Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ડિસેમ્બર, 2009

( હિન્દુસ્તાન, પાકીસ્તાન સરહદના લીટા તણાયા, ફૈજ સાહેબ સીયાલ કોટના વતની હતા એટલે રાતો રાત પાકીસ્તાની થઇગયા,પણ ૧૯૮૧ માં જ્યારે હિન્દુસ્તાનની મુલાકાતે અલ્હાબાદ આવ્યા ત્યારે હિન્દુસ્તાનના શાયરો અને રચનાકારોને એવા પ્રેમથી મળ્યા કે જાણે સરહદોના લીટા તાણવાવાળા માણસો ઓછા અને છિંછરા સાબીત થયા. જાણે અજાણ્યે એવો અહેસાસ થયો કે આપણે અને વળી સરહદને શું ? )

૨૫-એપ્રિલ-૧૯૮૧ ની આ વાત છે. સરહદની પેલે પારથી લોક દિલમાં વસેલા પાકિસ્તાની શાયર ફૈજ અહમદ ફૈજ જ્યારે અલ્હાબાદ આવેલા ત્યારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં તેમનાં માનમાં એક મુશાયરાનું આયોજન કરાયું હતું. મંચ પર બે મહાન હસ્તીઓ મોજુદ હતી. ફૈજ અને ફિરાક ગોરખપુરી, હિન્દી સાહિત્ય જગતની વિદુષી કવયીત્રી મહાદેવી વર્મા પણ મંચ પર હતાં.   ફૈજ સાહેબનું સન્માન આ સિવાય બીજી કઇ રીતે હોઇ શકે ?  તે દિવસે અલ્હાબાદનાં વિદ્યાર્થીઓએ પણ નાના મોટા આંદોલનો પડતા મૂકીને ફૈજ અને ફીરાક ગોરખપુરીને મુક્ત મને માણ્યાં, ચારથી પાંચ હજાર શ્રોતાઓએ હાજરી આપી ફૈજ સાહેબને સનમાન્યા.

કાર્યક્રમ સમાપ્ત થયાં પછી ફૈજ સાહેબને મળવા દિગ્ગજ રચનાકારો વિભુતી નારાયણ રાયના નિવાસ સ્થાને એકઠા થયાં. એક રંગીન મિજાજી શામ હતી. રવિન્દ્ર કાલીયા, ઉપેન્દ્રનાથ અશ્ક, ગરિમા શુક્લા, વિગેરે હિન્દી સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓ  ફૈજ સાહેબને મળવા આવી હતી. ફૈજ બધાને એવા મુક્ત મને મળ્યા, કે એક વાર તો થઇ ગયું કે હિદુસ્તાન પકિસ્તાનની સરહદો તો જમીન પર તાણેલા લીટા છે. જ્યારે પણ સાચા દિલના અને પ્રેમના ફરીસ્તાઓ સરહદ પાર કરીને આવે છે ત્યારે લોકોના હૃદયમાં એટલા જ ઉતરી જાય છે. જે ધરતી પરથી આજે આતંક ફેલાવવા શૈતાનો ઉતરી આવે છે, એ જ ધરતી પરથી ક્યારેક પ્રેમના ફરીસ્તાઓ પણ આવ્યા છે.

તેમણે એ વખતના સમયમાં યુધ્ધના ચક્રોમાં ફસાયેલા ફિલીસ્તીનના બાળકો માટે એક લોરી ગીત રજું કર્યું હતું . “મત રો બેટે…”જેનો ભાવાર્થ એવો હતો કોઇ પણ મુલ્ક માણસોને જીતવા શસ્ત્રો શા માટે એકઠા કરે છે ? માણસોને જીતવાનું હથિયાર પ્રેમ તો તેની પાસે જ છે.

રવિન્દ્ર કાલીયાએ ફૈજ સાહેબને એક પ્રશ્ન પૂછ્યો,

“ फैज साहब आपको नहीं लगता कि जब कोइ गायक किसी शायरकी गजल बहेतरीन गा लेता है तो वह गजल शायर  के हाथ से निकल कर वो गायक की हो जाती है ?

