

ભાઇ પરમાનન્દ

ભાઇ પરમાનન્દ

પરમાનન્દજી ,ભગત સિંહ, સુખદેવ, રામપ્રસાદ બીસ્મિલ અને કરતાર સિંહ જેવા ક્રાન્તિકારીઓના પ્રેરણા સ્તોત્ર હતા. જેહલમ જીલ્લાના કરિયાલ ગામના હતાં ( હાલ પાકિસ્તાનમાં છે ).  લહોરમાં દયાનન્દ એન્ગ્લો મહા વિદ્યાલયમાં શિક્ષક હતાં. ૧૯૦૫ માં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવાના હેતુથી આફ્રિકા ગયા હતાં. ડર્બનમાં ગાંધીજી સાથે મુલાકાત થઇ હતી. આફ્રિકામાં રહીને ક્રાન્તિની ચળવળ ચલાવનારા સરદાર અજીતસિંહ અને સૂફી અંબાપ્રસાદ વિ. ના સંપર્કમાં આવ્યા. ” તવારીખે-હિન્દ ” ભારતનો ઇતિહાસ લખ્યો, જે યુવાનોને સશસ્ત્ર-ક્રાન્તિ માટે પ્રેરણાદાયક રહ્યો. તેમની આફ્રિકાની ગતિવિધીઓ પોલીસથી છુપી ન રહી એટલે તેઓ લંડન જતા રહ્યા. ત્યાં પણ ક્રાન્તિકારી ગતિવિધીઓમાં સક્રિય રહ્યાં. સાવરકરજી અને શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમા રહ્યાં.  ભારત આવ્યા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે મારી સાથે ૫૦૦૦ ક્રાન્તિકારીઓ ભારત આવ્યા છે. પેશાવરમાં તેમને વિપ્લવી ગ્રુપનું નેતૃત્વ સોંપવામાં આવ્યું.  ૨૫-ફેબ્રુઆરી-૧૯૧૫ ના રોજ લાહૌરમાં ગદર પાર્ટીના prmnઅન્ય સદસ્યો સાથે ધરપકડ કરવામાં આવી. તેમની સામે ઇંગલેન્ડમાં અંગ્રેજ સત્તા સામે ષડયંત્ર તેમજ યુવકોને સશસ્ત્ર-ક્રાન્તિ માટે ભડકાવવાનો આરોપ મુકવામાં આવ્યો અને ફાંસીની સજા કરવામાં આવી. આ સજા બદલ દેશ ભરમાં જબરજસ્ત વિરોધ થવાથી પછી તેમને આજીવન કેદની સજા કરવામાં આવી અને  કાળા-પાણીની સજા માટે આંદામાન મોકલી દેવામાં આવ્યા. ૧૬  –  ૧૭ વર્ષની કાળાપાણીની સજા ભોગવીને ઘણા ક્રાન્તિકારીઓ છુટીગયા પણ પરમાનન્દજીને છોડવામાં ન આવ્યા.  લોર્ડલિન્લીથગોનો જમાનો હતો. તેમને છોડાવવા માટે સુભાષચંદ્ર બોઝે પણ ઘણા પ્રયત્નો કર્યા. મામલો બ્રિટિશ પાર્લામેન્ટ સુધી લઇ જવો પડ્યો, છેક ત્યારે તેમનો છુટકારો થયો. પુરા ૨૩ વર્ષ આંદામાનની જેલમાં વિતાવ્યા પછી લાહોરમાં તેમના સ્વાગતની જોર શોરથી તૈયારી થવા માંડી. ડો. કીચલુ, ડો. સત્યપાલ આદી મોટા મોટા લોકોએ આયોજન કર્યું.  લાલા સોહનલાલ એડવોકેટ ( જેમણે શહીદ ભગતસિંહનો કેસ લડ્યો હતો ) સત્કાર સમારોહના અધ્યક્ષ હતા. પરમાનન્દજી પધાર્યા. તેમના અભીનન્દનમાં એક માન-પત્ર આપવામાં આવ્યું. તેમણે તે વિનમ્રતા પૂર્વક પાછું આપ્યું.  અને કહ્યું –  ” હું એક પરાજીત અને ઘાયલ સીપાહી છું. અને ભારત માતા હજી પણ ગુલામીની બેડીઓમાં જકડાયેલી છે. માન-પત્ર શા માટે ? હું હજી તેને લાયક નથી બની શક્યો. “  આ ઘટનાના ત્રીજા દિવસે ગાંધીજીએ આશ્રમ વાસીઓને કહ્યું – ” જુઓ આઝાદીના આપણા એક લડવૈયા પરમાનન્દજીએ ૨૩ વર્ષ જેલમાં વિતાવ્યા છતાં માન-પત્ર ન સ્વીકાર્યું. તેમનામાં કર્તાપણાનું જરાય અભિમાન નથી. ” ભારત પાકિસ્તાનના  વિભાજનથી ઘણા વ્યથિત થયા, ૮-ડિસેમ્બર-૧૯૪૭ ના રોજ દેહ-વિલય થયો.

