Feeds:
Posts
Comments

Archive for the ‘કવિતા’ Category

ઉમરનો તકાજો દરેકના જીવનમાં ભાગ ભજવે છે , એક કાવ્ય સંગ્રહ પર નજર નાખી, શૂન્ય પાલનપુરી, બરકત વીરાણી, અમૃત ઘાયલ અને બીજા આપણા ઘણા બધા પ્યારા કવિઓની રચનાઓમાં આવેગો,સંવેદનાઓ અને લાગણીઓની ઝલક મળે છે. આમ જુઓતો લાગણી સાથે  સચ્ચાઇ સોએ સો ટકા જોડાયેલી હોય છે એટલે તેનો આદર કરવો એવું મને લાગે છે. અત્યારની ઉંમરને [...]

Read Full Post »

મોહમ્મદ અજમલ અમીર કસાબ હસ્યો,  બોલો કસાબ હસ્યો !
અંજલી વાઘમારે નામની વકીલ કસાબ માટે રોકવામાં આવી અને જજ શ્રી એમ. એલ. તાહીલ્યાનીએ કસાબને કહ્યું ” નમસ્તે કસાબ ” અને સમાચાર બની ગયા,  ” Kasab greets judge with ‘Namaste’ and smile ” કસાબે સ્મિત સાથે પ્રતિભાવ આપ્યો.
 
 
મને પણ હસવું આવ્યુ,
કસાબ તું છેલ્લે ક્યારે હસ્યો હતો ?
મને [...]

Read Full Post »

 
 
આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપોતો અમે આવીએ.. 
 
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા.
 
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી.
અમે ઊંબરની કોર લગી આવ્યા.
 
આપી આપીને તમે આંસું આપો,
સજન ! આંખો આપો તો અમે આવીએ…
 
બંધન વાળો પ્રેમ કોઇ દસ્તાવેજી કરાર લાગે, એગ્રીમેન્ટ જેવું લાગે, પ્રેમ મુક્ત હોવો જોઇએ,  પ્રેમને પાંખો હોવી જોઇએ, ખુલ્લું આકાશ હોવું જોઇએ, ખુલ્લા [...]

Read Full Post »

 Love at first sight :  આ શબ્દ સાંભળીને કેવું કેવું થાય , નહી ! માણસ ભૂતકાળમાં સરી જાય, એકલો એકલો બેઠો હોય તો જરાક મલક મલક થાય,  મીઠાં સંભારણા વાગોળવા લાગે, કોઇ મરક મરક મોઢું થતાં જોઇ જાય તો ટોકે પણ ખરા ( ફીલ્મો અને ટી.વી.માં જોવા મળે તેવુંય કરે, આપણી આંખો સામે બે આંગળીઓ [...]

Read Full Post »

તા-૧-જાન્યુઆરીના ” પ્રેમ પ્રેમ, સબ કહે….” બ્લોગમાં છેલ્લે એક કવિતાની પંક્તી મુકી હતી.  પૂર્વી જોષીએ ઇ-મેઇલ પર આખી કવિતા મને મોકલી આપી, આભાર…  પુર્વી જોષી મારા મોટા સાળાની દિકરી છે, મારી ભત્રીજી….,  પ્રોત્સાહન આપતી રહે છે,  સારુ લખો છો,  લખવા માટે પ્રોત્સાહન ઘણું જરુરી થઇ પડે છે, કબુલ….!
 
 
 પૂર્વી જોષી
 
I’ve the full lyrics of the song of Tushar [...]

Read Full Post »

આ કવિતા વિસેક વર્ષ પહેલા ક્યાંક વાંચેલી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. રચનાકારનું નામ લખવું ભુલી  ગયો હોઇશ, આજે પણ આ કવિતાના સંદર્ભો સમય અને જીવનના સત્યોને એટલા જ બંધ બેસતા છે. 
 
ચકલીની ચાંચોનો ચમકારો જોઇને,
 ચકલાની છાતીમાં છાંટા,
છાંટાની ઘટનામાં ચકલી ભીંજાઇ,
ઉકેલે ચક ચક આંટા.
ચકલીની પાંખમાંથી કંકુ ખર્યું,
ને ચકલાના ગાલ થયા લાલ,
દર્પણમાં ચકલીએ ચકલીને જોઇ,
ને વેરાયું દર્પણમાં વ્હાલ.
ચકલો [...]

Read Full Post »

ડો.ફિરદૌશ દેખૈયા ડોક્ટર કરતાં કવિ વધારે છે, “નાઝિર” સાહેબના વારસામાં કવિ હ્રદય તો મળેલું જ છે અને ઘણી સારી રચનાઓ આપતા રહે છે. હમણા હમણા મને કોમેન્ટ્સમાં ઘણી રચનાઓ પાઠવેલ છે. આ વાતનો મને ખૂબ જ આનંદ છે કે આપણા લાડલા અને દિલમાં વસેલા “નાઝિર” સાહેબના પૌત્ર ડો.ફિરદૌશ દેખૈયા પોતે મને આ રચનાઓ પાઠવે છે. તેમની મોકલાવેલ રચનાઓ [...]

Read Full Post »

૧૬-સપ્ટેમ્બરે એક બ્લોગ મુકેલો ( ભાષા :ભાવ,વિભાવ…..જો ધુણેતો ભૂત )અમારે અહીંયા હજી ધુણે છે. 
  
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
રસ્તા પર છે રાજ અમારું,
બજાર અમારા બાપની.
હું અહીંનો, આ શહેર મારું,
આ લડાઇ નોળીયા સાપની.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
ભક્તો ભલે તું ભેગા કર,
સૌ પહેલા તું બોર્ડ બદલ.
વેદ વદેલા પોથા ખોલ,
ફક્ત અમારી ભાષા બોલ.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
                                                                       
   

બુધ્ધ બિહારી, તું ઉત્તરનો ( જય [...]

Read Full Post »

                                         

આપો વેદના એવી… (તા.૧૬-૧૦-૧૯૭૭)
 
 

આપો વેદના એવી ,
સરોવર અશ્રુના છલકે,
ને માછલીની જેમ,
તરે નયનો અમારા,
થાય ના દર્શન તમારા,
પછી એવા તરફડે,
થાકીને લોચન ઢળે.
 
આપો વેદના એવી ,
સ્મૃતિના ખંડમા કોઇ,
મરડી આળસોના થર,
ખૂણાઓ સળવળે,
ચારે તરફ દોડે,
પડે અથડાય ઉભા થાય,
ને અંધારુ ટોળે વળે,
 
આપો વેદના એવી ,
ભૂલુ રસ્તા હું મંઝીલના,
પડે પગલા ભલે આડા,
સમયના ઠેકતો ખાડા,
ક્યાંક, ચગદાય એ સ્મરણો,
ને ચીસો પડે,
સૂના ગામના ખુણે [...]

Read Full Post »