Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2013

( આના પહેલાના બ્લોગમાં ક્રાન્તિકારી બટુકેશ્વર દત્ત વિષે લખેલ છે ) બટુકેશ્વર દત્તે એક જગ્યાએ લખ્યું છે કે શહીદો અને ક્રાન્તિકારીઓના જીવનની એવી એક પહેલુ છે જે લોક હૃદય સુધી બહુ ઓછા પ્રમાણમા પહોંચી છે. વાંચો તેમના જ શબ્દોમાં.

फांसी की रस्सी से झुलते हुए शहीदो को तो लोगोने पहेचाना, परन्तु संसार के सारे बंन्धनो का अतिक्रमण करने वाले कामना और वासना रहित वैरागी विप्लवी ह्रुदय से लोग अपरिचित रह गये । विप्लवीओ की मोह से वैराग्य करने वाली साधना, जीससे उनका चरित्र उत्कर्ष के उच्च शिखर तक पहुंच शका । उन के आत्मबलिदान की राजनैतिक प्रतिक्रियाओसे यह बाते लोगो से ओझल रह गइ ।

नि:संदेह क्रान्तिकारी आंदोलनका स्वरुप राजनैतिक रहा होगा, परन्तु उनके आत्मबलिदान का मूल्यांकन केवल राजनैतिक कसोटी पर करना पर्याप्त नहीं होगा किंन्तु उनका कर्मयोगी, सर्वत्यागी, सन्यासी जैसा वैरागी व्यक्तित्व जिन्होने अपने सर्व आत्मिय जनो को छोड कर भारतमाता के चरणो मे अपना यौवन धन न्योच्छावर करदिया । ये भावपुर्ण बात को हृदय मे उतार कर उनको याद करना, वही उनके प्रति सही श्रध्धांजली होगी ।

-बटुकेश्वर दत्त

***********************************************************

बेटा एक उठाले कौनसी पसंद है ?

દુર્ગાદેવી બોહરા

દુર્ગાદેવી બોહરા

દુર્ગા દેવી (વૃધ્ધાવસ્થા )

દુર્ગા દેવી (વૃધ્ધાવસ્થા )

ચંદ્રશેખર આઝાદ અને તેમના સાથીઓ જ્યારે જરૂરી મિટીંગ માટે મળતા ત્યારે  બધા ક્રાન્તિકારીઓ પોતપોતાની પિસ્તોલ સાફ સફાઇ માટે ટેબલ પર ગોઠવી દેતા. આઝાદે એકવાર બધી પિસ્તોલ એક લાઇનમાં ગોઠવીને દુર્ગાભાભીના નાના પુત્ર શચીને કહ્યું ” बेटा उठाले एक, कौनसी पसंद है ? ” ( દુર્ગા ભાભી એટલે શહીદ ભગવતી ચરણ બોહરાના ધર્મપત્નિ. ભગવતી ચરણ બોહરાના પિતા રેલ્વેના મોટા અધીકારી અને અંગ્રેજો તરફથી રાયબહ્હાદુર નો ઇલ્કાબ મેળવનાર વ્યક્તિ હતાં છતા ભગવતી ચરણજી ભારતમાતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત કરવા ક્રાન્તિકારી ગતિવિધીઓમાં શામેલ થયા અને દુર્ગાદેવીએ પણ સક્રિય ભાગ લીધો હતો. ભગતસિંહના સાથીદાર હતાં. રાવિ નદીના તટપર બોમ્બ પરીક્ષણમાં બોમ્બ ફાટતા ભગવતી ચરણજી શહીદ થયા હતા. )

गोली से लंदन मे ही उडा दीया ।

મદન લાલ ઢીંગરા

મદન લાલ ઢીંગરા

વીર સાવરકર જ્યારે લંડનમાં હતા ત્યારે યુવાન ક્રાન્તિકારી મદનલાલ ઢીંગરાએ આવીને કહ્યું,  ” लोर्ड कर्जन वाइल ने कल जो भाषन दीया वो मैने सुना । बहुत ही अपमान जनक शब्दो का इस्तेमाल कर रहाथा । वो बोला भारत मे हमारी दो पत्नियां है, एक हिन्दु और दूसरी मुसलमान । तो, जबभी हमारा वाइसरोइ भारत जायेगा, वो दो पत्नियों का फर्ज बनता है कि उनका भलीभाती स्वागत करे ।