****************************************

वे दो बार मिले लेकिन…..

શ્રી રિયાસત ઉલ્લા ખાન, શહીદ અસ્ફાક ઉલ્લા ખાનના મોટા ભાઇ એક સંસ્મરણ લખે છે, (  બ્લોગ-૧૦૮ – ” શહીદિ કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે ” માં મેં શહીદ અસ્ફાક ઉલ્લા ખાન વિષે લખેલ છે )

मै जब अश्फाक उल्ला खां को लखनौ जेलमे मिलने गया तो अश्फाक ने कहा ” भैया, अगर आपको मेरे मुकदमे में पैसे की जरुरत पडेगी तो मै इन्तजाम करदुंगा । ” मैने कहा – ” जैल से क्या करसकते हो ? ”  उसने कहा – ” पैसे आपको पहुंच जायेंगे । ”

मै घर, शाहजहांपुर वापस चला गया । एक हप्ते बाद दोपहर को जब मैं खाना खा रहाथा, किसीने दरवाजे की कुंडी खटखटाइ । मै खाना छोडकर दरवाजे पर गया तो देखा एक नौ जवान दरवाजे पर खडा है ।मैने

आझाद है । आझाद रहेंगे ।

आझाद है । आझाद रहेंगे ।

पुछा – ” क्या बात है ?” –  ” अश्फाकने रुपया भेजा है । ” कहकर उसने एक पेकेट मेरे हाथ मे थमा दीया । मैने पुछा – ” आपका नाम क्या है ? ” उसने कहा – ” बाद मे बताउंगा, पहेले आप मेरे लीये माचिस लाइये मुझे बीडी पीनी है ।”  ( हालां कि वो बीडी नहीं पीते थे । ) . मै अंदर जाकर माचिस लेकर आया तो वो जवान गायब था । एक हप्ते के बाद मै लखनौ जेल में गया, और अश्फाक को सब हाल बताया, वो हंस कर बोला – ” वो चंन्द्रशेखर आझाद थे, उन के पीछे पोलीस वोरन्ट लेके घुम रही है । इसलिये वो बडी होंशीयारिसे अपने आप को बचाये रखते है ! ”

१९-डीसेम्बर-१९२७ अश्फाक उल्ला खां को फांसी दे दी गइ । उसके बाद मै जब उस की लाश मालगाडी में शांहजहांपुर ला रहा था तो बालामाउ स्टेशन पर एक साहब सूटॆड-बुटेड , गाडी के अंदर आये, मुझे कहा – ” शहीदे आझम का दर्शन करना चाहता हुं । ” मैने चहेरे से कफन हटाया । उन्होने तीन बार अभिवादन किया । लालटेन उन के हाथ में था और उन की आंखॊसे आंसु बहेरहे थे। उन्होने कहा -” कफन बंध करदो, मै अभी आया । ”  वे फीर गायब हो गये, बहोत देर के बाद मुझे समझ में आया कि वो आझाद थे । अफसोस हुआ कि मै उनसे बात नहीं कर पाया । कुछ दिनो के बाद वो भी शहीद हो गये । वो बहादुर इन्सान थे । उनका नाम कयामत तक सोने के अक्षरो में लिखा जाये गा ।

