Feeds:
Posts
Comments

Archive for the ‘રુબરુ મુલાકાત’ Category

અમારો અમરેલીનો કવિ રમેશ …., પૂજ્ય શ્રી મોરારીબાપુને મે ઘણી વખત  પોતાની રામકથામાં રમેશ પારેખને યાદ કરીને તેમની ગઝલ કહેતા સાંભળ્યા છે. બાકી હું શું લખી શકું આ  દિગ્ગજ કવિની મહાન સિધ્ધીઓ વિષે ?  
 ૧૭-મે- ૨૦૦૬ ,આજ થી બરાબર ત્રણ વર્ષ પહેલા રમેશ પારેખ આપણી વચ્ચેથી વિદાય લઇને ચાલ્યા ગયા. અમદાવાદથી રાજકોટ જતાં બસમાં જ હ્રદય-રોગનો હુમલો થયો અને રમેશ પારેખ એકા [...]

Read Full Post »

જોગી સાહેબની વાત કરવી છે. શ્રી યશવંત ભાઇ ઠક્કરે ઘણી વખત તેમના પ્રતિભાવમાં જોગી સાહેબની મારી વાતો સાથે પોતાની યાદો તાજી કરી છે. મને થયું કે આ ઓલીઆ અને ફકીર સરીખા આદમીને પુરા ભાવ સાથે યાદ કરી લેવાનો આ સમય ચુકવો ન જોઇએ. 
થાનકી સાથે મિત્રતા ન થઇ હોત તો  કદાચ જોગી સાહેબને ઓળખતો ન હોત. શ્રી યશવંત ભાઇએ કહ્યું તેમ, તે વખતે નવા [...]

Read Full Post »

બુરા જો દેખન કો ચલા, બુરા ન મિલીયા કોઇ, અંદર દેખા ઝાંખ કે, મુઝસે બુરા ન કોઇ.
કબીરજીનો આ દોહો સાદો સીધો નથી. અંદર ઝાંખવું બહુ કપરુ છે. આતો આત્મ નિરીક્ષણની વાત થઇ. માણસની પ્રકૃતી જલદી ન સુધરે એવી માન્યતા એમને એમ નથી ઘડાઇ. પોતાની ભૂલ દેખાવી સહેલી નથી, મારે કોઇની નહીં મારી પોતાની જ વાત કરવી છે. હંમણા [...]

Read Full Post »

 તા.૨-૫-૧૯૮૩, બુધવારે ,  બક્ષીજીને હું અને થાનકી (હરસુખ થાનકી) તેમના ઘરે મળવા ગયા હતા. હૂં ૧૯૮૨ માં અમદાવાદથી  મુંબઇ આવી ગયો હતો.. થાનકીના નાના ભાઇ વિનોદનો ’દુરદર્શન’ વરલીમાં ઇન્ટરવ્યુ હતો. અમારો પનવેલથી બધાં સાથે જવાનો પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો. હું આજે પણ પનવેલમાં રહું છું.’દુરદર્શન ’ પહોંચ્યા પછી ખબર પડી કે ઇન્ટરવ્યુ માટે લાંબી [...]

Read Full Post »