યુરોપના પ્રવાસને ૫-સપ્ટેમ્બરે બરાબર એક વર્ષ પુરૂ થશે. પ્રવાસ વર્ણન નથી લખવું કારણ બહુ લોકોએ લખ્યું છે. પણ જે આનંદની ક્ષણો, જે જોવું વારંવાર ગમે, જે યાદ કરવું વારંવાર ગમે તે લખવું છે. આમેય દરેક માણસને પરદેશનું ઘેલું તો હોય જ. પોતાના દેશ કરતાં કંઇક જુદું દેખાય એટલે ગમે જ. પરદેશ જોયાનો આનંદ તો ત્યારે જ લાગે ને ! જેવો માહોલ અમદાવાદ કે મુંબઇમાં જોવા મળે તેવું જ ત્યાં દેખાય તો પછી પરદેશની મજા જ શેમાં ?

વચ્ચે છે જે ગોળમટોળ તે બસનો ડ્રાઇઅવર સ્ટીવ અને કોટ-પેન્ટમાં છે તે ગ્રુપ ગાઇડ સંતોષ સેટ્ટી

મિત્ર પ્રવિણ અરોરા સાથે
મજાની વાત એ હતી કે આખા યુરોપનો ૯ દિવસનો પ્રવાસ ફક્ત અને ફક્ત બસ દ્વારા જ કરવાનો હતો. અમારી બસના ડ્રાઇવરનું નામ હતું “સ્ટીવ” બહુ જ જોલી મિજાજનો હતો. અને છેલ્લા દશ વર્ષથી આ ટૂર-કોચ નો ઓપરેટર હતો. પહેલા દિવસે
તેને માઇક હાથમાં લઇને પોતાની ઓળખાણ આપી, પોતાનો રેકોર્ડ એકદમ બેસ્ટ છે, નો એક્સીડેન્ટ, સેઇફ ડ્રાઇવિંગ, સ્વચ્છતા મેન્ટેઇન કરવામાં પણ નંબર વન છે વિગેરે. પછી બધાને રીક્વેસ્ટ કરી કે ” I hope you Indians are best people and will help me to keep coach clean.There is dustbin in the
side of rear door, pl. use it, Thanks ” મને આ ગમ્યું, તેને છેલ્લા દશ વર્ષથી ભાતભાતના લોકો સાથે પનારા પડ્યા હશે. આખી ટુર દરમિયાન આવડા મોટા કોચને લઇ ૯ દિવસની ટુર પુરી કરવા સુધી તે એકલોજ હતો,
તેની હેલ્પ માટે, કોચ સાફકરવા માટે કે અમારો સામાન ડીકીમાંથી ઉતારવા કે ચડાવવામાં માટે તેનો કોઇ હેલ્પરજ નહીં, રોજ સવારે બધાનો સામાન ડીકીમાં ચડાવી દે અને રાત્રે જ્યાં હોટેલમાં રાત વાસો હોય ત્યાં ઉતારી આપે. ૫૫ મેમ્બર્સની લગભગ સો જેટલી બેગો તો હશે જ !આપણે ઇંડીયામાં તો એક સ્કુલ-બસ હોય તોય બાજુમાં ક્લિનર ઠબ…ઠબ..ઠબ.. કરતો સાઇડ આપતો બેઠો જ હોય.
મે આખા યુરોપમાં પેટ્રોલ પંપની બાજુમાં મોટા મોટા ટ્રુક-ટ્રેલર પાર્ક કરતા ડ્રાઇવરોને જોયા, બધા એકલા જ, કોઇની સાથે હેલ્પર કે ક્લિનર નહીં ! અને રોડ પર એક પણ ટ્રુક કે ટ્રેલર
ખુલ્લા ન જોયા, બધા જ બંધ બોડીના અને નવા નકોર લાગે જાણે હમણાજ નવા ખરીદીને લાવ્યા હોય તેવું લાગે. અને ઇન્ડીયાની ટ્રકો ? કેટલી હદે ગરીબ ? ટુટેલી ફુટેલી, લાકડા અને સળીયા બહાર લટકતા હોય, ક્યારેક તો રોડ ઉપર ઢસડાતા હોય.ટ્રાફિક પોલિસની નજરે ચડે એટલે ચાય પાણીનો તોડ કરવા આવી જાય. અને હા ટ્રાફીક પોલિસની વાત નીકળી એટલે યાદ આવ્યું મેઇન હાઇવે કે શહેરના રસ્તાઓ પર ક્યાંય ટ્રાફિક પોલિસ જોવા ન મળે, બધાજ પ્રામાણીકતાથી સિગ્નલને ફોલો-અપ કરે. ફક્ત પેરીસ, સ્વિઝર્લેન્ડ જેવા શહેરોમાં એકાદ ટ્રાફિક પોલિસ માંડ જોવા મળે. આપણે ત્યાં દરેક ચાર રસ્તા ઉપર પાંચ છ તો ઉભા જ હોય ! તમને થશે કે આ એકા એક ઇન્ડીયાને વખોડવા કેમ લાગ્યો, પણ સાહેબ તમે પણ આવું જ ફિલ કરવા લાગો.

