Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2013

ઇશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન….. આ ગાંધીજીની પ્રાર્થના ગાઇ ગાઇને આપણું ગળુ સુકાઇ ગયુ તોયે તેના ફળ હજી ક્યારે મળશે ખબર નથી.

આજે બરાબાર પાંચ વર્ષ પુરા થાય છે. હોટેલ-તાજ અને મુંબઇ પર થયેલા આતંકી હુમલાને. આ હુમલો મુંબઇ કે તાજ-હોટેલ પર ન હતો. આતો ભારત અને ભારતીઓમાં રહેલા હિન્દુ-મુસ્લિમ ભાઇ ચારા પર હતો. પાકિસ્તાની આક્કાઓની સાજીશ, જેને તેઓ જેહાદ ગણાવીને ધર્માંધ લોકોને બહેકાવીને પોતાના ઉસુલો સીધા કરે છે.

એક વાત, હું ભારતીય તરીકે જ્યારે પણ ગુલામઅલીની ગઝલને માણતો હોઉં છુ ત્યારે મારા મનમાં ક્યારેય એવો ભાવ નથી ઉઠતો કે હું એક પાકિસ્તાની મુસલમાનને સાંભળી રહ્યો છું. ઉસ્તાદ ઝાકીર હુસેનના તબલાવાદનમાં હું જ્યારે ડોલતો હોઉં છું ત્યારે ક્યારેય એવો અહેસાસ નથી થયો કે આ ભારતનો શ્રેષ્ઠ કલાકાર મુસ્લિમ છે. પાકિસ્તાનના શ્રેષ્ઠ ગઝલ ગાયક મહેન્દી હસનના નિધનથી એટલુ જ દુ;ખ થયુ હતું જેટલું શ્રી જગજીત સિંહના નિધન વખતે થયું હતું. આપણા ફિલ્મી કલાકારો, આમિરખાન જેવા  જ્યારે ” સત્ય મેવ જયતે ” જેવા ટી.વી. કાર્યક્રમો રજુ કરે છે ત્યારે છાતી ગજ ગજ ફુલે છે.

તેમ છતાય જ્યારે આપણા મુસલમાન ભાઇઓ તરફથી જે ઝટકા મળે છે તે દયનીય હોય છે.  થોડાક કડવા સત્ય જેવા દાખલાઓ..

શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ એક લેખમાં લખેલ છે કે સમગ્ર વિશ્વમાં ત્રાસવાદ સાથે જોડાયેલો શબ્દ છે, મુસ્લિમ. જગતની લોકશાહી વાળા દેશોનાં સમાચાર પત્રોમાં મુસ્લિમને મુસ્લિમ જ લખાય છે.હિન્દુસ્તાની લોકશાહીમાં મુસ્લિમ લખવાનો રિવાજ નથી. લઘુમતી અથવા એક કોમના, એવું ગોળમટોળ લખાય છે. આપણે સેક્યુલર (સ્યુડો સેક્યુલર ) છીએ એટ્લે હિન્દુ શબ્દ પણ હિન્દુસ્તાનમાં લખતા નથી. બહુમતી લખીએ છીએ. ધીરે ધીરે બહુમાતીસ્તાન અને બહુમતી ધર્મ કહેવાનું શરૂ થાય તો નવાઇ નહીં.

સંસદનું સત્ર ” વંદેમાત્રમ” થી થશે, આવાત જાહેર કરતાજ કેટલાક મુસ્લિમ લીડરોએ કહ્યું કે મુસ્લિમ અલ્લાહ સામે જ ઝુકે છે.બીજા કોઇ સામે નહીં. આપણને ક્યારેક વિચાર આવે કે આપણા આ ભાઇઓ શું આપણા રાષ્ટ્રીય પ્રવાહમાં ક્યારેય ભળવા માગતા જ નથી ?

શ્રી ગુણવંત શાહે એક લેખમાં લખેલું કે, ભારત પાકિસ્તાનનાં ભાગલા પછી હિન્દુસ્તાન પાસે તો છ સાત હજાર વર્ષોની સાંસ્કૃતીક વિરાસત હતી. પાકિસ્તાન પાસે સમ ખાવાય કંઇ ન હતું એટલે ભાગલા પછી મહમદ અલી ઝીણાએ ઢાંકામાં પ્રવચનમાં કહ્યું ” જો આપણે પોતાની જાતને પંજાબીઓ, સિંધીઓ કે બંગાળીઓ માનવાનું નહીં ભુલીએ તો એક વાર પાકિસ્તાન ખતમ થઇ જશે. એટલે પાકિસ્તાનને એક રાખવા માટે ઇસ્લામ જેવું પરિબળ ખપનું ગણાય. જોકે આ પરિબળ બાંગ્લાદેશમાં કામ ન આવ્યું તે જગજાહેર છે.

બીજી એક વાત પાકિસ્તાનના પ્રણેતા મહમદઅલી ઝીણા ખુદ બે પેઢી પહેલા રાજકોટના લુવાણા પરિવારના ધર્માંતર કરેલા મુસ્લિમ હતાં. પોતે ક્યારેય કટ્ટર મુસ્લિમ જેવી કોઇ પણ રહેણી કરણીમાં માનતા ન હાતાં.

એક સાચા ભારતીય તરીકે, 26/11 ના પાંચ વર્ષ પછી થોડુંક શીખીએ.. બે ફીલ્મની વીડીઓ ક્લીપ આપણને ઘણું કહીજાય છે. એક છે   ” Attack of 26/11″ અને બીજી છે ” ક્રાન્તિવીર ” ની. એક ક્લીપમાં નાના પાટેકર પોલિસ કમિશનરના પાત્રમાં કસાબ પર જે ગુસ્સો ઉતારે છે તેમાં થોડાક ગાલી ગલોજનો પ્રયોગ થયો છે. જે મારા તમારા જેવાના મનમાં આવે તો પણ બોલી ન શકીએ, પણ નાના પાટેકરે ભજવેલા પોલીસ કમિશનરના પાત્રને શોભે છે, એટલે તે બદલ માફી નથી માગતો.  આ વીડીઓ ક્લીપ, હિન્દુ કે મુસલમાન તરીકે નહીં પણ એક સાચા ભારતીયની નજરે જોજો.

Attack of 26/11

ક્રાન્તિવીર

બ્લોગ-૧૧૭

Read Full Post »