फैज बडे मुलायम तरीके से बोले

“मुझसे लोग अक्सर ऎसे ही कहते है, फैज साहेब वह “ नूरजहां” वाली गजल सुना दिजीये, फैज साहेब आपसे वो “फरीदा खानम” वाली गजल सुननी है , फैज साहेब वो गजल तो आप सुनाही दिजीए   “ मुझसे पहली-सी मुहब्बत मेरे महेबुब न माग “ । 

फैज हंस के बोले “सच बताउं, अबतो मै भी भूल गया हुं कि “ मेरे महेबुब” होना चाहिए कि  “मेरी महेबुब” होना चाहिए “।

અને વાતાવરણમાં એક દમ હાસ્યના ઠહાકાઓ ફુટી પડે છે.

છે ને આ પણ એવું જ દર્દ ? જેમ દિકરી સાસરે જઇ ને પરાઇ થઇ જાય તેમ રચનાઓ પણ પરાઇ થઇ જાય. હું મારી દિકરીને ઘરના લાડકા નામે “કેટી “ કહીને બોલાવું છું. ફોન પર તેના સાસરે વાત કરવી હોય તો કહેવું પડે છે “ જરા કોમલને ફોન આપજો ને ! “

બ્લોગ-૭૧

Read Full Post »

( અમુક મોટા માણસોના મોટા મોટા ક્વોટ્સ અને પ્રગતિ કરવા માટેના આદર્શ વિચારો, સિસ્ટમમાં અને આધુનીક વ્યવસ્થામાં અટવાયેલા દરેક માણસ માટે વ્યવહારુ સાબિત નથી થતાં, એક વાર્તા રુપે આ વાત રજુ કરવાની કોશિષ કરી છે )

તે રાત્રે ઘરે પહોચ્યો ત્યારે લગભગ દશ વાગી ગયા હતા.આજે તે ઘણો ગમગીન થઇ ગયો હતો. પત્નીએ કહ્યું  ” ઘણું મોડું થઇ ગયું નહીં ? ” ત્યારે તેણે ઉંડો નિસાસો  નાખીને જવાબ આપ્યો હતો ” મોડું થાય જ ને ! એ માણસ બહુ ઉંચા ગજાનો અને દેશના સફળ થયેલા Top ten માહેનો એક હતો, તેની અંતિમ ક્રિયા આપણા જેવા સાદા માણસોની જેમ ટૂંકામાં થોડી પતે ? “. 

તે એક મહાપુરુષની સ્મશાન યાત્રામાં ગયો હતો. અંતિમ દર્શન માટે બે કલાક લાઇનમાં ઉભો હતો, કારણ કે મરનાર મહાપુરુષ તેની કંપનીના માલિક હતાં. અન્નદાતા હતાં. દેશની મોટી મોટી હસ્તીઓ સ્મશાન યાત્રામાં સામેલ હતી. આ પણ એક મોકો હતો, તેણે ફક્ત ટી.વી.માં કે છાપામાં જોયલા ચહેરાઓ આજે પ્રત્યક્ષ જોયા. તે લાઇનમાં ઉભા ઉભા બધા સેલિબ્રેટીઓ અને જાણીતી હસ્તીઓને જોયા કરતો હતો. છાપામાં કે  ટી.વી. પર જોયેલા ચહેરાઓ અને પ્રત્યક્ષ દેખાવમાં કેવા લાગે છે, તેના મનમાં સતત સરખામણી ચાલ્યા કરતી હતી. ઘણી વખત પોતાના શરીર પર નજર નાખી લેતો અને તેને તેમનામાં અને પોતાનામાં ખાસ કંઇ ફેર લાગતો ન હતો.

“તને ખબર છે ? તેમની અંતિમ ક્રિયાની વિધી કોણે કરાવી ? ” તેણે એકા એક વિચાર તંદ્રામાંથી બહાર આવી પત્નીને કહ્યું.  ” પેલા મોટા પંડીત નથી ? જે અવાર નવાર ટી.વી. પર કથા કરતા દેખાય છે ?” પછી માથું ખંજવાળીને તે નામ યાદ કરવા લાગ્યો. પત્નીએ બે ત્રણ નામ બોલીને યાદ કરાવવાની કોશિષ કરી, તે ના ના બોલતો રહ્યો. ” અરે.. આ… હાં પેલા ઉમેશ ભાઇ અમરેલી વાળા, પેલા કથાકાર ! “.  પત્નીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું  ” હેં, હં.. મોટા માણસની વાત નો થાય “.