અમારો કોચ ઓપરેઅટર ” સ્ટીવ “
બીજી એક વાત પણ બહુજ સમજવા જેવી જ નહીં પણ આપણે ભારતની સીસ્ટમમાં પણ દાખલ કરવા જેવી છે. રોડ-સેફ્ટીના સપ્તાહ ઉજવવાથી જ બધું પતી નથી જતું. એક વાર રાત્રે હોટલમાં અમે મોડા પહોચ્યાં સવારે રાબેતા મુજબ હોટલ માં સવારનો નાસ્તો કરીને સામાન ડીકીમાં ગોઠવાવી દેવડાવીને પોતપોતાની સીટ પર બેસી ગયા. રોજ સવારે આ કોચ ઓપરેટર માઇક લઇને બધાને ફ્રેશ કરી દેતો. ” બોલો આઇ લવ. સ્ટીવ.” બધાને પરાણે ત્રણ વાર બોલાવતો પછી હળવેથી હસતા હસતા બોલતો ” આઇ લવ ટૂ ” – ” જેસી ક્સ્ન ” એટલે જયશ્રી કૃષ્ણ એમ બોલતો.” ભાગો..ભાગો…” આ રોજ સવારનો ક્ર્મ, બધા એક દમ મૂડમાં આવી જતાં.પણ આજે એને જે વાત કરી તે ખરેખર અદભૂત હતી. તેને કહ્યું હજી દશ મિનીટ બસ ચાલુ કરવાને રાહ જોવી પડશે કારણ કે મારી પાસે ડ્રાઇવર માટેનું સ્માર્ટ-કાર્ડ છે અને તેમાં બધું રેકોર્ડ થયેલું હોય છે, ક્યારે મેં ઓવર સ્પીડ ચલાવી કેટલી વાર ઓવર-ટેક કરી વિગેરે અને આજે રાત્રે મેં બસ બંધ કરી તેને દશ કલાક પુરા થવામાં હજી દશ મિનીટની વાર છે. આ સ્માર્ટ-કાર્ડ સ્વાઇપ કર્યા પછીજ મને બસ સ્ટાર્ટ કરવાની સિસ્ટમ એલાવ કરશે અને તે દશ મિનીટ પછી જ શક્ય થશે. તેના પહેલા બસ સ્ટાર્ટ નહીં થાય કારણ કે at least I must take 8 hrs. rest and system will take care of this. આ રેકોર્ડ જ મારો સર્વિસ રેકોર્ડ ગણાય. વાહ છે ને મજબુત સિસ્ટમ ! ભારતમાં દાખલ કરી ન શકાય ?
સવારે નાસ્તો કરીને હોટલ છોડી દેતા સામાન ડીકીમાં મુકાઇ જતો અને સાઇટ સીઇંગ આખો દિવસ ચાલતું બપોરનું લંચ વચ્ચે જ કોઇ હોટેલમાં ગોઠવી દેવામાં આવતું જે બહાને નજીકનું કોઇ નાનું શહેર જોવાનો લ્હાવો મળતો. 
બસમાં ૯ દિવસનો ટોટલ પ્રવાસ લગભગ ૨૭૮૦ કિલોમિટર નો થયો હશે. આટલો સળંગ પ્રવાસ તો મેં ભારતમાંય નથી કર્યો. બસ એકદમ
કંફર્ટેબલ હતી. ચાર ચાર કે ક્યારેક છ કલાકનો સળંગ પ્રવાસ થતો છતાં બેસવાનો થાક લાગતો નહતો. વોશરૂમની વ્યવસ્થા બસમાં જ હતી એટલે ખાસ તેના માટે જ ક્યાંય બસ ઉભી રાખવી પડે તેવું બનતું નહીં. કોફી બ્રેક માટે કોઇક પેટ્રોલ પમ્પ પર રેસ્ટોરેન્ટ હોય ત્યાં લેતા.( નો, ટી ) સાલી કોઇ રેસ્ટોરેન્ટમાં ચાય મળતી
જ નહીં.
આખા પ્રવાસ દરમિયાન બસની બારી માથી દેખાતા સુંદર રોડ, રોડની બાજુએ ઘાંસની ટેકરીઓ પર વસેલા નાના નાના સુંદર શહેરો, દરેક શહેરમાં ચર્ચ અને ચર્ચનો બેલ-ટાવર,
રોડની બાજુમાં આવેલી દરેક નાની નાની ટેકરીઓ અને સ્ટ્રીમિંગ કરેલું
ઘાંસ, એવું લાગતું કે દરેક ટેકરી જાણે ગોલ્ફ-સ્કોર નું મેદાન હોય.એક એક દ્રશ્યો કેલેન્ડરમાં મઢી લેવાય તેવાં લાગે. આ બધા દ્રશ્યો અદભૂત
લાગતા.

આપ્લ્સ પર્વતની પહાડીઓ
રસ્તામાં અમે સ્વિઝ્ર્લેન્ડની બર્ફીલી પહાડીઓ વચ્ચે થઇને પણ પસાર થયેલા પણ એક પણ ઘાટ અસલામત ચઢાણ વાળો કે ઉતરાણ વાળો નહીં. આલ્પસ પર્વતમાળા પર થઇને પસાર થયા હતાં પણ રોડ એકદમ સરસ અને સેઇફ. બાકી અમે ભારતમાં ઉત્તરા ખંડમાં ચારધામ જાત્રા કરેલી છે, રોડ એટલા રીસ્કી હતાં કે બધા મજાકમાં કહેતા હતાં કે જીવનના બધા જ કામ પતિ ગયાં હોય અને બધીજ
જવાબદારી પુરી થઇ ગઇ હોય તો આ ચારધામ જાત્રા પર નિકળાય જેથી કરી ઘરે પાછા ન પહોંચ્યા તોય વાંધો નહી !
સફાઇ વિષે ? આપણા દેશમાં પ્રધાન મંત્રીને ઝાડું લઇને દેશવાસીઓને શીખવાડવું પડે છે, ભાઇઓ અને બહેનો દેશને સાફ રાખો.યુરોપની સફાઇ વિષે વધારે સફાઇ આપવાની જરૂર ખરી ? હમણા હમણા પૂ. મોરારી બાપુની રામકથા ટોકીયોમાં હતી, મે ટી.વી. ઉપર એક વાર લાઇવ જોયું, બાપુ ત્યાની સફાઇના વખાણ કરતાં કરતાં રીતસર રોઇ પડ્યા હતાં અને કમને પણ વ્યાસપીઠ પર બેઠા બેઠા કબુલ કર્યું હતું કે સ્વચ્છતા અમારા સ્વભાવમાં જ નથી. સુપ્રીમ કોર્ટે સરકારને ઠપકો આપવો પડે કે જો યમુના નદી અને ગંગા નદીનું સફાઇ અભિયાન આવી ગોકળ ગતિએ ચાલસે તો ૧૦૦ વર્ષ લાગી જશે.
કુલ પાંચ દેશોને પ્રવાસમાં આવરી લીધા હતાં અમે લંડન એવોઇડ કર્યું હતું એટલે બીજા પાંચ દેશો બ્રિટન સિવાયના હતાં. બેલ્જીયમના બ્રુસેલથી શરૂઆત થઇ પછી જર્મની, સ્વિઝર્લેન્ડ.ઈટાલી અને ફ્રાન્સ. આ
એકેય દેશોમાં અંગ્રેજી કોઇ બોલતું જ નથી. અને આપણે અંગ્રેજી બોલવામાં પોતાને બહુ શિક્ષિત સમજીએ છીએ પણ ત્યાં આપણું પોપટ થઇ જાય . ન કોઇ હોટેલમાં તમારી સાથે ઇંગ્લીશ બોલે કે ન કોઇ રેસ્ટોરેન્ટમાં. સૌ પોતપોતની ભાષા બોલે. જર્મન, સ્વિસ, ફ્રેન્ચ કે ઇટાલિયન. ક્યારેક બપોરનું
બ્રેકફાસ્ટ કોઇ રેસ્ટોરેન્ટમાં ગોઠવતા તો કાઉન્ટર પર ડીશોની વેરાઇટી ગોઠવેલી હોય જાતે જ પોતાની ડીશમાં પસંદ કરેલી આઇટમો લેતા જવાની પણ આઇટમનું નામ સાલુ વાંચવું કેવી રીતે ? વેજ છે કે નોન-વેજ એ પણ સમજણ નહોતી
પડતી.આખરે અમારા ગાઇડ સંતોષ સેટ્ટીની મદદ લેવી પડતી. રોડ પરના સાઇન બોર્ડ પણ તેમની જ ભાષામાં નો ઇંગ્લીશ.
પેરીસ તો જો કે પ્રવાસમાં છેલ્લું હતું પણ એફીલ ટાવરની માહિતી આપતાં બ્રોચર્સ ટેબલ બોર્ડ પર મુકેલા હતાં એક એક પ્રવાસી એફીલ ટાવરની લિફ્ટની લાઇનમાં આગળ વધતા જાય અને એક એક લેતા જાય, સાલુ તેમાં લખેલી માહિતી પણ ઇંગ્લીશમાં નહિં બોલો ! They don’t bother for English અને આપણે ભારતીઓ ? અમારા ગ્રુપમાં આધેડ વયની ઉમરનું એક સાઉથ ઇંન્ડીયન કપલ હતું. ટાઇમ પાસ કરવા ગ્રુપના મેમ્બરો અંતકડી રમતાં જોક્સ કહેતા. હું હિન્દીમાં જોક્સ કહેતો હતો ત્યારે પેલા સાઉથ ઇન્ડીયન ભાઇ બોલ્યા ” I don’t under stand Hindi please say in English ” મેં ઇંગ્લીશમાં જ તેમને કહી દિધું કે ઇંગ્લીશમાં કહીશ તો જોક્સની બધી મજા જ મરી જશે માટે શાંતિથી બેસો, બધા હસે ત્યારે હશજો ! ખરે ખર આપણી ઇંગ્લીશ ભાષા પાછળની ઘેલછા શરમ જનક છે, આપણે આપણી રાષ્ટ્રભાષા નથી સમજતા તે વાત કહેવમાં પણ ગર્વ લઇએ તે કેટલું શરમ જનક કહેવાય આ વાત તો યુરોપના આ બધાં દેશોમાં જ અનુભવાય.

