Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ, 2012

 જેમ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર તેવી જ રીતે, જ્યાં વૈજ્ઞાનીકોની શોધ અટકી પડે છે કે તરત જ ઇશ્વરની આધિનતા સ્વિકારીલેવામાં આવે છે.

” હિગ્ઝ-બોસોર્ન” પાર્ટીકલ્સની શોધ થઇ પછી આગળ હમણાતો પૂર્ણવિરામ છે. લિયોન લેડરમેને આ શોધને “ગોડ પાર્ટીકલ્સ ”   નામ આપ્યું કે ઇશ્વરી તત્વ વિષે બધાના જંતર વાગવાના ચાલુ થઇ ગયા. કોઇએ કહ્યું કે આ પ્રોજેક્ટ શરુ થયો ત્યારે જ ભારત સરકારે આપણા વૈજ્ઞાનીક સત્યેન બોઝને ’સર્ન’ સંસ્થાની ઓફિસમાં મુકવા માટે નટરાજની મૂર્તી આપેલી. હકિકતમાં તો બ્રહ્માની મૂર્તી આપવી જોઇએ કારણ કે હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્મા સર્જનહાર છે. વિષ્ણુ પાલનહાર પણ શંકર તો  વિનાશના દેવ છે. કોઇક મહારાજ તો વળી ’ગોડ પાર્ટીકલ્સ’  વિષે કહેવા લાગ્યા કે  જે સુક્ષ્માતી સુક્ષ્મ છે અને જે સૌથી વિશાળ અને અનંત છે તે ’ગોડ પાર્ટીકલ્સ’ .  હવે મારે જે વાત કહેવી છે તે બીજી જ છે. આગળ ભુતકાળમાં પણ વૈજ્ઞાનીકોએ છેલ્લે ઇશ્વરની આધીનતા સ્વીકારેલ છે. રજનીશજીએ ક્યાંક આવી વાતનો ઉલ્લેખ કર્યો છે કે વિજ્ઞાનની  શોધ એટલે એક રહસ્ય્નું તાળું ખોલો કે બીજા દશ બંધ તાળાઓ સામા ઉભા જ હોય.

 સલામ છે સર્ન સંસ્થાના વૈજ્ઞાનીકો પીટર હિગ્ઝ અને સત્યેન્દ્ર નાથ બોઝને જેમણે વર્ષોની જહેમત પછી બ્રમ્હાંડના સુક્ષ્માતી સુક્ષ્મ કણોની શોધ કરી. જેનું નામ આપવામાં આવ્યું ” હિગ્ઝ-બોસોર્ન”. જો કે તેઓ ગોડ પાર્ટીકલ્સ નામકરણ સાથે બિલકુલ સહમત ન હતાં.

સ્ટીફન હોકીંગ કે જે દુનિયાના શ્રેષ્ઠ અને વિચક્ષણ બુધ્ધિમત્તા વાળા વૈજ્ઞાનીક છે. તેમણે તો આશા જ નહોતી કે આ જાતના સુક્ષ્મ કણો શોધી શકાય. જે ’બીગ-બેન્ગ’ની થિયરી પ્રમાણે તે વખતે પેદા થયા હતા, અને તે પછી આ બ્રહ્માંડનો પ્રકાશ વેગે વિસ્તાર થયો હતો. ( આ વૈજ્ઞાનીક થિયરીની માન્યતા છે ) જ્યારે આ શોધ કાર્યનો પ્રોજેક્ટ હાથ ધરાયો ત્યારે સ્ટીફન હોકીંગે તો મિશીગન યુનિવર્સીટીના ગોર્ડન કેન સાથે ૧૦૦ ડોલરની શર્ત લગાવી હતી. અને તેમણે પ્રમાણીક પણે પોતે શર્ત હારી ગયા તેવું કબુલ કર્યું.

આઇઝેક ન્યુટને ૧૮૬૭ ની સાલમાં ગુરુત્વાકર્ષણના નિયમો બતાવ્યા પછી ઘણા પ્રશ્નો ઉભા થયા. જેમ કે આકાશી પદાર્થો પોતાના ગુરુત્વાકર્ષણથી જો એક મેકને ખેંચતા હોય તો અવકાશી ચંદરવામાં દેખાતા તારલાઓ જેમના તેમ દેખાય છે તે ક્યારના એક બિન્દુમાં સમેટાઇ ગયા હોત. આ વાતનો ખુલાસો તે આપી ન શક્યા અને અંતે કહી દીધું કે ઇશ્વરનો અદ્રશ્ય હાથ બ્રહ્માંડનું કેન્દ્રવર્તી પતન રોકે છે.

