Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ, 2013

આપણા બાળકોના સ્કુલના દિવસો , છુટક છુટક  Exams .  Parents meeting , બાળકોને સ્કુલે લેવા જાવ, મુક્વા જાવ, તેમની મસ્તી નીહાળવાની મજા અને ંMothers લોકોની ટેન્સન ભરી વાતો, ટિચરે હોમ-વર્ક આપ્યુ છે, આવતા શુક્રવારે Part-II ની બુક આપશે વિગેરે વિગેરે….પણ દાદા  બનીને આ મજા માણવી, એ વાતને બહુ મોટુ નસીબ સમજુ છું.

dav

મને મારા પૌત્ર આર્યનને  સ્કુલેથી લેવા જવાનો લ્હાવો મળે છે. ત્યાં મારી દિકરીની  બેબી ખુશી પણ તેજ સ્કુલમાં ભણે છે. એટલે રોજનો એક ક્ર્મ થઇ ગયો છે. સ્કુલના ગેઇટની બહાર રોજ દશથી પંદર મિનીટ મારે આ બન્ને છોકરાઓની મસ્તી અને મારી દિકરી અને પુત્ર-વધુનો વાર્તાલાપ નિહાળવાનો, કહો કે માણવાનો, પણ હું આ ક્ષણોને બરાબર માણું છું, જરાય કંટાળો નથી આવતો.

મારા પૌત્ર આર્યનને હું પુછુ ”  બેટા તારી સ્કુલનું નામ શું ? ”  એટલે તે કાલી અને તોતડી ભાષામાં બોલે  ” DAV  તબલીક સ્કુલ ” મારી દિકરીની બેબી ખુશી બે એક વર્ષ  ઉમરમાં મોટી છે, એટલે સુધારો કરાવે -” આર્યન,  તબલીક નહીં,  પબ્લીક ! ”   અને મારો પૌત્ર જાણી જોઇને બોલે -” પબ્લીક નહીં  DAV  તબલીક !!!!  ”  અને  હૂં આ બન્નેની મસ્તીને બાઇકની બાજુમાં ઉભો ઉભો માણું.dav1

હમણા  DAV Public School   તરફથી  Grand Parents Day  મનાવવામાં  આવ્યો. મારા જેવા લગભગ બસોથી અઢીસો દાદા, દાદીઓ હાજર રહ્યા હતાં.  સ્કુલની શિક્ષીકાઓ અને મોટા વિદ્યાર્થીઓએ જુના જમાનાના ફિલ્મી ગીતો રજું કર્યા. અમારા રસનો ખ્યાલ રાખીને પ્રોગ્રામ ચાલ્યો.  મને એમ હતું કે અમારા માથી કોઇક દાદા, દાદીને સ્કુલ તરફથી તમે શું અપેક્ષા રાખો છો તેવું પુછવામાં આવશે !   પણ તે આશા ઠગારી નીકળી,  નાસ્તો પાણી પત્યા, એટલે ઘણા દાદા, દાદીઓ જાણે કંટાળી ગય હોય તેમ હોલની બહાર નીકળવા લાગ્યા.  મને જરા અજુક્તુમ લાગ્યું.

મને બોલવાનો મોકો ન મળ્યો, તેનો અફસોસ થયો.  પણ જે વાત કરવાનો મોકો ન મળ્યો, તે હવે બ્લોગ દ્વારા વ્યક્ત કરું છું. એક તો સૌ દાદા, દાદીને કહેવાનું મન થઇ ગયું કે આપણે સૌ ઘણા..  ઘણા… અને ખુબજ ઘણા નસીબ વાળા દાદા, દાદીઓ છીએ,  કારણ કે આપણે આપણા પૌત્ર, પૌત્રી સાથે જીવીએ છીએ એટલે કે હયાત છીએ.  We are alive with them. બીજું એ કે તેઓ આપણી સાથે છે. They are with us.   નહીં તો ઘણાના દિકરા વહુ, બીજા શહેરમાં હોય અથવાતો પરદેશ હોય.  જ્યારે તેઓ આપણી સાથે છે. કોઇક  કમનસીબ દાદા, દાદીઓ તો  બિચારા વૃધ્ધાશ્રમમાં દિવસો ગુજારતા હશે.  હવે જે વાત છે તે આપણા પૌત્ર, પૌત્રી માટે  સ્કુલ પાસે આપણી શું અપેક્ષા હોઇ શકે ?