બ્લોગ-૧૧૪

Read Full Post »

સ્વામી વિવેકાનન્દ ક્રાન્તિકારીઓના પ્રેરણા ગુરુ હતા

ભુપેન્દ્ર નાથ દત્ત ( સ્વામી વિવેકાનન્દના નાના ભાઇ )

ભુપેન્દ્ર નાથ દત્ત ( સ્વામી વિવેકાનન્દના નાના ભાઇ )

આ વાત ઘણા ઓછા લોકોને ખબર હશે કે સ્વામી વિવેકાનન્દ પણ પ્રત્યક્ષ- અપ્રત્યક્ષ રીતે ક્રાન્તિકારીઓના પ્રેરણા સ્તોત્ર હતાં.  તેમના નાના ભાઇ  ભુપેન્દ્રનાથ દત્ત, બંગાળના ” યુગાન્તર ” નામના ક્રાન્તિદળના સક્રીય સદસ્ય હતાં. આ દળની ” યુગાન્તર ” નામની એક પત્રિકાના પોતે એડીટર તરીકે ફરજ બજાવતા હતાં. અંગ્રેજોને અડચણ રૂપ લેખો છાપવા બદલ તેમને ૧૯૦૭ માં એક વર્ષની જેલ પણ થઇ હતી. જેલથી છુટ્યા પછી તેઓ ૧૯૦૮ માં U S A  ગયા, ત્યાં ગ્રેજ્યુએશન સમાપ્ત કર્યા પછી કેલીફોર્નિયાની ” ગદર પાર્ટી ” જોઇન્ટ કરી. પહેલા વિશ્વયુધ્ધ દરમિયાન તેઓ જર્મની ગયા અને ૧૯૧૬  થી ૧૯૧૮ સુધી ત્યાં રહી  બર્લીનમાં Indian Independence Committee, ના મેમ્બર તરીકે આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો.

ભારત પાછા આવ્યા પછી૧૯૩૦ ની આસપાસ ” અનુશીલન ક્રાન્તિદળ ” ના સદસ્યોના સાથી રહ્યા.  શ્રી મન્મથનાથ ગુપ્ત ( કાકોરી કાન્ડ ), શચીન્દ્રનાથ બક્ષી ( કાકોરી કાન્ડ), બારીન્દ્ર ઘોષ ( મહર્ષી યોગી શ્રી અરવિન્દના ભાઇ અને માણીકતલ્લા બોમ્બ-કાન્ડના નેતા ) આ બધા વિપ્લવીઓ તેમના સંપર્કમાં હતાં.

સ્વામી વિવેકાનંદ ક્રાન્તિકારીઓ વિષે શું વિચારો ધરાવતા ? તેમના જ શબ્દોમાં –  ” कोइ भी महापुष की अंतिम कमजोरी होती है, नाम की आकांक्षा । मन मे सवाल पैदा होता है कि ये क्रान्तिकारीओ की शीक्षा, दीक्षा और साधना कितनी उंची है कि नामना की दुर्बल आकांक्षा को छोड कर फना होने मे ही तृप्ति का अनुभव करते है “॥ तृप्तो भवति, अमृतो भवति ॥” यही है आदर्श विप्लवीओ का जीवन दर्शन, vvkदुनिया से उन्हे कुछ लेना नहीं है, सिर्फ देना ही देना है ।

अपने देश के क्रान्तिकारिओ देश की आझादी के लिये सिध्धमंत्र है । त्याग, तपस्या और शक्ति-बल से देश को आझाद करने की दिक्षा लिये हुवे है ।  चालाकी से कोइ महान कार्य नही हो शकता । उसके लिये भोग और बलिदान देना पडेगा। मुफ्तमें आझादी नहीं मिलेगी, उसकी किंमत चुकानी होगी ।  यही था क्रान्तिकारीओका अटल विश्वास । इसीलिये वे लोग फौलादी, मजबुत और कठोर चरित्रवान थे, जो हंसते हंसते फांसी पर चड गये ।

*********************************************

કેવા હતાં તેમના ત્યાગ અને બલિદાન ?