આઇનસ્ટાઇને ૧૯૦૫ માં સ્પેશિયલ થિયરી ઓફ રીલેટીવીટી અને પછી ૧૯૧૫ માં જનરલ થિયરી ઓફ રીલેટીવીટીના સિધ્ધાંત વડે ન્યુટનના સિધ્ધાંતનો છેદ ઉડાડી દીધો. અને જાહેર કર્યું કે બ્રહ્માંડ સ્થગિત છે. ૧૯૧૫ માં રજુ કરેલી આઇનસ્ટાઇનની જનરલ થિયરી ઓફ રીલેટીવીટી પણ વિવાદના સંકટમાં ઘેરાઇ ત્યારે આ થિયરીને પાછીતો ન ખેંચીશક્યા પણ ૧૯૧૭ માં તેમણે બ્રહ્માંડને સ્થાઇ બતાવવા માટે ખગોળશાસ્ત્રીય અચળાંકનો શમાવેશ કર્યો.  Cosmological constant  નામના પ્રતિ-ગુરુત્વાકર્ષણ બળ અવકાશી પદાર્થોને સ્થાઇ રાખે છે. આઇનસ્ટાઇનની આ થિયરીને રસિયન ભૌતિકશાસ્ત્રી એલેકઝાન્ડર ફ્રીડમેને પડકારી અને સાબિત કર્યું કે બ્રહ્માંડ તો વિસ્તરી રહ્યું છે. અમેરીકન ખગોળ શાસ્ત્રીએ ૧૯૨૩ માં ૧૦૦ ઇંચ વ્યાસ વાળા શક્તીશાળી ટેલિસ્કોપ વડે આકાશ-દર્શન કરી અને પ્રકાશ કિરણોનું સ્પેક્ટ્રોકોપીક વિશ્લેષણ કર્યું અને જાહેર કર્યું કે બ્રહ્માંડમાં રહેલી આકાશગંગાઓ કલાકના લાખો કિલોમીટરની ઝડપે એક બીજાથી દૂર જઇ રહી છે. આ વાતથી આઇનસ્ટાઇનના Cosmological constant ખગોળશાસ્ત્રીય અચળાંકના નિયમ પર પાણી ફરી વળ્યું.  આઇનસ્ટાઇને રહી રહીને પોતાની ઘણી ભૂલોને કબુલી હતી. આ બધી વૈજ્ઞાનીક ગણત્રીઓથી કંટાળીને  એક વાર કોઇને કહ્યું હતું કે -” જો પુનર્જન્મ જેવું કંઇ હોય તો  ઇશ્વરને પ્રાર્થના કરું છૂં કે આવતા જન્મમાં મને  વૈજ્ઞાનીક ન બનાવે.

આ બધી વૈજ્ઞાનીક ઢબે ઉલટી સિધી ગણતરીઓ અને શોધો, જો અને તો સાથે બિગ-બેન્ગની કલ્પના સુધી પહોંચી છે. અને હવે છેલ્લે “ગોડ-પાર્ટીકલ્સ,  ઇશ્વરી તત્વની વાતો આવી. થોડુંક હોમ-વર્ક કરીને આ બધી વિગતો એકઠી કરી છે, બાકી હું પોતે વિજ્ઞાનની બાબતમાં સાવ ઠોઠ છું.  પણ આ વાતને આપણા માનીતા ઉર્દુ કવિ ગાલિબે  બહુ સહજતાથી સમજાવી દીધી હતી.   –  न था कुछ भी, खुदा था । न कुछ होता, खुदा होता ।

મારા મતે તો જીવવાની જીજીવિષા એટલે ઇશ્વરી તત્વ, મોતનો ડર લાગે અને જે યાદ આવે તે ઇશ્વરી તત્વ, શારીરીક પીડા સહન ન થાય અને જેને હાથ જોડાઇ જાય તે ઇશ્વરી તત્વ, પોતાનું બાળક અટુલુ પડીને ખોવાઇ જાય અને જે ઝુરાપો થાય તે ઇશ્વરી તત્વ, કોઇ માસુમ બાળક અજાણ્યા માણસને ’ અન્કલ !!!!..’ કહીને બોલાવે અને વ્હાલથી ચુમી લેવાનું મન થઇ જાય તે ઇશ્વરી તત્વ.  डुबोया मेरे होने ने । न मै होता तो क्या होता । ગાલિબનો આ શેર પુરો કરીને અટકું છું. બાકી ઇશ્વરી તત્વ ૧૦૦ મીટર ઉંડે, ૨૭ કિલો મીટરની ( Large Hadron Collider ) ટનલમાં છુપાઇને બેઠું હોય તે માન્ય નથી.