મદન લાલ ઢીંગરા એક દમ આવેશમાં અને ગુસ્સામાં હતાં, વીર સાવરકરે કહ્યું, ” तुमने ये सुन कैसे लीया ? उस अंग्रेज के बच्चे को उसी जगह ढेर क्यों नहीं कर दिया ? ” –  મદન લાલે કહ્યું – ” मेरे पास पिस्तोल कहां थी ! दीजीये एक ”  સાવરકરે પોતાના ખીસ્સામાંથી  ૨૬  રૂપિયા કાઢ્યા અને  ક્રાન્તિકારી ગૌરીશંકરને આપ્યા ” जाओ  एक पिस्तोल खरीद के मदन लाल को दो । ”

મદન લાલ ઢીંગરાએ કર્જન વાઇલને લંડનમાં ભરીસભામાં ગોળીથી ઢાળી દીધો. તેમને ફાંસીની સજા થઇ. શહીદે ફાંસીએ ચડતા પહેલા સંદેશ આપ્યો હતો –  ” ભારત માના આ ગરીબ પુત્ર પાસે થોડુક રક્ત સિવાય સમર્પણ માટે બીજુ કંઇ નથી. જે હું ચરણોમાં અર્પણ કરું છું ”

બ્લોગ-૧૧૦

Read Full Post »

( આના પહેલાનો બ્લોગ ” શહીદો કી ચિતાઓ પર લગેંગે હર બરસ મેલે   ” લખ્યા પછી એમ થયું કે બીજા જેટલા શહીદો અને ક્રાન્તિકારીઓની માહિતી અને જાણકારી મળે તેટલી બ્લોગમાં રજુ કરું.આપણા સાશનમાં ક્રાન્તિકારીઓ અને શહીદોનો ઇતિહાસ જે રીતે તોડી મરોડીને જુઠો સાબીત કરવાની અને ભુલાવી દેવાની જે કોશીષ થઇ છે તેવી દુનિયામાં ક્યાંય નહીં થઇ હોય. પ્રાણની બાજી લગાવીને ભારતમાતાની આઝાદી માટે જીવન સર્વસ્વ અર્પણ કરી દેનારા ક્રાન્તિકારી નવયુવાનોની  જે ઉપેક્ષા અને તિરસ્કાર આઝાદી પહેલા પણ થયા છે તેના આ દાખલાઓ છે. અહિંસાની વાતો અને કાયદાએ નવી પેઢીને નપુંસક બનાવી દીધી છે. બોમ્બબ્લાસ્ટો કરીને આપણા દેશવાસીઓની ઉંઘ હરામ કરનાર ટુંડા જેવા ગુંડાને ગુસ્સામાં કોઇ લાફો ઠોકી દે તો તેની ધરપકડ કરવામાં કાયદાનું રક્ષણ કરવાની શેખી મારવામાં આવે છે. )

૧ )  એ વખતે એટલે કે આઝાદી પહેલા, કોગ્રેસ સમિતીએ હિંસા- અહિંસાનું બહાનું કરી  ભગતસિંહના બલીદાન પર એક પણ શોક પ્રસ્તાવ જાહેર ન કર્યો, ઉલટાનું એવું નિવેદન આપવામાં આવ્યું કે અમે હીંસામાં વિશ્વાસ નથી કરતા !

