Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2009

ઘણા સમય પછી છંદમાં લખવાની હિંમત કરી રહ્યો છું ( બહુ જુની રચનાને છંદમાં મઠારી છે ) બે જાતના અનુભવ થયા, એક તો કિશોરાવસ્થા યાદ આવી ગઇ, મારા પિતાજી મને અમારા ગામના કુવામાં તરતા શીખડાવતા હતા ત્યારે  કુવામાં ધક્કો મારતા, પછી પાછળ પોતે પણ આવતા, પણ તે વખતે દિલમાં જે ધક્ક ધક્ક થતું, એવો અનુભવ થાયો ( પંચમજી સંભાળી લેશે ). બીજો અનુભવ એવો થયો જાણે ઘરમાં થોડુંક રિનોવેશન કરીએ પછી નવો રુમ કેવો મજાનો લાગે તેવું- આભાર   ( જો સફળ રહીશ તો જુની ઘણી રચનાઓ છે, તેને અજમાવીશ )

 

તા. ૪-૧-૧૯૭૭

 

દર્પણ

 Mirror

છે ધરા પર તોય ઉંચે આંબતુ  એ આભ દર્પણ ,

આ ધરાનું રુપ ચાંદી, ચાંદનો ચળકાટ દર્પણ.

વ્હેંત સરખું છે છતાં, આખા જગતનું ઘાટ દર્પણ.

રુપ છલકે જ્યોત સરખું, જ્યોતની છે વાટ દર્પણ.

છે અધુરૂ રુપ તોયે રુપનું આવાસ દર્પણ.

મેઘ વરસે  રુપ તરસે, આજ તિરથધામ દર્પણ.

એકલા એકાંતમાં કહી દે અદાની વાત દર્પણ.

દે જવાની હાથતાળી, છે નર્યું આભાસ દર્પણ.

માનવીના મન સરીખું, વાત સૌ કહી જાય દર્પણ.

 Mirror-1

છંદ વિધાન : ગાલગાગા  ગાલગાગા  ગાલગાગા ગાલગાગા

 

 

બ્લોગ-૬૦

Read Full Post »

Jora-1( ઘણા સમય પહેલા એક સત્ય ઘટના વાંચેલી, થોડીક મહેનત લઇને ફરી માહિતી મેળવી અને એક ટૂંકી વાર્તાનું રુપ આપવાનું મન થયું,  મેં નક્કી કર્યું વાર્તા રુપે જે વિચાર મનમાં સ્ફૂર્યો છે, તો વાર્તા લખવી જ )

“ રોજા, તારી દિકરીનો ફોન હતો “
ઓફિસમાં સાથે કામ કરતી એક સેક્રેટરીએ રોજાને કહ્યું. રોજાને થયું તેની સાંભળવામાં કંઇક ભૂલ થાય છે. “ શું કહ્યું, મારી દિકરીનો ફોન ? , ખરેખર ? તે એમ બોલી, કે હું રોજાની દિકરી બોલું છું ? “ “ હા.. હા.. તને ફોન કરવાનું કહ્યું છે.“ રોજા ત્યારે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી, બેસી ગઇ. સેક્રેટરીએ કહ્યું “ રોજા, વોટ ઇઝ રોંગ ? કેમ શું થયું ? “ “ યુ , નો ! હું આ દિવસની છેલ્લા એક વર્ષથી રાહ જોતી હતી, કે ક્યારે મારી દિકરી મને મા કહે !” સેક્રેટરીએ જરા આશ્ચર્ય વ્યક્ત કર્યું “ મને પણ એવું લાગ્યું ખરુ ! કારણ કે તારી ઉંમર ત્રેવીસ કે ચોવીસ વર્ષની છે અને તારી દિકરીનો અવાજ જાણે બાર તેર વર્ષની હોય તેવો લાગતો હતો. હાઉ ઇટ પોસીબલ ! મને આશ્ચર્યતો થયું જ હતું ! “

“ મારી જિંદગીનો આ ચોથો યાદગાર દિવસ છે , માતૃત્વ માટે હું છેલ્લા તેર વર્ષથી સંઘર્ષ કરી રહી છું, લડી રહી છું. “ “ તેર વર્ષનો સંઘર્ષ ? કંઇ સમજાયુ નહી ! “

