Feeds:
Posts
Comments

Archive for the ‘ગમતાનો કરીએ ગુલાલ’ Category

મન ક્યારેક આનંદથી નાચિ ઉઠે તેવી ઘડી જીવનમાં દરેકને આવતી જ હશે ! મારા માટે નવા વર્ષની શરુઆત આવા જ આનંદ સાથે શરુ થઇ. અને વધારે ખુશીની વાત તો એ હતી કે મારો મિત્ર થાનકી પણ આ આનંદની વાત ઝીલવા મારી સાથે જ હતો. મારી ખુશી નાચી ઉઠીએ તેવા આનંદથી જરાય ઓછી ન હતી.  તા. ૩૦-ઓક્ટોબરની [...]

Read Full Post »

શુભ દિપાવલી
નૂતન વર્ષાભિનંદન.
 
શ્રી મોરારી બાપૂની કથામા સાંભળેલી એક વાત મને બહુ અસર કરી ગઇ હતી.
ચૌદ ચૌદ વર્ષ સુધી રામ વગરનું અયોધ્યા અંધારામાં જીવ્યું.રામ,લક્ષ્મણ અને સીતાજીનો અયોધ્યામાં પુન: પ્રવેશ અને દિપમાળાઓ પ્રગટી ઉઠી.
 
મને દરેક દિવાળીનો આનંદ રામના પુન:પ્રવેશ જેટલો જ લાગે છે.તમને અને પરિવારને દિવાળીનો  આવોજ આનંદ મળે એવી શુભેચ્છા.

શુભ દિપાવલી.

Read Full Post »

ઝ્યાં-પોલ સાર્ત્ર વિષે મારા મિત્ર થાનકીએ Comment લખી એટલે મેં ફોન ઉપર આ વિષે વાત કરી. મેં કહ્યું “હજી પણ મને અસ્તિત્વવાદ વિષે સ્પષ્ટ રજુઆત કરી શક્યો હોય તેવો સંતોષ થયો નથી. આપણા બ્લોગ મિત્રોને હમણા આ ભારે વિષય લઇ બોર નથી કરવા, પણ હજી એક વાર સ્પષ્ટ રીતે રજુઆત કરવાની ઇચ્છા છે. પછી ક્યારેક [...]

Read Full Post »

સલામ એ અજાણ્યા વૈજ્ઞાનીકોને જેમણે આપણને ઇન્ટરનેટ સુધી પહોંચાડ્યા. સલામ એ વૈજ્ઞાનીકોને જેમણે આકાશમાંથી વરસતી સર્ફિગ સિસ્ટ્મ આપી માહિતીના ભંડાર ખોલી આપ્યા. સલામ એ અજાણ્યા વ્યક્તિઓને જેમણે બ્લોગનો કન્સેપ્ટ સુઝ્યો અને મારા જેવાની સુસુપ્ત વાંછનાઓ જગાડી, નહી તો આજે લખવાની ઇચ્છાઓ સાવ કોમામાં સરી પડી હતી. બંધ મુઠ્ઠીની જેમ મારી અંદર રહેલો લેખક જીવ સાવ નિરાશ હતો. ઘણી [...]

Read Full Post »

ગયા વર્ષે  ૨૦૦૭ માં બરાબર વિજ્યાદશમી(દશેરા)ને દિવસે મારા મિત્ર હસમુખ (હરસુખ) થાનકીની દિકરી પ્રતિક્ષાના લગ્ન હતા. હસમુખે મને ફોન ઉપર કહ્યું હતું કે  ” દિનકર, ’રજવાડું’  કરીને એક હોટલ છે, એક વાર આપણે વાત નહોતી થઇ ?  કે અમદાવાદ એક હોટલમાં હું લગ્નના ફંક્સનમાં ગયો હતો અને ત્યાં ગુજરાતી સાહિત્ય નો બુક સ્ટોલ પણ હતો, પહેલી વાર આવી હોટલ જોઇ ! હા, બસ એજ [...]

Read Full Post »

મારા મિત્ર થાનકીએ તા-૧૯-૫-૨૦૦૮ નાં બ્લોગમાં , “ગાઇડ” વિષે ઘણી સરસ અને તાજી માહિતી આપી. મારી બહુ જુની યાદોને ઢંઢોળી નાખી. “ગાઇડ“ મેં લગભગ વીસેક વાર જોયું હશે. જોકે આવું કહેવાવાળા માણસોનો દુનિયામાં તોટો નથી,  “મેં ફલાણું પિક્ચર આટલી વાર જોયું અને ફલાણું આટલી વાર.” પણ સાહેબ, મારી વાત જરા અલગ છે. મેં ચાલીસ વર્ષના [...]

Read Full Post »

 
 બ્લોગ લખવાનુ મારા માટે એટલુ સહેલું નથી, કારણ કે ઘણાં વખતથી લખવાનું છુટી ગયું છે. જોકે બહું ઓછું લખ્યું છે. અને જે લખ્યું છે, તેમાંથી બહું ઓછું છપાયું છે. છતા પ્રયત્ન ઇમાનદારી પૂર્વક કરીશ.
 
 
મારો પ્રિય, મિત્ર હરસુખ થાનકી ( સાચું કહું તો, આ મારા મિત્રનું સાચું નામ મારા મોઢેથી ક્યારેય નીક્ળ્યું નથી. હુ કાયમ ” [...]

Read Full Post »