“આખા રસ્તે  તેમના મોટા મોટા ફોટા વાળા બેનરો લગાવેલા હતાં.” તે પત્નીને કહેતો ગયો, પત્ની આશ્ચર્ય સાથે સાંભળતી રહી. “તેમના ફોટા નીચે જાત જાતના સુત્રો લખેલા હતા.

“પાંચ તત્વોનું આપણું શરીર બનેલું છે, તેઓ શ્રીએ તેમની જિંદગીમાં આ પાંચ તત્વોના ગુણોને સાકાર કરી બતાવ્યા. ’આકાશ’- તેઓ શ્રી ના વિચારો અને સ્વપ્નો આકાશની જેમ અનંત હતાં. ” 

પત્નીએ અધવચ્ચે જ પુછી લીધું ” તમે એવું ન કરી શકો ? ” મે કહ્યું ” કરી શકીએ, પણ નોકરી કરતા હોય તેને કંઇ લાભ ન થાય, અને તને તે નહીં સમજાય. કારણ કે તું નોકરી નથી કરતી. ” તેણે આગળ વધાર્યું ” અગ્નિ- અગ્નિની જેમ તેમણે પ્રગતીની મશાલ પ્રગટેલી રાખી, મારી વાત કરું તો પ્રગતી માટે હું ગમ્મે તેટલો પ્રયત્ન કરું તોય, પાંચ વર્ષ પહેલા મને પ્રમોશન ન મળે ” પત્નીએ કહ્યું ” કેમ ?”   મે કહ્યું ” કંપનીના અમુક નિયમો હોય, તે આવા મહાન બિઝનેસ મેનોએ જ બનાવ્યા હોય છે.  હવે આગળ સાંભળ , વાયુ- His progress Touching the lives like Air ”  પત્નીએ કહ્યું ” તમે તો ઇંગ્લિશ માં ચાલુ થઇ ગયા.”      “સોરી, સોરી અ… ક્યાં પહોંચ્યો હતો ?  વાયુ- યસ, તેમની સિધ્ધીઓ અને સફળતા ઘણી જિંદગીઓને વાયુ, એટલે કે હવાની  જેમ સ્પર્શી  હતી “.  પત્નીએ કહ્યું ” બસ પતી ગયાં ? ”     “ના ના હજી બે બાકી છે. પૃથ્વી અને જળ, આ સુંદર પૃથ્વીના લોકોની પ્રગતી માટે તેઓ વિચારતા અને  જળ એટલે કે પાણીની જેમ તેઓ વહેતા રહ્યાં એટલે કે એક પછી એક બિઝનેસ વધારતા રહ્યાં, આપણેતો પહેલી તારીખે પગાર આવે એટલે આપણા ઘરનું વિચારવું પડે, છોકરાઓની ફી, ઇલેક્ટ્રીક અને ટેલિફોનના બિલ, કરિયાણાનું બિલ ,ખરુને ? આખી પૃથવીનો વિચાર કરીએ તો કોક ગાંડા ગણે, શું કહે છે ?”

પત્નીએ માથું ધુણાવ્યું અને હા માં હા ભરી  ” અને કંઇક બીજું પણ તમારા મોઢે સાંભળેલું, જોને કંઇક થીંક બિગ, અને ફાસ્ટ એવું એવું કંઇક હતું “. તે એકદમ હસી પડ્યો, પછી વળી જોરથી હસ્યો ” કેમ, કેમ આટલા બધા કેમ હસો છો ?” 