“ જલદી સમજાય તેવું નથી, મને પણ કંઇ સમજાયુ ન હતું, જ્યારે હું અગીયાર વર્ષની હતી ત્યારે અમે વિયેતનામમાં હતા, મારા પિતા સૈનિક હતા યુધ્ધ ચાલુ હતું . એક દિવસ એક અજાણ્યા માણસે સ્કુલના ટોઇલેટમાં મારી સાથે અજુક્તો વ્યવહાર કર્યો, મને કંઇ સમજણ પડતી નહતી કે તે મારી સાથે શું કરી રહ્યો છે, હું આંખ બંધ કરીને કલાકો સુધી પડી રહી, મને એવું લાગતુ હતું કે હું ગંદી થઇ ગઇ છું. હું બધું ભૂલીજવા માગતી હતી, જે કંઇ થયું તે સમજણની બહાર હતું એટલે મેં ઘરમાં પણ કોઇને કશું કહ્યું નહીં, આ દિવસ મારા માટે જિંદગીનો ખરાબ પણ યાદ રહી જાય તેવો પહેલો દિવસ હતો, કારણ કે આ દિવસથી મારી જિંદગીમાં એક એવો સંઘર્ષ ઉમેરાયો જે આજે તેર વર્ષે પુરો થયો.

દિવસો વિતવા લાગ્યા, હું બધું ભૂલી ચુકી હતી. પણ મારા શરીરમાં ધીરે ધીરે ફેરફાર થતા હોય એવું લાગ્યું, મને લાગ્યું મારી ઘણી સહેલીઓના શરીર જાડા છે, કદાચ હું પણ જાડી થઇ રહી છું, એક વાર પેટમાં કંઇક ફરતું હોય તેવું લાગ્યું અને મેં મારી માંને વાત કરી. વિચીત્ર લાગે તેવા ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા, મને કંઇ સમજણ પડતી ન હતી . અંતે ડોક્ટર પાસે મને લઇ ગયા. ઘણું મોડું થઇ ગયું હશે તેવું આજે સમજાય છે.

ઘરનાએ નક્કી કર્યું કે મારી સ્કુલ છોડાવી મને ઘરમાં સંતાડી રાખવી અને લોકલાજ રાખવા જાહેર કરવું કે અમે એક બાળક દત્તક લેવા માગીએ છીએ. ઘરમાં મારો એક નાનો ભાઇ અને એક નાની બહેન પણ હતી, તેઓ આ વાત સમજવા માટે ઘણા નાના હતાં. અને અંતે એ દિવસ પણ આવી ગયો જ્યારે મેગીને મે જન્મ આપ્યો. મારા ઘરના સૌ આવી પડેલી જવાબદારી નીભાવતા હતાં, તેમના ચહેરાઓ ઉતરેલા હતા. મારો જિંદગીનો આ બીજો યાદગાર દિવસ હતો. ઘરનાએ તેનું નામ મેગી રાખ્યું અને મને કહેવામાં આવ્યું, દુનિયા માટે આ તારી બહેન ગણાશે. તું વિતેલી વાતો ભૂલી જઇ તારી સામાન્ય જિંદગી શરુ કરજે. મે મેગીને બાર વર્ષની ઉમરે જન્મ આપ્યો હતો. કોઇ છોકરી આ ઉમરે માતા બનવાને લાયક નથી હોતી પણ મેગીને નીહાળી ત્યારે માતૃત્વનો આનંદ શું હોય છે તેનો મને અનુભવ થયો. મે તેની નાની આંગળીઓ પર હાથ ફેરવીને તેને ગણી.

પછી તો હું અને મેગી બન્ને બહેનો હતાં, અમે બધા ભાઇ બહેનો રમતા, ખેલતા, થાકી જતા ત્યારે બેસી પડતા, દુનિયા માટે તે મારી બહેન હતી પણ મારી આંખો તેને હંમેશા માતાની દ્રૂષ્ટીએ જ જોતી, મારી અંદર એક માતા હંમેશા જાગૃત રહી.