૨)  સર્વ પ્રસિધ્ધ ક્રાન્તિકારી અખબાર ” સ્વરાજ ” ના સંપાદક શ્રી લધ્ધારામને ત્રણ સંપાદકીય લેખ લખવા બદલ  અંગ્રેજ સરકારે ક્રમશ: ૧૦ :  ૧૦ : ૧૦ એમ કુલ ૩૦ વર્ષ કાળાપાણીની સજા ફટકારી હતી પણ આઝાદ ભારતની સરકારમાં વૃધ્ધાવસ્થા અને ગરીબી વચ્ચે તેમણે સરકારની ઉપેક્ષા અને જે તિરસ્કારનો સામનો કરવો પડ્યો હતો તે વાતથી દુ:ખી હ્રદયે તેઓ કહેતા ગયા ”  ऐसी दुर्दशा भगवान दुस्मनोको भी न दे,  मरने से पहेले दु:खी होकर बोलेथे ” हमारी याद बनाये रखना, भूल मत जाना “  

Assembly

ભગતસીહ અને બટુકેશ્વર દત્ત

૩) કાકોરી કાન્ડ અને લાહોરના પોલીસ અધિકારી સેન્ડર્સની હત્યા પછી અંગ્રેજ સરકારે કેન્દ્રીય એસેમ્બલીમાં શ્રમિકોની હડતાલ પર પ્રતિબંધ મુકતુ બીલ રજુ કર્યું તેના વિરોધમાં અને દેશવાસીઓનું ધ્યાન દોરવા ૮-એપ્રિલ-૧૯૨૯ ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એસેમ્બલીમાં જાન હાની ન થાય તેવા હળવા બોમ્બ ફેંકી ભાગી છુટવાની કોશિષ કર્યા વગર વિરોધ દર્શાવતી પત્રિકાઓ ફેંકી અને ધરપકડ વ્હોરીલિધી, જેથી અંગ્રેજ સરકારની ઉંઘ ઉડે અને ભારતવાસીઓમાં આઝાદી માટે લડવાની હિંમત જાગે. ૬-જુલાઇ-૧૯૨૯ ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે કોર્ટમાં જે ચોટદાર બયાન આપ્યું તેનો ભારતવાસીઓ પર ઘણો પ્રભાવ પડ્યો. આ કેસમાં બન્નેને આજીવન કેદની સજા થઇ. પાછળથી લહોર ષડયંત્રનો કેસ ચલાવી ભગતસિંહને ફાંસી અને પુરાવાના અભાવે બટુકેશ્વર

બટુકેશ્વર દત્ત

બટુકેશ્વર દત્ત

દત્તને આજીવન કેદ માટે આંદામાન મોકલી દીધા. લોકોની લાગણીને ધ્યાનમાં લઇ ગાંધીજીની વિનંતીથી  અંગ્રેજ સરકારે તેમને કોઇ પણ ગતિવિધીઓમાં ભાગ ન લેવાની શરતે ૧૯૩૮ માં ( દશ વર્ષ પછી ) જેલમાંથી બહાર કાઢ્યા. આમ છતાંય ૧૯૪૨ ના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને ફરી જેલમાં ગયા હતાં ( સો સો સલામ છે આ દેશભક્તને ). સદભાગ્યે તેમને આઝાદીના દિવસો જોયા. ૧૦-જુલાઇ-૧૯૬૫ માં દિલ્હીમાં એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું.

બ્લોગ-૧૦૯

Read Full Post »

images



scan0001કવિ શ્રી જગદમ્બાપ્રસાદ મિશ્રની આ કવિતા વાંચી હશે. ન વાંચી હોય તો વાંચી લેજો. કવિશ્રીને ખબર પણ નહીં હોય કે સરકારી તંત્ર શહીદોના માન પ્રત્યે રાષ્ટ્રની ભાવનાને આટલી દુષ્ટ હદે ધક્કો પહોંચાડે તેવા બેજવાબદાર અને હલકટ શબ્દો વાપરી શકે છે. ગઇ કાલના “ગુજરાત સમાચાર” માં વાંચેલા આ સમાચારથી મનેતો ઘણો ધક્કો લાગ્યો છે. ગૃહ્મમંત્રાલયના જાહેર માહિતી અધીકારી શું હજીયે અંગ્રેજોની ગુલામી માંથી બહાર નથી આવ્યા ? આ સ્કેન કરેલી કાપલી વાંચીને કોઇ પણ દેશ ભક્તનું લોહી ઉકળી ઉઠે. શહીદોએ આ દેશ માટે જે શહાદત વ્હોરી છે તે શું આવા બેજવાબદાર અને હલકટ લોકો માટે ? વિચારો તો ખરા આ શહીદોની શોચ કેટલી ઉંચી હતી ! અહીં બે ત્રણ શહીદોના ઉચ્ચ વિચારોના દાખલા આપું છું. કદાચ કેટલાય દેશબંધુઓને તેમના નામ પણ ખબર નહીં હોય. આપણા આજના કેટલાય ભ્રષ્ટાચારી નેતાઓ તો તેમની ધૂળ બરાબર પણ નથી.