અમારા સહ પ્રવાસીઓ સાથે ગ્રુપ ફોટો
યુરોપના પ્રવાસની શરૂઆત ૪-સપ્ટેમ્બરે રાત્રે કરી, મુંબઇથી દિલ્હી, દિલ્હીથી બેલ્જીયમનું બ્રુસેલ.

મિત્ર પ્રવિણ અરોરા સાથે
મજાની વાત તે હતી કે રાત્રે ૧૨ વાગ્યે અમે તો આકાશમાં ઉડતાં હતાં. અમે એટલે હું અને મારી પત્નિ હર્ષા અને મારો મિત્ર પ્રવિણ અરોરા અને મિસીસ અરોરા.
મારો બર્થ-ડે ૫-સપ્ટેમ્બર છે. રાત્રે બાર વાગ્યા એટલે મારા મિત્ર પ્રવિણે મને પ્લેનમાં જ બર્થ-ડે વિશ કર્યું. મે તેને જવાબમાં કહ્યું ” Same to you ” તમને થશે કે હું પ્રવાસના આનંદમાં શું બોલવું તે ભુલી ગયો હોય તેમ લાગે છે પણ એવું કાંઇ નથી, તમને આશ્ચર્ય થશે કે તેનો બર્થ-ડે પણ ૫-સપ્ટેમ્બર જ છે. અને એટલે જ અમે બન્નેએ મળી આ પ્લાન કરેલો કે બર્થ-ડે યુરોપ જવાના આકાશમાં ઉજવશું.
આકાશમાં બર્થ-ડે તો ઉજવી લીધો પણ બ્રુસેલ્સની જમીન પર ઉતર્યા એટલે અજાણ્યા પ્રદેશમાં એકલા પડી ગયા હોય તેવો છુપો અજંપો લાગવા માંડ્યો કારણ કે અમને મુંબઇના અમારા ટુર-ઓપરેટર “TPH ” ગ્રુપે અમને બ્રુસેલ્સના એરપોર્ટથી ટેક્ષી કરી એટોમિયમ-સ્ક્વેર પહોંચી જવા કહેલું, ત્યાં અમને લંડનથી નીકળેલુ ગ્રુપ ” STAR TOURS ” ની બસમાં ઇંગલીશ ચેનલ પાર કરી બ્રુસેલ એટોમિયમ-સ્ક્વેર પાસેથી પિક-અપ કરશે. એટલે અમે ત્યાનાં સવારના લગભગ
સાડા આઠ વાગે ટેક્ષી કરી એટોમિયમ-સ્ક્વેર પહોંચી ગયા. જોકે આમાં ટાઇમ બાબતમાં થોડી ગેરસમજ થઇ હતી. અમે ત્યાં પહોંચીને મુંબઇ “TPH” ટ્રાવેલને ફોન કર્યો કે અત્યારે લગભગ અંહિના ટાઇમ પ્રમાણે નવ સાડાનવ થયા છે. ” STAR TOURS ” ની બસ ક્યારે આવશે ? ત્યારે જવાબ મળ્યો કે તમારી સમજવામાં ભુલ થાય છે, અમે કહ્યું હતું બ્રુસેલના એરપોર્ટ પર આરામથી ફ્રેશ થઇ નાસ્તો પાણી કરી અને બે ત્રણ કલાક પછી નીકળજો કારણ કે લંડનથી આવવા વાળી બસ લગભગ બપોરના અઢી વાગ્યે બ્રુસેલ પહોંચશે.
” ગઇ ભેંસ પાની મેં ” અમારે હજી કમસે કમ એટોમિયમ-સ્ક્વેર પાસે રોડ પર સામાન સાથે ચાર કલાક વિતાવવાના હતાં એટલે ધીરજ ખુટી મિત્ર સાથે થોડી મચમચ પણ થઇ ” આવા ટુર ઓપરેટરની ટુરમાં જવાય જ નહિં, આવી ભુલ ફરી ક્યારેય કરતા નહીં ” કારણ કે મે સજેસ્ટ કરેલું ટુર ગ્રુપ હતું. ભુખ લાગી હતી એટલે સાથે લાવેલો નાસ્તો ઝાપટવા માંડ્યા, હું વાંકમા હતો એટલે મિત્ર જે કહે તે સાંભળી લેવાનું હતું. મને કહ્યું ” જાવ હવે પાણીની બોટલ લઇ આવો ” અટોમિયમ-સ્ક્વેર પાસે વિઝીટરો માટે એક રેસ્ટોરન્ટ હતી ત્યાં પાણીની બોટલ લેવા ગયો, આવીને પાણીની બોટલ તેના હાથમાં આપી અને કહ્યું ” લે આ મારા તરફથી બર્થ-ડે ગિફ્ટ ” મારી સામે જોઇને કહ્યું ” બીજી કોઇ ગિફ્ટ ન મળી ? ” મે કહ્યું ભાઇ આ પાણીની બોટલ ૭ યુરોની આવી એટલે ઇંડીયન Rs. 490 થાય. પછી જોકે થોડા હળવા થયા અને મુડમાં આવ્યા.આખી ટુર પત્યા પછી સારા અનુભવો થયા અને મિત્ર પ્રવિણ અરોરા આજે તો “TPH” ટ્રાવેલના વખાણ કરે છે. અને મને કહે છે ” બીજો પ્રોગ્રામ ક્યારે બનાવવો છે ? ”
અટોમિયમ-સ્ક્વેર વિષે લખવાનું જ ભુલાઇ ગયું કારણ કે પરદેશમાં થોડી વાર માટે તો બિચારા થઇ ગયાં હતાં. અટોમિયમ-સ્ક્વેર ઓરીજનલ તો Expo-58 માટે બનાવવામાં આવ્યું હતું. 335 ફીટ ઉંચું અને 60 ફીટ ડાયામિટરના Stainless steel clad spheres જે એક બીજાથી જોડાયેલા છે જેનો આકાર body-centred
cubic unit cell of an iron crystal જેવો લાગે છે. 10 ફીટના ડાયામિટર વાળી ટ્યુબોથી 12 spheres જોડાયેલા છે અને દરેક ટ્યુબની અંદર stairs, escalators અને lift છે. 12 અરિસા જેવા મોટા ગુંબજ જેવા ગોળા અદભુત લાગે છે. ફોટોગ્રાફી માટે બેસ્ટ જ્ગ્યા છે. ફોટોગ્રાફી કરી, એટોમિયમની ચારે બાજુ આંટા માર્યા, ઉપર વિઝીટ કરવા માટે ટીકીટની લાઇન હતી બીજું અમારી બસ ગમે ત્યારે આવીજાય તેવો અંદાજ કાઢીને બહારથી જ જોવાનો આનંદ લીધો.
લગભગ દોઢેક વગ્યાની આસપાસ બે ત્રણ ઇંડીયન ફેમિલી પુછતા પુછતા અમારી પાસે આવ્યા ” તમે STAR TOURS ની બસની રાહ જુઓ છો ? ” હવે અમને અને આવનાર બે ત્રણ ઇંડીયન ફેમિલીને બધાને રાહતનો અનુભવ થયો, હવે અમે એકલા ન હતાં ટોટલ દશેક મેમ્બર થઇ ગયા હતાં. પરદેશમાં એકલા પડી ગયાનો અજંપો દુર થઇ ગયો, બધા વાતોએ વળગ્યા, કોણ ક્યાંથી આવ્યું ? દરેકના ટુર ઓપરેટરો STAR TOURS સાથે ટાઇ-અપ થયેલા હતાં.
અમારી ટુર-બસ લગભગ ત્રણ વાગે આવી અને યુરોપ ટુર શરૂ. અમારી સીટ ૯ દિવસ માટે ફીક્ષ હતી એટલે રોજ રોજ વહેલા તે પહેલા જઇને બેસી જાય તેવી માથાકુટ નહિં.બધા ટુરીસ્ટો ઇંડીયન હતાં પણ અલગ અલગ જગ્યાએથી આવેલા. બે થી ચાર ફેમીલી લંડનથી જ હતા, એક ફેમીલી કેનેડાથી આવેલું, પંદરેક મેમ્બરો અમેરીકાથી આવેલા અને મોટા ભાગે બીજા ઇંડીયાથી હતાં. અમારા ટુર ગાઇડ મિ. સંતોષ સેઠીએ ટુંકમાં આખી ટુર કઇ રીતે પ્રોગ્રામ કરેલી છે અને કઇ કઇ મહત્વની વસ્તુ અને નિયમોનું પાલન કરવાનું છે. સમય ન વેડફાય માટે શું શું તકેદારી લેવાની છે વિગેરે વિગેરે બહું સારી રીતે સમજાવી દીધું.અમને એક સારા ટુર-ગાઇડ મળ્યાનો આનંદ થયો.
બસ Luxembourg જવા રવાના થઇ જે ફ્રાંસની અને જર્મનીની બોર્ડર પર આવેલું છે. અમારો પહેલો Night stay ત્યાં હતો. અમારા ગાઇડે બસના ડેશ-બોર્ડ પાસેથી માઇક લઇને બધાને રીક્વેસ્ટ કરી કે સૌ અંહીયા આવી માઇક પર પોતાનો પરિચય આપે. એટલે ચાલુ બસે વારા ફરથી બધા પરિચય આપવા લાગ્યા. મારો અને મિત્ર પ્રવિણ અરોરાનો વારો આવ્યો એટલે અમે અમારા બન્નેનો આજે બર્થ-ડે છે તેવું જાહેર કર્યું અને મજા પડી ગઇ, બસમાં બધી સીટો પરથી હેપી-બર્થ-ડે, હેપી-બર્થ-ડે ના અવાજો આવવા લાગ્યા, ઘડીકમાં જ ગ્રુપમાં આત્મિયતાનો માહોલ બની ગયો જે ૯ દિવસની ટુરમાં ખુબજ મજાનો રહ્યો.