દુર્ગાદેવી ભગવતીચરણ બોહરા ( દુર્ગા ભાભી ) લેખ નં-૨ માં દુર્ગાદેવી વિષે લખ્યું છે. પતિ-પત્નિ બન્ને ભગતસિંહ, ચંન્દ્રશેખર આઝાદ વિગેરે ક્રાન્તિકારીઓ સાથે સક્રીય હતાં. ભગવતી ચરણના પિતા

ભગવતી ચરણ બોહરા

ભગવતી ચરણ બોહરા

શીવચરણજીએ તેમને ૪૦,૦૦૦ રુપિયા અને દુર્ગાદેવીના પિતા બાંકે-બિહારીજીએ ૫,૦૦૦ રુપિયા ,સંકટ સમયે કામ લાગે માટે આપ્યા હતાં ( અત્યારે આ કિંમત કરોડોમાં જાય ) આ રૂપિયા તેમણે ક્રાન્તિકારી દળને દેશને આઝાદ કરવાના કામ માટે અર્પણ કરી દીધા હતાં. ( ક્યાં અત્યારના કરોડોના કૌભાંડ વાળા ભ્રષ્ટ નેતાઓ અને ક્યાં આ નિસ્વાર્થ અને દેશને સમર્પિત વિપ્વીઓ ? એટલે તો લખાઇ જાય છે.  कहां गये वो लोग ? )

૧૯૨૬ માં ભગવતી ચરણ બોહરા અને ભગતસિંહે મળી નૌજવાન ભારત સભાની રૂપરેખા ઘડી અને રામચંદ્ર કપુરને સાથે લઇ અને તેની સ્થાપના કરી. સેંકડો નૌજવાન દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણ બલિદાન કરવાના સપથ લીધા અને પોતાના રક્તથી પ્રતિજ્ઞા-પત્ર પર હસ્તાક્ષર કર્યા.

૨૮-મે- ૧૯૩૦ ના રોજ થોડાક ક્રાન્તિકારી સાથીઓ સાથે રાવી નદીના કાંઠે બોમ્બ પરીક્ષણ કરવા જતાં શહીદીને વર્યા.  ૯-ઓક્ટોબર-૧૯૩૦ ના રોજ દુર્ગાભાભીએ  ગવર્નર હેલી પર ગોળી ચલાવી, કમનસીબે તે બચીગયો અને તેનો એક સૈનિક અધીકારી ઘાયલ થયો. મુંબઇના પોલીસ કમિશનર પર ગોળી ચલાવી હતી પરિણામ સ્વરુપ મુંબઇની પોલીસ ધરપકડ

ભગવતી ચરણ, દુર્ગાભાભી, પુત્ર સચીન્દ્ર

ભગવતી ચરણ, દુર્ગાભાભી, પુત્ર સચીન્દ્ર

માટે તેમની પાછળ પડી હતી.

સાથી ક્રાન્તિકારીઓ એક પછી એક શહીદ થવા લાગ્યા એટલે દુર્ગા ભાભી એકલા પડીગયા, પોતાના પાંચ વર્ષના પુત્ર શચિન્દ્રની શીક્ષા-દીક્ષા માટે દિલ્હી આવી ગયા, ત્યાં પણ પોલીસની હેરાનગતીથી કંટાળીને લાહોર જતા રહ્યાં ત્યાં તેમની ધરપકડ થઇ અને ત્રણ વર્ષ નજર-કેદની સજા થઇ. ત્યાર પછી ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિદ્યાલયમાં અધ્યાપિકા તરીકે નોકરી કરી. ૧૪-ઓક્ટોબર-૧૯૯૯ ના રોજ દુનિયાને અલવિદા કરી મૃત્યુ પામી.

