Feeds:
Posts
Comments

Posts Tagged ‘પરિચય’

આપણા ભૂતપુર્વ વડાપ્રધાન વી.પી.સિંગ છેલ્લા સત્તર વર્ષથી કેન્સરની બિમારી સાથે ઝઝુમતા હતા. ૨૭ નવેમ્બરે  ૭૭ મે વર્ષે તેમનું નિધન થયું. મુંબઇના આતંકવાદિ હુમલાની અફરાતફરીમાં છાપાઓ કે મીડીઆએ ખાસ નોંધ ન લીધી. બે ત્રણ કારણો બીજા પણ એવા છે, જેને લઇને આપણા ઘણા વડાપ્રધાનોના નામ સાવ વિસરાઇ ગયા છે. તે પહેલા એક વાત કહેવી છે. તેઓ વડાપ્રધાન તરીકે કેટલા સફળ [...]

Read Full Post »

અલવિદા કહીને નીળકળી ગયો આ માણસ, ફરીદ મહંમદ ગુલામનબી મન્સૂરી, આવડું મોટું આ નામ અત્યારે લોકો પાસેથી સાંભળ્યું ને વાંચ્યુ , અમારે તો “આદિલ” બસ આટલું જ નામ  પૂરતું હતું, આ નામ અમારી જિંદગી સાથે, અમારી વાતોમાં, અમારા હ્રદયમાં ઘર કરી ગયું હતું. હું અને મારો મિત્ર થાનકી, આદિલની વાત નીકળે એટલે ઓળ ઘોળ થઇ જતા. એક બીજા સામું જોયા કરતા. ” થાનકી, યાદ છે ? [...]

Read Full Post »

મન ક્યારેક આનંદથી નાચિ ઉઠે તેવી ઘડી જીવનમાં દરેકને આવતી જ હશે ! મારા માટે નવા વર્ષની શરુઆત આવા જ આનંદ સાથે શરુ થઇ. અને વધારે ખુશીની વાત તો એ હતી કે મારો મિત્ર થાનકી પણ આ આનંદની વાત ઝીલવા મારી સાથે જ હતો. મારી ખુશી નાચી ઉઠીએ તેવા આનંદથી જરાય ઓછી ન હતી.  તા. ૩૦-ઓક્ટોબરની [...]

Read Full Post »

૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ ( Nobel Prize for Literature ) મેળવનાર કોલંબિયાના લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ (Gabriel Gárcia Márquez) નાદુરસ્ત તબિયતને કારણે જાહેરજીવનથી વિદાય માગે છે. કેન્સરનો ભોગ બનેલા આ લેખક એક મિત્રને ” Farewell Letter ” લખે છે.
કોઇ પણ ક્ષેત્રમાંથી નિવ્રત્તિ જાહેર કરવી તે નાનીસુની બાબત નથી હોતી. આ તો જિંદગીથી વિદાય લેવાનો એકરાર છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ સાહિત્યકાર તરીકે ઘણી [...]

Read Full Post »

સાર્ત્ર(Jean-Paul Sartre), અસ્તિત્વવાદનો પ્રણેતા, ફ્રાંસનો આ લેખક ત્યાંની પ્રજા માટે હિરો હતો. કોઇએ એક વાર ફ્રાંસના પ્રમુખ દ’ગોલને, સાર્ત્રને જેલમાં પૂરવા કહ્યું ત્યારે દ’ગોલે કહ્યું હતું ” સાર્ત્રને ન પકડી શકું સાર્ત્ર તો ફ્રાંસ છે “ અદભુત વ્યક્તિત્વનો, ઉંચા સ્તરના સર્જકોનો પ્રભાવ જે સમાજ પર હોય તે સમાજનું માનસિક સ્તર પણ કેટલું ઉંચું હશે ? ૧૫-એપ્રિલ’૧૯૮૦ ના રોજ [...]

Read Full Post »

એવા સમયનો આ કવિ છે જ્યારે ટી.વી.સ્ક્રિનોનું ભારતમાં અસ્તિત્વ જ ન હતું. આઇફા એવોર્ડ કે એસ.એમ.એસ. ન હતા, કોમેડી સર્કસ કે સાસુ વહુઓની સિરીયલો નહતી. સેન્સેક્સ,ઇન્ડેક્સની પળોજણ ન હતી. કોર્પોરેટ કંપનીઓ ન હતી કે પેટ્રોલ, ડીઝલના ભાવોની ચિંતા ન હતી. એ સમયે કવિઓ અને લેખકો સાયકલો ઉપર સવાર થઇ ને શાક્ભાજી લેવા જતાં. તેમના જીવનની સંઘર્ષ ગાથાઓ અપરંપાર [...]

Read Full Post »

 તા.૨-૫-૧૯૮૩, બુધવારે ,  બક્ષીજીને હું અને થાનકી (હરસુખ થાનકી) તેમના ઘરે મળવા ગયા હતા. હૂં ૧૯૮૨ માં અમદાવાદથી  મુંબઇ આવી ગયો હતો.. થાનકીના નાના ભાઇ વિનોદનો ’દુરદર્શન’ વરલીમાં ઇન્ટરવ્યુ હતો. અમારો પનવેલથી બધાં સાથે જવાનો પ્રોગ્રામ નક્કી થઇ ગયો હતો. હું આજે પણ પનવેલમાં રહું છું.’દુરદર્શન ’ પહોંચ્યા પછી ખબર પડી કે ઇન્ટરવ્યુ માટે લાંબી [...]

Read Full Post »