BLack Forest, Germany

cuckoo clock shop
બીજે દિવસે સવારે બ્રેક-ફાસ્ટ પછી ટુર શરૂ. આજે જર્મનીમાંથી પસાર થવાનું હતું Black Forest રસ્તામાં જ રોડની સાઇડ પર આવવાનું હતું. Black Forest ૧૫૦ કિ.મીટરના એરિયામાં ફેલાયેલું છે જે સાઉથ જર્મનીમાં ૪૮૯૦ ફીટની ઉંચાઇએ ગાઢ જંગલ છે.સુર્ય કીરણો પણ દાખલ ન થઇ શકે તેવા ઉંચા,ગીચ અને સીધા પાઇન વૃક્ષોથી ઘેરાયેલું છે.
રોડની એક તરફ Black Forest છે અને એક તરફ જર્મનીની પ્રખ્યાત cuckoo clock ની shop છે. ૧૮ મી સદીના ઉત્તરાર્ધમાં આ કળા અને ટેક્નોલોજી વિકસિત થઇ
હતી. cuckoo clock એટલે લાકડામાંથી કંડારેલી કલાત્મક પેંડુલમ વાળી ઘડીયાળ, જેમાં દર કલાકે લાકાડામાંથી બનાવેલું cuckoo bird બહાર આવીને કોયલ જેવો અવાજ કરે. આ કલાત્મક ઘડીયાળ તેઓ કેવી રીતે બનાવે છે તેનો અમારા માટે ( દરેક ટુરિસ્ટ માટે ) સ્પેશિયલ ડેમો રાખવામાં
આવ્યો હતો. જોકે ભીડ ઘણી હતી કારણ કે બીજા ટુરિસ્ટો પણ હતાં એટલે લગભગ લોકો shop ની અને વિવિધ જાતની કલાત્મક ઘડિયાળોના ફોટા પાડવામાં વ્યસ્ત હતાં.
બપોરનું લંચ ત્યાજ લેવાનું હતું. જંગલમાં જ cuckoo clock shop ની બાજુમાં જ “STAR TOURS ” તરફથી લંચ માટે સરસ મજાનો ટેન્ટ બનાવવામાં આવ્યો
હતો. જેમા અમે લંચ લઇને પછી સ્વિઝર્લેન્ડ Rhine water fall તરફ રવાના થયા
Rhine water fall is the largest water fall in Europe.
Schaffhausen ટાઉનની પાસે આ વોટર-ફોલ અવેલો છે. ખુબજ સુંદર હતો. કલાકો સુધી ઉભા રહીને જોયા જ કરીએ એવું
લાગે.
ત્યાંથી પછી Lucerne city તરફ પ્રયાણ કરવાનું હતું ત્યાં ખાસ તો 14th century.માં બંધાયેલો લાકડાનો Chapael bridge જોવા જેવો છે. it is famed as an architectural masterpiece.
અને સ્વાન-લેક તરીકે જાણીતુ મોટું Lake છે. જેમાં ખરેખર હંસો તરતા હતાં. બાકી શોપીંગ માટે wrist-watch RADO અને ચોકલેટની મોટી મોટી shops છે. RADO ની shop માં અમે wrist-watch જોવા માટે ગયા.મોંઘી ઘડીયાળોના ભાવ સાંભળી ને જ અમે બહાર નીકળી ગયા. 500 Euro થી શરૂઆત થતી હતી ( ઈંડીયન રૂ. ૩૫,૦૦૦
) અને લાખ, એક કરોડ.મેં કહ્યું ચાલો આપણે ચોકલેટ સિવાય કંઇ જ ખરીદી નહિં શકીએ, shopping ને ગોળી મારો Lucerne city અને Chapael bridge
જોવાની મજા લઇએ.
સ્વિઝર્લેન્ડમાં એક પ્રથા બહુ મજાની લાગી મારકેટના મુખ્ય રસ્તાઓની મોટી મોટી રેસ્ટોરેન્ટ કે મોટી shop પર ઘણા દેશોના નેશનલ-ફ્લેગ લગાવેલા હતાં જેમાં આપણો ભારતનો પણ રાષ્ટ્ર્ધ્વજ હતો. ગર્વ કેમ ન થાય ? એક રેસ્ટોરેન્ટ પર
ભારતનો રાષ્ટ્ર્ધ્વજ હતો જેથી ખ્યાલ આવી જાય કે તે ઇન્ડીયન રેસ્ટોરેન્ટ છે !
લગભગ સાંજ ઢળી ચુકી હતી એટલે Lucerne city ની રોશની જોતા જોતા રાત્રે માઉન્ટ Titlis ની નજીકમાં જ હોટેલ હતી ત્યાં જવા નીકળી ગયા. બીજે દિવસે સવારે માઉન્ટ Titlis જે ૧૦,૦૦૦
ફિટની ઉંચાઇએ આવેલું છે એટલે મને એમ કે ત્યાં સુધી પહોંચવામાં ઘાટ વાળા રસ્તાઓ હશે ્પણ એવો કોઇ રસ્તો ન આવ્યો, સામાન્ય ટેકરી જેવા બે ત્રણ ઢાળ આવ્યા. સવારે બ્રેકફાસ્ટ કરીને રાબેતા મુજબ તૈયાર થઇ ગયા. આજે તો સ્વિઝર્લેન્ડની હરિયાળી,
