Feeds:
Posts
Comments

Archive for the ‘રચનાની ચર્ચા’ Category

મારે અહિંયા લૌકિક પ્રેમની નહિં, તેની આખી કેમેસ્ટ્રીની વાત કરવી છે. માં-બેટાનો પ્રેમ વાત્સલ્યથી ભરપૂર હોય છે, પવિત્ર હોય છે, પણ પ્રેમમાં લોહીનો સંબંધ કારણભૂત અને મર્યાદા સાથે બંધાયેલો હોય છે, સંબંધોનું જાળું વધતું જાય તેમ તેની કેમેસ્ટ્રી બદલાય. ઉમર થાય તેમ કેમેસ્ટ્રી બદલાય. તેવું જ ભાઇ-બહેનના પ્રેમમાં, ભાઇ-ભાઇના પ્રેમમાં, પિતા-પુત્ર અને મિત્રના પ્રેમમાં બને, પ્રેમનું નામ [...]

Read Full Post »

ઘડપણ આમતો બહું અણગમતુ  લાગતું હોય છે. કોને ગમે ? યુવાનીમાં ખુબ સિધ્ધીઓ મેળવી હોય, દુનિયા સાથે સંબધો વધારીને નામ કામ અને શાન મેળવ્યા હોય, તો પછી રોજની આપાધાપી પણ ખુબ જ કરી હોય ! ઘણુ મેળવ્યું છે તેમ લાગે. નિવૃત જીવન ક્યારેક સમસ્યા પણ લાગે ! મને તો ઘણી વાર એમ થાય છે કે મેળવ્યાની સામે જિંદગીની ઘણી માણવા જેવી પળો ગુમાવી [...]

Read Full Post »

કવિ શ્રી ભગવતી કુમાર પાઠક ચોરવાડના.
મને ચોરવાડનું થોડું વળગણ હોય તેના થોડાક કારણો છે, એક તો હું છેલ્લા ૩૮ વર્ષથી ધીરુભાઇ અંબાણીની કંપની રિલાયન્સમાં સર્વિસ કરી રહ્યો છું, જ્યારે અમદાવાદ નરોડા પ્લાન્ટથી તેમની કાર્કીદીની શરુઆત થઇ,  ”VIMAL” ના નામે સાડીઓ, પછી શુટીંગ, શર્ટીંગ અને ધીરે ધીરે બિઝ્નેસનું આખું એમ્પાયર ઉભું થયું, તે આખા ઇતિહાસનો હું સાક્ષી છું. [...]

Read Full Post »

તેરા તુજકો અર્પણ : બે  રચનાઓ અને મારું અજ્ઞાન  :  ૨૯-ઓગસ્ટ’૨૦૦૮
આ બ્લોગમાં મે લીધેલી બે રચનાઓ મને મારા મિત્રે ઇ-મેઇલ દ્વારા મોક્લી હતી મને ખુબજ ગમી હતી. રચનાકારોના નામથી અજાણ હતો. એટલે જ તો મે નામ કરણ આપ્યું હતું.
તેરા તુજકો અર્પણ
પિન્કી બહેને પ્રતિભાવ લખીને બન્ને રચનાકારોના નામ લખી મોક્લ્યા,  આભાર પિન્કી બહેન, મને થયુ, [...]

Read Full Post »

સાર્ત્ર(Jean-Paul Sartre), અસ્તિત્વવાદનો પ્રણેતા, ફ્રાંસનો આ લેખક ત્યાંની પ્રજા માટે હિરો હતો. કોઇએ એક વાર ફ્રાંસના પ્રમુખ દ’ગોલને, સાર્ત્રને જેલમાં પૂરવા કહ્યું ત્યારે દ’ગોલે કહ્યું હતું ” સાર્ત્રને ન પકડી શકું સાર્ત્ર તો ફ્રાંસ છે “ અદભુત વ્યક્તિત્વનો, ઉંચા સ્તરના સર્જકોનો પ્રભાવ જે સમાજ પર હોય તે સમાજનું માનસિક સ્તર પણ કેટલું ઉંચું હશે ? ૧૫-એપ્રિલ’૧૯૮૦ ના રોજ [...]

Read Full Post »

મારા એક મિત્ર છે, દુર્ગેશ પાઠક. કંપનીએ જવા અમારી સ્ટાફ બસ હોય છે. હું જ્યાંથી બેસું છું તેના આગલા સ્ટોપથી તે ચડે, મારા માટે સિટ રિઝર્વ રાખે, કોઇને બેસવા ન દે. જો કે આ ક્રમ બધા સ્ટાફ મેંમ્બરો જાણે છે એટલે લગભગતો કોઇ તેની પાસે બેસે જ નહીં. આ મિત્ર મને લખવા માટે નવા નવા વિષયો [...]

Read Full Post »

૧૯૭૦ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન લેખક એલેક્ઝાન્ડર સોલઝેનિત્સીનનું ગયા રવિવારે તા. ૩-ઓગષ્ટના  ૮૯ વર્ષે અવસાન થયું. વિસરાઇ ગયેલા આ લેખકની ક્રુતિઓ “ગુલાગ આર્કી પેલેગો” અને “વન ડે ઇન ધ લાઇફ ઓફ ઇવાન ડેનિસોવિચ” માં સામ્યવાદના ક્રુર અને લોખંડી સત્તાના વિરોધમાં પકડેલા કેદીઓની યાતના કેમ્પોનું દારુણ ચિત્ર હતું. ૧૯૧૮ થી ૧૯૫૬ સુધી સામ્યવાદના કહેવાતા કટ્ટર શાસકોએ [...]

Read Full Post »

આના પહેલાનાં બ્લોગમાં “નાઝિર” સાહેબ વિષે થોડીક માહિતી લખી હતી. ધન્યતા અનુભવું છું. તેમની થોડીક સારી ગઝલો બ્લોગમાં આપ્યા વગર રહી નશક્યો. કંઇક ખુટતુ હોય એવું મહેસુસ કરતો હતો.
* * *
પ્રભુના શીશ પર મારું સદન થઇ જાય તો સારું ; ભલે ગંગા સમું એ મુજ પતન થઇ જાય તો સારું.
નહીં તો  દિલ-બળેલો ક્યાંક બાળી દે નહીં જગને [...]

Read Full Post »

(૪ થી  માર્ચ , ૨૦૦૬. બક્ષીજીએ લખ્યું હતું . મારૂં પોતાનું  એક પ્રશ્નોપનિષદ છે. લોકોની સહમતિ કે અસહમતિ સાથે મારે કોઇ લેવા દેવા નથી.)
 
આ માણસનું પોતાનું  એક આગવું દર્શનશાસ્ત્ર હતું . પ્રસાદમાં કોઇ કેળું આપે તો છાલ સાથે ન ખવાય. પોતાના તર્કમાં જે વિચાર બંધબેસતો ન આવે, તે વાતને આ માણસ કેળાની છાલની જેમ ફેંકી [...]

Read Full Post »