બ્લોગ-૧૧૩

Read Full Post »

સૌથી નાની ઉમરે શહીદીને વરેલો ખુદીરામ બોઝ

શહીદોમાં સૌથી નાનો ખુદીરામ બોઝ

શહીદોમાં સૌથી નાનો ખુદીરામ બોઝ

ભારત માતાની આઝાદી માટે રણે ચડેલા વિપ્લવીઓમાં સૌથી નાની ઉમરના હતાં ખુદીરામ બોઝ. આ ફોટો જોઇને કોઇ પણ દેશભક્તની છાતી ફુલી જાય. પશ્ચિમ બંગાળના મીદનાપુર જીલ્લાના બહવૈની ગામનો આ છોકરો આખા બંગાળનો હીરો બનીગયો હતો.  સ્કુલમાં ભણતા ભણતા જ આઝાદીની લડતમાં જોડાઇ જવાની સરફરોશી તમન્ના. ૧૯૦૬ ની સાલમાં મીદનાપુરમાં એક ઔદ્યોગીક અને કૃષિને લગતું પ્રદર્શન ભરાયું હતું, સેકડો લોકો આ પ્રદર્શન જોવા આવ્યા હતાં. આઝાદીની લડત વિષે લોકો સુધી સંદેશો પહોંચે તે હેતુથી, સત્યેન્દ્ર નાથ બોઝ દ્વારા લેખિત ” સોનાર બાંગલા ” નામની પત્રિકા વ્હેંચવાનું કામ ખુદીરામને સોંપવામાં આવ્યું હતું. એક પોલીસે તેમને પકડવાની કોશિષ કરી તો તેના નાક પર મુક્કો મારી અને ભાગી છુટવામાં સફળ રહ્યાં.

૬-ડીસેમ્બર-૧૯૦૭ ના રોજ નારાયણગઢ સ્ટેશન પર બંગાળના ગવર્નરની સ્પેશ્યલ ટ્રેઇન પર બોમ્બ ફેંક્યો. પણ કમનસીબે ગવર્નર બચી ગયો. ૧૯૦૮ માં બે અંગ્રેજ અધિકારીઓ પર બોમ્બ ફેકવાનું સાહસ કર્યું તેઓ પણ દુર્ભાગ્યે બચી ગયા. આ બન્ને કેશમાં ખુદીરામ બોઝને એરેસ્ટ કરવામાં આવ્યા પણ પુરાવાના અભાવે બચીગયા.

લોર્ડ-કર્જને બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લીધો તેનો વિરોધ પ્રદર્શન કરવા વાળા ઉપર કલકત્તાના મેજીસ્ટ્રેટ કિંગ્સફોર્ડે khudi-2 બહુજ ખરાબ રીતે દમન કરવાની ભૂમિકા ભજવી હતી. ક્રાન્તિકારી ગતિવીધીઓથી ડરી જઇને અંગ્રેજોએ તેની બદલી મુઝ્ઝફર નગર કરી નાખી.

” યુગાન્તર ” નામના ક્રાન્તિકારી ગ્રુપે કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્લાન ઘડી કાઢ્યો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને આ કામ સોંપવામાં આવ્યું. ( પ્રફુલ્લ ચાકી બિહારના બોગરા જીલ્લાનો ૨૦ વર્ષનો વિપ્લવી યુવાન હતો, જે પ્રદેશ આજે બાંગ્લાદેશમાં છે )

બોમ્બ અને પિસ્તોલ લઇ આ નરબંકાઓ નિકળી પડ્યા મુઝ્ઝફર નગર. બે દિવસ કિંગ્સફોર્ડની  હિલચાલ પર નજર રાખી. રાત્રે તે રોજ ક્લબથી પોતાના બંગલે, બે ઘોડાવાળી બગ્ગીમાં બેસીને આવતો. ૩૦ એપ્રિલ-૧૯૦૮  ની રાત્રે તેના બંગલા પાસે બગ્ગી પર બોમ્બ ફેંક્યો. ફરી એજ કમનસીબી, કિંગ્સફોર્ડે તે દિવસે તેની કોઇ ઓળખીતી બે અંગ્રેજ મહિલાઓને તે બગ્ગીમાં બંગલા પર મોકલી હતી.  તે બન્ને નું મૃત્યુ થયું. કિંગ્સ ફોર્ડ પાછળથી આવ્યો અને બચી ગયો. પણ આ બોમ્બના અવાજનો પડઘો છેક