બર્ફિલા પહાડો, દુનિયાની પહેલી revolving cable car, ફોટોજનીક Landscape આ બધું માણવાનું હતું. ઠંડી પણ ઘણી હશે તેમ કહેવામાં અવેલું એટલે સ્વેટર, જાકીટ વિગેરેથી સજ્જ થઈ તૈયાર હતાં.
મને એમ કે ૧૦,૦૦૦ ફીટ ઉંચાઇ સુધી
પહોંચવાનું છે એટલે પગપાળા
ચડવાનું પણ ઘણું હશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે એવું કંઇજ જોવા ન મળ્યું. દશ પગથિયા પણ પગપાળા ચડવા ન પડ્યા. ત્રણ જાતના રોપ-વે ( cable car ) વારા ફરથી બદલીને છેલ્લે revolving cable car, અને ૧૦,૦૦૦ ફીટની ઉંચાઇએ,
Mount Titlis. panoramic glacier of Swiss Landscape. પહેલી cable car માં ઉપર જતા જતા નીચેના સુંદર દ્રશ્યો દેખાતા હતાં, બીજી cable car થી જ્યારે ઉપર ગયા ત્યારે વાદળો વચ્ચેથી પસાર થતા હતાં અને ત્રિજી revolving cable car એક સાથે ૬૦ માણસોને લઇને ઉપર જઇ રહી હતી અને ગોળ ગોળ ફરતી હતી, ફુલ-સાઇઝ કાચની ગેલેરી હતી અને નીચે વાદળો ઉપર ખુલ્લું આકાશ અને વચ્ચે બર્ફના પહાડો, Wow… સ્વર્ગ આથી બીજું કેવું હોઇ શકે ?
૧૦,૦૦૦ ફીટની
ઉંચાઇએ સ્વિઝર્લેન્ડની ધરતી ઉપર માઉન્ટ Titlis પર જ્યારે શાહરૂખ ખાન અને કાજોલનું મોટી સાઇઝનું કટ-આઉટ મુકેલું જોઇએ તો India ના કલાકારો માટે કેટલો ગર્વ થાય ? “દિલવાલે દુલ્હનિયા લેજાયેંગે ” પિક્ચરનું શુટીંગ અંહિયા થયું હતું.
બપોરનું લંચ લઇને પછી વેનિસ , ઇટાલિ તરફ રવાના થવાનું હતું, રસ્તો લગભગ છ કલાકનો હતો એટલે રાત્રે વેનિસની નજીક કોઇ city માં હોટેલમાં રાત્રિ મુકામ હતો. સવારે બ્રેક-ફાસ્ટ લઇને વેનિસ તરફ રવાના થયા. વેનિસનો રોમાન્સ અલગ જ હતો. પાણીમાં તરતું શહેર, The most romantic city with distinctive
architecture ૧૧૮ ટાપુઓ વચ્ચે અને ૪૦૦ bridges થી જોડાયેલું શહેર વેનિસ. વાહ મજા આવી ગઇ કારણ કે બસ તો Padoa આવી અને ત્યાંથી મોટી મોટર-બોટમાં વેનિસ જવાનું હતું. અડધા કલાક વચ્ચેના સુંદર દ્રશો જોતા જોતા ફોટોગ્રાફી કરતાં કરતાં વેનિસ ક્યારે આવી ગયું ખબર ના પડી. હવે પાણીમાં
તરતા શહેરની મજા લેવાની હતી. વેનિસનિ પ્રખ્યાત ગંડોલા રાઇડ ( વેનિસની ગલીઓમાં સફર કરવાની સુંદર હોડીઓ) અમારા માટે બુક કરીને રાખેલી હતી. એક હોડીમાં છ છ જણા બેસી શકે. ખાસ વિષેશતા તે જોવા મળી કે હોડીને ચલાવવા વાળા બધા જ એક જ ડ્રેસ-કોડમાં. વર્ષોથી તેમનો ડ્રેસ-કોડ એક જ જાતનો રહ્યો છે એવું લાગ્યું કારણકે અમિતાભ બચ્ચનનું “ગ્રેટ ગેમ્બલર ” પિક્ચરનું એક ગીત
વેનિસમાં આવીજ ગંડોલા રાઇડમાં થયેલું છે. અને મેં જોયું લગભગ ત્રિસેક વર્ષ પહેલા થયેલા શુટીંગમાં એજ જાતના ડ્રેસ-કોડ વાળો નાવ-ચાલક છે. “સંગમ ” પિક્ચર તો લગભગ ૫૦ વર્ષ પહેલાનું હશે. તેમાં પણ વેનિસના દ્રશોમાં એજ જાતના ડ્રેસ-કોડ વાળો નાવ-ચાલક. તાજ્જુબ લાગે ને ?
ગંડોલા રાઇડ નાની ગલીઓમાંથી Grand Canal પર આવી.. Wow.. શું સુંદર દ્રશ્ય હતું. મને આ વેનિસ વાસીઓની ઇર્ષા થવા લાગી. કેનાલનું પાણી પણ એકદમ સાફ સુથરૂ અને ગ્રીન કલરનું જાણે વેનિસ આખું એક સ્વિમીંગ પુલ ન હોય !
St. Mark’s square one of the most elegant square in the
world.