તે હસવું ખાળીને પછી બોલ્યો ” સાંભળ.. સાંભળ તું પણ હસી પડીશ, મે એક વાર મારી કંપનીમાં Big Think કર્યું હતું અને Fast કર્યું હતું, હતું એમ જાણે, એક મશીન અમારે ત્યાં વારે ઘડીએ બંધ પડતું હતું, એટલે વર્ષે દહાડે રુપીયા બે કરોડનું નુકશાન થતું હતું. મે એક આઇડિયા આપ્યો અને મશીનમાં નાનું એવું મોડીફીકેશન કર્યું, એટલે કે એક પાર્ટમાં નાનો એવો ફેરફાર કર્યો અને આઇડિઆ સફળ થયો, મારી કંપનીનું મે બે કરોડ રુપીયાનું નુકશાન થતું અટકાવ્યું , બોલ નાની વાત કહેવાય ? Big કહેવાય કે નહીં ? ”

“પછી ? ” પત્નીએ ઇન્તેજારી બતાવી. ” પછી શું, મને Good suggesion નો ૫૦૦ રુપીયાનો અવોર્ડ મળ્યો અને મારા બોસને બે કરોડનું નુકશાન થતું અટકાવવા બદલ  પ્રમોશન મળ્યું, બોલ !   ” પત્ની બોલી ” એમ કેમ ?”  તેણે કહ્યું મે તને કહ્યું હતું ને આ મોટા મોટા આદર્શ વાક્યો નોકરી કરવા વાળાને કંઇ કામના નહીં, આપણા નસીબ આડે પાંદડુ નહીં, નસીબ જ પાંદડા પાછળ લખાયેલા હોય છે, ખરુ ને ? ” પત્નીએ કંઇ બોલ્યા વગર માથું ધુણાવ્યું.

તેણે કહ્યું ” આ બધું શરું કરવું હોય તો પહેલી શરત તો એ જ છે કે નોકરી મુકવી પડે.” પત્નીએ હળવેથી ટપલી મારીને કહ્યું ” એવું તો કંઇ થાતું હશે, તમે Big think ન કરો તો કંઇ નહીં પણ જરા લાંબુ તો વિચારો Long Think ” તે થોડી હસી પડી પછી બહું ડાપણ વાળી વાત કરી ” બધા જો Big Think ના રવાડે ચડી નોકરી છોડી દે તો પછી કામ કોણ કરશે ? ”

તે ફરી વિચાર કરવા લાગ્યો, લાઇનમાં ઉભા ઉભા તેને જે મોટી મોટી હસ્તીઓ જોઇ હતી તેનામાં અને પોતાનામાં આમ  કંઇ ખાસ ફરક દેખાતો ન હતો, ટી.વી.માં કે અખબારોમાં તેઓ તદન જુદા લાગે છે એવું કેમ હશે ?

બ્લોગ-૭૦

Read Full Post »

અંગુલી માલ-૨

( આ પહેલા મે મારા એક બે બ્લોગમાં ” મુર્ગીઓ સાવધાન ” ૨૦-ઓગસ્ટ-૨૦૦૯ અને ” ગોલ્ડ મેડલો-ઓલમ્પિક” ૨૨- ઓગસ્ટ-૨૦૦૮ માં માંસાહાર માણસ માટે કુદરતી વ્યવસ્થા નથી જ, તેવી રજુઆત અને તર્કો આપેલા, હવે આ રજુઆત એક વાર્તા રુપે )

સામે ઘુઘવતો સમુદ્ર ,ટ્રાફીકની લાઇટો અને ની-ઓન લાઇટોના ઝબકારા એક અલગ જ માહોલ પુરા પાડતા હતાં, મરીન લાઇન પર આવેલી એક મિડલ ક્લાસ હોટેલ “હોટલ સાગર ” આમતો મધ્યમ લાલ રંગની રોશની અને ગ્રાહકોના ઝીણા ઝીણા શોરથી અને હસી મજાકના ઠહાકાથી ધમ ધમતી હોય છે, પણ આજે જરા માહોલમાં એકા એક ચુપ્પી આવી ગઇ. એક મિત્રોના ગ્રુપમાં ગરમા ગરમી થઇ ગઇ. એક શખ્શ ગ્રુપ છોડીને વોક-આઉટ કરી ગયો.

સિધ્ધાર્થ ગ્રુપમાંથી ઉઠીને ચાલતો થઇ ગયો હતો.