પ્રફુલ્લ ચાકી ( પોસ્ટની સ્ટેમ્પ }

પ્રફુલ્લ ચાકી ( પોસ્ટની સ્ટેમ્પ }

ઇંગ્લેન્ડ સુધી પડ્યો. થોડા દિવસો પછી કિંગ્સફોર્ડ બીકનો માર્યો ભયથી જ મૃત્યુ પામ્યો ( હાર્ટ-એટેક ) પોલીસ આ બન્ને ક્રાન્તિકારીઓને પકડવા પાછળ પડી, જેમાં ખુદીરામ પકડાઇ ગયા અને પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી શહીદી વ્હોરી લીધી.

૧૧-ઓગષ્ટ- ૧૯૦૮ ના રોજ અંગ્રેજ સરકારે ખુદીરામને મુઝ્ઝફર નગરમાં ફાંસીએ લટકાવી દીધા. જ્યારે ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે ખુશી ખુશી ગીતાનો પાઠ કરતા કરતા ફાંસીએ ચડ્યા. ખુદીરામની શહિદીના માનમાં દિવસો સુધી કલક્તામાં સ્કુલ કોલેજો બંધ રહી. આજ કાલ જેમ ” મૈ અન્ના હજારે ” –  ” મૈ આમ આદમી ” લખેલી ટોપીઓ પહેરીને લોકો જાગૃત નાગરીક હોવાનો ગર્વ લે છે તેમ, તે વખતે બંગાળના યુવાન દેશ-ભક્તો ” ખુદીરામ ” લખેલી ધોતી પહેરતા.

બ્લોગ-૧૧૨

Read Full Post »

વાસુદેવ બલવંત ફડકે

vasudev( એવું કહેવાય છે કે અંગ્રેજ સરકારના ખજાના લુંટી શસ્ત્રોની વ્યસ્થા કરવાની પ્રેરણા. ૧૯૦૦  પછીના ક્રાન્તિકારીઓને વાસુદેવ બળવંત ફડકે પાસેથી મળી હતી. )     મહારાષ્ટ્રના આ વીર શહીદને મહારાષ્ટ્રમાં તો ખોબલે ખોબલે વધાવે છે. અન્ય પ્રાન્તોની યુવા પેઢી કદાચ આ નામથી અપરિચીત હશે એવું બને. મહારાષ્ટ્રના કુલાબા જીલ્લાના ( હાલ રાયગઢ જીલ્લો ) શીરડોન  નામે એક નાનું એવું ગામડું છે. ત્યાં આ વીરપુરૂષનું જન્મસ્થાન છે. ( આજે પણ એ નાનું ગામડું જ છે. હું પનવેલમાં રહું છું. પનવેલથી ગોવા રોડપર ચડો એટલે  ૬  કે  ૭ કીલોમિટર થાય. મે તેમના ઘરની મુલાકાત લીધી છે. ઘર બંધ હાલતમાં છે પણ ગામનો કોઇ પણ માણસ, પુછો એટલે ગર્વથી બતાવે છે. )

એકલે હાથે ક્રાન્તિની અલખ જગાવી હતી ,પોતાના વિસ્તારમાં યુવાનોને જાગૃત કર્યા, તેમની મિટીંગમાં છત્રપતિ શીવાજીનો ફોટો કાયમ રહેતો, ક્યારેક ક્યારેક શ્રી લોકમાન્ય તિલક પણ તેમની મિટીંગમાં હાજરી આપતા. શસ્ત્રો ખરીદવા માટે પૈસાની જરૂર ઉભી થતી એટલે પુનાના માલેતુજાર રઇશોને ત્યાં લૂંટ કરવી પડતી. પુનાના ઘામોરી ગામે એક વાર લૂંટ કરી હતી. પુનાની બુધવાર પેઠમાં આવેલા સરકારી દફ્તરો પર છાપા મારતા. વિશ્રામ બાગપાડાના સરકારી દફ્તરો લૂંટી આગ લગાવી દીધી હતી.