૧૭-ડીસેમ્બર ૧૯૨૭ ના રોજ ગોંદા જેલમાં રાજેન્દ્ર લહેરીને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. ભારત દેશના લોકોને તેમણે આખરી સંદેશો પાઠવ્યો હતો.

rajendra laheri

રાજેન્દ્ર લહેરી

” મારુ મૃત્યુ યશસ્વી હશે. ભારતવાસીઓ, કોઇ જાતનો ખેદ ન કરતા. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે ભારતમાં જ મારો પુનર્જન્મ થાય અને ફરી દેશસેવાનો અવસર મળે ”  કદાચ પુનર્જન્મ લઈને આ દેશભક્ત આવ્યો હોય તો દેશની દશા બગાડનારા કેટલા ભ્રષ્ટાચારીઓ સાથે લડત ?

બે દિવસ પછી એટલેકે ૧૯-ડીસેમ્બરે રામપ્રસાદ બિસ્મિલને ગોરખપુરની જેલમાં ફાંસીએ લટકાવી દીધા. અને ફૈજાબાદની જેલમાં અશ્ફાક ઉલ્લાખાનને.

રામ પ્રસાદ બિસ્મિલ

રામ પ્રસાદ બિસ્મિલ

” હિંદુસ્તાન રીપબ્લિકન આર્મી ” ના નામે ક્રાન્તિકારીઓ આઝાદી માટે લડત ચલાવતા હતાં.

૯-ઓગષ્ટ-૧૯૨૫ સની મિટીંગમાં કાકોરી કાન્ડનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. જેમાં આખો પ્લાન પાર પાડવાનું કામ જેમણે લીધું હતું તે ક્રાન્તિકારીઓના નામ- ચંદ્રશેખર આઝાદ ( તિવારી ) આઝાદ નામ તેમણે અંગ્રેજોએ પુચ્છ્યુ ત્યારે કહ્યું હતું નામ મારું આઝાદ. રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લહેરી, અશ્ફાક ઉલ્લાંખાં, મન્મથનાથ ગુપ્તા, બનવારી લાલ, સચિન્દ્ર બક્ષી, મુરારી લાલ, કેશવ ચક્રવર્તી, મુકુન્દી લાલ. આ શહીદોના આત્માઓને આજના ભ્રષ્ટ નેતાઓની જમાત જોઇને કેટલો અફસોસ થતો હશે ?

અશ્ફાક ઉલ્લાખાન

અશ્ફાક ઉલ્લાખાન

ક્રાન્તિકારી અશ્ફાક ઉલ્લાખાન પોતે કવિ પણ હતાં દેશ ભક્તિના ગીતો લખતાં શહાદતના ( ફાંસીના ) એક દિવસ પહેલા નોંધેલી ડાયરીની નોંધમાં તેમણે એક કવિતા લખી હતી .

जाउंगा खाली हाथ मगर, ये दर्द साथ ही जायेगा ।

जाने किस दिन हिन्दोस्ता, आझाद वतन कहेलायेगा ।

बिस्मिल हिन्दु है । कहते है,

फिर आउंगा, फिर आउंगा,

फिर आकर के ए भारत मां, तुझे आझाद कराउंगा ।

जी कहेता है मै भी कहदुं, पर मजहब से बन्ध जाता हुं ।

मै मुस्लिम हुं पुनर्जन्म कि बात नहीं कर पाता हुं ।

हां खुदा गर मिल गया कहीं, अपनी झोली फैला दुंगा ।

और जन्नत के बदले उससे, एक पुनर्जन्म ही मांगुंगा ।

મને કહેવાનું મન થાય છે કે પુનર્જન્મ લેવાની ભુલ કરશો તો દેશના દુશ્મનો ભ્રષ્ટાચારી ભારતવાસીઓની આખી જમાત જ સામે હશે. કોની સાથે લડશો.  અંગ્રેજોને તો ગોળીએ દઈશકાય પણ પોતાના જ દેશવાસીઓ  સાથે શું કરી શકાય ?