સૌ પહેલા એક વાતનો અફસોસ છે  કે આપણે આપણી  નવી પેઢીને એકદમ  ભ્રષ્ટ નેતાઓ અને સડેલા તંત્ર વચ્ચે મુકીને જઇશું.  આવતી પેઢી જો  સ્વચ્છ નાગરીક અને ઇમાનદાર દેશવાસી બની શકે  તો  તેમના માટે જીવન ઘણૂં  સરળ બની શકે. આવા સંસ્કારો પહેલા તો દાદા, દાદી અને મા, બાપથી શરુ થવા જોઇએ અને બાકીના સંસ્કારોની અપેક્ષા  સ્કુલના શિક્ષક વર્ગ પાસેથી  હોય.

આ માટે ” ફેરારી કી સવારી ”  ફિલ્મનું એક દ્રશ્ય ઘણો..  ઘણો સંદેશ આપી જાય છે.  જોકે  આ  દ્રશ્ય  ફિલ્મમાં બિલકુલ હળવાશથી લેવામાં આવ્યું છે પણ મારા મનને ઘણું અસર કરી ગયું  છે.

બાપ બેટા સ્કુટર પર વાતો કરતાં કરતાં સ્કુલેથી ઘર તરફ જતા હોય છે. અચાનક બેટાનૂં ધ્યાન રેડ  સિગ્નલ તરફ જાય છે. -”   पापा,  पापा  आपने सिग्नल तोडा !! ”    –  ”  कोइ बात नहीं बेटा, हवालदार किधर है ?  चलो उसके पास चलते है । ”    –   ” वो  रहा पापा । ”   હવાલદાર ક્યાંક દૂર ઉભો હોય છે. આ મહાશય હવાલદાર પાસે સ્કુટર ઉભું રાખે છે અને કહે છે.  ” गुड मोर्नीग,  हवालदार साहेब,  मैने सिग्नल तोडा है । ”   હવાલદારે  કહ્યૂં   ”  उधर कोइ हवालदार नहीं था ? ”   –    ”  नही ना !, ”   હવાલદારે  કહ્યૂં  ” तो कीस बात का फिकर है ?   तुमको कीसीने देखा तो नही न ? ” —- મહાશય   ”  देखा   न,  मेरे बेटे ने देखा !!!!!!   ”    હવાલદાર   ”   वाह,  वाह   तुम तो राजा हरीशचंद्र  लगते हो ।  एक काम करो, ये पावती बुक साथ में रखो, और जब जब सिग्नल तोडो, तब खुद ही पावती फाडके जुर्माना मुझे दे जाना ।

ખૈર…  આ હવાલદાર તો આપણા દેશમાં પેસી ગયેલી ભ્રષ્ટ માનસિકતાનું  પ્રતિક છે.    મા, બાપ તરીકે આ મહાશય જેવી ઇમાનદારી  અને બેટાને પણ આવા જ ઇમાનદારીના સંસ્કાર સ્કુલ તરફથી મળેલા હોય કે જે  પિતાને પણ  થઇ ગયેલી ભૂલ તરફ ઇશારો કરી શકે. તો દેશ કેટ્લો પ્રગતી કરે ?

દાદા,  દાદીની જગ્યાએથી  આટલી અપેક્ષા રાખી નશકાય ?

બ્લોગ-૧૦૨

Read Full Post »