Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

( હિન્દી સાહિત્યમાં કમલેશ્વરજીની વાસ્તવવાદી વાર્તાઓ હંમેશા ગમી છે. સમાજની વાસ્તવિકતામાં સર્જનની કડી મળી જાય છે.આ નાની વાર્તા પાછળની ભુમિકા કંઇક આવી છે. કંપની બસ પનવેલથી પુના રોડના હાઇવે પર થઇ અને ફેકટરીએ જાય છે. હાઇવે પર આર્ટીફીસીયલ ફૂલોના ડેકોરેશન વાળા, હેલમેટ વાળા, નેતરની ખુરશી અને મુંઢા વેચવા વાળા, સારા સારા કાચના ઝુંમરો  તેમ જ [...]

Read Full Post »

( ઇન્ટરનેટ પ્રોબ્લેમને લીધે દિપાવલીની શુભેચ્છા પાઠવવા માટે ઘણો મોડો છું, દરગુજર કરશો )
જિંદગી
ધૂપની જેમ જિંદગી બળ્યા કરે,
રૂપ જાણે રાખ થઇ, ખર્યા કરે.
સમયનો કાંટો ભલે આગળ ધસે,
ઊંટ જેવો થઇ, અતીત ચર્યા કરે.
રોજ સોનાની ભરી તાસક,રવિ,
એક દિ ઓછો કરી, ધર્યા કરે.
જેટલા પક્ષી ઉડાડું યાદ ના,
સૌ નગર માથે મળી, ફર્યા કરે.
ઉટકો લોટો હવે અભરાઇનો,
તો, દિવાળી હોય એવું [...]

Read Full Post »

કમલેશ નાણાવટી ને હું છેલ્લે મળ્યો ત્યારે ફરી જિંદગીમાં મળાશે કે કેમ તે ભરોશો નહતો. કમલેશ અને હું અમદાવાદ ખાતે રિલાયન્સના નરોડા પ્લાન્ટમાં સાથે કામ કરતા. નાઇટ શિફ્ટમાં સાહિત્યની ઘણી વાતો નીકળતી, રાત ક્યાં વિતી જતી ખબર નહોતી પડતી. મારા મિત્ર થાનકીને અમે સાથે ક્યારે મળેલા એતો સાવ જ ભૂલાઇ ગયું હતું.
હું ૧૯૮૨ ઓગસ્ટમાં અમાદાવાદ [...]

Read Full Post »

શ્રાવણ મહિનો પુરો થવા આવ્યો. પુણ્યના પોટલા જે જે રીતો વડે બંધાય તે બાંધી લીધા., હવે પાછા લીલા લહેર.હવે આખૂંય વરસ બધુ મરજી મુજબ. આવતે શ્રાવણે  જોયું જશે. અમારે અહીયા શ્રાવણ મહિનો શરુ થવા ના આગલા દિવસે એટલે કે અષાઢ મહિનાની અમાસે “ ગટારી “ મનાવે એટલે કે નોન-વેજ, દારુની રેલમ છેલ બોલો ! સમાચાર [...]

Read Full Post »

જન્માષ્ટમિના શુભ અવસરે થોડીક શંકાઓ કરી લઇએ, કારણકે આ જ કૃષ્ણે આપણને કહ્યું છે કે શંકા વાળો માણસ મને પ્રિય નથી. માટે હે અર્જુન શંકા રહીત થા. અને અર્જુન જે પ્રશ્નોની ઝડી વર્ષાવે છે ! કૃષ્ણને એક બે નહીં અઢાર અધ્યાયનું પ્રવચન આપવું  પડે છે, છેલ્લે ગઇ વગાડીને કૃષણને કહેવું પડે છે ભાઇ અર્જુન, હે [...]

Read Full Post »

ઘણા સમય પછી છંદમાં લખવાની હિંમત કરી રહ્યો છું ( બહુ જુની રચનાને છંદમાં મઠારી છે ) બે જાતના અનુભવ થયા, એક તો કિશોરાવસ્થા યાદ આવી ગઇ, મારા પિતાજી મને અમારા ગામના કુવામાં તરતા શીખડાવતા હતા ત્યારે  કુવામાં ધક્કો મારતા, પછી પાછળ પોતે પણ આવતા, પણ તે વખતે દિલમાં જે ધક્ક ધક્ક થતું, એવો અનુભવ [...]

Read Full Post »

 આ માણસ : પક્કો લુચ્ચો,  આ દુનિયા : કાગળ ડૂચ્ચો !
 આ દુનિયા : કોરો કાગળ, આ માણસ ધુમ્મસ વાદળ.
માણસ એટલે માટીપગો, ભલભલો માણસ ક્યારે પાણીમાં બેસી જાય કંઇ કહેવાય નહીં !
 આપણે ત્યાં મોટા માથાના માણસો, ગુરુઓ, નેતાઓ,બુધ્ધિજીવીઓ, એવોર્ડથી નવાજેલા દેશના રત્નો, અચાનક જ કેવા માટીપગા અને લુચ્ચા નીકળે છે!  તેના કનીષ્ઠ માં કનીષ્ઠ  દાખલાઓ એટલે ” સત્યમ ” [...]

Read Full Post »

આગળના બ્લોગમાં ચોરવાડના શ્રી ભગવતી કુમાર પાઠકનો પરિચય અને તેમની ચોરવાડ પર લખેલી એક કવિતા મુકેલી , દ્વારકામાં તેઓ શારદા પીઠ કોલેજમાં પ્રોફેસર અને છેલ્લે પ્રિન્સીપાલ હતા. અત્યારે નિવૃત છે અને ચોરવાડમાં જ છે.  આ કવિ જીવ  દ્વારીકાને આપણી સમક્ષ મુકે નહિં એવું કેમ બને ! દ્વારીકા તો અમસ્તીએ આપણામાં વસેલી છે, આપણે શું ! આખ્ખા [...]

Read Full Post »