બ્લોગ-૧૦૮

 

Read Full Post »

Chankya( ંમારો દ્રષ્ટી કોણ દરેક વખતે મુકીશ તો બ્લોગ લાંબો થઇ જશે , ન વાંચ્યો હોય તો  લેખ-૧ માંવાંચી લેશો તો  વૃધ્ધ ચાણક્ય રાજનિતીના શ્લોકો  વિષે વાંચવામાં અને માણવામાં રસ જાગશે , આજના સમયને અનુકુળ  જે શ્લોક નહીં હોય તેને હૂં મુકવાનું ટાળીશ, )

परोक्षे कार्यहंतारं, प्रत्यक्षेप्रियवादिनम्  ॥

वर्जयेताद्रशंमित्र विषकुंभं पयोमुखम्  ॥

પરોક્ષ રહીને કામ બગાડે, સન્મુખ રહી મીઠી મીઠી વાતો કરે તેવા મિત્રનો ઝેરથી ભરેલા ઘડા સમાન ત્યાગ કરવો.

नविश्वसेत्त् कुमित्रेच्, मित्रेचापिनविश्वसेत्  ॥

कदाचितकुपितंमित्रं सर्वेगुह्यंप्रकाशयेत्  ॥

કુમિત્રનો વિશ્વાસ કોઇ પણ રીતે કરવો જ નહીં, તેમ જ સુમિત્રનો વિશ્વાસ પણ જરૂર પુરતો જ કરવો, કારણકે જો મિત્રતા તૂટે તો તે મિત્ર પણ ગુપ્ત વાતો ઉઘાડી કરી શકે છે.

मनसाचिंतितंकार्यं वाचानैवप्रकाशयेत् ॥

मंत्रेणरक्षये द्वद्वं कार्यंचापिनियोजयेत्  ॥

મનમાં વિચારેલા કાર્યને વચનથી પ્રસિધ્ધિમાં લાવવું નહીં, પરન્તુ મંત્ર સમાન તેનું સંરક્ષણ કરવું અને ગુપ્ત રીતે તે કાર્ય કર્યે જવું. (  કારણ કે તેમાં નિષ્ફળ જવાથી મશ્કરીને પાત્ર થવાય છે )

कांतावियोगःस्वजनापमानो  रणस्यशेषःकुनृपस्यसेवा ॥

दरिद्रभावोविसमासभाच विनाग्नियेतेप्रदहन्तिकायम्  ॥

સ્ત્રીનો વિરહ, પોતાના માણસોથી અનાદર, યુધ્ધથી ભાગી છુટેલો શત્રુ ( ઝઘડામાં ભાગી છુટેલો, અચાનક ગમ્મેત્યારે હુમલો કરી શકે છે ) કુનૃપની સેવા ( આજના સંદર્ભમાં, માથાભારે તત્વોની ચસમપોષી ) દરીદ્રતાનો ભાવ, અને અવિવેકી લોકોની સભા ( તેમની સાથે ઉઠક બેઠક ) આ બધું અગ્નિ વગર પણ શરીરને બાળે છે ( ટેન્સન આપનારા છે )

दुराचारीदुराद्रष्टिर्दुरावासीच दुर्जनः  ॥

यन्मैत्रीक्रियतेपुंसा सतुशीघ्रां विनश्यति ॥

જેના આચરણ સારા નથી, જેની પાપમાં જ દ્રષ્ટી છે, નઠારા સ્થળમાં વાસ કરનારો ( અયોગ્ય સ્થળે અવર જવર કરનારો, જેમ કે જુગારખાનું, નાચનરીના કોઠા વિગેરે ) અને દુર્જન માણસની સાથે જે મિત્રતા કરેછે તેનું જલ્દીથી પતન થાય છે.