Carnival of Venice is world famous for its elaborate masks. વેનિસમાં મોંઘા માસ્કની shops આવેલી છે.જાત જાતી ના માસ્ક મળતા હતાં. આપને કલ્પના ન કરી શકીએ એવા એવા
માસ્કનાણ મોડેલ ડિસપ્લે કરેલા હતાં.
બાકી વેનિસમાં તો કેટલીય હિન્દી ફિલ્મોના અને ઇંગ્લીશ ફિલ્મોના શુટીંગ થયા છે, અને આજે પણ થતા રહે છે. યુરોપ ટુર પછી તો મેં ગોતી ગોતીને આવા પિક્ચરોની VDO clip યુ-ટ્યુબ પર જોઇ છે.જગતના નામિ સહિત્યકારોએ પણ વેનિસને પોતાની કૃતિઓમાં સ્થાન આપ્યું છે. શેક્સપિયરનું નાટક The Merchant of Venice તો દુનિયાભરમાં પ્રખ્યાત થયેલું છે. The Serpent of Venice – Christopher Moore ની આ નોવેલ બેસ્ટ સેલર લિસ્ટમાં છે.

Piyazza Venizea Monument of Victor Emmanuel -II king of unified Italy
પછી આગળ હવે Rome તરફ રવાના થવાનું હતું. Rome the ancient historical city, colosseum and many more.. Rome નો ઇતિહાસ તો બહુ જ રોમાંચક અને યુધ્ધોનો રહ્યો છે. 1st century before christ સમયના સ્થાપત્યો ખરેખર જોવા જેવા છે.

લગભગ Before Christ ૧૫૦ વર્ષ પહેલા Rome માં એક એવું સ્ટેડીયમ બનાવવામાં આવ્યું હતું જેને colosseum કહેવાય છે .જ્યાં શસ્ત્ર સાથે જીવ સટોસટની બાજી ખેલવા વાળા યોધ્ધાઓ ભાગ લેતા જેને Gladiator કહેતા, બે યોધ્ધાના યુધ્ધમાં એકનું મોત નિશ્ચિત રહેતું અને એવા યોધ્ધાઓને સ્પોન્સર કરવા વાળા માલિકો રહેતાં. જેમાં ક્રિકેટ જેવો સટ્ટો રમાતો અને રોમન લોકો તેમજ રોમના રાજાઓ આવી ક્રુર રમતનો આનંદ લેતા.આ વિષય પર Gladiator નામની ઇંગ્લીશ ફિલ્મ પણ બની છે.