નરેન્દ્રએ બંટીને ઘણી વખત સમજાવ્યો હતો “ સિધ્ધાર્થ નોન-વેજ નથી ખાતો તો નથી ખાતો, તું શા માટે તેને ચીડવે છે , અને શા માટે દુરાગ્રહ રાખે છે કે તે નોનવેજ કેમ નથી લેતો? “   

બંટી કહેતો “ સાલો બકરી છે બકરી  ઘાંસ ફૂસ ખાતો હોય છે.આપણી સાથે દોસ્તી કરીને કંઇ શીખ્યો નહીં, મુંબઈ આવ્યો છે અને સાવ ગોચ્યા જેવો બની ને રહે છે, પાછો આપણને શિખવાડે છે, જીવ હિંસા કરીને પેટ ભરવાની કે જીભના ચટાકા કરવાની જરુર શી છે ?”

બંટી આગળ બોલ્યો “મે કહ્યું  તેને , હા, એક વાર મે તેને કહ્યું ,તું જે શાક ભાજી ખાય છે તેમાય જીવ છે, તું સાયંસનો સ્ટુડન્ટ છે ને ?, સાયંસ સમજે છે ને ? બોલ , તોય તું ખાય છે ને ?”.

સિધ્ધાર્થે કહ્યું હતું “વાત જીવની નહીં, દયાની છે, જ્યારે કોઇ પશુની હિંસા કરાય છે ત્યારે તેને થતા દર્દની કે જીવવા માટે જે તરફડીયા મારે છે તે કદી જોયું છે તે? આને  નિર્દયતા કહેવાય  “

નરેન્દ્રએ ફરી બંટીને સમજાવ્યો “ છોડ બંટી, સૌ સૌના વિચારોના સૌ માલિક છે. આપણે તેને નથી સમજાવી શકવાના કે નથી તે આપણને સમજાવી શકવાનો, આ વાતનો તંત મુક ને !“ 

બંટી એ હસતાં હસતાં કહ્યું “ એ….એ.. સાલો પોંગા પંડીત આપણને શું સમજાવવાનો હતો. જોયું નહીં ધમકી આપીને ગયો, એક દિવસ હું તમને લોકોને પાઠ શીખવાડી દઇશ, યાદ રાખજો”.  મધુ, રોશન બધા ચુપ થઇ ગયા હતા. સૌએ કહ્યું  “બંટી છોડ, આખી પાર્ટીની મજા કીરકીરા થઇ ગઇ.”

એકાદ અઠવાડિયા સુધી સિધ્ધાર્થ આ ગ્રુપથી અળગો જ રહ્યો, કોઇના પણ ફોન ઉઠાવતો નહતો, કોઇને મળ્યો નહીં. આખુ મિત્ર ગ્રુપ વિમાસણમાં પડી ગયું. મધુએ કહ્યું  “ચાલો એક વાર તેની રુમ પર જઇએ તેને થોડો મનાવી લઇ”

બંટીએ કહ્યું “ તું સાલ્લા એનો ચમચો છું, જા, તું એકલો… એ ફોન નથી કરી શકતો ?”   સિધ્ધાર્થ એક નાની ભાડાની રુમ લઇને રહેતો હતો, તેની ઇન્સ્ટીટ્યુટ રુમથી નજીક પડતી હતી. જાતે રસોઇ બનાવી લેતો, તેને રસોઇ આવડતી હતી, એટલે હોસ્ટેલમાં રહેવાની ગરજ ન હતી.

એકાદ બે અઠવાડિયા પછી સિધ્ધાર્થનો ફોન બંટીને જ આવ્યો “ હેલ્લો બંટી, ક્યાંછે ? ક્યાં છે આપણી ટોળીના મેમ્બરો ? તમે લોકો સાલ્લા કોઇ મને મનાવવા પણ ન આવ્યા ?, મને  થયું કે  મારે જ પહેલ કરવી પડશે. ચાલો બધાને કહી દે, આજે મારા તરફથી મારી રુમ પર પાર્ટી, એ પણ નોન-વેજ પાર્ટી, હું પણ આજથી શરુ કરીશ, ઓ.કે. ?, નોન-વેજ ડિશ પણ હું જ પ્રીપેર કરીશ. કહી દે બધાંને, નાઉ, યુ  ઓલ આર હેપ્પી ?.