दुर्जनस्यचसर्पस्य वरंसर्पोनदुर्जनः  ॥

सर्पोदंशतिकालेषु  दुर्जनस्तुपदेपदे  ॥

દુર્જન અને સર્પ આ બેની સરખામણીમાં સર્પ સારો પણ દુર્જન નહીં સારો કારણકે સર્પતો કાળ ( મોત ) આવ્યો હોય ત્યારે જ કરડે છે જ્યારે દુર્જનતો ડગલેને પગલે દંશ દે છે.

रुपयौवनसंपन्ना  विशालकुलसम्भवाः  ॥

विद्याविनानशोभन्ते  निर्गन्धाइवकिंशुकाः ॥

સુંદરતા, તરુણાવસ્થા અને મોટા કુળમાં જન્મ થયો હોય તેમ છતાપણ જો વિદ્યાહીન હોય તો તે પુરૂષ ખાખરાના ફુલ જેમ શોભા નથી આપતા તેમ સમાજમાં શોભતો નથી.

उद्योगेननास्तिदारिद्र्यं जपतोनास्तिपातकम् ॥

मौनेचकलहोनास्ति  नास्तिजागरितेभयम्  ॥

ઉદ્યોગ ( મહેનત ) કરવાથી દારીદ્ર આવતું નથી, જપ કરવાથી ( અંહી આપણે સારા કામો લઇશું ) કરવાથી પાપ થતું નથી, મૌન રહેવાથી કલહ ( ઝઘડા ) થતો નથી અને જાગૃત માણસ પાસે ભય આવતો નથી.

ક્રમશઃ આના પછીના બ્લોગમાં

 બ્લોગ-૧૦૭

Read Full Post »

chankya

મારો દ્રષ્ટીકોણ :

(  મારા પિતાશ્રી સંસ્કૃત, કર્મકાંડ અને જ્યોતિષમાં વિદ્વાન હતાં, અવાર નવાર સંદર્ભાનુસાર સંસ્કૃતના શ્લોક ટાંકતા અને અર્થ સમજાવતા,  હંમણા ઘરમાંથી તેમનું એક જુનું  પુસ્તક હાથ લાગી ગયું. વૃધ્ધ ચાણક્ય રાજનિતી અને ખ્યાલ આવ્યો કે પિતાજી જે કહેતા તે પુસ્તકમાં છે. ચાણક્ય was a King maker તેણે ધનનંદ જેવા દુષ્ટ રાજાની નાગચુડમાંથી પ્રજાને છોડાવી અને ચંદ્રગુપ્ત જેવા સારા શાસકને રાજ્યનો કારભાર સોંપી અને ઇતિહાસ સર્જ્યો તે સૌ જાણે છે. પણ પછી તે રાજ્ય કાયમ સુચારુ રૂપે અને શાંત અને સંમૃધ્ધી પૂર્વક ચાલે તે પણ એટલું જરૂરી છે. જેમ આઝાદી પછી શું ? તે વાત આપણા નેતાઓ કે આપણી પ્રજા  ચુકી ગઇ, જેના પરિણામો આપણી નજર સમક્ષ છે.  મારા ખ્યાલ મુજબ સારા વ્યક્તિને રાજકાજ સોંપ્યા પછી પ્રજા પણ જાગૃત રહે તે હેતુથી વૃધ્ધાવસ્થાએ પહોંચેલા ચાણક્યે, એક એક વ્યક્તિ જાગૃત રહે તેવી શીખ સાથે ગ્રંથની રચના કરી હશે તેવું મારુ માનવું છે. ઘણા શ્લોકો આજના સંદર્ભમાં ઉચીત નથી પણ મોટા ભાગના શ્લોકો આજે પણ એટલા સંદેશને લાયક છે. જો રાષ્ટ્રનો એક એક વ્યક્તિ જાગૃત હોય તો તેવા વ્યક્તિનો સમુહ એટલે કે રાષ્ટ્ર જરૂર શાન્તી વાળુ અને સમૃધ્ધ હોય તેમાં કોઇ શંકા નથી. કુલ સત્તર અધ્યાયમાં ચાણક્યે સારા નરસા વ્યક્તિઓની પરખ આપી છે. મિત્રો સારા પણ હોય અને દુષ્ટ પણ હોય, પત્નિ પતિવ્રતા પણ હોય અને બેવફા પણ હોય. શુશીલ પણ હોય કર્કશા પ્ણ હોઇ શકે. શાસકો કેવા હોવા જોઇએ, કોને સાથ આપવો, કોનાથી દૂર રહેવું, પુત્ર કેવો હોવો જોઇએ, ભલે એક હોય, એક એક શ્લોકમાં દસ્તક છે. વ્યક્તિ જાગૃત હોય તો રાષ્ટ્રની ઘણી સમસ્યાઓ એની મેળે કંટ્રોલમાં રહે છે. ચાણક્યની બુધ્ધીને આજે પણ દાદ આપવી પડે. ક્રમશઃ Selected   શ્લોકો વિષે લખવાનો વિચાર રોકી શકતો નથી. વાચક મિત્રોને ગમશે તેવી આશા સાથે. )