એ જ્ગ્યા જ્યાં જુલિયસ સિઝરનિ હત્યા થઇ હતી.
લગબગ ૨૫૦૦ વર્ષ એટલે કે ૭૫૦ વર્ષ Before christ જુનો ઇતિહાસ અને સ્થાપત્યો Rome માં જોવા મળે. રોમન સામ્રાજ્યનો મહાન શાસક જુલિયસ સિઝરની જ્યાં હત્યા થઇ હતી તે જગ્યા આવી એટલે અમારા ગાઇડ ્સંતોષ સેઠ્ઠીએ વિગત વાર સિઝરનો થોડો ઇતિહાસ કહ્યો. અમારો ગાઇડ સારું એવું જ્ઞાન ધરાવતો હતો જેને લઇને અમારી ટુર ઘણીજ મજાની રહી, નહીતો રોમના
પથરા જોઇને પાછા વળત.
2nd century માં બંધાયેલુ સ્થાપત્ય
Pantheon

2nd century માં બંધાયેલુ સ્થાપત્ય Pantheon
Rome ના ઘણા શાસકો સનકી દિમાગના રહ્યાં છે. કહેવાય છે કે ઇસ. ૦૦૬૪ યસ ૬૪ ની સાલ માં નિરો નામનો Emperor રોમ ભડકે બળતું હતું અને તે ફીડલ વગાડતો હતો. આગ ૧૮ અને ૧૯ જુલાઇ ૦૦૬૪ માં મધરાતે લાગી હતી અને છ દિવસ પછી કન્ટ્રોલમાં આવી હતી. કહેવાય છે કે આ Emperor બદમાશ હતો, રોમનું અમુક સ્ટ્રક્ચર તેને પસંદ નહોતું એટલે રિનોવેશન કરવા માટે લોક લાગણીનો વિચાર કોરે મુકી પોતે જ આગ લગાવડાવી હતી.

મુસોલિની
ફાસિસ્ટ સરમુખત્યાર મુસોલિની જ્યાં થી ઇટાલીની પ્રજાને સંબોધન કરતો તે Square અને ઝરુખો પણ અમે જોયો. એજ Square ની ચારે બાજુ પત્થરના વિશાળ ઐતિહાસિક બિલ્ડીંગો હતા, દરેક બિલ્ડીંગ સાથે ઇતિહાસની કોઇ ન કોઇ વાતો જોડાયેલી હતી. અમારા ગાઇડે દૂરથી બીજો એક જરૂખો બતાવ્યો તેના પર મોટો Green રંગનો ફ્લેગ ફરકતો હતો, તેણે કહ્યું યુધ્ધો ચાલતા ત્યારે નેપોલિયન પોતાની માતાને આ બિલ્ડીંગમાં રાખતો.
રોમમાં ઘણું જોવા જેવું હતું. બધુ લખીશ તો વાચક મિત્રોને કંટાળો આવશે. પણ એકવાર જોવા જેવું ખરૂ. યુરોપના ઇતિહાસમાં રોમનુ નામ ન આવે તો ઇતિહાસ અધુરો રહી જાય.
Vatican city રોમની વચ્ચે જ આવેલું છે પણ એક અલગ country છે, અલગ Government, અલગ currency. Vatican city એટલે home to the pope
and the roman catholic church, St, Peters Basilica.નો વિશાળ ડોમ છે.વર્ષમાં એક
વખત ક્રિસ્ટમસ વખતે નામદાર પોપ આ ચર્ચના ઝરૂખામાં આવે છે અને ધર્મનો સંદેશ આપે છે. તે વખતે દુનિયાભરના કેથોલિક ક્રિશ્ચીયનો લાખોની સંખ્યામાં St.Peters Square માં ભેગા થાય છે. જગત આખામાં કેથોલિક ચર્ચોનો કારોબાર અને ધર્મ પ્રચારનું તંત્ર અહિંયાથી થાય છે.
કેથોલિક ક્રિશ્ચીયનોનું આ ધાર્મિક યાત્રા ધામ છે.
રોમ અને વેટિકન સીટી પછી એવાજ ઐતિહાસિક શહેરની મુલાકાત Florence, it is home to many masterpieces of Renaissance art and architecture. One of its most iconic sights is the Duomo, a cathedral with a terracotta-tiled dome engineered by Brunelleschi and a bell tower by Giotto.
Michelangelo’s ના જગ પ્રખ્યાત શિલ્પો, ફ્લોરેન્સમાં જગ્યા જગ્યાએ જોવા મળે છે.



Statue of Da Vinci
મોનાલિસાનું ચિત્ર બનાવનાર પ્રખ્યાત ચિત્રકાર da Vinci નું જન્મ સ્થાન પણ ફ્લોરેન્સ હતું. મહાન વૈજ્ઞાનિક અને ખગોળ-શાસ્ત્રી ગેલેલીયાને તેની ઇચ્છા મુજબ ફ્લોરેન્સના Basilica of Santa Croce ( ચર્ચ ) માં દફન કરવામાં આવ્યો હતો..
Florence Nightingale જેને યુધ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સેવા શુશ્રુસા કરી અને ઇતિહાસ સર્જ્યો હતો. તે પણ Florence માં જન્મી હતી. તેણે નર્સિંગની સેવાને દુનિયામાં બહુ ઉંચો દરજ્જો અપાવ્યો હતો. She became an icon of Victorian culture, especially in the persona of “The Lady with the Lamp” making rounds of wounded soldiers at night. 
અમારા ગાઇડે એક ખુણામાં ઉભેલી એમ્બ્યુલેન્સ બતાવી અને કહ્યું દુનિયાની સૌથી પહેલી એમ્બ્યુલેન્સ અહીંથી આ જગ્યાએથી શરૂ થઇ હતી જોકે તે વખતે ઘોડાગાડીના રૂપમાં હતી. એમ્બ્યુલેન્સનો concept અહિંથી જ શરૂ થયો હતો નીચેનો ફ્લોરેન્સનો વ્યુ Piazelle Michelangelo નામની ટેકરી પરથી દેખાય છે.