બંટીએ મધુ, નરેન્દ્ર , રોશન બધાને ફોન કરી દીધો “હેલ્લો… સુલેમાન સુધર ગયા, આજે  સિધ્ધાર્થની રુમ પર પાર્ટી છે, એ પણ નોન-વેજ ડીશ સાથે !  બેટો, મોડો મોડોય લાઇન પર આવ્યો ખરો ! કહેતો હતો હું તમને પાઠ શિખવાડીશ, પોતે જ સરેન્ડર થઇ ગયો. ”

સિધ્ધાર્થની રુમ પર બધા ભેગા થયા, એક રુમ અને એક કિચન વાળી તેની રુમ હતી. આગળની રુમમાં તેણે ડાઇનીંગ ટેબલ અને ખુરશીઓ ગોઠવી રાખી હતી. બધા મજાકીયા મુડમાં આવી રહ્યાં હતાં, બંટી બોલ્યો “ કેમ પંડીતજી હાર ગયે ?, “ નરેન્દ્રએ કહ્યું “ સિધ્ધાર્થ, વોટ ઇઝ સ્પેશિયલ ડીશ ટુ ડે ?”

સિધ્ધાર્થે કહ્યું “ સ્યોર, દોસ્તો, હું પણ આજથી શરુઆત કરું છું તો પછી સમથીંગ મસ્ટબી વેરી સ્પેશિયલ, રાઇટ દોસ્તો ?” મધુ તો કિચનમાં આંટો મારી આવ્યો “ યાર રોટી, કાંદા અને ચટણી સિવાય કિચનમાં કંઇ દેખાતું નથી ! ધેન વોટ ઇઝ સ્પેશિયલ ?”    બંટી બોલ્યો “હું નોતો કહેતો, આ પોન્ગાપંડીત આપણને મુર્ગા બનાવશે !”

સિધ્ધાર્થે કહ્યું “ નો બંટી નો, ટુડે નો બડી ઇઝ મુર્ગા એન્ડ નો બડી વિલ ઇટ ઓલ્સો મુર્ગા, આ જે  જે ડીશ હું પ્રીપેર કરવાનો છું તે ભગવાન બુધ્ધના જમાનામાં એક જણ આરોગતો હતો. હું પણ તે જ ડીશ સર્વ કરવાનો છું, એક શરત કોઇ રુમમાંથી ઉઠીને બહાર નહીં જાય ”

ઘડી ભર બધા  હેબતાઇ ગયા “ સિધ્ધાર્થ વ્હાય જોકીન્ગ ! “

સિધ્ધાર્થે કહ્યું “ દોસ્તો નથીંગ લાઇક જોકીન્ગ , તૈયાર થઇ જાવ “ રુમમાં એકદમ સન્નાટો છવાઇ ગયો. મિત્રો કંઇ સમજે તે પહેલા સિધ્ધાર્થ ઝડપથી કિચનમાં ગયો અને મુર્ગીઓને કાપવાનો છરો લઇ આવ્યો.

“મારી શરત યાદ રાખજો, કોઇ બહાર નહીં જાય, પુટ યોર હેન્ડ ઓન ટેબલ, વિ વિલ ટ્રાય ટુડે ફિન્ગર ચિપ્સ, આજે હું તમારી આંગળીઓ કાપીને તેની ડિશ પ્રીપેર કરીશ”

બંટી બોલ્યો “વોટ નોનસેન્શ ગોઇન્ગ ઓન સિધ્ધાર્થ ?”