અમે વિયેતનામ છોડી અમેરિકા આવી ગયા,વિયેતનામના યુધ્ધમાં હતાશ થયેલા પિતા અમેરિકા આવ્યા પછી એકા એક પાગલ થઇ ગયા, ઘરમાં મને મેગીની સલામતી ભયમાં લાગી, ફરી મારા અંદર રહેલી માંએ મને એક નિર્ણય લેવા મજબુર કરી. હું સત્તર અઢાર વર્ષની હતી, મારી પાસે ડ્રાઇવીંગ લાયસન્સ હતું, ઘરની કાર અને એક હજાર ડોલર ચોરીને હું સિધી મેગીની સ્કુલે ગઇ અને તેની ટીચરને મેં વાત કરી “ હું મેગીને લેવા આવી છું, મને મેગીનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ આપો, હું આ શહેર છોડીને કેલીફોર્નિયા જવા માગું છું “ મને તેની શિક્ષિકાએ મેગીને સોંપવાની ના પાડી અને કહ્યું કે તેના પ્રવેશ પત્રમાં ક્યાંય તારુ નામ નથી. તે દિવસે મેં પહેલી વાર જોરથી બુમ પાડીને શિક્ષિકાને કહ્યું હતું “ હું મેગીની માતા છું , હા હું તેની માતા છું“ આ મારી જિંદગીનો ત્રીજો યાદગાર દિવસ હતો.આ વાત ઓફિસમાં અમારા બન્ને વચ્ચે જ થઇ હતી. પછી તેને મારી આપવિતી સાંભળી અને સંપૂર્ણ સહકાર આપ્યો. હું મેગીને લઇ અને કેલીફોર્નિયામાં સાન ડીઅગોમાં રહેવા લાગી. મેગી ખાતર હું હજી પણ તેની બહેન બનીને જ રહી. પાર્ટ ટાઇમ જોબ કરી લેતી અને કોલેજ પણ , ક્યારેક પૈસાની ખેંચ પડતી ત્યારે સાંજના ખાવાના પણ વાંધા પડતા. આવા સમયે ક્યારેક કાફેટેરીયામાંથી બ્રેડ પણ ચોરી છે.

મને થયું મેગી હવે બાર વર્ષની થઇ છે. હું ત્રેવીસ વર્ષની છું, આ ખરો સમય છે, મારે હવે તેને સત્ય હકીકત જણાવવી જોઇએ, હવે હું જે કંઇ કહીશ તે સમજી શકશે. અને એક શનિવારે મેં મેગીને કહ્યું “ મેગી તને એક વાત કહેવી છે. “ મારા હાથ ધ્રુજતા હતા, ક્યાંથી શરુઆત કરવી તેની સમજ પડતી ન હતી. “ મેગી હું તારી બહેન નહીં તારી માં છું “ મેગી પહેલા તો મજાક સમજીને હસતી રહી , મેં પછી બધી વિગતવાર વાત કહી ત્યારે તે સ્ત્બ્ધ થઇ ને મને જોઇ રહી. તેના મનના ભાવો સમજવા મુશ્કેલ થઇ ગયા. અચાનક થોડીક નફરત સાથે ઘુરીને બોલી “ તું ફક્ત મારી બહેન છે. આટલા વર્ષોથી આ વાત તે કેમ છુપાવી ? બીજું શું શું તે મારાથી છુપાવ્યું છે ? તને ખબર છે આ વાતથી એકા એક આજથી મારો ભાઇ મારો મામો બની ગયો અને મારી એક બહેન છે તે માસી બની ગઇ, હું જેને મા સમજતી હતી તે નાની બની ગઇ.” તે રડતી રહી અને બોલતી રહી. વાત થોડી બગડી ગઇ હોય તેવું લાગ્યું. મેગી એક વર્ષથી મારી સાથે બોલતી ન હતી. અને આજે તેનો ફોન ! મેડમ આ દિવસ મારા માટે જિંદગીનો સોનેરી દિવસ છે !”

સેક્રેટરીએ કહ્યું “ રોજા તારે મેગીને ફોન કરવાનો છે “ “ હં “ રોજાએ આંખો લૂછી અને ફોન તરફ આગળ વધી, ફોન ડાયલ કર્યો

“ હેલ્લો બેટા….બેટા.. મેગી, હું રોજા બોલુ છું, “

“ બોલ મમ્મી,  મમ્મી..જલદી ઘરે આવીજા, મને હવે વધુ રાહ ન જોવડાવ.”

રોજા વકીલાતનું ભણી થોડા વર્ષો સાનફ્રાન્સિસ્કોમાં નાગરીકોના હક્ક માટે લડતી રહી. આજે ઓક-લેન્ડમાં તેની ઓફિસ છે અને Counsel & Child welfare, Civil rights. જેવી સામાજિક પ્રવૃત્તીઓ ચલાવે છે.

JoraJORA TRANG
Of Councel
Child Welfare
Office- Oakland CA
E-mailjtrang@youthlow.org
Phone : (50) 835-8098

બ્લોગ-૫૯

Read Full Post »