બ્લોગ-૯૮

Read Full Post »

जातस्य ध्रुवो म्रुत्यु । જે જન્મ લે છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. આ નિયમ છે સૃષ્ટીનો. આપણા જેટલા યુગ પુરુષો જેને  આપણે ધર્મની સ્થાપના કરનારા ઇશ્વર ગણીએ છીએ, જેમણે મનુષ્યની જેમ, જન્મ ( અવતાર ) લીધો છે . સૌ યુગ પુરુષોએ સૃષ્ટીના આ નિયમને આધિન થઈને સ્વધામ પ્રયાણ કર્યુ છે.  હમણા જ જનમાષ્ટમી નો ઉત્સવ ગયો,  ભગવાન શ્રી કૃષ્ણે આપેલો કોલ….   संभवामि युगे युगे……   હજી પણ આપણે ચાતકની જેમ રાહ જોઇ રહ્યા છીએ. આજનો  યુગ ઘણો ખરાબ થઇ ગયો છે તેવું હજી પણ ભગવાનને નથી લાગી રહ્યું કે શું ? ગીતાના ઉપદેશને જો આપણે અનુસરવા જઇએ અને અધર્મિઓનો નાશ કરવાનો વિચાર શુધ્ધા પણ કોઇની સામે વ્યક્ત કરીએ તો કાયદાના લાંબા હાથ આપણા સુધી પહોંચી જાય,  લોકો આપણને મૂર્ખ સમજે એતો જુદું.

હે ઇશ્વર આ બધી પળોજણ તમારા યુગમાં ક્યાં હતી ? બોલો અર્જુનને યુધ્ધમાં તેના થકી થયેલા સંહાર બદલ કોઇ કાયદો તેને જેલ ભેગો કરશે એવો ડર હતો ?  અમારે ત્યાં  લોકશાહીમાં ચુંટણી લડ્યા સિવાય તમે કંઇ કરી ના શકો, ચુંટણી જીતો અને અધર્મિઓને ઘરે બેસાડો, બાકી તો બધા મજાક ઉડાડી હાથ પકડીને ઘર ભેગા કરી દે છે.

હવે આજે ૧૫ મી ઓગષ્ટ છે એટલે એમ થયું કે તમે આપેલો કોલ  યાદ કરાવું, બાકી અમારા કોઇથી સેક્યો પાપડે ભાંગવાનો નથી. તમારા કોલ પ્રમાણે તમારે જ આવવું પડશે. આતો અચાનક સોમનાથના દર્શને ગયા હતાં ત્યારે ખબર પડીકે અંહિયાથી થોડેક જ દુર ( સાત કીલોમીટરના અંતરે ભાલકા તિર્થ નામે જગ્યા છે, જ્યાં તમે દેહ છોડ્યો હતો. આ રહ્યો તેનો પુરાવો.  શ્રી મદભાગવત અને વિષ્ણુપુરાણના વર્ણન પ્રમાણે,  ચૈત્ર, શુક્લ પક્ષ,  પ્રતિપદા, શુક્રવાર, બપોરે ૨ વાગ્યાને  ૨૭  મિનીટ અને ૩૦ સેકન્ડ.   ( ઇ.સ. પૂર્વે ૩૧૦૨, ૧૮ ફેબ્રુઆરી )  એટલે કે આજે ૧૫ મી ઓગષ્ટે બરાબર ગણત્રી કરી તો ૫૧૧૨ વર્ષ, ૫ મહિના અને ૨૮ દિવસ થાય. હે કૃષ્ણ, તમને નથી લાગતું કે અમે ચાતક પક્ષીની જેમ રાહ જોઇને દિવસો ગણી રહ્યા છીએ ?

