ઘડપણ આમતો બહું અણગમતુ લાગતું હોય છે. કોને ગમે ? યુવાનીમાં ખુબ સિધ્ધીઓ મેળવી હોય, દુનિયા સાથે સંબધો વધારીને નામ કામ અને શાન મેળવ્યા હોય, તો પછી રોજની આપાધાપી પણ ખુબ જ કરી હોય ! ઘણુ મેળવ્યું છે તેમ લાગે. નિવૃત જીવન ક્યારેક સમસ્યા પણ લાગે ! મને તો ઘણી વાર એમ થાય છે કે મેળવ્યાની સામે જિંદગીની ઘણી માણવા જેવી પળો ગુમાવી [...]
Posts Tagged ‘કવિતા’
બોલો ! ઘડપણની પણ કવિતા !
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on December 23, 2008 | 1 Comment »
ધીરૂ ભાઇનું ચોરવાડ, અને ચોરવાડના એક કવિ.
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on December 10, 2008 | 1 Comment »
કવિ શ્રી ભગવતી કુમાર પાઠક ચોરવાડના.
મને ચોરવાડનું થોડું વળગણ હોય તેના થોડાક કારણો છે, એક તો હું છેલ્લા ૩૮ વર્ષથી ધીરુભાઇ અંબાણીની કંપની રિલાયન્સમાં સર્વિસ કરી રહ્યો છું, જ્યારે અમદાવાદ નરોડા પ્લાન્ટથી તેમની કાર્કીદીની શરુઆત થઇ, ”VIMAL” ના નામે સાડીઓ, પછી શુટીંગ, શર્ટીંગ અને ધીરે ધીરે બિઝ્નેસનું આખું એમ્પાયર ઉભું થયું, તે આખા ઇતિહાસનો હું સાક્ષી છું. [...]
ચકલીના ચિટીંગની કવિતા.
Posted in કવિતા, tagged કવિતા on November 20, 2008 | 2 Comments »
આ કવિતા વિસેક વર્ષ પહેલા ક્યાંક વાંચેલી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. રચનાકારનું નામ લખવું ભુલી ગયો હોઇશ, આજે પણ આ કવિતાના સંદર્ભો સમય અને જીવનના સત્યોને એટલા જ બંધ બેસતા છે.
ચકલીની ચાંચોનો ચમકારો જોઇને,
ચકલાની છાતીમાં છાંટા,
છાંટાની ઘટનામાં ચકલી ભીંજાઇ,
ઉકેલે ચક ચક આંટા.
ચકલીની પાંખમાંથી કંકુ ખર્યું,
ને ચકલાના ગાલ થયા લાલ,
દર્પણમાં ચકલીએ ચકલીને જોઇ,
ને વેરાયું દર્પણમાં વ્હાલ.
ચકલો [...]
ડો.ફિરદૌશ દેખૈયાએ પાઠવેલી ગઝલો
Posted in કવિતા, tagged કવિતા on November 12, 2008 | Leave a Comment »
ડો.ફિરદૌશ દેખૈયા ડોક્ટર કરતાં કવિ વધારે છે, “નાઝિર” સાહેબના વારસામાં કવિ હ્રદય તો મળેલું જ છે અને ઘણી સારી રચનાઓ આપતા રહે છે. હમણા હમણા મને કોમેન્ટ્સમાં ઘણી રચનાઓ પાઠવેલ છે. આ વાતનો મને ખૂબ જ આનંદ છે કે આપણા લાડલા અને દિલમાં વસેલા “નાઝિર” સાહેબના પૌત્ર ડો.ફિરદૌશ દેખૈયા પોતે મને આ રચનાઓ પાઠવે છે. તેમની મોકલાવેલ રચનાઓ [...]
ભાષાનું ભૂત અને ભૂતની કવિતા.
Posted in કવિતા, tagged કવિતા on October 25, 2008 | 2 Comments »
૧૬-સપ્ટેમ્બરે એક બ્લોગ મુકેલો ( ભાષા :ભાવ,વિભાવ…..જો ધુણેતો ભૂત )અમારે અહીંયા હજી ધુણે છે.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
રસ્તા પર છે રાજ અમારું,
બજાર અમારા બાપની.