સિધ્ધાર્થ બોલ્યો “ નથીંગ લાઇક નોનસેન્શ, હું કે તમે પહેલા માણસ નથી જે માનવ ફીંગરની ડિશ આરોગશું, આ પહેલા ભગવાન બુધ્ધના જમાનામાં એક માણસ , જેનું નામ અંગુલીમાલ પડી ગયું હતું, જે જંગલમાં વટેમાર્ગીઓને ઉભા રાખીને લૂંટી લેતો,તેને મારીનાખી અને પછી તેની આંગળીઓ કાપીલેતો, તેની માળા બનાવીને પહેરતો, શા માટે ખબર નહીં, પણ ઇટ ઇઝ ઇન હિસ્ટ્રી,   સો આર યુ રેડી ? “  સિધ્ધાર્થ ગંભીર થઇ ગયો હતો. તેના ચહેરા પર અજીબ પ્રકારના ભાવ હતા, જેમ ક્યારેક ભુતપ્રેતના પ્રવેશ પછી માણસનો ચહેરો ડરામણો બની જાય તેવો. મિત્રો સિધ્ધાર્થનુ આ રુપ પહેલી વાર જોઇ રહ્યાં હતાં સૌ ડરી ગયા હતાં બંટીએ ઉઠીને બારણા તરફ જવા કોશીશ કરી.

સિધ્ધાર્થ એકદમ તાડુક્યો “ નહીં, બંટી નહીં, કોઇ બહાર નહીં જાય “ ફરી પાછો રુમમાં સન્નાટો છવાઇ ગયો. સિધ્ધાર્થ જાણે આજ હિંસક બનીગયો હોય તેવું લાગતું હતું.

મધુએ કહ્યું “ સિધ્ધાર્થ, છોડ પાગલ પણું, શું માંડ્યું છે તે ?”

સિધ્ધાર્થે કહ્યું “નો ફ્રેન્ડ નો, આજે હું કંઇ જ સાંભળવાનો નથી, બોસ, તમે જે કરો તે શાણપણ ! હું કરું તે પાગલ પણું , …….” સૌ સ્થગિત થઇ ગયા હતાં, હિપ્નોટાઇઝ જેવી અવસ્થામાં.

થોડો સમય મૌન રહી સિધ્ધાર્થે કહ્યું “સાંભળો , ગેટ રીલેક્ષ , આ તો મે તમને ઝટકો આપવા માટે એક નુસ્ખો અજમાવ્યો હતો, બાકી દર્દ અને તરફડાટ શું હોય છે તેનો અંદાજ આવ્યો ? આજ પછી ક્યારેય મારી નોન-વેજ ન ખાવા બદલ મજાક કરી છે તો વાત છે તમારી”

પછી સિધ્ધાર્થ એક દમ ખડખડાટ હસી પડ્યો.

બધા મિત્રો એકસાથે બોલ્યા “ યાર તે તો અમને ડરાવી દીધા ! આવી મજાક ? “

મધુહસીને બોલ્યો “દોસ્તો આ પોન્ગા પંડીતના ડ્રામાથી બંટીનું નોન-વેજ તો જરુર છુટી ગયું હશે” અને આખુ મિત્ર મંડળ ખડખડાટ હસી પડ્યું.

સિધ્ધાર્થે કહ્યું “ સૌ  સૌનો પોતાનો વિચાર હોય છે, સૌને પોતાનો નિર્ણય લેવાનો અધિકાર હોય છે, વિચારનો વિવેક જરુરી હોય છે, બાકી સૌ આઝાદ ભારતના આઝાદ નાગરીકો છો, લેટ અસ એન્જોય ટુડે, બાજરાના રોટલા, ઉંધીયું અને લસણની ધમ ધમાટ ચટણી, ચાલશે ને? મેં ઓર્ડર આપીને સ્પેશિયલ કાઠીયાવાડી હોટલ માંથી મંગાવેલ છે ?”

બધા મિત્રોએ આનંદની ચિચિયારીઓ પાડીને સિધ્ધાર્થનું મેનું વધાવી લીધું. રુમમાં ખુબ જ અવાજને ઘોંઘાટથી પરેશાન થઇ પડોશમાં રહેતા ગિરધર કાકા આવીગયા “ અલ્યા છોકરાઓ આટલો બધો ઘોંઘાટ શેનો કરો છો ?”

બધાએ એક સાથે જવાબ આપ્યો “ કાકા આજથી નોન-વેજ બંધ …..!”  

બ્લોગ-૬૯

Read Full Post »