અંગ્રેજ સરકારે તેમને પકડવા માટે  ૫૦,૦૦૦ રુપિયાનું ઇનામ જાહેર કરેલું ( ૧૮૮૦ ના સમયના vasudev-1આટલા રુપિયાની આજે કેટલી કિંમત થાય ? ) બદલામાં વાસુદેવ બલવંત ફડકેએ વળતા પોસ્ટરો લગાવીને અંગ્રેજ ગવર્નર રીચર્ડ ટેમ્પલનું માથું વાઢીને લાવી આપે તેને રુપિયા ૭૫,૦૦૦ નું ઇનામ બહાર પાડ્યું. ( હતા ને ભડવીર ? )

૨૦-૯-૧૮૭૯ ને દિવસે દગાથી વિજાપુરમાં ધરપકડ થઇ ગઇ. અને એડન જેલમાં કાળાપાણીની સજા માટે મોકલી દેવાયા. જેલના અત્યાચારોથી બીમાર પડ્યા અને તા. ૧૭-ફેબ્રુઆરી ૧૮૮૩ ના રોજ શહીદીને વર્યા.

આ બધા એકલવીર બહાદુરો હતા. ભિખ માગીને શસ્ત્રો ન ખરીદાય. આઝાદીની લડત માટે બધું વર્જ્ય. ઘેટાં બકરાના ટોળાઓ ભેગા કરી આઝાદી ન મળે.આવી દૃઢ માન્યતા સાથે કફન બાંધીને નીકળી પડેલા વિરો હતાં.

એકલવીર બહાદુર વિપ્લવીઓ

શહીદ ઉધમસિંહ

શહીદ ઉધમસિંહ

૧૩-એપ્રિલ-૧૯૧૯ ના રોજ અમૃતસરમાં “જલિયાં વાલા બાગ ” માં વૈશાખીના તહેવારે એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા કેટલાક દેશભક્ત નેતાઓ ભાષણ કરવાનાં હતા. સેંકડો લોકો જમાં થયા હતા, ત્યારે બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડાયર ૯૦ સૈનિકોની ફોજ લઇ અને ત્યાં પહોંચ્યો, સબક શીખવાડવા  નીહત્થા અને નિર્દોષ ભારતીયો પર ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ૧૦ મિનીટમાં તો ૧૬૫૦ જેટલા રાઉન્ડ છોડ્યા. એકહજારથી વધુ લોકો માર્યાગયા, ૨૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. તે વખતે ઉધમસિંહ પણ ત્યાં હાજર હતાં. તેઓ પણ ગોળોઓથી ઘાયલ થયા હતાં તેજ ક્ષણે બદલો લેવાનો નિર્ણય લઇ લીધો. ૧૩-માર્ચ-૧૯૪૦ ના રોજ લંડનના કૈક્સ્ટન હોલમાં બોમ્બફોડી અને ભાગદોડ કરાવી તેનો લાભ લઇ બ્રિટીશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ અને રેજીનોલ્ડ જનરલ ડાયરની નજીક પહોંચી જઇ ગોળીએથી વિંધી નાખ્યા. ૩૧-જુલાઇ-૧૯૪૦ ના રોજ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.

લાલા લજપતરાયના મોતનો બદલો

શહીદ લાલા લજપતરાય

શહીદ લાલા લજપતરાય

૧૭-ડીસેમ્સાબર-૧૯૨૮ ના રોજ સાયમન  કમીશનના વિરોધ પ્રદર્શનમાં અંગ્રેજ પોલીસ ઓફીસરે લાઠીચાર્જ કર્યો, જેમાં ઘાયલ થઈને શ્રી લાલા લજપતરાયનું મોત થયું, તેમની શહીદીનો બદલો લેવાની યોજના ચંદ્રશેખર આઝાદ, ભગતસિઃહ, સુખદેવ અને રાજ ગુરુએ માથે લીધી. એક જ મહિનામાં ૧૭-ડીસેમ્બર-૧૯૨૮ ના રોજ સોન્ડર્સને ગોળીઓથી ઢાળી દીધો. જેના બદલામાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા થઈ.

જય-હિન્દ

બ્લોગ-૧૧૧

Read Full Post »