હવે  અવતાર લેવો હોય તો બે ત્રણ વાતોની સલાહ આપું છું.  એક તો શસ્ત્રો લાવીને કંઇ ફાયદો નથી, ચુટણી લડીને ધર્મની સ્થાપના કરવી પડશે. મિડીયા વાળા સામે કંઇ પણ બોલતા દશ વખત વિચાર કરજો. ગીતામાં કહ્યા મુજબ એમ કહેશો કે ” પક્ષીઓમાં હું મોર છું ” -મિડીયા વાળા તરત સવાલ કરશે ”  Lord Krishna, why not crow or why not sparrow ? ”  –    ” તમે કહેશો પ્રાણીઓમાં હું સિંહ છું ”  – મિડીયા વાળા પુછશે ”   Lord Krishna , why not Dinosor ? ”  –  તમારે માથું ખજવાળીને કહેવું પડશે, Dinosor  મારા જન્મ પહેલા કરોડો વર્ષ પહેલા હતું,  –  Sorry no more question ”

ઇતી શ્રી, 

બ્લોગ-૯૭

Read Full Post »

“કટોકટી”  (ઇમરજન્સી) વખતે અમદાવાદમાં ગોપી દેસાઇ અને તેમના પતિ નિમીષ દેસાઇ તેમની ટીંમ સાથે “બકરી”  નાટકના સ્ટ્રીટ શો કરતા, હું અને મારા મિત્ર થાનકી આ શો જોવા ગયેલા.  મૂળ હિન્દી લેખક શ્રી સર્વેસ્વર દયાલ સક્સેનાનું આ નાટક આજે પણ હિન્દી ભાષી પ્રાંતોમાં ભજવાય છે.

ભ્રષ્ટ નેતાઓ જે ડાકુઓને પણ સારા કહેવડાવે તેવા નેતાઓની પ્રતિકાત્મક વાતનું નીરૂપણ હોવાથી આ નાટક ઇમરજન્સી વખતે ઘણૂં વખણાયેલું. – એક ભોળી ગામડાની બાઇની બકરીને જોઇને દુર્જનસિંહ જેવા નામધારી દુષ્ટ લોકોની ટોળીને આજના જેવા ભ્રષ્ટ નેતા બનવાનો વિચાર આવે છે, અને તે ભોળી બાઇની બકરી ચોરી કરીને લઇ જાય છે. પછી જનતા વચ્ચે ગાંધીવાદી નેતાના રૂપમાં તે બકરીની ઓળખાણ એવી આપે છે કે આ બકરીની માની, દાદીમા તે ગાંધીજીની બકરી હતી. આવી રીતે ભોળી જનતાને છેતરી આ બકરીને આગળ ધરીને આ દુર્જનો ચુંટણી જીતી જાય છે અને તેજ બકરીને વધેરીને જીતની મિજબાની મનાવે છે.

આજના ભ્રષ્ટ નેતાઓ હજીએ આવાજ દુષ્ટ લોકો છે. અન્નાજીના  ભ્રષ્ટાચાર વિરોધી અહિંસક આંદોલાનની ઠેકડી ઉડાવી  મિજબાનીઓમાં મસ્ત છે. આત્મા વગરના સડેલા નેતાઓનો આત્મા અનશન કરવાથી જાગે આ ભૂલ હવે અન્નાટીમને મોડે મોડે સમજાઇ ત્યારે મીડીયાએ કાગારોળ શરુ કરી દીધી ” અન્નાના આંદોલનનું મોત ”  આના જેવી દુ:ખદ ઘટના દેશમાં બીજી કઇ હોઇ શકે ? જે માણસ ભ્રષ્ટ નેતાઓથી દેશને આઝાદ કરવા મથી રહ્યો છે તેની આવી ઠેકડી ઉડાડીને મજા લેવાની ! મોત, અન્નાજીના આંદોલનનું નહીં પણ ગાંધીગીરીનું છે. ગાંધી ચિંન્ધ્યા માર્ગે આ સડેલા નેતાઓનો આત્મા જાગશે એ આપણી ભુલ છે.

યાદ રહે એક વખત આજ રીતે અનશન કરીને અંગ્રેજોનો આત્મા જાગશે તેવી ગાંધીજીની વિચારધારાથી વિશ્વાસ ગુમાવીને સુભાષ ચંદ્ર બોઝે “આઝાદ હિન્દ સેના”ની સ્થાપના કરી હતી. અને અંગ્રેજોને ભારત છોડવા મજબુર થવું પડ્યું હોય તો આ પણ એક મજબુત કારણ હતું.  વર્ષો પછી આ વાત ખુદ બ્રીટનના વડા પ્રધાન ક્લેમેન્ટ એટલીએ એક વખત કલકત્તાનાં રાજ ભવનમાં ગવર્નરના મોઢે કરી  હતી અને કબુલ્યુ હતું કે અંગ્રેજોને ગાંધીજી કરતા સુભાષ ચંદ્ર બોઝ વધારે વસમાં પડ્યા હતાં.

જય-હિન્દ

બ્લોગ- ૯૬

Read Full Post »