પછીનો પ્રવાસ Pisa તરફ હતો. ૧૦૦૦ વર્ષ પહેલા બંધાયેલું ચર્ચ Duomo cathedral અને cathedral નો Bell Tower એટલે પિસાનો ઢળતો મિનારો જે Leaning Tower of Pisa તરીકે જગતમાં પ્રખ્યાત છે અને ખાસ તો Pisa ગેલેલીઓનું જન્મ સ્થળ હતું.


ગેલેલીઓ
Galileo was an Italian astronomer, physicist, engineer, philosopher, and mathematician who played a major role in the scientific revolution of the seventeenth century. He has been called the “father of observational astronomy.


Galileo ગુરુત્વાકર્ષણના સિધ્ધાંતો શોધવા આ ઢળતા મિનારા પરથી પ્રયોગો કરતો. He had dropped balls of the same material, but different masses from the Leaning Tower of Pisa to demonstrate that their time of descent was independent of their mass.

United Nations building
Pisa પછી ઇટાલીની બોર્ડર ક્રોસ કરીને પાછા Swiss બોર્ડર પર જીનેવા Geneva જ્યાં Swiss bank પણ આવેલી છે અમે અમારા ગાઇડને મજાકમાં કહ્યું હતું ” ત્યાં લઇજાવ, અમારે ઇન્ડીયાનું કાળુ નાણું કઢાવવું છે. ત્યાં United Nations building. જોવાનો લ્હાવો મળ્યો. UN નું આજનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કમાં છે, આ પહેલા તે Geneva માં હતું. Geneva માંથી ફ્રાન્સ તરફ રવાના થયા એટલે રસ્તામાં ( અન્ડર-ગ્રાઉન્ડ ) ” સર્ન ” લેબોરેટરી હતી જેમાં જગતના મોટા મોટા વૈજ્ઞાનિકો બિગ-બેંગ વખતની થીયરી શોધી રહ્યા છે. The European Organization for Nuclear Research, known as CERN, is a European research organization that operates the largest particle physics laboratory in the world. જે ટીમમાં ભારતના વિજ્ઞાની શ્રી સત્યેન બોસ મુખ્ય છે.
હવે દુનિયાની સાત અજાયબી માનો એક એટલે એફીલ ટાવર. બસ સાંજના
પેરીસ તરફ આગળ વધવા લાગી એટલે બસની બારી માંથી વારે વારે જોવની ઇચ્છાને રોકી શકતા નહતાં. અમારી ઉત્સુકતા જોઇને અમારા ગાઇડ સંતોષે કહ્યું ” ટેન્સન મત લો, જહાં સે દિખના શુરૂ હોગા મૈ આપકો બતાદુંગા ” અને અચાનક તેને કહ્યું ” અબ દેખો ” Wow….. એક અનોખો રોમાન્સ વ્યાપી ગયો. વર્ષો જુની ખ્વાહીસ, છેલા ૬૪ વર્ષથી જેના ફક્ત ફોટા જોઇ જોઇને જ સંતોષ માનતા હતાં, આજે નજર સમક્ષ હતો.
સાજના Seine River માં ક્રુઝની મજા લેવાની હતી.લગભગ એકાદ કલાકની સીન નદીની ક્રુઝ ટુરમાં નદિના બન્ને કિનારે આવેલું પેરિસ અને
તેના ભવ્ય સ્થાપત્યો The rich architectures જોવાનો ખુબજ આનંદ માણ્યો, ફોટોગ્રાફી ચાલતી રહી. એફીલ ટાવરને જુદા જુદા એન્ગલેથી જોવાનો અનેરો લ્હાવો મળ્યો જેવા એન્ગલથી આના પહેલા ક્યારેય ફોટામાં પણ જોયો ન હતો. ક્રુઝ ટુરમાં નદિ કિનારે આવેલા Musee d’Orsay, Notre Cathedral વિગેરે પેરિસના ભવ્ય સ્થાપત્યો જોયા. ભવ્ય, ભવ્ય..


એફીલ ટાવર ૩૨૪ મિટર ( ૧૦૬૩ ફીટ ) એટલે કે લગભગ ૮૧ માળ જેટલો ઉંચો છે. પેરિસમાં tallest structure ગણાય. The tower has three levels with restaurants on the first and second levels. The top level’s upper platform is a view gallery.
અદભૂત, અદભૂત…..
એફીલ ટાવર વિષે એવું કહેવાય છે કે શરુઆતમાં તો પેરિસ અને ફ્રાન્સ વાસીઓએ આ સ્ટ્રક્ચરનો વિરોધ કરેલો, તેમના મતે આ સ્ટ્રક્ચર પેરિસના બીજા rich architectures ની શોભા
બગાડી રહ્યો છે. પણ વખત જતા તેની પ્રસિધ્ધી અને મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોતા આ વિવાદ સમી ગયો.અને દુનિયાની અજાયબીમાં તેની ગણત્રી થવા લાગી.
કહેવાય છે કે જર્મનીના હીટલરે ફ્રાન્સ પર વિજય મેળવ્યા પછી
થોડા જ સમય માં આ પોઝ પડાવ્યો હતો પણ ઉપર જવા માટે તેને સમય અને ચાન્સ મળ્યો ન હતો.

બાકી પેરિસની નાઇટ ટુર ગોઠવેલિ હતી જેમાં રાત્રે એફીલ ટાવરની રોશની, Army
museum, Resting place of Napoleon. અને ઘણું બધું હતું. અમારી ટુર લિમિટેડ હતી એટલે જેટલું જોયું, જાણ્યું તે બધું જ યાદ કરવા લાયક છે.પેરિસથી અમરા ગ્રુપના ચાર પાંચ ફેમિલી અને અમે છુટ્ટા પડી ગયા, બાકીના લોકો બસમાં યુરો ચેનલ થ્રુ Calais, London તરફ રવાના થયા. બધાને એકદમ warm bye bye કરી સૌ મિઠી યાદો લઇને છુટ્ટા પડ્યા. રાત્રે ૯:૩૦ ની ફ્લાટમાં ઇન્ડીયા જવા રવાના થવાનું હતું. છેલ્લી લાલચ પણ રોકી ન શક્યો. પ્લેનની બારીમાંથી એફીલ ટાવરની રોશની દેખાશે એવી આશા સાથે નજર કરી અને Wow…. એ ખરેખર દેખાયો ટુરની સમાપ્તિ પણ ઘણી જ રોચક રહી. એક વાર યુરોપ જવું જ જોઇએ.