मूर्खशिष्योपदेशेन दुष्टस्त्रीभरणे नच ॥

दुःखितैःसंप्रयोगेण पंडीतोप्यवसीदति  ॥

બુધ્ધીહીન શિષ્યને ભણાવવાથી ( વિદ્યા આપવાનો પ્રયાસ ) દુષ્ટસ્ત્રીના પોષણથી ( સંગાથથી ) દુ:ખીયારા લોકો સાથે વ્યવહાર ( પૈસાની લેવડ દેવડ ) કરવાથી પંડીત લોકો પણ દુ:ખ પામે છે.

दुष्टाभार्याशठैमित्रं  भॄत्युस्चोत्तरदायकः  ॥

ससर्पैचगृहोवासो  मृत्युरेवनशंसयः   ॥

દુષ્ટ સ્ત્રી, શઠ મિત્ર, સામુ બોલવાવાળો નોકર અને જે ઘરમાં સાંપ રહેતો હોય તેવું ઘર, નિસં:દેહ  મૃત્યુ સમાન છે.

जानीयात्प्रेषणेभृत्यान्  बान्धवान् व्यसनागमे  ॥

मित्रंचापत्तिकालेषु  भार्याचविभवक्षये  ॥

કામ કરવામાં નોકરની, દુ:ખના સમયે બાંધવોની, વિપત્તિ સમયે મિત્રોની અને વૈભવ નાશ થાય ત્યારે પત્નિની પરીક્ષા થઇ જાય છે.

आतुरेव्यसनेप्राप्ते दुर्भिक्षेशत्रुसंकटे ॥

राजद्वारेश्मसानेच येस्तिष्ठतिसबांधवः  ॥

આતુર થવાથી જે દુ:ખ થાય ત્યારે ( કોઇના આવવાની રાહ જોવાતી હોય ) દુષ્કાળના સમયે  (  આજના સમયે આર્થીક મંદી ) , શત્રુ તરફથી સંકટ હોય ત્યારે,  રાજદ્વારે ( કોઇ રાજકીય બાબતમાં ) અને શ્મસાને જે સાથે રહે છે તેજ સાચો મિત્ર જાણવો.

नदीनांचनखीनांच शृंगीणांशस्त्रपाणीनाम्  ॥

विश्वासोनैवकर्तव्य स्त्रीषुराजकुलेषुच  ॥

નદીઓનો, નખવાળા અને શીંગડા વાળા પ્રાણિઓનો, શસ્ત્ર ધારણ કરવાવાળાઓનો, સ્ત્રીઓનો (  દુષ્ટ સ્ત્રીઓનો ) અને રાજકૂળનો કદિ વિશ્વાસ કરવો નહીં.

(  શ્લોકના અર્થો ટુંકમાં ઘણું બધુ કહીજાય છે એટલે લાંબા વિશ્લેષણને ટાળુ  છું. )

ક્રમશ:   આ પછીના બ્લોગમાં

બ્લોગ-૧૦૬

 

Read Full Post »