હું અહીંનો, આ શહેર મારું,
આ લડાઇ નોળીયા સાપની.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
ભક્તો ભલે તું ભેગા કર,
સૌ પહેલા તું બોર્ડ બદલ.
વેદ વદેલા પોથા ખોલ,
ફક્ત અમારી ભાષા બોલ.
તું મંદિરનો માલિક ભલે,
તારી પહોંચ પગથીયા કને.
બુધ્ધ બિહારી, તું ઉત્તરનો ( જય [...]
આપો વેદના એવી
Posted in કવિતા, tagged કવિતા on October 18, 2008 | 1 Comment »
આપો વેદના એવી… (તા.૧૬-૧૦-૧૯૭૭)
આપો વેદના એવી ,
સરોવર અશ્રુના છલકે,
ને માછલીની જેમ,
તરે નયનો અમારા,
થાય ના દર્શન તમારા,
પછી એવા તરફડે,
થાકીને લોચન ઢળે.
આપો વેદના એવી ,
સ્મૃતિના ખંડમા કોઇ,
મરડી આળસોના થર,
ખૂણાઓ સળવળે,
ચારે તરફ દોડે,
પડે અથડાય ઉભા થાય,
ને અંધારુ ટોળે વળે,
આપો વેદના એવી ,
ભૂલુ રસ્તા હું મંઝીલના,
પડે પગલા ભલે આડા,
સમયના ઠેકતો ખાડા,
ક્યાંક, ચગદાય એ સ્મરણો,
ને ચીસો પડે,
સૂના ગામના ખુણે [...]
ચુકવી દઉં ઋણ જો ઇશ્વર ઉધાર દે…
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on October 7, 2008 | 1 Comment »
તેરા તુજકો અર્પણ : બે રચનાઓ અને મારું અજ્ઞાન : ૨૯-ઓગસ્ટ’૨૦૦૮
આ બ્લોગમાં મે લીધેલી બે રચનાઓ મને મારા મિત્રે ઇ-મેઇલ દ્વારા મોક્લી હતી મને ખુબજ ગમી હતી. રચનાકારોના નામથી અજાણ હતો. એટલે જ તો મે નામ કરણ આપ્યું હતું.
તેરા તુજકો અર્પણ
પિન્કી બહેને પ્રતિભાવ લખીને બન્ને રચનાકારોના નામ લખી મોક્લ્યા, આભાર પિન્કી બહેન, મને થયુ, [...]
તેરા તુજકો અર્પણ : બે રચનાઓ અને મારું અજ્ઞાન
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on August 29, 2008 | 6 Comments »
મારા એક મિત્ર છે, દુર્ગેશ પાઠક. કંપનીએ જવા અમારી સ્ટાફ બસ હોય છે. હું જ્યાંથી બેસું છું તેના આગલા સ્ટોપથી તે ચડે, મારા માટે સિટ રિઝર્વ રાખે, કોઇને બેસવા ન દે. જો કે આ ક્રમ બધા સ્ટાફ મેંમ્બરો જાણે છે એટલે લગભગતો કોઇ તેની પાસે બેસે જ નહીં. આ મિત્ર મને લખવા માટે નવા નવા વિષયો [...]
“નાઝિર” સાહેબની થોડીક ગઝલો
Posted in રચનાની ચર્ચા, tagged કવિતા on July 19, 2008 | 2 Comments »
આના પહેલાનાં બ્લોગમાં “નાઝિર” સાહેબ વિષે થોડીક માહિતી લખી હતી. ધન્યતા અનુભવું છું. તેમની થોડીક સારી ગઝલો બ્લોગમાં આપ્યા વગર રહી નશક્યો. કંઇક ખુટતુ હોય એવું મહેસુસ કરતો હતો.
* * *
પ્રભુના શીશ પર મારું સદન થઇ જાય તો સારું ; ભલે ગંગા સમું એ મુજ પતન થઇ જાય તો સારું.
નહીં તો દિલ-બળેલો ક્યાંક બાળી દે નહીં જગને [...]